વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૧૧/૮ પાન ૧૮
  • સાપ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સાપ
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • શું તમને નાગને મળવાનું ગમશે?
    સજાગ બનો!—૧૯૯૬
  • સાપની ચામડી
    સજાગ બનો!—૨૦૧૪
સજાગ બનો!—૧૯૯૮
g98 ૧૧/૮ પાન ૧૮

સાપ વિષે

સામાન્ય ભૂલભરેલી માન્યતાઓ

સજાગ બનો!ના ભારતમાંના ખબરપત્રી તરફથી

ચીકણો ચળકતો નાગ છોકરીના માથામાં જૂઈના ફૂલોની સુગંધથી આકર્ષાઈને સરકી રહ્યો હતો. એનું લાંબુ શરીર સમુદ્રના મોજાંની જેમ લહેરાતુ હતું. છોકરીએ નાગના માથા પર ચકચકતા રત્ન જેવો ચમકારો જોયો તેમ એણે એકીટસે જોઈને તેને સંમોહિત કરી દીધી. અચાનક, એણે પોતાને હવામાં કૂદકો લગાવ્યો અને છોકરીના હાથમાં પોતાની ઝેરવાળી દાઢ ઘૂસાડી દીધી.

શું એ હકીકત છે કે ભૂલભરેલી માન્યતા? ઉપર વર્ણવવામાં આવેલ સમગ્ર ચિત્ર ખોટું છે, સામાન્ય રીતે કરવામાં આવતી ગેરસમજણ પર આધારિત છે. આ ભૂલભરેલી માન્યતાઓમાંથી અમુકનો વિચાર કરો.

૧. જૂઈ, ચંદન, અને અન્ય સુગંધો સાપને આકર્ષે છે. ખોટું. સુગંધ જીવજંતુઓને આકર્ષે છે, જીવજંતુ દેડકાને આકર્ષે છે, અને દેડકો, જે સાપનો ખોરાક છે, સાપને આકર્ષે છે.

૨. સાપ પોતે વાંકોચૂકો સરકે છે. ખોટું. સાપ મોટા પથ્થરો પર સરકતો હોય છે ત્યારે એમ લાગે છે. નાગ અને અન્ય સાપનું સામાન્ય હલનચલન સપાટ હોય છે, અર્થાત એક સીધી લીટીમાં હોય છે. એઓ પોતાના શરીરના આગળના ભાગને ખેંચે છે અને પાછળનો ભાગ ઘસડાય છે, અથવા જમીન પરના ઉપસેલા કોઈ પણ ભાગની મદદથી, આજુબાજુ અને આગળ બાજુ શબ્દ Sની જેમ ધસે છે.

૩. કેટલાક સાપોના માથા પર કીમતી મણિ હોય છે. ખોટું. એ દંતકથા છે, ઉપરાંત એ માન્યતા પણ છે કે પ્રાચીન ભારતમાં મહાન માણસોનું નાગ દ્વારા રક્ષણ કરવામાં આવતું હતું.

૪. નાગ પોતાના શિકાર પર વશીકરણ કરે છે. ખોટું. સાપ ભયમાં હોય છે ત્યારે એકીટસે જોયા કરે છે, એથી સાપ એકીટસે જોતો હોય છે ત્યારે માનવોને લાગે છે કે એ લોકો પર વશીકરણ કરે છે. તેમ છતાં, સાપ પોતાનો શિકાર પકડવા માટે આ રીતનો ઉપયોગ કરતા નથી.

૫. નાગ પોતાના શિકાર પર જોરથી કૂદે છે. ખોટું. નાગ એના શિકાર પર હુમલો કરવા માટે પોતાના શરીરનો આગળનો ભાગ ધપાવે છે, પરંતુ મોટા ભાગની એની લંબાઈ એના આગળના શરીરને સ્થિર રાખવા માટે જમીન પર જ પડી રહે છે. મોટા ભાગે, શરીરનો એકતૃત્યાંસ ભાગ જ ઊછળે છે અને હુમલો કરવા પ્રહાર કરે છે.

૬. સાપ અને નાગની ચામડી ચીકણી હોય છે અને હંમેશા ઠંડી હોય છે. ખોટું. સાપની આચ્છાદિત કાંચળી સહિતની ચામડી, સૂકી અને સુંવાળા ચામડા જેવી હોય છે. સાપ ઠંડા લોહીવાળું પ્રાણી છે; એના શરીરનું તાપમાન બહારના તાપમાન સાથે બદલાય છે.

૭. નાગ બહેરા હોય છે. ખોટું. એ લોકોએ ફેલાવેલી એક ગેરસમજ છે. એ એવો વિચાર છે કે સાપ જમીનના કંપનથી એના શરીર પર થતી અસરથી જ ફક્ત સાંભળે છે. ગીતશાસ્ત્ર ૫૮:૪, ૫માં બાઇબલ યોગ્ય રીતે જ બતાવે છે કે નાગ બહેરા નથી હોતા. તાજેતરના સંશોધનો બતાવે છે કે નાગ અવાજો સાંભળી શકે છે અને એ મદારીની મોરલીને પ્રત્યુત્તર આપે છે.—જુલાઈ ૨૨, ૧૯૯૩ના અંગ્રેજી સજાગ બનો!નું પાન ૩૧ પણ જુઓ.

Top snake: Animals/Jim Harter/Dover Publications, Inc.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો