સલામત જીવનની
શોધ
સલામતીનો અર્થ જુદા જુદા લોકો માટે જુદો જુદો છે. એક વ્યક્તિ માટે સલામતીનો અર્થ નોકરી થાય છે; બીજી વ્યક્તિ માટે સંપત્તિ થાય છે; અને ત્રીજી વ્યક્તિ માટે સલામતી એ ગુના-મુક્ત પરિસ્થિતિ છે. તમારા માટે શું એનો બીજો કોઈ અર્થ થાય છે?
તમારા માટે એનો ગમે તે અર્થ થતો હોય, નિઃશંક તમે તમારી ઇચ્છા પ્રમાણેનું સલામત જીવન જીવવાના પ્રયત્નમાં પગલાં લેશો. વ્યક્તિગત સલામતી પ્રાપ્ત કરવા યુરોપના લોકો શું કરે છે એનો વિચાર કરો.
ઉચ્ચ શિક્ષણ
યુરોપિયન કમિશનના પ્રમુખ ઝાક શેન્ટા અનુસાર, યુરોપમાં ૨૦ ટકા યુવાનો બેકાર છે. તેથી, એ ઉંમરના વૃંદ માટે એક પ્રશ્ન વધારે મહત્ત્વનો છે કે, મારું જીવન સલામત બનાવનાર નોકરી હું કઈ રીતે મેળવી શકું? કેટલાક માને છે કે એ માટે ઉચ્ચ શિક્ષણ ખૂબ જરૂરી બની શકે, જેમ લંડનનું ધ સન્ડે ટાઇમ્સ ટીકા આપે છે કે, એ વિદ્યાર્થીઓને “રોજગાર મેળવવાની વધુ તક” આપે છે.
ઉદાહરણ તરીકે, જર્મનીમાં “શિક્ષણ અને શૈક્ષણિક સ્થાન માટેની ઇચ્છા ખૂબ જ પ્રબળ છે,” નાશાઉઈશે નીઉ પ્રેશેએ અહેવાલ આપ્યો. એ હકીકત હોવા છતાં કે એ દેશમાં યુનિવર્સિટીના અભ્યાસક્રમ માટે એક વિદ્યાર્થીનો ખર્ચ સરેરાશ લગભગ ૫૫,૦૦૦ ડૉલર છે.
ગંભીરતાથી ભણતા અને સલામત નોકરી ઇચ્છતા યુવાનો પ્રશંસાપાત્ર છે. અને નોકરી શોધતી વખતે કુશળ અને લાયકાત ધરાવનારને વધુ તક રહેલી છે. પરંતુ શું ઉચ્ચ શિક્ષણ હંમેશા સલામત નોકરીની બાંયધરી આપે છે? એક વિદ્યાર્થીનીએ કહ્યું: “હું પહેલેથી જ જાણતી હતી કે મારો અભ્યાસક્રમ ધંધોરોજગાર અને સલામતી આપશે નહિ.” તેનો કિસ્સો અસામાન્ય નથી. તાજેતરના એક વર્ષમાં, જર્મનીમાં બેરોજગાર યુનિવર્સિટી સ્નાતકોની સંખ્યા સર્વ સમય કરતાં સૌથી વધુ રહી છે.
એક વર્તમાનપત્ર અનુસાર, ફ્રાંસમાં યુવાનો યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે કારણ કે યુવા બેરોજગારોના ઊંચા આંકને કારણે હાઈસ્કૂલ ડીપ્લોમાનું થોડું જ મહત્ત્વ છે. તેમ છતાં, યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ જાણે છે કે તેઓના અભ્યાસના અંતે, તેઓએ “પોતે ડીગ્રી મેળવી હોવા છતાં સારી પરિસ્થિતિ હશે નહિ.” ધી ઇન્ડીપેન્ડન્ટ અહેવાલ આપે છે કે બ્રિટનમાં “વિદ્યાર્થીઓ પર ભણવાના ખૂબ જ બોજ રહેલા છે.” એણે અહેવાલ આપ્યો કે જીવનની અસલામતીનો સામનો કરવા માટે વિદ્યાર્થીઓને મદદ કરવા કરતાં, યુનિવર્સિટીના દબાણ ઘણી વખત ઉદાસીનતા, ચિંતા, અને આત્મ-સન્માનની ખામી જેવી સમસ્યાઓ તરફ દોરી જાય છે.
ઘણી વાર, હુન્નર શીખવાથી અથવા ઉત્પાદનના કોઈ ક્ષેત્રમાં વ્યવહારું તાલીમ મેળવવાથી વ્યક્તિ યુનિવર્સિટીની ડીગ્રી મેળવવા કરતાં વધુ જલદી સલામત રોજગાર મેળવી શકે છે.
શું ૧૦,૦૦૦ વસ્તુઓ પૂરતી છે?
ઘણા માને છે કે સલામત જીવનનું રહસ્ય સંપત્તિ છે. બૅન્કમાં પૂરતા પૈસા મુશ્કેલ સમયમાં સહાયરૂપ થઈ શકે તેથી, એ સલામતીભર્યું લાગી શકે. બાઇબલ જણાવે છે કે “દ્રવ્ય આશ્રય છે.” (સભાશિક્ષક ૭:૧૨) તેમ છતાં, શું સંપત્તિમાં વધારો થવાથી હંમેશા વ્યક્તિગત સલામતી વધે છે?
એવું કંઈ જરૂરી નથી. છેલ્લા ૫૦ વર્ષોમાં સંપત્તિમાં કેટલો બધો વધારો થયો છે એનો વિચાર કરો. બીજા વિશ્વયુદ્ધના અંતે, મોટા ભાગના જર્મનો પાસે લગભગ કંઈ જ ન હતું. જર્મન વર્તમાનપત્ર અનુસાર, આજે જર્મન વ્યક્તિ સરેરાશ ૧૦,૦૦૦ વસ્તુઓ ધરાવે છે. આર્થિક આગાહી સાચી પડે તો, ભાવિ પેઢી એથી પણ વધુ વસ્તુઓ ધરાવશે. પરંતુ શું સંપત્તિની આ અઢળકતા જીવન વધારે સલામત બનાવે છે? ના. જર્મનીમાં એક સર્વેક્ષણ બતાવે છે કે ૩માંથી ૨ વ્યક્તિ એમ માને છે કે બે ત્રણ દાયકા અગાઉ હતું એ કરતાં જીવન ઓછું સલામત બન્યું છે. એથી સંપત્તિમાં એકદમ વધારો એ લોકોને વધુ સલામતી આપતું નથી.
એ સમજી શકાય એમ છે કારણ કે અગાઉના લેખમાં વર્ણવવામાં આવ્યું એ મુજબ, અસલામતી અનુભવવી એ લાગણીમય બોજ છે. અને લાગણીમય બોજ ભૌતિક સંપત્તિથી પૂરેપૂરો દૂર કરી શકાય નહિ. સાચું કે, સંપત્તિ ગરીબાઈની અસર ઓછી કરી ટેકો આપે છે અને મુશ્કેલીના સમયોમાં મદદ કરે છે. પરંતુ કેટલાક સંજોગોમાં, વધારે પૈસા હોવા એ પૈસા ન હોવા જેટલો જ મોટો બોજ છે.
એથી, ભૌતિક માલમિલકત પ્રત્યેનું સંતુલિત વલણ આપણને એ મનમાં રાખવા મદદ કરશે કે સંપત્તિ આશીર્વાદ બની શકે છે એ જ સમયે એ સલામત જીવનનો ચાવીરૂપ ઘટક નથી. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે આમ કહીને પોતાના અનુયાયીઓને ઉત્તેજન આપ્યું: “કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” (લુક ૧૨:૧૫) જીવનમાં પૂરી સલામતી અનુભવવા, એક વ્યક્તિએ ભૌતિક સંપત્તિ કરતાં વધારેની જરૂર છે.
વયોવૃદ્ધો માટે, માલમિલકત એના ભૌતિક મૂલ્યને કારણે નહિ પરંતુ એની લાગણીમય કિંમતને કારણે મહત્ત્વની છે. વયોવૃદ્ધો વિચારે છે કે વધુ પડતી સંપત્તિમાં ગુનાનો ભોગ બનવાનું જોખમ છે.
સાવધ બનો!
“છેલ્લા ૩૦ વર્ષોમાં ગુના . . . સમગ્ર જગત ફરતે વધી રહેલી સમસ્યા છે,” બ્રિટનમાં પ્રકાશિત થયેલી ગુના નિષ્ફળ બનાવવાની વ્યવહારુ રીતો (અંગ્રેજી) પુસ્તિકા કહે છે. પોલીસ દળો પોતાની પૂરી શક્તિથી કામ કરી રહ્યાં છે. કેટલાક લોકો કઈ રીતે સામનો કરી રહ્યા છે?
વ્યક્તિગત સલામતી ઘરથી શરૂ થાય છે. દાખલા તરીકે, સ્વિટ્ઝર્લૅન્ડમાં એક આર્કીટેક્ટ, સલામત તાળાં, મજબૂત બારણાં, અને સળિયાની બારીઓથી સુસજ્જ ચોર-રક્ષિત ઘર બનાવવામાં કુશળ છે. આ ઘરોના માલિકો જાણીતી કહેવતને કંઈક શાબ્દિક રીતે લેતા હોય એમ લાગે છે: “મારું ઘર મારો કિલ્લો છે.” ફોકસ સમાચાર સામયિક અનુસાર આ ઘરો મોંઘાં છે, પરંતુ એની પુષ્કળ માંગ છે.
ઘરમાં અને ઘરની બહાર વ્યક્તિગત સલામતી વધારવા, અમુક સમાજના રહેવાસીઓએ સંગઠિત પડોશી ચોકી યોજનાઓ બનાવી છે. કેટલાક ઉપનગરોના રહેવાસીઓ તો વળી એથીય વધુ સાવચેતી રાખે છે, નિશ્ચિત કલાકોમાં પોતાના વિસ્તારોની ચોકી કરવા સલામતી પેઢીને નાણા ચૂકવે છે. ઘણા લોકોને શહેરના ઉજ્જડ વિસ્તારોમાં રાત્રે એકલા ન જવું સલાહભર્યું લાગ્યું છે. અને સ્વાભાવિક રીતે જ પોતાનાં બાળકોની સુખાકારી માટે ચિંતાતુર માબાપ, તેઓને રક્ષવા વધારાની સાવચેતી રાખી શકે. આ પાન પરના બૉક્સમાં આપવામાં આવેલ સૂચનોનો વિચાર કરો.
પરંતુ દરેક વ્યક્તિ ચોર-રક્ષિત ઘર ખરીદી શકતી નથી. વધુમાં, પડોશી યોજનાઓ અને સલામતી ચોકી સમગ્ર રીતે ગુના ઓછા કરી શકે નહિ; એ તો ત્યાંથી બીજા વિસ્તારોમાં થઈ શકે જ્યાં કોઈ રક્ષણ નથી. આમ ગુના વ્યક્તિગત સલામતી માટે મોટી ધમકી રહે છે. આપણું જીવન સલામત બનાવવા, ગુના દૂર કરવાના સર્વ પ્રયત્નો કરતાં વધારેની જરૂર છે.
બીમારીનો ઉપચાર કરો—કેવળ એનાં ચિહ્નોનો નહિ
આપણે સર્વ સ્વાભાવિક રીતે જ સલામત જીવન જીવવા ઇચ્છીએ છીએ, અને તેથી, આપણે વાજબી, વ્યવહારું પગલાં ભરવાં ઘણું કરીએ છીએ. પરંતુ આપણું જીવન અસલામત બનાવતા ગુના, બેરોજગારી, અને અન્ય સર્વ બાબતો, સર્વ માણસજાતને અસર કરતી પરિસ્થિતિનાં ફક્ત ચિહ્નો છે. એ પરિસ્થિતિ સારી કરવા, ફક્ત એનાં ચિહ્નો પર જ નહિ, પરંતુ ખુદ એના કારણ પર હુમલો કરવો જરૂરી છે.
આપણા જીવનમાં અસલામતીનું મુખ્ય કારણ શું છે? આપણે એને કઈ રીતે દૂર કરીને જીવનની અસલામતી હંમેશ માટે કાઢી નાખી શકીએ? આ બાબત હવે પછીના લેખમાં ચર્ચવામાં આવશે.
નાનાં બાળકોને રક્ષવાના માર્ગો
બાળકો પર હુમલા, અપહરણો, અને ખૂન વારંવાર થતા રહેતા હોવાને કારણે, ઘણાં માબાપોને પોતાનાં બાળકોને નીચે પ્રમાણે શીખવવું ઉપયોગી લાગ્યું છે:
૧. પોતે ખરાબ અનુભવતા હોય એવી બાબત કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિઓને—દૃઢપણે—ના કહો.
૨. શરીરના ગુપ્ત ભાગો કોઈને પણ અડવા ન દો સિવાય કે મા/બાપ હાજર હોય—જેમ કે ડૉક્ટર કે નર્સની સામે.
૩. ભયમાં હોવ ત્યારે દૂર ભાગી જાવ, બૂમ પાડો, ચીસાચીસ કરો, અથવા નજીકના મોટેરાં પાસે મદદ માંગો.
૪. કોઈ બનાવ અથવા વાતચીત વિષે અજુગતું અનુભવતા હોવ તો માબાપને જણાવો.
૫. માબાપથી વાત ખાનગી રાખવાનું ટાળો.
છેલ્લા મુદ્દો, પોતાનું બાળક કોની પાસે રાખી જવું, એની પસંદગી કાળજીપૂર્વક કરો.
સલામત જીવન માટે, આપણે શિક્ષણ, સંપત્તિ, કે ગુના વિરુદ્ધની યોજનાઓ કરતાં
વધારેની જરૂર છે