વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૨/૮ પાન ૯
  • સૂના ઘરમાં આનંદથી રહેવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સૂના ઘરમાં આનંદથી રહેવું
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • હકારાત્મક બાબતો પર મન લગાડો
  • હજુ પણ માબાપ!
  • માથું મારવાનું ટાળો
  • લગ્‍નબંધન ફરીથી તાજું કરો
  • એકલવાયા મા/બાપ તરીકે તેઓને જવા દેવા
  • આનંદથી જવા દેવા
  • તેઓને ખીલવા દેવા
    સજાગ બનો!—૧૯૯૮
  • બાળકોને યહોવાહને પ્રેમ કરતા શીખવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • માતાપિતાઓ—યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
સજાગ બનો!—૧૯૯૮
g98 ૨/૮ પાન ૯

સૂના ઘરમાં

આનંદથી રહેવું

એક માતાએ કબૂલ્યું કે, “આપણામાંના ઘણા માટે છેલ્લી વિદાય આઘાતજનક હોય છે, પછી ભલે આપણે એ માટે ગમે એટલા તૈયાર હોઈએ.” હા, બાળકનું જવું ભલે ગમે તેટલું અનિવાર્ય હોય, જ્યારે તે જાય છે ત્યારે, એ સહન કરવું સહેલું નથી. એક પિતા પોતાના દીકરાને આવ-જો કર્યા પછી પોતાનો પ્રત્યાઘાત જણાવે છે: “મારા જીવનમાં પહેલી વાર . . . , હું ખૂબ જ રડ્યો.”

ઘણાં માબાપ માટે તેઓનાં બાળકોનું જવું તેઓનાં જીવનમાં ઘોર અંધારુ—એક ઊંડો ઘા છોડી જાય છે. તેઓનાં બાળકો સાથે રોજ-બ-રોજનો સંપર્ક ન હોવાને કારણે, ઘણાં એકલવાયાપણાની ઊંડી લાગણી, દુઃખ અને ગુમાવ્યાની લાગણી અનુભવે છે. અને ફેરગોઠવણ કરવામાં ફક્ત માબાપને જ આ સમય આકરો લાગતો હોય એવું નથી. એડવર્ડ અને એવ્રીલ નામનું યુગલ જણાવે છે: “ઘરે બીજાં બાળકો હોય તો, તેઓ પણ ગુમાવ્યાની લાગણી અનુભવે છે.” આ યુગલની સલાહ? “તેઓને તમારો સમય અને સમજશક્તિ આપો. એ તેઓને ફેરગોઠવણ કરવા મદદરૂપ થશે.”

હા, જીવન આગળ ચાલ્યા કરે છે. તમારે તમારાં બાકી રહેલાં બાળકોની કાળજી લેવાની હોય—તમારા નોકરી-ધંધાની અને ઘરકામની તો વાત જ નથી કરતા—તો, તમે પોતાને ઘેરા શોકમાં ગળાડૂબ થઈ જવા દેશો નહિ. તો પછી, ચાલો, આપણે બાળકો ઘર છોડીને જાય ત્યારે આનંદી બનવાના કેટલાક માર્ગો જોઈએ.

હકારાત્મક બાબતો પર મન લગાડો

અલબત્ત, તમે ઉદાસીનતા અથવા એકલવાયાપણું અનુભવતા હો, અને રડવા માંગતા હો અથવા સહાનુભૂતિવાળા મિત્ર સાથે તમારી લાગણીઓ વિષે વાત કરવા ચાહતા હો તો જરૂર તેમ કરો. બાઇબલ કહે છે: “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.” (નીતિવચન ૧૨:૨૫) કેટલીક વખત બીજાઓ એ બાબત વિષે નવી દૃષ્ટિ આપી શકે. દાખલા તરીકે, જેમ વાલ્ડમર અને મેરીએન નામનું યુગલ સલાહ આપે છે: “કંઈક ગુમાવ્યું હોય એમ નહિ, પરંતુ એક ધ્યેય સફળ રીતે હાંસલ કર્યો હોય, એમ જુઓ.” બાબતોને જોવાની કેટલી સારી રીત! રૂડોલ્ફ અને હીલ્ડી નામનું યુગલ કહે છે: “અમે અમારાં દીકરાઓને જવાબદારીભર્યાં યુવાનો બનાવી શક્યા તે માટે ઘણાં ખુશ છીએ.”

શું તમે તમારાં બાળકોને “પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં” ઉછેરવાનો પ્રયાસ કર્યો છે? (એફેસી ૬:૪) તમે એમ કર્યું હોય તોપણ, તમે તેઓ ઘરેથી જશે એ વિષે ચિંતાતુર હોય શકો. પરંતુ એ રીતે પોતાનાં બાળકોને તાલીમ આપનારાઓને બાઇબલની ખાતરી છે કે “વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.” (નીતિવચન ૨૨:૬) શું એ જોવું ખૂબ જ સંતોષકારક નથી કે તમારું બાળક તેણે મેળવેલી તાલીમ સ્વીકારી રહ્યું છે? પ્રેષિત યોહાને પોતાનાં આત્મિક કુટુંબ વિષે કહ્યું: “જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.” (૩ યોહાન ૪) કદાચ તમને પણ તમારા બાળક વિષે આવી જ મનોભાવના થઈ શકે.

સાચું, બધાં બાળકો ખ્રિસ્તી તાલીમ સ્વીકારતા નથી. તમારા મોટા થઈ ગયેલા બાળક વિષે એ સાચું હોય તો, એનો અર્થ એમ નથી કે માબાપ તરીકે તમે નિષ્ફળ ગયાં છો. તેને દૈવી માર્ગમાં ઉછેરવા તમે તમારાથી બનતુ બધુ કર્યું હોય તો બિનજરૂરીપણે પોતાને દોષ ન આપો. એ યાદ રાખો કે એક પુખ્ત વ્યક્તિ તરીકે તમારું બાળક દેવ સમક્ષ પોતે જવાબદાર છે. (ગલાતી ૬:૫) આશા રાખો કે સમય જતાં કદાચ તે પોતાની પસંદગી પર ફેરવિચારણા કરશે, અને આખરે “બાણ” જે દિશામાં તાકવામાં આવ્યું હતું ત્યાં જશે.—ગીતશાસ્ત્ર ૧૨૭:૪.

હજુ પણ માબાપ!

તમારા બાળકનું જવું અમુક મહત્ત્વના ફેરફારો ચિહ્‍નિત કરે છે છતાં, એનો અર્થ એ નથી કે માબાપ તરીકે તમારું કામ પતી ગયું. માનસિક-સ્વાસ્થ્યના નિષ્ણાત હાવર્ડ હાલ્પર્ન કહે છે: “તમે મરણ પામો ત્યાં સુધી તમે માબાપ છો, પરંતુ આપવાની અને માવજત કરવાની રીતો બદલાય છે.”

બાઇબલે ઘણા સમય અગાઉથી પારખ્યું કે બાળક મોટું થઈ જવાથી કંઈ માબાપનું કામ પૂરું થઈ જતું નથી. નીતિવચન ૨૩:૨૨ કહે છે: “તારા પોતાના બાપનું કહેવું સાંભળ, અને તારી મા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.” હા, ભલે બાળકો પુખ્ત ઉંમરનાં થઈ જાય અને માબાપ “વૃદ્ધ” થઈ ગયાં હોય તોપણ, માબાપ બાળકનાં જીવન પર ઘણી ઊંડી અસર પાડી શકે છે. અલબત્ત, અમુક ફેરફારો કરવાની જરૂર છે. પરંતુ વખતોવખત બધા જ સંબંધોને તાજા અને સંતોષપ્રદ બનાવવા ફેરગોઠવણની જરૂર હોય છે. તેથી હવે તમારાં બાળકો મોટાં થઈ ગયાં છે ત્યારે, તેઓ સાથે પુખ્ત ઉંમરની વ્યક્તિ તરીકે સંબંધ જાળવવાનો પ્રયત્ન કરો. રસપ્રદપણે, અભ્યાસો દર્શાવે છે કે મોટા ભાગે માબાપ-બાળક વચ્ચેનો સંબંધ બાળકો ઘર છોડે પછી સુધરે છે! બાળકો અસલી જગતનાં દબાણોનો પોતે સામનો કરે છે ત્યારે, તેઓ પોતાનાં માબાપને એક નવી દૃષ્ટિથી જોવા લાગે છે. હાર્ટમુટ નામનો એક જર્મન માણસ કહે છે: “હવે હું મારા માબાપને સારી રીતે સમજ્યો અને એ પણ સમજુ છું કે શા માટે તેમણે અમુક બાબતો એ પ્રમાણે કરી હતી.”

માથું મારવાનું ટાળો

છતાં, તમે તમારાં બાળકનાં વ્યક્તિગત જીવનમાં માથું મારનારા બનશો તો, વધારે નુકશાન થશે. (સરખાવો ૧ તીમોથી ૫:૧૩.) એક પરિણીત સ્ત્રી જે પોતાના સાસરિયા તરફથી ખૂબ જ તણાવ અનુભવી રહી છે તે વિલાપ કરે છે: “અમે તેઓને પ્રેમ કરીએ છીએ, પરંતુ અમને અમારું પોતાનું જીવન જીવવું છે અને જાતે અમારા નિર્ણયો કરવા છે.” ખરેખર, કોઈ પણ પ્રેમાળ માબાપ પોતાનાં પુખ્ત ઉંમરના બાળકને આફતમાં આવી પડતા જોઈને ચૂપચાપ બેસી રહેશે નહિ. પરંતુ સામાન્યપણે વણમાંગી સલાહ આપવાનું ટાળવું જોઈએ, પછી ભલે એ ઘણી ડહાપણભરી અથવા ભલા માટે હોય. આ બાળક પરણી જાય ત્યારે સવિશેષ સાચું છે.

વર્ષ ૧૯૮૩ના અવેક!માં આ સલાહ હતી: “તમારી બદલાયેલી ભૂમિકા સ્વીકારો. તમારું બાળક પા-પા પગલી માંડતું થયું ત્યારે, તમે નવજાત શિશુ તરીકે એની સંભાળ લેવાની તમારી ભૂમિકા બદલી. એ જ પ્રમાણે, હવે તમારે તમારી કાળજી રાખનાર તરીકેની ભૂમિકા મૂકીને સલાહકાર બનવાનો ભાગ ભજવવાનો છે. તમારા બાળકનાં જીવનમાં આ તબકકે નિર્ણયો કરવા એ ઓડકાર ખવડાવવા અથવા સ્તનપાન કરાવવા જેવું અયોગ્ય લાગશે. સલાહકાર તરીકે, તમારી પાસે ચોક્કસ મર્યાદાઓ છે. હવેથી માબાપ તરીકેની તમારી સત્તા અસરકારક દલીલ કરતી નથી. (‘તને કહ્યું ને કે આ કર.’) તમારાં બાળકને પુખ્ત વ્યક્તિ તરીકેનો આદર મળવો જોઈએ.”a

a અવેક! ફેબ્રુઆરી ૮, ૧૯૮૩ના અંકમાંથી “તમે કદી માબાપ બનવાનું બંધ કરતા નથી,” લેખ જુઓ.

તમે તમારા બાળકનાં તથા તેના સાથીના બધા જ નિર્ણયો સાથે સહમત ન પણ થાવ. પરંતુ લગ્‍નની પવિત્રતા માટેનું માન તમારી ચિંતાને દૂર કરવા અને બિનજરૂરીપણે દખલ કરવાથી દૂર રાખશે. સત્ય એ છે કે, મોટે ભાગે યુવાન યુગલ પોતાના કોયડા પોતે જ હલ કરે એ યોગ્ય છે. નહિતર, લગ્‍નમાં નાજુક સ્થિતિએ જમાઈ કે વહુ, તમારી વણમાગેલી સલાહ પ્રત્યે સંવેદનશીલ પણ બની શકે. ઉપર જણાવેલા અવેક!નો લેખ આગળ સલાહ આપે છે: “અંત વિનાનાં, વણમાગેલાં સૂચનો કરવાની ઇચ્છા દબાવી દો, જે જમાઈ કે વહુને દુશ્મન બનાવી બેસી શકે.” ટેકો આપનાર બનો—નહિ કે દોરનાર. સારો સંબંધ જાળવવાથી, તમે તમારાં બાળકને સાચે જ સલાહ જોઈતી હોય ત્યારે, તમારી પાસે આવવાનું સહેલું બનાવો છો.

લગ્‍નબંધન ફરીથી તાજું કરો

ઘણાં યુગલો માટે, ખાલી માળો વૈવાહિક આનંદને વધારવાની શકયતાનો માર્ગ ખુલ્લો કરે છે. સફળ માબાપ બનવું એટલો સમય અને પ્રયત્નો માંગી લઈ શકે કે ઘણી વખત યુગલો પોતાના સંબંધમાં ફાળવવાનો સમય જતો કરતા હોય શકે. એક પત્ની કહે છે: “હવે બાળકો ઘરેથી ગયા છે ત્યારે, કોનરાડ અને હું એકબીજાને ફરીથી જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.”

માબાપ તરીકેની રોજ-બ-રોજની જરૂરિયાતોમાંથી મુક્ત થયા પછી, હવે તમારી પાસે એકબીજા માટે વધુ સમય હોય શકે. એક માતાએ અવલોક્યું: “આ નવો-મેળવેલો મુક્ત સમય . . . અમને પોતાને વધુ સારી રીતે ઓળખવાની તક આપે છે, અમારા સંબંધ વિષે વધુ શીખવા, અને અમારી જરૂરિયાતો પૂરી કરતી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા મદદ કરે છે.” તેણે ઉમેર્યું: “તે નવું શીખવાનો અને આગળને આગળ વધવાનો સમય છે, અને જો કે આવો સમય કાયમ ન પણ હોય શકે છતાં, એ ઘણી જ પ્રસન્‍ન કરનારી બાબતો છે.”

ઘણાં યુગલો પાસે નાણાકીય છૂટ છે. શોખ અને કારકિર્દી જે સ્થગિત થઈ ગઈ હોય શકે, એ પણ ફરીથી શરૂ કરી શકાય. યહોવાહના સાક્ષીઓ મધ્યે ઘણાં યુગલો તેઓના નવા સંજોગો આત્મિક પ્રવૃત્તિઓમાં મંડયા રહેવામાં વાપરે છે. હર્મન નામના પિતાએ જણાવ્યું કે તેમનાં બાળકો ઘરેથી ગયાં પછી, તરત જ તેમણે અને તેમની પત્નીએ પોતાનું ધ્યાન પૂરેપૂરા સમયના સેવકો બનવા તરફ દોર્યું.

એકલવાયા મા/બાપ તરીકે તેઓને જવા દેવા

સૂના ઘરમાં જીવન જીવવું ખાસ કરીને એકલવાયા મા/બાપ માટે વધારે અઘરું બની શકે. બે દીકરાની એકલવાયી માતા, રીબેકા જણાવે છે: “અમારાં બાળકો જાય છે ત્યારે, અમારી પાસે સાથ અને પ્રેમ આપવા પતિ નથી.” એકલવાયા માતા/પિતાએ પોતાનાં બાળકોને લાગણીમય ટેકો આપનારાં તરીકે જોયાં હોય શકે. અને તેઓએ ઘરખર્ચમાં પણ પોતાનો ભાગ ભજવ્યો હોય તો, તેમનું જવું નાણાકીય મુશ્કેલીઓ પણ લાવી શકે.

કેટલાક પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા કામ માટેની તાલીમના કાર્યક્રમો અથવા ટૂંક-મુદતના શાળા શિક્ષણમાં ભાગ લે છે. પરંતુ કઈ રીતે વ્યક્તિ એકલવાયાપણાને આંબી શકે? એક માતા કહે છે: “મને પોતાને વ્યસ્ત રાખવાથી લાભ થયો. એ કદાચ બાઇબલ વાંચવું, ઘર સાફ કરવું, અથવા ફક્ત ચાલવા કે દોડવા જવું પણ હોય શકે. પરંતુ મારા એકલવાયાપણાને દૂર કરવાનો સૌથી લાભદાયી માર્ગ તો આત્મિક મિત્રો સાથે વાત કરવી છે.” હા, “પ્રફુલ્લિત હૃદયવાળા થાઓ,” અને નવી અને સંતોષપ્રદ મિત્રતા કેળવો. (૨ કોરીંથી ૬:૧૩) તમે કોયડાઓ હેઠળ દબાઈ ગયા હો તો ‘રાત દહાડો વિનંતી તથા પ્રાર્થનામાં’ તત્પર રહો. (૧ તીમોથી ૫:૫) ખાતરી રાખો કે આ ફેરગોઠવણ કરવાના આકરા સમયમાં યહોવાહ તમને દૃઢ કરશે અને ટેકો આપશે.

આનંદથી જવા દેવા

તમારી સ્થિતિ ગમે એ હોય, ખાતરી રાખો કે બાળકો ઘરેથી જાય છે ત્યારે જીવન અટકી જતું નથી. કૌટુંબિક બંધન મટી જતું નથી. બાઇબલમાં જણાવેલો હિતકર પ્રેમ લોકોને ભેગા રાખવા ખૂબ જ મજબૂત છે, પછી ભલે તેઓ એકબીજાથી ગમે એટલા દૂર હોય. પ્રેષિત પાઊલ આપણને યાદ કરાવે છે કે પ્રેમ “સઘળું ખમે છે. પ્રેમ કદી નિષ્ફળ જતો નથી.” (૧ કોરીંથી ૧૩:૭, ૮) તમે તમારા કુટુંબમાં જે નિઃસ્વાર્થ પ્રેમ કેળવ્યો છે એ ફક્ત તમારાં બાળકો ઘર છોડીને ગયાં એનાથી નિષ્ફળ નહિ નીવડે.

રસપ્રદપણે, બાળકો છૂટા પડ્યાનું દુઃખ અનુભવે અને ઘર યાદ આવવા લાગે, અથવા આર્થિક દબાણો અનુભવે ત્યારે, ફરીથી સંપર્ક સાધવા મોટે ભાગે પોતે જ પહેલ કરે છે. હાન્સ અને ઇન્ગ્રીડ સલાહ આપે છે: “તમારાં બાળકોને જણાવો કે તેઓ માટે તમારું દ્વાર હંમેશા ખૂલ્લું છે.” જેક અને નોરા જણાવે છે, “તેઓનાં કામમાં માથું માર્યા વગર તેઓની પ્રવૃત્તિઓમાં રસ ધરાવો.”

બાળકો ઘર છોડે છે ત્યારે તમારું જીવન બદલાય છે. પરંતુ સૂના ઘરમાં પણ જીવન વ્યસ્ત, પ્રવૃત્તિશીલ અને સંતોષપ્રદ બની શકે. વળી, તમારાં બાળકો સાથેનો તમારો સંબંધ પણ બદલાય છે. છતાં, એ હજુ પણ આનંદી અને સંતોષકારક બની શકે. પ્રોફેસર જેફરી લી અને ગેરી પીટરસન કહે છે: “માબાપથી અલગ સ્થાયી થવું માબાપ પ્રત્યે પ્રેમનો, વફાદારીનો, કે માનનો અભાવ વ્યક્ત કરતું નથી. . . . ખરેખર, આખા જીવનકાળ દરમિયાન મજબૂત કૌટુંબિક બંધનો ટકે છે.” હા, તમે કદી પણ તમારાં બાળકોને પ્રેમ કરવાનું અને તેઓનાં માબાપ બનવાનું બંધ કરશો નહિ. અને તમારાં બાળકોને ચાહો છો તેથી તેઓને જવા દો છો, તમે ખરેખર તેઓને ગુમાવી દીધાં નથી.

પુખ્ત બાળકો—તમારાં માબાપને

માટે બાબત સહેલી બનાવો

ઘરે એકલા રહી ગયેલા કરતાં ઘર છોડીને જવું સહેલું છે. તેથી તમે પુખ્તતા અને સ્વતંત્રતાનો આનંદ માણી રહ્યા હો ત્યારે, તમારાં માબાપ ફેરગોઠવણ કરવામાં તકલીફ અનુભવી રહ્યા હોય તો તેઓ પ્રત્યે માયાળુપણું અને સમજણ બતાવો. તમારા સતત પ્રેમ અને લાગણીની ખાતરી કરાવો. એક ટૂંકો પત્ર, કોઈક અણધારી ભેટ, અથવા મૈત્રીપૂર્ણ ટૅલિફૉન-કૉલ મૂંઝાતા માબાપને આનંદિત કરી શકે! તમારા જીવનની નોંધનીય બાબતોથી તેઓને વાકેફ રાખો. એથી તેઓ જાણશે કે કૌટુંબિક બંધનો હજુ પણ મજબૂત છે.

તમે પુખ્તતાનાં દબાણોનો સામનો કરશો ત્યારે, તમારાં માબાપે તમારી કાળજી લેવામાં જે સહન કર્યું તેની તમે કદર કરી શકશો. કદાચ એથી તમે તમારા માબાપને કહેવા પ્રેરાશો: “તમે મારા માટે જે કંઈ કર્યું એ માટે તમારો ઘણો ઘણો આભાર!”

“મારા જીવનમાં પહેલી વાર . . . ,

હું ખૂબ જ રડ્યો”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો