વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૪/૮ પાન ૩૦
  • અ મા રા વા ચ કો ત ર ફ થી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અ મા રા વા ચ કો ત ર ફ થી
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • કુટુંબમાંથી કોઈ યહોવાને છોડી દે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • અ મા રા વા ચ કો ત ર ફ થી
    સજાગ બનો!—૧૯૯૮
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૬
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૪/૮ પાન ૩૦

અ મા રા વા ચ કો ત ર ફ થી

હિતકર મનોરંજન યહોવાહના સાક્ષીઓમાંની એક બનવા હું અભ્યાસ કરી રહી છું, અને “હિતકર મનોરંજનની શોધ કરવી” (જૂન ૮, ૧૯૯૭)ની શૃંખલા પ્રકાશિત કરવા માટે હું તમારો આભાર માનું છું. ટેલિવિઝન પર બહુ જ ઓછું હિતકર મનોરંજન જોવા મળે છે, અને તમે અમને બધાને—યુવાનો અને વયોવૃદ્ધોને—ખૂબ સરસ સલાહ આપી. હું આશા રાખું છું કે તમે આ પ્રકારના વિષયો પર માહિતી આપવાનું ચાલુ રાખો.

ડી. ડબલ્યુ., યુનાઇટેડ સ્ટેટ્‌સ

શું દેવ સાથેની મૈત્રી ચાલુ રહેશે? “યુવાન લોકો પૂછે છે . . . શું દેવ સાથેની મારી મૈત્રી ચાલુ રહેશે?” (જૂન ૮, ૧૯૯૭) ઉત્કૃષ્ટ લેખ માટે આપણા પ્રેમાળ ઉત્પન્‍નકર્તાનો હું ઘણો આભારી છું. થોડા સમય પહેલાં, મેં એ વિષયની પ્રશ્નાવલિઓ ભરી કે મારા કેટલા મિત્રો હશે અને છેવટના પરિણામે મને આશ્વાસન આપ્યું કે મારી પાસે હંમેશા ઘણા મિત્રો હશે. દુઃખદપણે, એ તદ્દન ખોટું પુરવાર થયું. પણ, મને સમજણ પડી કે ફક્ત યહોવાહ જ આપણા સૌથી સારા મિત્ર છે. એ સાચું છે કે આપણી યહોવાહ સાથે મિત્રતા ન હોય તો, બીજું બધું અર્થવિહીન છે.

એ. ટી. એમ., મેક્સિકો

યુવાન લોકોમાં રસ બતાવવા માટે તમારો આભાર. મેં “યુવાન લોકો પૂછે છે . . . શું દેવ સાથેની મારી મૈત્રી ચાલુ રહેશે?” લેખ, મને એની સૌથી વધારે જરૂર હતી ત્યારે મેળવ્યો. હું બહિષ્કૃત હતો અને હમણાં જ મને પાછો લેવામાં આવ્યો છે. હું એકલવાયાપણું અને ઘણી શંકાઓથી પીડાઈ રહ્યો હતો—જેમાંની એક હતી, શું દેવ મને સાંભળે છે? “મારા દેહમાં કાંટો” ગૌણમથાળા હેઠળના પાઊલના ઉદાહરણનું પૃથક્કરણ કર્યા પછી, મેં નિયમિત બાઇબલ અભ્યાસ અને નિખાલસ પ્રાર્થનાથી યહોવાહના આશીર્વાદ મેળવવાનું નક્કી કર્યું. શું યહોવાહ સાથે મારી મૈત્રી ચાલુ રહેશે? એક પ્રશ્નનો સ્પષ્ટ જવાબ મળ્યો.

જે. સી. એ., આર્જેન્ટિના

મધમાખીનો ઉછેર હું “મધમાખીનો ઉછેર—‘મધુર’ વર્ણન” (જૂન ૮, ૧૯૯૭), લેખ વિષે લખી રહ્યો છું, જેમાં તમે મધમાખીઓ વિષેની સાચી માહિતી ટૂંકમાં આપી છે. મને કોઈ પણ ભૂલ વિનાની—સ્પષ્ટીકરણ, ચિત્રો અને લાગણી જગાડે એવું યોગ્ય મિશ્રણ ગમ્યું. મધમાખીના ઉછેર વિષે સમાચારપત્રોમાં અચોક્કસ કે થોડી સાચી થોડી ખોટી માહિતી હોય છે, પરંતુ તમારા લેખોમાં એવું કંઈ ન હતું. હું એક ઉત્સાહી મધમાખી ઉછેરનાર છું, અને હું ઘણી વાર ઘણા લોકો કરતાં આ માખીઓમાં વધારે ‘સારી આંતરસૂઝ’ જોઉં છું. તેથી હું વિચારું છું કે મારા માટે એ કહેવું યોગ્ય છે કે આ લેખની સાથે, તમે જીવનની સુંદરતા બતાવી છે, ખાસ કરીને, જે આ નાના જીવમાં બતાવાય છે.

પી. જી. એમ., ઇટાલી

યુવાન લોકો પૂછે છે . . . હું ૧૨ વર્ષની છું. હું શાળામાં જાઉં છું અને મને તમારાં સામયિકો વાંચવાનો ઘણો આનંદ આવે છે. મેં એને વાંચવાનું શરૂ કર્યું એ પહેલાં, મને મારા કરતાં મોટી વ્યક્તિઓ સાથે સંગત રાખવું મુશ્કેલ લાગતું હતું. પરંતુ સજાગ બનો!ના લેખોમાંના “યુવાન લોકો પૂછે છે . . . ” વિભાગ વાંચ્યા પછી, એમ કરવું મને સહેલું લાગે છે. તમારો આભાર!

એન. ટી., રશિયા

અમારા વાચકો તરફથી હું ૨૬ વર્ષથી સજાગ બનો!ની નિયમિત વાંચક છું, અને હું પહેલાંની જેમ જ એનો હજુ પણ આનંદ માણું છું. હું કદી પણ “અમારા વાચકો તરફથી” વિભાગ વાંચવાનું ચૂકતી નથી, કેમ કે ટીકાઓ અવારનવાર મને લેખ વાંચવા પ્રેરે છે. આ ઉત્કૃષ્ટ સામયિકો માટે તમારો આભાર.

એમ. બી., ફ્રાન્સ

અમે જે સામયિકો મેળવીએ છીએ એ બધાનો હું આનંદ માણું છું. મેં ખાસ કરીને જૂન ૮, ૧૯૯૭ સજાગ બનો! (અંગ્રેજી)માં બહિષ્કૃત વિષેની વાચકો તરફથી ટીકાનો ખાસ આનંદ માણ્યો. હું બહિષ્કૃત હતી અને ત્યાર પછીના વર્ષે મને પાછી લેવામાં આવી. ઘણા લોકો વિચારે છે કે આ કઠોર કૃત્ય છે. પરંતુ એ ખરેખર નથી. મને મળેલી શિષ્ત સ્વીકારવું સહેલું ન હતું, પરંતુ નિશ્ચે એ કઠોર ન હતું. હું જાણું છું કે વડીલો ફક્ત મને મદદ કરવાનો પ્રયત્ન જ કરી રહ્યા હતા. મેં તેઓની મદદનો સ્વીકાર કર્યો ન હતો પરિણામે મને બહિષ્કૃત કરવામાં આવી. એક વાર બહિષ્કૃત થયા પછી, મને સમજણ પડી કે યહોવાહ વિનાનું જીવન કેવું એકલવાયું હોય છે. મારા જીવનમાં એક મોટું ખાલીપણું હતું કે જે હું મારી જીવન ઢબ બદલીને યહોવાહ તરફ ન ફરું ત્યાં સુધી ભરી શકાય એમ ન હતું. બહિષ્કૃત થવાથી હું નમ્ર વ્યક્તિ બની અને એણે મને બતાવ્યું કે મને યહોવાહ અને તેમના સંગઠનની જરૂર છે.

એ. સી., કૅનેડા

સજાગ બનો! તમારે મને ઉત્કૃષ્ટ સામયિક સજાગ બનો! માટે નવીનીકરણનું ફૉર્મ ભરવાનું ભૂલી જવા બદલ મને માફ કરવું જ પડશે. એની માહિતી, શિક્ષણ અને હકીકત સામયિકોના પ્રેરિત અને સજાગ બનાવતા વિષયો હોય છે. હું ચૂકી ગયેલા બધા અંકો પાછા મેળવવાનું ઇચ્છું છું. હું એક પણ ચૂકી જવા માંગતી નથી. ધીરજપૂર્વક જ્ઞાનની અજ્ઞાનતા સમક્ષ લડવા મદદ કરવા બદલ તમારો આભાર.

એન. એસ., શ્રીલંકા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો