વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૪/૧૨ પાન ૨૬-૨૭
  • ડેન્ગ્યુ વધી રહેલો આતંક

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડેન્ગ્યુ વધી રહેલો આતંક
  • સજાગ બનો!—૨૦૧૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • ડેન્ગ્યુના લક્ષણો પારખવા અને સહેવા
  • ડેંગ્યૂ - મચ્છર કરડવાથી આવતો તાવ
    સજાગ બનો!—૧૯૯૮
  • શા માટે એ બીમારીઓ ફરીથી આવી?
    સજાગ બનો!—૨૦૦૩
  • અમારા વાચકો તરફથી
    સજાગ બનો!—૧૯૯૯
  • બીમારી ફેલાવતા જીવજંતુ વધતી જતી સમસ્યા
    સજાગ બનો!—૨૦૦૩
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૨
g ૪/૧૨ પાન ૨૬-૨૭

ડેન્ગ્યુ વધી રહેલો આતંક

‘મેક્સિકો શહેરના દક્ષિણે મોરેલોસ રાજ્ય આવેલું છે. એની સ્વાસ્થ્‌ય સેવા અને ઈમાલીઆનો ઝપાટા ગામના ટાઉન કાઉન્સિલે સાથે મળીને યહોવાના સાક્ષીઓના રાજ્યગૃહને સર્ટિફિકેટ આપ્યું હતું. કેમ કે તેઓએ હૉલની આસપાસનો વિસ્તાર એકદમ ચોખ્ખો રાખ્યો હતો, જેથી ડેન્ગ્યુ રોગ ફેલાવતાં મચ્છર ન થાય.’

મેક્સિકો દેશના અધિકારીઓ બીમારી ફેલાવતા મચ્છરથી ત્રાસી ગયા છે. ટીચુકડા મચ્છર ખતરનાક વાઇરસ ફેલાવે છે, જેનાથી ડેન્ગ્યુ નામનો જીવલેણ રોગ ફેલાય છે. ૨૦૧૦, મેક્સિકોમાં એ રોગે ૫૭,૦૦૦ લોકોને હેરાન-પરેશાન કરી નાખ્યા હતા. આજે આખી દુનિયાના ૧૦૦થી વધારે દેશોમાં ડેન્ગ્યુ વાઇરસ ફેલાયો છે. એમાંનો એક દેશ મેક્સિકો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ પ્રમાણે દર વર્ષે આખી દુનિયામાં ૫૦ કરોડ દર્દીઓ ડેન્ગ્યુના હોય છે. તેમ જ દુનિયાની વસ્તીના લગભગ વીસ ટકાને એ રોગ થવાનો ભય રહેલો છે. એ કારણે આરોગ્ય સંસ્થાઓ, ડેન્ગ્યુ ફેલાવતા સફેદ ટપકાંવાળા એઇડીસ ઇજીપ્તી મચ્છરનો નાશ કરવા પગલાં લઈ રહ્યાં છે. ડેન્ગ્યુ રોગ ફેલાવતા જંતુઓમાં આ એક મચ્છર પણ છે.a

ગરમ અને ભેજવાળા દેશોમાં ડેન્ગ્યુ રોગ વધારે થતો હોય છે. ખાસ કરીને વરસાદની ઋતુમાં અને કુદરતી આફત આવ્યા પછી. જેમ કે પૂર કે તોફાન આવ્યા પછી. કેમ કે માદા એઇડીસ મચ્છર જ્યાં પણ ભરેલું પાણી મળે એમાં ઈંડાં મૂકે છે.b લૅટિન અમેરિકા અને કૅરિબિયન દેશના લોકો સિમેન્ટની ટાંકીમાં પાણી ભરી રાખે છે. એટલે આરોગ્ય ખાતાના નિષ્ણાંત તેઓને ટાંકી ઢાંકેલી રાખવાનું ખાસ ઉત્તેજન આપે છે, જેથી મચ્છર ન થાય. લોકોને ઘરની આજુ-બાજુની જગ્યા પણ ચોખ્ખી રાખવાનું જણાવે છે. તેમ જ, જૂના ટાયરો, ટીન, પ્લાસ્ટિકના ડબલા કે છોડના કૂંડામાં પાણી ન ભરાય એ રીતે રાખવાની સલાહ આપે છે.

ડેન્ગ્યુના લક્ષણો પારખવા અને સહેવા

ડેન્ગ્યુ જલદીથી પારખી શકાતો નથી. કેમ કે એના લક્ષણો શરદી જેવા હોય છે. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાના કહેવા મુજબ તાવ આવવાની સાથે ત્વચા પર ફોલ્લીઓ થાય, આંખ પાછળ અથવા માંસરજ્જુ કે સાંધામાં દુખાવો થાય. એને ‘બેક બોન ફીવર’ પણ કહેવાય છે. એના લીધે પાંચથી સાત દિવસ તાવ રહે છે.

આજની તારીખમાં પણ ડેન્ગ્યુ માટે અસરકારક દવા ડૉક્ટરો શોધી શક્યા નથી. તેમ છતાં, મોટે ભાગે ઘરે પૂરતો આરામ લેવાથી અને પૂરતું પ્રવાહી પીવાથી સારું થઈ જાય છે. તોપણ બરાબર ધ્યાન રાખવું જોઈએ જેથી ડેન્ગ્યુના દર્દીને હેમોરેજિક ફીવર અથવા શોક સિન્ડ્રોમ ન થાય. કોઈ વાર દર્દીને તાવ ઊતર્યા પછી પણ એનો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. એ કઈ રીતે પારખી શકાય? પેટમાં સખત દુઃખાવો થાય, વારંવાર ઉલટી આવે, નાક-પેઢાંમાંથી લોહી નીકળે, સંડાસ કાળું આવે અને ચામડીમાં લાલ-જાંબલી રંગના ફોલ્લા થાય. એ ઉપરાંત ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમમાં આવું થઈ શકે છે: બેચેની લાગે, વધારે પડતી તરસ લાગે, ચામડી ફિક્કી અને શરીર ઠંડું પડી જાય. તેમ જ, બ્લડ પ્રેશર ઓછું થઈ જાય.

દુઃખની વાત છે કે ઍન્ટિબાયોટિક્સથી ડેન્ગ્યુ મટતો નથી. કેમ કે ડેન્ગ્યુ જીવાણુથી થતો નથી પણ એ વાઇરલ ઇન્ફૅક્શન છે. તેથી દર્દીએ એન્ટી-ઇન્ફ્‌લૅમેટરી દવા ન લેવી જોઈએ. જેમ કે એસ્પ્રિન અને આઇબ્રુફેન. એ લેવાથી લોહી નીકળવાની વધારે શક્યતા રહેલી છે. ડેન્ગ્યુ વાઇરસના ચાર તબક્કા હોવાથી વ્યક્તિને એકથી વધારે વાર ડેન્ગ્યુ થવાની શક્યતા રહેલી છે.

તમને જો ડેન્ગ્યુ થાય તો પૂરતો આરામ લો અને પુષ્કળ પ્રવાહી પીઓ. તેમ જ, બની શકે તો મચ્છરદાની વાપરો, જેથી મચ્છર તમને અને બીજાને કરડીને ચેપ ન ફેલાવે.

મચ્છર ન કરડે માટે શું કરી શકાય? આખી બાંયના અને શરીર પૂરેપૂરું ઢંકાય એવાં કપડાં પહેરો. તેમ જ, મચ્છર કરડે નહિ એવી ક્રીમ શરીર પર લગાવો. ખરું કે મચ્છરો દિવસનાં કોઈ પણ સમયે કરડે એવી શક્યતા રહેલી છે. પણ ખાસ કરીને સૂર્ય ઉગતા પહેલાં બે કલાક અને આથમ્યા પછી બે કલાક કરડવાની શક્યતા વધારે રહેલી છે. તેમ જ મચ્છર દૂર રાખવા મચ્છરદાની પર દવા છાંટીને સુવાથી વધારે રક્ષણ મળે છે.

ડેન્ગ્યુની રસી કેટલી અસરકારક છે એ સમય બતાવશે. પણ આપણે જાણીએ છીએ કે યહોવા ઈશ્વરની સરકાર ધરતી પર રાજ કરશે ત્યારે, ડેન્ગ્યુ સહિત સર્વ બીમારીઓ નાબૂદ કરવામાં આવશે. એ સમયે યહોવા, ‘લોકોની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.’—પ્રકટીકરણ ૨૧:૩, ૪. (g11-E 11)

[ફુટનોટ્‌સ]

a અમુક દેશોમાં બીજા મચ્છરો, જેમ કે એઇડીસ આલબૉપિકસ પણ ડેન્ગ્યુ રોગ ફેલાવતાં હોઈ શકે.

b મોટા ભાગે એઇડીસ મચ્છર ઈંડાં મૂક્યા પછી આશરે બસો મીટર સુધીમાં રહેતા હોય છે.

[પાન ૨૭ પર ડાયગ્રામ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

મચ્છર ન થાય માટે સાફ રાખો

૧. જૂનાં ટાયર

૨. ધાબું કે છાપરાની નીક

૩. ફૂલ-છોડનાં કૂંડા

૪. પ્લાસ્ટિકનાં ડબલા

૫. ખાલી ડબલા કે પીપ

મચ્છર ન કરડે માટે આમ કરો

ક. આખી બાંય અને શરીર પૂરેપૂરું ઢંકાય એવાં કપડાં પહેરો. મચ્છર કરડે નહિ એવી ક્રીમ વાપરો

ખ. મચ્છરદાનીમાં સૂઈ જાઓ

[પાન ૨૬ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

Source: Courtesy Marcos Teixeira de Freitas

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો