મનારંજનની - પસંદગીમાં સાવધ રહો
મનારંજનની તમારા બાળકો પર શું અસર પડે છે? એલ્વીન પૂસૈન, એક શિક્ષક અને ડૉક્ટર કંઈક ૩૦ વર્ષથી બાળકો સાથે કામ કરે છે, તે સહમત થાય છે કે જાતીયતા અને હિંસાથી ભરેલા ચલચિત્રો યુવાનોને શીખવે છે કે આ પ્રકારના વર્તનમાં કંઈ ખોટું નથી. તે બીજો એક ભય પણ બતાવે છે: “આવા ચલચિત્રો જોઈ પાછા ફરેલા બાળકોને મેં ભયભીત થયેલા—અથવા અત્યંત આક્રમણાત્મક બની પાછા ફરતા જોયા છે. કેટલાક બાળકો માની પાછળ સંતાતા અથવા અંગૂઠા ચૂસવા કે પથારી ભીની કરવા લાગ્યા છે.” આ ડૉક્ટર અનુસાર, નિષ્ણાંતોએ બીજી બાબતો પણ નોંધી છે કે જેના લીધે બાળકો આવું વર્તન કરી શકે—શારીરિક કે જાતીય રીતે દુરુપયોગ કે યુદ્ધ વિસ્તારમાં રહેવું વગરે. તે સમજાવે છે, “આપણામાંનું કોઈ પણ સ્વેચ્છાપૂવર્ક આપણા બાળકોને એવી સ્થિતિમાં મૂકવાનું ઇચ્છીશું નહિ, તોપણ વાસ્તવમાં તેઓ એવી બાબતો જુએ એવું આપણે ઇચ્છતા નથી એ બાબતોને આપણે તેઓને ચલચિત્રમાંથી જોતા અટકાવતા નથી.”
ખ્રિસ્તીઓને યોગ્ય કારણ છે કે તેઓ સાવધ રહે અને ખાતરી રાખે કે તેઓ બાઇબલ સિદ્ધાંતોનો ભંગ ન કરે એવું મનોરંજન પસંદ કરે. દાખલા તરીકે, ગીતશાસ્ત્ર ૧૧:૫ બતાવે છે: ‘યહોવાહ ન્યાયીઓને પારખે છે; પણ દુષ્ટ તથા જુલમીને તે ધિક્કારે છે.’ અને ખ્રિસ્તી પ્રેષિત પાઊલે લખ્યું: “એ માટે પૃથ્વી પરના તમારા અવયવા, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ . . . તેઓને મારી નાખો. . . . રીસ, ક્રોધ, અદાવત, નિંદા, તમારા મુખમાંથી નીકળતાં બિભત્સ વચન એ સર્વ તજી દો.”—કોલોસી ૩:૫, ૮.
એ કારણે, માબાપ પોતાનાં બાળકો—અને પોતાના માટે—મનોરંજનની પસંદગી કરે ત્યારે સાવધ રહેવું જોઈએ કે જે “દેહનાં કામ”ને ઉત્તજિત ને કરે. (ગલાતી ૫:૧૯-૨૧) તેઓએ કેવું અને કેટલું મનોરંજન કરવું એ બંનેને વિચારણામાં લઈ પસંદગી કરવી જોઈએ.—એફેસી ૫:૧૫-૧૭.