કઈ રીતે તમે સારા સ્વાસ્થ્યનો આનંદ માણી શકો?
રોગોપચાર એ વાતચીતવ્યવહારનો લાકપ્રિય વિષય છે. એમ જણાય છે કે લગભગ દરેક મિત્ર કે પડોશી પાસે દરેક માંદગી માટે મનપસંદ ઉકેલ છે. સમજી શકાય છે કે સ્વ-ઉપચાર માટે વધુ દબાણ કરી શકે. તેમ છતાં, અમુક લોકો એવા છે કે જેઓ “કટોકટીની પરિસ્થિતિમાં હોય ત્યારે જ ડૉક્ટર પાસે જાય છે,” બ્રાઝિલની એક ડૉક્ટર કહે છે. “જેઓને ચામડીનો રોગ થયો હોય શકે કે જે મહિનાઓના સ્વ-ઉપચાર છતાં સાજો થયો ન હોય. તેઓ ડૉક્ટર પાસે જાય છે ત્યારે, એ ખબર પડે છે કે તેઓને કોઈક પ્રકારનું કૅન્સર છે કે જેની શરૂઆતમાં જ સારવાર લેવી જોઈતી હતી.”
વહેલો ઉપચાર કરવો ઘણી વાર જીવન બચાવી શકે છે પરંતુ મોડું કરવું જોખમી બની શકે છે. “એક ૩૦ વર્ષની સ્ત્રીને માસીકધર્મ મોડું થયું. પેઢામાં થોડો દુઃખાવો થયો. તેણ સ્વ-ઉપચાર અને બળતરા ઓછી કરનાર અને પીડા ઓછી કરનાર દવા વધુ માત્રામાં પોતાની જાતે લીધી અને દુઃખાવો ઓછો થઈ ગયો,” એક શસ્ત્રક્રિયા કરનાર જણાવે છે. “પરંતુ ત્રણ દિવસ પછી તેને ખૂબ રક્તસ્રાવ થયો અને તરત હૉસ્પિટલમાં લઈ જવામાં આવી. મેં તરત શસ્ત્રક્રિયા કરી, તેની અંડવાહીનીની નળીમાં ગર્ભ રહી ગયો હતો. સમયસર તેન બચાવી લેવામાં આવી!”
સાઓ પાઊલોમાં એક યુવતીએ વિચાર્યું કે તેનામાં લોહી ઓછું હતું. પરંતુ તેની સમસ્યા એ હતી કે તેના મૂત્રપિંડો ઘણાં જ ખરાબ થઈ ગયા હતા. તેણે સારવારમાં મોડું કર્યું તેથી, મૂત્રપિંડો બદલવા જ એક શક્ય ઉપાય બન્યો. તેના ડૉક્ટરે નિષ્કર્ષ આપ્યો, “વારંવાર દર્દી તબીબી સારવાર શોધતા અચકાય છે, સ્વ-ઉપચાર કે બીજી વ્યક્તિઓએ જણાવેલી બીજી બાબતોને જુએ છે અને છેવટે એ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ બને છે.”
ચોક્કસપણે, આપણું શરીર બતાવે છે એ સૂચનોને આપણ અવગણવા માંગતા નથી. તોપણ કઈ રીતે આપણે વધુ પડતી સારવાર કે સ્વ-ઉપચારને વળગી રહેવાથી દૂર રહી શકીએ? સ્વાસ્થ્યની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે: “શરીર, મન કે આત્મામાં સ્વસ્થ હોવાની અવસ્થા” અથવા “શારીરિક રોગ કે પીડાથી મુક્તિ.” રસપ્રદપણે, એ સ્વીકારવામાં આવ્યું છે કે થોડા કે વધુ અંશે, આજે મોટા ભાગના રોગોને રોકી શકાય છે. ડૉ. લુઈસ થોમસ અનુસાર, “આપણને અયોગ્ય રીતે બનાવવામાં આવ્યા નથી, પરંતુ આપણે બહુ મજબૂત, ટકાઉ જીવ તંદુરસ્ત છીએ.” તેથી, ‘આપણા સ્વાથ્ય વિષે વધુ પડતા ચિંતિત થવાને બદલે’ આપણે આપણા શરીરને સજા થવાનું કામ કરવા દેવું જોઈએ. એક કાર્યક્ષમ ડૉક્ટર કે સ્વાસ્થ્યના સારા જાણકાર પણ આપણને મદદ કરી શકે.
સ્વાસ્થ્ય સહાય ક્યારે શોધવી
બ્રાઝિલના એક ડૉક્ટર સૂચવે છે “તમને તાવ, માથાનો દુઃખાવો, ઉલટી કે પટમાં દુઃખાવો, છાતીમાં કે પેઢામાં દુખાવો જેવાં લક્ષણો સામાન્ય દવાથી ઓછા ન થાય અથવા કોઈ કારણ વગર વારંવાર એવું થાય અથવા એ જ દુખાવો એકદમ થાય અને ખૂબ પ્રમાણમાં થાય,” તો ડૉક્ટરની મદદ લેવી જોઈએ. જ્યારે પણ આપણને આપણાં લક્ષણો વિષે ખાતરી ન હોય અથવા અજુગતું અનુભવીએ તો બીજા એક ડૉક્ટર તબીબી સહાયની ભલામણ કરે છે. તે ઉમેરે છે: “બાળક માંદુ પડે ત્યારે, પોતાની જાતે ઉપચાર કરવાને બદલે, માબાપ સામાન્ય રીતે ડૉક્ટરની મદદ મેળવવાનું પસંદ કરે છે.”
પરંતુ શું દવાઓ હંમશા જરૂરી છે? શું દવાઓનો ઉપયોગ વિપરીત અસર કરશે? શું એની કોઈ આડ અસરો છે, જેવી કે પેટનો બગાડ કે કલેજા કે મૂત્રપિંડોને નુકશાન પહોંચાડે? બીજી દવાઓની પારસ્પરિક અસર વિષે શું? “થોડા દર્દીઓ જ પોતાની સમસ્યાઓને બિનલાગણીમય કે સમજદારીથી જુએ છે,” ન્યૂ એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે. તોપણ, સંનિષ્ઠ ડૉક્ટર આપણને એ જોવામાં મદદ કરી શકે કે દરેક દવાઓ સંભવિતઃ નુકશાનકર્તા છે અને આજે ઉપયોગ થાય છે એવી થોડી જ દવાઓ છે કે જેની કોઈ આડ અસરો નથી. ડૉક્ટરે બીજી લખી આપેલી દવા ખરીદો તો એની શક્ય આડ અસર વિષે એના લેબલ પર આપેલી ચેતવણીને વાંચી જુઓ! ડૉક્ટરના સૂચન વગરની દવાને અયોગ્ય રીતે કે વધુ પડતી ઉપયોગમાં લેવામાં આવે તો એ નુકશાન કે મૃત્યુનું કારણ બની શકે.
ધ બોસટોન ગ્લાબમાં રીચાર્ડ એ. નોક્ષના અહેવાલમાં સાવચેતીની જરૂર પર ભાર મૂકવામાં આવ્યો: “સંધિવાના લાખો રોગી જેઓ દરરોજ દર્દ-નિવારક દવા લે છે તેઓને અચાનક અને વધુ પડતું રક્તસ્ત્રાવનું થવાનું જોખમ રહેલું છે, સ્ટ્રનફર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તા અહેવાલ આપે છે.” તે ઉમેરે છે: “વધુમાં, સંશોધનકર્તા ચેતવણી આપે છે કે દર્દ નિવારકોને અમ્લનાશક કે પ્રચલિત અમ્લવિરોધી ગાળીઓની સાથે લેવાથી પેટની ગંભીર તકલીફોથી રાહત નથી આપતી પરંતુ તે જોખમને વધારે છે.”
સામાન્ય સ્વ-ઉપચાર વિષે શું? બ્રાઝિલના ડૉક્ટર રીબેરોઓ પ્રેટા કહે છે: “મને લાગે છે કે દરેક પાસે ઘરમાં નાનું દવાખાનું . . . હોય તો એ ઘણું લાભકારક બનશે. તેમ છતાં, એ દવાઓનો ડહાપણ અને સામાન્ય બુદ્ધિથી ઉપયોગ કરવો જોઈએ.” (જુઓ બોક્સ, પાન ૭.) સ્વાસ્થ્ય વિષેનું સામાન્ય જ્ઞાન પણ જીવનની સારી ગુણવત્તામાં ફાળો આપે છે. દરેક વ્યક્તિની પરિસ્થિતિ જુદી હોવાથી, સજાગ બનો! કોઈ ચોક્કસ દવાઓ, સારવાર, કે કુદરતી ઇલાજની ભલામણ કરતું નથી.
સારું સ્વાસ્થ્ય—તમે શું કરી શકો?
અઢારમી સદીના લેખક જોનાથાન સ્વીફ્ટે લખ્યું કે “દુનિયાના સૌથી સારા ડૉક્ટરો, ડૉક્ટર આહાર, ડૉક્ટર આરામ, અને ડૉક્ટર સંતોષ છે.” ખરેખર, સમતોલ આહાર, યોગ્ય આરામ, અને સંતાષ સારા સ્વાસ્થ્યમાં મહત્ત્વનો ભાગ ભજવ છે. એની વિરુદ્ધ, હોંશીયારીભરી જાહેરાતના કરેલા દાવા છતાં, આપણે દવાઓ લઈને જ સારું સ્વાસ્થ્ય ખરીદી શકતા નથી. “દવા બનાવનાર ઉદ્યોગની પેદાશોનો બિનજરૂરી અને જોખમકારક ઉપયોગ” રોગપ્રતિકાર શક્તિને નબળી બનાવી શકે.—ડિસીઓનારીઓ ટેરાપીયુટીકો ગ્વાનાબરા.
તેમ છતાં, આપણી જીવન-ઢબ માટે જવાબદારીનું અનુમાન કરીને દવાનો દુરુપયોગ, ધૂમ્રપાન, વધુ પડતું પીવું, તેમ જ વધારે તાણને દૂર કરી આપણે આપણું સ્વાસ્થય સુધારવા ઘણું કરી શકીએ. બ્રાઝિલના ૬૦થી વધુ વર્ષના એક લાંબા સમયથી મિશનરિ કાર્ય કરતાં, મિરીયન કહે છે: “હું વિનયી જીવન જીવીને સ્વાસ્થ્યપ્રદ વિવિધ પ્રકારના ખોરાક ખાઈને વાજબી સારા સ્વાસ્થ્યનો આનંદ માણું છું.” તે એ પણ સમજાવે છે કે: “સામાન્ય રીતે મને વહેલા ઉઠવાનું ગમે છે, તેથી પથારીમાંથી વહેલું ઉઠવું જરૂરી છે.” સામાન્ય બુદ્ધિ અને સારી ટેવોના મહત્ત્વને ઓછું કરવું જોઈએ નહિ, અને વખતોવખત ડૉક્ટરી તપાસ કરીને એક યોગ્ય કૌટુંબિક ડૉક્ટર સાથે સારો વાતચિતવ્યવહાર રાખવાના મહત્ત્વને પણ ઓછું ન આંકવું જોઈએ.
તંદુરસ્ત રહેવા ઇચ્છતા હોવા છતાં, મિરીયન ચેતવણી આપે છે કે તે પોતાના સ્વાસ્થ્યને નકારતા નથી કે એના વિષે વધારે પડતી ચિંતા કરતા નથી. તે કહે છે: “સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ નિર્ણયમાં હું માર્ગદર્શન માટે યહોવાહને પ્રાર્થના કરું છું, જેથી લાંબા સમય માટે જે સારૂ હોય એ હું કરું અને મારા સ્વાસ્થ્યને સુધારવા વધારે પડતો સમય અન સંપત્તિને ન ખર્ચું.” તે ઉમેરે છે: “પ્રવૃત્ત રહેવું મહત્ત્વનું હોવાથી, હું પ્રાર્થના કરું છું કે દેવ મને વાજબી બનવામાં મદદ કરે કે મારે મારા સમય અને મારી શક્તિનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, તેથી હું મારાથી બનતું બધું કામ કરું છું એ જ સમય, મારી મર્યાદાઓની પાર જતી નથી.”
સાચું સુખ મેળવવા માટે, આપણે ભવિષ્યને નકારી શકતા નથી. આપણું સ્વાસ્થ્ય હમણાં સારું હોય તો પણ, રોગ, દુઃખ, યાતના, અને છેલ્લે મરણ તો રહેલા જ છે. શું એવી કોઈ આશા છે કે આપણે સંપૂર્ણ સ્વાસ્થ્યનો ક્યારેય આનંદ માણીશું?
સમતોલ સ્વ-કાળજીના લાભો
તમારું સ્વાસ્થ્ય મોટે ભાગે તમે જે ખાઓ છો અને પીઓ છો એના પર આધારિત છે. તમે પાણી નાખલા પેટ્રોલ કે પટ્રોલમાં ખાંડ ઉમેરીને તમારી કાર ચલાવવાનો પ્રયત્ન કરો તો, તમે જલદી જ તમારી કારના એન્જિનને બગાડશો. એવી જ રીતે, તમારા ભોજનમાં આચરકૂચર ખોરાક અને આચરકૂચર પીણા જ હશે તો, તમે છેવટે તમે તમારા સ્વાસ્થયને હાનિ પહોંચાડશો. કૉમ્પ્યુટર જગતમાં, એને “GIGO” કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે “કચરાપેટીની અંદર, કચરાપેટીની બહાર.”
કુટુંબ માટે પ્રાથમિક દવાના પ્રાધ્યાપક, ડૉ. મેલાની મીનઝર સમજાવે છે: “ત્રણ જુદા જુદા પ્રકારના દર્દીઓ છે: (૧) જેઆ પોતાની જાતે ઘરે સહેલાયથી દવા કરી શકે એ બાબતો માટે ફીજીસીયનનો સંપર્ક કરે છે, (૨) જેઓ સ્વાસ્થ્ય-કાળજી વ્યવસ્થાનો યોગ્ય ઉપયોગ કરે છે, અને (૩) જેઓ ફીજીસીયનનો સંપર્ક સાધવો જોઈએ છતાં, ફીજીસીયનનો સંપર્ક સાધતા નથી. પ્રથમ વૃંદમાં છે તેઓ વારંવાર ફિજીસીયનનો સમય અને પોતાના સમય અને નાણાંનો બગાડ કરે છે. ત્રીજા વૃંદમાં છે તેઓ યોગ્ય ડૉક્ટરની કાળજી વિષે મોડું કરીને પોતાનાં જીવનાને જોખમમાં મૂકી શકે. ડૉક્ટરો બીજા વૃંદમાંના લોકોને ઇચ્છે છે.”
“સારા સ્વાસ્થ્યની સાત ચાવીઓ છે: યોગ્યપણે ખાઓ અને પીઓ, નિયમિત કસરત કરો, ધૂમ્રપાન કરશો નહિ, પૂરતો આરામ મેળવો, તમારા તણાવને કાબૂમાં રાખો, મજબૂત સામાજિક બંધન જાળવો, અને બીમારી અને અકસ્માતના તમારા જોખમને ઓછું કરવા સાવચેતી રાખો.”—તમે ડૉક્ટરને બોલાવો તે પહેલાં—૩૦૦ કરતાં વધુ તબીબી સમસ્યાઓ માટે સલામત, અસરકારક સ્વ-કાળજી, (અંગ્રેજી પૂસ્તક) લેખકો સીમાન્સ, એમ.ડી., બોબી હાસેલબ્રીંગ, અને માઇકલ કેસટલમેન.
ઘરમાં દવાની પેટી
એ અંદાજ કાઢવામાં આવ્યો હતો કે લગભગ ૯૦ ટકા લક્ષણો—સણકો, દુઃખાવો, ઉઝરડા થવા, અને રોગ કે બેચેનીનાં બીજાં લક્ષણો—એવા પુખ્તોમાં જોવા મળે છે જેઓ સામાન્ય રીતે સ્વસ્થ રહે છે ત્યારે કંઈ ધ્યાન આપતા નથી અને કોઈને જણાવતા નથી. . . . ઘણી વખત ઝડપી ઉપચારનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે માથાના દુઃખાવા માટે બે એસપ્રિનની જેમ લેવી.”
“એ બધુ એટલા માટે કરી શકે છે કારણ કે ઘરમાં દવાની પેટી હોય છે. એ ડૉક્ટર કે દવાખાનાની બિનજરૂરી અને ખર્ચાળ સફર બચાવે છે.”—સંપૂર્ણ ઘર તબીબી માર્ગદર્શન, (અંગ્રેજી) ધ કોલમ્બિયા યુનિવર્સિટી કૉલેજના ફિજિસીયન અને સર્જન.
એ જ ઉદ્ગમસ્થાન ગૃહ દવાની પેટીની ભલામણ કરે છે જેમાં બેન્ડેડ, ટેપ, જીવાણુમુક્ત જાળીદાર પડ, રૂનો દડો, પાટો, જુદાજુદા પ્રકારના મલમ અને ક્રિમ, જંતુમુક્ત રુબીંગ આલ્કોહોલ, કાતર, થર્મોમીટર અને અન્ય વ્યવહારું સામગ્રીઓનો સમાવેશ થાય છે.
તાવ અને દુખાવો, પીત્ત ઘટાડવાની દવા, કફ સીરપ, એલર્જીની દવા, શરદી ઓછી કરવાની દવા, હલકા જુલાબ, મરડો અટકાવવાની દવા રાખવાની ભલામણ કરે છે.
ચેતવણીના શબ્દ
“તેઓને સૂચિત દવા જરૂર નથી છતાં પણ, OTC [કાઉન્ટર ઉપર] ઇલાજ વાસ્તવિક દવાઓ છે. સૂચિત દવાઓની જેમ, કેટલાકે એને અન્યો સાથે કે અમુક ખોરાક કે આલ્કોહોલ સાથે ભેગી કરવી જોઈએ નહિ. બીજી દવાઓની જેમ, OTC દવાઓ વધુ ગંભીર સમસ્યાઓને છૂપાવી શકે છે અથવા તેની લત પડી શકે છે. અને કેટલીક વખત ડૉક્ટર પાસે જવાની જરૂર હોય તો OTC દવા માત્રથી કામ ચલાવવું જોઈએ નહિ.
“તથાપિ, મોટા ભાગની OTC દવાઓ સલામત અને અસરકારક છે. . . . તેઓ અસર કરે છે અને સારી રીતે કરે છે.”—દવાઓનો ડહાપણભરી રીતે ઉપયોગ કરીને, (અંગ્રેજી).
[Caption on page ૭]
1
[Caption on page ૭]
2
[Caption on page ૭]
3
[Caption on page ૭]
યાદ રાખો કે કોઈ પણ ઓસડ કે દવા પૂરેપૂરી રીતે નુકશાન વગરની નથી
[Caption on page ૭]
૧. વિક્રેતાની દવાની પેટી
[Caption on page ૭]
૨. ખુલ્લામાં દવા વેચનારા
[Caption on page ૭]
૩. પ્રાકૃતિક દવાઓની થેલીઓ