વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૮/૮ પાન ૨૨-૨૫
  • ડેંગ્યૂ - મચ્છર કરડવાથી આવતો તાવ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડેંગ્યૂ - મચ્છર કરડવાથી આવતો તાવ
  • સજાગ બનો!—૧૯૯૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • ડેંગ્યૂ શું છે?
  • “જગતની બે પંચમાંશ વસ્તી” જોખમ હેઠળ છે
  • DHFનો ખાસ ભય
  • તમારા કુટુંબનું રક્ષણ કરો
  • નિવારણ પગલાં
  • ડેન્ગ્યુ વધી રહેલો આતંક
    સજાગ બનો!—૨૦૧૨
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૯
  • શા માટે એ બીમારીઓ ફરીથી આવી?
    સજાગ બનો!—૨૦૦૩
  • બીમારી ફેલાવતા જીવજંતુ વધતી જતી સમસ્યા
    સજાગ બનો!—૨૦૦૩
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૮
g98 ૮/૮ પાન ૨૨-૨૫

ડેંગ્યૂ - મચ્છર કરડવાથી આવતો તાવ

સજાગ બનો!ના ફિલિપાઈન્સમાંના ખબરપત્રી તરફથી

એક નાની છોકરીના હાથ પર મચ્છર બેઠું છે એની તેને ખબર નથી. મચ્છર તેના શરીરમાંથી ઝડપથી લોહી ચૂસે છે. થોડીક ક્ષણો પછી, માતાની નજર તેની દીકરી પર જાય છે અને મચ્છરને મારે છે. ઝડપથી મારવા જતાં એ ઊડી ગયું. શું એનો અંત આવી ગયો? કદાચ નહિ. મચ્છર તો કદાચ ઊડી ગયું, પરંતુ એટલી વારમાં તો એણે બાળકના લોહીમાં બિનજરૂરી જીવાણુંઓ નાખી દીધા જેનાથી માંદગી આવી શકે.

બે અઠવાડિયાની અંદર બાળકને શરીરમાં ધ્રુજારી, માથાનો દુઃખાવો, આંખોમાં દુઃખાવો, તેના સાંધાઓમાં સખત દુઃખાવો અને સખત તાવ આવે છે. બીમારી વધે છે તેમ, તેને લાલ ઝીણી ફોલ્લી થાય છે અને અશક્તિ આવી જાય છે. તેને મચ્છર કરડવાથી આવતો તાવ, ડેંગ્યૂ થયો છે.

તેમ છતાં, ખાસ કરીને બાળકને અગાઉ ડેંગ્યૂની અસર હોય તો, તેને વધારે ગંભીર રોગ, ડેંગ્યૂ રક્તસ્રાવવાળો તાવ (DHF) થઈ શકે. એનાથી કેષિકાઓમાંથી લોહી નીકળે છે, પરિણામે ચામડીમાં રક્તસ્ત્રાવ થાય છે. અંદરના ભાગમાંથી લોહી નીકળી શકે. યોગ્ય સારવાર વિના, દરદી સખત બીમાર થઈ શકે, અને લોહીનું ભ્રમણ મંદ પડી જવાથી ઝડપથી મરણ પામી શકે.

તો પછી, ડેંગ્યૂ શું છે? શું એ તમને અસર કરી શકે? તમે તમારા કુટુંબન કઈ રીતે બચાવી શકો? ચાલો, એને બારીકાઈથી તપાસીએ.

ડેંગ્યૂ શું છે?

ડેંગ્યૂ, હાડકાંતોડ તાવ તરીકે પણ ઓળખવામાં આવ છે, આ અનેક એવી બીમારીમાંની એક છે જે મચ્છર કરડવાથી આવે છે. આ બીમારીનું મુખ્ય કારણ વાઇરસ છે. વાઇરસ અસર પામેલા મચ્છરોનો (એવા મચ્છરો કે જે અગાઉ અસર પામેલા માણસને કરડેલા હોય છે) લાળમાં હોય છે. વ્યક્તિને કરડવાની પ્રક્રિયામાંથી લોહી મેળવે છે, ત્યારે માનવીમાં વાઇરસ પસાર કરે છે.

ડેંગ્યૂ વાઇરસના ચાર પ્રકાર છે. એક પ્રકારનો થવાથી એના એવો અર્થ નથી કે બીજા ત્રણ પ્રકારના અસરમાંથી ભયમુક્ત છે. એકની અસર લાગ્યા પછી, બીજા પ્રકારના મચ્છર ભોગ બનનારને કરડે તો, એ DHFમાં પરિણમી શકે.

“જગતની બે પંચમાંશ વસ્તી” જોખમ હેઠળ છે

વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) અનુસાર, “જગતની વસ્તીના બે પંચમાંશ વસ્તી,” ૨૫૦ કરોડ લોકો ડેંગ્યૂના ભય હેઠળ છે. એશિયાવીકે અહેવાલ આપ્યો: “૧૦૦થી વધારે ઉષ્ણકટિબંધીય અને અર્ધ ઉષ્ણકટિબંધ દેશોએ ડેંગ્યૂ ફાટી નીકળ્યાનો અહેવાલ આપ્યો છે, અને દર વર્ષે કરોડો લોકોને ડેંગ્યૂ થયાના કેસ નોંધાયા છે, જેમાં અસર પામેલા ૯૫ ટકા બાળકો છે.”

દુનિયામાં પહેલી વાર ડેંગ્યૂ રોગ કયારે ઓળખી કાઢવામાં આવ્યો એ સ્પષ્ટ નથી. કાઈરોનામાં વર્ષ ૧૭૭૯માં “ઘૂંટણનો તાવ” તરીકે નોંધવામાં આવેલો તાવ વાસ્તવમાં ડેંગ્યૂ હોય શકે. તે સમયથી માંડીને, જગતવ્યાપી ડેંગ્યૂ વિષે સાંભળવામાં આવે છે. ખાસ કરીને વિશ્વયુદ્ધ બેથી, ડેંગ્યૂએ માનવીના આરોગ્ય પર સખત અસર કરી છે, એની શરૂઆત દક્ષિણ એશિયામાં થઈ. અસંખ્ય પ્રકારના વાઇરસ ફેલાવા મંડયા, અને આ વધારે ગંભીર વિવિધ રક્તસ્ત્રાવમાં પરિણમે છે. હૂએ પ્રકાશિત કરેલું પ્રકાશન કહે છે: “એશિયામાં ફાટી નીકળેલો રક્તસ્ત્રાવ પહેલી વાર મનીલામાં ૧૯૫૪માં ઓળખવામાં આવ્યો હતો.” ખાસ કરીને થાઇલેન્ડ, વિયેટનામ, મલેશિયા અને આસપાસના વિસ્તારામાં જોવા મળ્યો. દક્ષિણપૂર્વ એશિયામાં શરૂઆતમાં ફાટી નીકળ્યે ત્યારે રોગને કારણે ૧૦થી ૫૦ ટકાનું મૃત્યુ થતું હતું, પરંતુ આ રોગ વિષે વધુને વધુ શીખતા ગયા તેમ, એનો દર ઓછો થતો ગયો.

દાયકા ૧૯૬૦થી, વાઇરસ ફેલાવનાર મચ્છરને નિયંત્રણ કરવાના કાર્યક્રમોમાં આવેલી ઢીલના કારણે, ડેંગ્યૂ વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડેંગ્યૂની જેમ જ DHF પણ ઝડપથી વધી રહ્યો છે. વર્ષ ૧૯૭૦ના પહેલાં ફક્ત ૯ દેશોમાં રોગચાળો ફેલાયો હતો, પરંતુ ૧૯૯૫ સુધીમાં આ સંખ્યા વધીને ૪૧ સુધી પહોંચી. હૂના અંદાજ પ્રમાણે દર વર્ષે DHFના ૫,૦૦,૦૦૦ દરદીઓને હૉસ્પિટલમાં લઈ જવામાં આવે છે.

ઉષ્ણકટિબંધના વિસ્તારોમાં આ રોગ ઓછો જાણીતો છે છતાં, કેટલાક કિસ્સાઓમાં એવા દેશોમાં મુસાફરો ગયા છે જ્યાં ચેપ લાગવાનું જોખમ છે, ચેપ લાગ્યા પછી તેઓ ઘરે જાય છે તેમ તેઓની સાથે લઈને જાય છે. દાખલા તરીકે, ૧૯૯૬ના અંત ભાગમાં, ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ યુનાઈટેડ સ્ટેટ્‌સ​—⁠માસાચુસેટ્‌સ, ન્યૂયૉર્ક, ઑરિગન અને ટૅક્સ​—⁠માં ડેંગ્યૂના કેસ નોંધાયા છે.

DHFનો ખાસ ભય

શરૂઆતમાં નોંધવામાં આવ્યું તેમ, DHF ડેંગ્યૂનું એક જીવલેણ રૂપ છે. DHFનો એક ભય એ છે કે લોકો એ ગંભીર નથી એવું વિચારીને છેતરાય છે. ફલૂ થયું હશે એમ ઘણા માની લે છે. તેમ છતાં, સારવાર કરવાનું મુલતવી રાખવાથી માંદગી વધારે ગંભીર બની શકે કે જેમાં રક્તબિંબાણું (blood-platelet) ઝડપથી ઓછા થાય છે, રક્તસ્ત્રાવ (અંદરથી કે અવાળા, નાક કે ચામડી દ્વારા) શરૂ થાય છે અને લોહીનું દબાણ ઓછુંને આછું થતું જાય છે. દરદી ભાંગી પડી શકે. કુટુંબને એનો અહેસાસ થાય ત્યાં સુધીમાં તો તેની સ્થિતિ ગંભીર થઈ જાય છે, તે આઘાતજનક પરિસ્થિતિમાં જતો રહ્યો હોય છે. તેઓ તેને ઉતાવળે દવાખાને લઈ જાય છે. ડૉક્ટરોને ત્યાં જોવા મળે છે કે તેનું લોહીનું ભ્રમણ તો કામ કરતું નથી. ગંભીર પરિસ્થિતિના કારણે, શીરા દ્વારા પ્રવાહી આપવામાં આવે છે.

તમારા કુટુંબનું રક્ષણ કરો

આ રોગથી રક્ષણ કેવી રીતે મળી શકે? ડેંગ્યૂ ફેલાયલા વિસ્તારમાં કુટુંબ રહેતું હોય અને કુટુંબના સભ્યને એક દિવસ કરતાં વધારે સખત તાવ રહે તો, કુટુંબે જલદી જ ડૉક્ટરનો સંપર્ક સાધવા જોઈએ. બીમાર વ્યક્તિને બીજા પ્રકારના ડેંગ્યૂના લક્ષણો દેખાય ત્યારે આ ખાસ મહત્ત્વનું છે, સ્નાયુઓ અને સાંધાઓમાં કે આંખમાં દુઃખાવો અને ત્વચા પર લાલ ચાંદાઓ થાય.

ડૉક્ટર કદાચ લોહી તપાસે. રક્તસ્ત્રાવ વિનાના ડેંગ્યૂમાં ફક્ત સાદી સારવારની જરૂર પડી શકે. પરંતુ લોહીની તપાસથી જાણવા મળે કે એ DHF છે તો, ડૉક્ટર મોટે ભાગે કાળજીપૂર્વની પ્રવાહીની સારવારની ભલામણ કરશે. આમાં મરડા વખતે આપવામાં આવતું પ્રવાહી પીવાથી, અથવા વધારે ખરાબ પરિસ્થિતિમાં, રીંગરના પ્રવાહી કે બીજા ક્ષારયુક્ત પાણી વગેરે જે શીરા દ્વારા ચડાવવામાં આવે છે. ગંભીર વ્યક્તિની સારવાર કરતી વખતે, ડૉક્ટરો લોહીનું દબાણ અને રક્તબિંબાણુની સંખ્યા વધારવા માટે અમુક પ્રકારની દવાઓની ભલામણ કરી શકે.

વધારે પ્રમાણમાં લોહી નીકળતું હોય તો, ડૉક્ટર લોહીની આપલેની ભલામણ કરી શકે. કેટલાક બીજા વિકલ્પનો વિચાર કર્યા વગર ઝડપથી આની ભલામણ કરી શકે. તેમ છતાં, દેવના નિયમની વિરુદ્ધ જવા ઉપરાંત, આ સામાન્ય રીતે બિનજરૂરી છે. (પ્રેરિતાનાં કૃત્યો ૧૫:૨૯) અનુભવે બતાવ્યું છે કે શરૂઆતથી જ દરદીઓના લોહીનું પરિભ્રમણની કાળજી રાખવી એ સારવાર માટે મહત્ત્વનું છે. આમાં દરદી અને ડૉક્ટરના સહકારથી લોહીની આપલેથી દૂર રહેવા મદદ કરશે. આ સર્વ વ્યક્તિને DHF થયા હોય એવી શંકા થાય ત્યારે ઝડપથી પગલાં લેવા પર આધારિત છે.​—“કયા લક્ષણો છે?” બોક્સ જુઓ.

નિવારણ પગલાં

એડીઝ એજીપ્તાઈ છે. મચ્છર જે ડેંગ્યૂના મુખ્ય ફેલાવનાર છે. આ જાતિ વિશ્વવ્યાપી ઉષ્ણકટિબંધ અને અર્ધ ઉષ્ણકટિબંધ વિસ્તારોમાં જોવા મળે છે. (સાથેનો નકશો જુઓ.) એડીઝ એજીપ્તાઈ મચ્છરો ગીચ વસ્તીના વિસ્તારોમાં ઊછરે છે. મચ્છરાને અંકુશમાં રાખવા એ રોગને અંકુશમાં રાખવાની એક ચાવી છે.

જગતવ્યાપી સ્તરે મચ્છરાને અંકુશમાં કરવા એ સહેલું કામ નથી. તેમ છતાં, એવી બાબતો છે કે જે તમે, તમારા ઘરની આસપાસનું જોખમ ઓછું કરવા મદદ કરી શકે. માદા મચ્છરો પાણીમાં ઈંડા મૂકે છે. જૂના ટાયર, નકામા ડબ્બાઓ, બૉટલો, ખુલ્લા નારિયેળના કાચલા એવા કોઈ પણ પાત્રમાં એક સપ્તાહ કે એથી વધારે દિવસ પાણી ભરાઈ રહે ત્યાં ઇયળ વિકાસ પામે છે. આવી વસ્તુઓને દૂર કરવાથી મચ્છરોની વૃદ્ધિ અટકશે. વધુમાં, એવી ભલામણ કરવામાં આવે છે કે તમે તમારી ડોલ કે હોડીઓ ઊંધા પાડી દો. નીકમાં પાણી ભરાવા ન દેશો એમ કરવાથી ફાયદો થશે. રસપ્રદ છે કે, ૧૯૯૭/૯૮ના શાળા વર્ષની શરૂઆતમાં, ફિલિપાઈન્સમાં આરોગ્ય વિભાગ શાળાના વર્ગમાં આ કારણોસર ફૂલદાનીનો ઉપયોગ ન કરવા ઉત્તેજન આપ્યું.

ઘરમાં કાઈને ડેંગ્યૂ થયો હોય તો, તેને બીજા મચ્છરો ન કરડે એ માટે પગલાં લો, નહિતર એનાથી બીજાઓને પણ ચેપ લાગશે. મકાનમાં યોગ્ય રીતે જાળી લગાવલી હોય કે વાતાનુકૂલ રક્ષણ મળી શકે.

રોગ પ્રતિકારક રસી વિષે શું? યોગ્ય રસી અત્યારે પ્રાપ્ય નથી. એક રસી વિકસાવવા સંશોધન કરવામાં આવ્યું છે, પરંતુ એ જટિલ બની ગયું કારણ કે ચાર પ્રકારના ડેંગ્યૂમાંથી સંપૂર્ણ રક્ષણ આપવાની જરૂર છે. ફક્ત એક માટેની રસી વાસ્તવમાં DHFનું જોખમ વધારી શકે છે. સંશોધકોને આશા છે કે પાંચ કે દસ વર્ષમાં અસરકારક રસી પ્રાપ્ય થઈ શકશે.

કેટલાક સંશોધકો બીજી રીતોએ પ્રયત્ન કરી રહ્યાં છે. આનુવંશિક ફેરફાર (genetic engineering)નો ઉપયોગ કરીને મચ્છરોની લાળમાંથી ડેંગ્યૂના વાઇરસ બમણા થતાં અટકે એવી તેઓ આશા રાખે છે. આ યોજના કામ કરે તો, આવા આનુંવંશિક ફેરફાર કરેલા મચ્છરના પોતાના સંતાનોને ડેંગ્યૂ પ્રતિરક્ષા કરશે. કેટલીક પ્રગતિ થઈ છે છતાં, શું થશે એની આપણે રાહ જોવાની છે.

હાલમાં, ડેંગ્યૂને સંપૂર્ણપણે દૂર કરવું શક્ય લાગતું નથી. પરંતુ વ્યવહારું સૂચનો તમને અને તમારા પ્રિયજનોને ડેંગ્યૂ​—⁠મચ્છર કરડવાથી આવતા તાવથી બચવા મદદ કરી શકે.

કયા લક્ષણા છે?

ડેંગ્યૂ તાવ અન ડેંગ્યૂ રક્તસ્ત્રાવના તાવ (DHF) બંનના લક્ષણા

• એકદમ સખત તાવ

• સખત માથાનો દુઃખાવો

• આંખોમાં દુઃખાવો

• સાંધાઓ અને સ્નાયુઓમાં દુઃખાવો

• રસીની ગાંઠનો સાજો

• ત્વચા પર લાલ ચાંદાઓ થવા

• થકાવટ

    DHFના એકદમ સામાન્ય લક્ષણો

• એકાએક ભાંગી પડવું

• ચામડીમાં રક્તસ્ત્રાવ

• વધારે રક્તસ્ત્રાવ

• શરદી, ભીની અને ચીકણી ચામડી

• બેચેની

• આઘાત અને ધબકારા ધીમે પડવા (ડેંગ્યૂ શૉક

  સિંડ્રોમ)

 આ પ્રકારના લક્ષણો જોવા મળે તો ડૉક્ટર પાસે જવામાં મોડું કરશો નહિ. ખાસ કરીને બાળકો આ જોખમ હેઠળ છે

* દવાના સત્તાધારીઓ કહે છે કે એસ્પ્રિન લેવી જોઈએ નહિ કારણ કે એનાથી વધારે રક્તસ્ત્રાવ થઈ શકે

મુસાફરો માટે સૂચના

પ્રસંગોપાત્ત, ડેંગ્યૂથી અસરગ્રસ્ત ઉષ્ણકટિબંધ વિસ્તારમાં લોકો મુસાફરી કરે છે, પરંતુ ડેંગ્યૂ રક્તસ્ત્રાવવાળો તાવ ભાગ્યે જ થાય છે કારણ કે આ સામાન્ય રીતે બીજા ડેંગ્યૂની અસર થયા પછી જ જોવા મળે છે. મુસાફરો માટે અહીં કેટલાક સલામતીના સૂચનો આપેલા છે:

 • લાંબી બાંયનો શર્ટ અને લાંબુ પેન્ટ પહેરો

 • મચ્છરને દૂર રાખતી દવાનો ઉપયોગ કરો

 • ગીચ વસ્તીવાળા વિસ્તારથી દૂર રહો

 • તમે એવા ઘરમાં રહો કે બારી બંધ કરી શકો

  જેથી મચ્છર અંદર ન આવે

 • ઘરે ગયા પછી તાવ આવે તો, તમે ક્યાં

  મુસાફરી કરી એ ડૉક્ટરને જણાવો

[Caption on page ૨૨]

© Dr. Leonard E. Munstermann/Fran Heyl Associates, NYC

[Caption on page ૨૪]

© Dr. Leonard E. Munstermann/Fran Heyl Associates, NYC

[Caption on page ૨૪]

ડેંગ્યૂ મચ્છર લઈ આવતા “એડીઝ એજીપ્તાઈ”નું સ્થાન

[Caption on page ૨૪]

હાલમાં ડેંગ્યૂ છે એવા વિસ્તારો

[Caption on page ૨૪]

ડેંગ્યૂ ફેલાય એવા જોખમી વિસ્તારો

[Caption on page ૨૪]

ઉદ્‍ભવ: Centers for Disease Control and Prevention, 1997

[Caption on page ૨૫]

1

[Caption on page ૨૫]

2

[Caption on page ૨૫]

3

[Caption on page ૨૫]

4

[Caption on page ૨૫]

5

[Caption on page ૨૫]

6

[Caption on page ૨૫]

મચ્છર ઊછરવાની શક્ય જગ્યાઓ (૧) જૂના ટાયરો, (૨) વરસાદનું ભરાયેલું પાણી, (૩) ફૂલદાની, (૪) ડોલ અન બીજા પાત્રો, (૫) નકામા ડબ્બાઓ, (૬) લાકડાંના પીપો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો