શું સંપૂર્ણ સ્વાસ્થ્ય માત્ર એક સ્વપ્ન?
શું તમે ક્યારેય ગંભીર બીમાર પડ્યા છો કે ભારે શસ્ત્રક્રિયામાંથી પસાર થયા છો? તમે થયા હોવ તો, શક્યપણ જ તમે હવે જીવનની વધુ કદર કરતા હશો. પરંતુ તમારી શારીરિક પરિસ્થિતિ ગમે તે હોય, શું તમે માનો છો કે સંપૂર્ણ સ્વાસ્થ્યનો આનંદ માણવો શક્ય છે? એ કૅન્સર કે હૃદયરોગ જેવી નબળી પાડનાર સામાન્ય માંદગીની દૃષ્ટિએ અવાસ્તવિક જણાય છે. ખરેખર, આપણે બધા વખતોવખત બીમાર પડીએ છીએ. તોપણ, સંપૂર્ણ સ્વાસ્થય ફક્ત સ્વપ્ન નથી.
બીમારી અને મરણ સામે લડત આપવાને બદલે, માનવને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યનો આનંદ માણવા ઉત્પન્ન કરવામાં આવ્યો હતો. તેથી, માંદગી અને મરણ અટકાવવા, યહોવાહે ઈસુ ખ્રિસ્તના ખંડણી બલિદાન દ્વારા સંપૂર્ણ સ્વાસ્થ્ય અને અનંતજીવન માટે પાયો પૂરો પાડ્યો. “દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.” (યોહાન ૩:૧૬) દેવની વચન આપેલા નવી દુનિયામાં હંમશ માટે જીવનારાઓ નબળા સ્વાસ્થ્ય કે વૃદ્ધાવસ્થા સામે લડશે નહિ. એમ હોવાથી, નબળાઈઓનું શું થશે?
બીમારીમાંથી છૂટકારો
ઈસુ ખ્રિસ્તે બીમારીમાંથી લોકોને સાજા કર્યા એ એક ઢબ પૂરી પાડે છે. આવા સાજાપણા વિષે તે કહે છે: “આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે, રક્તપિત્તીઓ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મૂએલા ઉઠાડાય છે, ને દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે.” (માત્થી ૧૧:૩-૫) હા, દરેક ખોડખાંપણવાળાઓ જેઓ ઈસુ પાસે પહોંચ્યા “તેટલા સાજા થયા.” (માત્થી ૧૪:૩૬) પરિણામે, “લોકોએ જોયું કે મૂંગાઓ બાલતા થયાં છે, ટૂંડાંઓ સાજાં થયાં છે, પાંગળાંઓ ચાલતાં થયાં છે, અને આંધળાંઓ દેખતાં થયાં છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા, ને ઈસ્રાએલના દેવની તેઓએ સ્તુતિ કરી.”—માત્થી ૧૫:૩૧.
સાચ જ, આજે કોઈ પણ આ રીતે સાજા કરી શકે નહિ છતાં, આપણે ખાતરી રાખી શકીએ કે દેવના શાસન હેઠળ માણસજાતને દરેક માનસિક અને શારીરિક રોગોથી સંપૂર્ણતા આપવામાં આવશે. દેવનું વચન પ્રકટીકરણ ૨૧:૩, ૪માં નોંધવામાં આવ્યું છે: “જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, દેવ તેઓની સાથે વાસો કરશે, તેઓ તેના લોકો થશે, અને દેવ પોતે તેઓની સાથે રહીને તેઓનો દેવ થશે. તે તેઓની આંખામાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શાક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”
એવી દુનિયાની કલ્પના કરો કે જ્યાં દવા બનાવનાર ઉદ્યોગ કે હૉસ્પિટલ, શસ્ત્રક્રિયા કે રોગોપચારની જરૂર હશે નહિ! વધુમાં, સ્થાપિત પારાદેશમાં, ઉદાસીનતા અને માનસિક બીમારી ભૂતકાળની બાબતો બની જશે. જીવન ખરેખર આનંદદાયક; અને સંતાષકારક, કાયમી લાગણીઓથી ભરેલું હશે. ખરેખર, દેવનું અમર્યાદિત સામર્થ્ય શરીરની નવીનીકરણની પ્રક્રિયા કરવા સક્રિય બનશે, અને ખંડણીના લાભો પાપની અપૂર્ણ અસરને કાઢી નાખશે. “હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”—યશાયાહ ૩૩:૨૪.
દેવના રાજ્ય હેઠળ સંપૂર્ણ શારીરિક અને આત્મિક સ્વાસ્થ્યનો આનંદ માણવાની—કેવી અદ્ભૂત આશા! તમે હમણાં સમતોલ અને સ્વાસ્થયપ્રદ જીવન-ઢબ જાળવી રાખી, દેવની નવી દુનિયાના આશીર્વાદોની રાહ જુઓ. યહોવાહ “ઉત્તમ વસ્તુથી તમારા મોઢાને તૃપ્ત કરે; જેથી ગરૂડની પેઠે તરી જુવાની તાજી કરાય”!—ગીતશાસ્ત્ર ૧૦૩:૫.