વિશ્વ પર નજર
માતાનું દુધ સૌથી ઉત્તમ
_
“સર્વ દવાઓમાં માતાનું દુધ સૌથી ઉત્તમ છે,” ન્યૂઝવીક કહે છે. “એનાથી શિશુઓ મગજના યોગ્ય વિકાસ માટે જરૂરી પોષણ મેળવે છે, એ જ સમયે મરડો, ખરજવું, તથા ન્યુમોનિયાની એલર્જી અને ચેપથી થતા સર્વ જોખમોને ઘટાડે છે.” આમ, અમેરિકન ઍકેડેમી ઑફ પેડીએટ્રીક્સ અને અમેરિકન ડાઇટેટિક એસોસિયેશન માતાઓને પોતાના નવજાત શિશુને એક વર્ષ સુધી ધવડાવવાની ભલામણ કરે છે. “છતાં આ ઉપાયનો ભાગ્યે જ ઉપયોગ કરવામાં આવે છે,” ન્યૂઝવીક નોંધે છે. શા માટે? ઘણી વાર ખોટી માહિતીને કારણે એમ બને છે. કેટલીક માતાઓ ચિંતા કરે છે કે પોતાના શિશુને તંદુરસ્ત રાખી શકે એટલું પૂરતું દૂધ તે આપી શકશે નહિ. બીજી માતાઓ વિચારે છે અન્ય ખોરાક વહેલો આપવાની જરૂર છે. “હકીકત એ છે કે, મોટા ભાગની માતાઓ બાળકની સર્વ પોષણયુક્ત જરૂરિયાતો છ મહિના સુધી સંતોષી શકે છે, જ્યારે ધીરે ધીરે ભારે ખોરાક પણ આપવામાં આવે છે,” લેખે જણાવ્યું. “અને બાબત એ નથી કે તેઓ શું ખાય છે, બાળક બે વર્ષનું થાય છે ત્યારે માતાના દુધમાંથી એન્ટીબોડી અને ફેટી ઍસિડથી લાભ પ્રાપ્ત કરે છે.” માતાઓ માટે પણ ફાયદાઓ રહેલા છે: ધવડાવવાથી સ્તન કૅન્સર થવાની શક્યતા ઘટે છે અને પ્રસુતિ પછી ઘટતા વજનને રોકે છે.
ગરીબાઈ—સર્વ દેશોને અસર કરે છે
_
ઇંટરનેશનલ હેરાલ્ડ ટ્રિબ્યુન અનુસાર, સંયુક્ત રાષ્ટ્રસંઘનો તાજેતરનો અહેવાલ જણાવે છે કે ધનવાન દેશોમાં પણ ગરીબાઈ વધતી જાય છે. ઔદ્યોગિકરણવાળા દેશોમાંના ઘણા લોકો “પાયાની માનવ જરૂરિયાતો”થી વંચિત છે, જેમ કે રોજગારી, શિક્ષણ, અને તંદુરસ્તી. અહેવાલ અનુસાર, યુનાઈટેડ સ્ટેટ્સની વસ્તીના ૧૬.૫ ટકા ગરીબાઈ હેઠળ જીવે છે. બ્રિટનમાં, આંકડો ૧૫ ટકા છે. ઔદ્યોગિકરણવાળા જગતમાં, ૧૦ કરોડ ઘરવિહોણા, ૩.૭ કરોડ બિનરોજગાર, અને મોટે ભાગે ૨૦ કરોડ લોકો “૬૦ કરતાં ઓછા વર્ષ જીવવાની આશા ધરાવે છે.”
યુદ્ધના ભોગ—બાળકો
_
“યુએનના ખાસ પ્રતિનિધિ ઓલેરા ઓટુનુ અનુસાર, યુદ્ધો અને વિગ્રહોએ ગયા દશકમાં ૨૦ લાખ બાળકોનો ભોગ લીધો, ૧૦ લાખ લોકોને અનાથ બનાવ્યા, અને અન્ય ૬૦ લાખને ગંભીર રીતે ઇજા કરી અને અપંગ બનાવ્યા,” જર્મન દૈનિક ગ્રીવનર ઝેઇતુંગ અહેવાલ આપે છે. યુએન સિક્યુરીટી કાઉન્સિલે બાળકોને આક્રમણનું નિશાન બનાવતા દરેક આચરણોને દોષિત ઠરાવ્યા. વિશેષ કરીને ચિંતાની બાબત એ છે કે જગતવ્યાપી ૩,૦૦,૦૦૦ કરતાં વધારે બાળકોનો સૈનિકો તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેમાંના ઘણાને લશ્કરમાં ભરતી થવા માટે દબાણ કરવામાં આવે છે, અને તેમાંની ત્રીજા ભાગની તો છોકરીઓ હોય છે. ઘણી વાર બાળ-સૈનિકોને કરપીણ રીતે આપઘાત કરવા તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યા છે. નવા સ્થાપિત થયેલા બિનસરકારી સંસ્થાઓનાં અસ્થાયી જોડાણે આંતરરાષ્ટ્રીય ખરડાની માંગ કરી હતી કે સૈનિકોની ઓછામાં ઓછી ૧૮ વર્ષની ઉંમર રાખવામાં આવે.
માંદા રહેવાની પસંદગી
_
“ક્ષયરોગ જગતનો ખૂની નં. ૧ રહ્યો છે,” કેપ ટાઇમ્સ વર્તમાનપત્ર અહેવાલ આપે છે. દક્ષિણ આફ્રિકાના એકદમ ગરીબોમાં વ્યાપક પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે, એનાથી ત્યાં દર વર્ષે ૧૩,૦૦૦ લોકોના મૃત્યુ થાય છે અને અનેકને બીમાર હાલતમાં છોડે છે. પછીથી, સરકારનું નજીવું ભથ્થું આપવામાં આવે છે અને ક્ષયરોગની સારવાર પ્રાપ્ય બનાવવામાં આવે છે. પરંતુ ઓછું કામ હોવાને કારણે ઘણી વાર ચૂકવણી એકદમ ઓછી કરવામાં આવતી હોવાથી, કેટલાક દરદીઓએ પોતે ક્ષયરોગની સારવાર તરછોડી છે જેથી તેઓનું નાણાકીય ભથ્થું ચાલુ જ રહે. “પ્રાસંગિક કામ કરવાથી મળતા વેતન કરતાં તેઓને ૧૦ ગણું વેતન મળે છે,” દક્ષિણ આફ્રિકી ક્ષયરોગ સારવાર સંસ્થાના સંચાલક, રીઆ ગ્રાન્ટ જણાવે છે. “સાજા થવા કરતાં રોગી રહીને ઘણા બધા પૈસા પોતે બચાવી શકે છે એમ તેઓ માને છે.”
ઊંઘણશી ડ્રાઇવરો
_
“કેટલાક નિષ્ણાતો કહે છે કે ઊંઘણશી ડ્રાઇવરો પીધેલા ડ્રાઇવરો જેટલા જ જોખમકારક છે,” ધ જરનલ ઑફ ધ અમેરિકન મેડિકલ એસોસિયેશન અહેવાલ આપે છે. “[મોટર વાહન] અકસ્માતમાં ઝોકાં ખાનારાઓની ભૂમિકાનો મોટે ભાગે ઓછો અંદાજ બાંધવામાં આવે છે, અને ઊંઘણશી ડ્રાઇવરો મોટા પ્રમાણમાં જાહેર સ્વાસ્થ્ય અને સલામતીને ધમકીરૂપ છે.” ધ ટોરન્ટો સ્ટાર અનુસાર, અભ્યાસોએ શોધી કાઢ્યું છે કે લોકો પોતે ક્યારે ઊંઘમાં પડશે અથવા પોતાની ઊંઘ વિષે અગાઉથી જણાવી શકવા પણ સમર્થ નથી. “ભૂખ અને શ્વાસોચ્છવાસની જેમ ઊંઘ પણ એક જરૂરિયાત છે,” અમેરિકન ઑટોમોબાઇલ એસોસિયેશન ફાઉન્ડેશન ફોર ટ્રાફિક સેફ્ટીના પ્રવક્તા સ્ટીફાની ફોલ કહે છે. “તમારા શરીરને ઊંઘની જરૂર હોય ત્યારે, તમે ઊંઘી જાવ છો.” પોતે વારંવાર ઝોકા ખાતો હોય અથવા તેની આંખો બંધ થઈ જતી હોય અથવા તેની કાર ઘસડાતી હોય ત્યારે ડ્રાઇવરે શું કરવું જોઈએ? “જાગતા રહેવાના સામાન્ય પ્રયાસોમાં, બારી પાસે બેસવું કે રેડિયાનો અવાજ વધારવો, કામ લાગતું નથી,” ટોરન્ટો સ્ટાર કહે છે. “ટૂંકા-ગાળા માટે જાગતા રહેવા કેફીન મદદરૂપ છે પરંતુ એ વ્યક્તિના શરીરની ઊંઘની જરૂરિયાત ઓછી કરશે નહિ.” ઊંઘતા ડ્રાઇવરોને સલાહ આપવામાં આવી છે કે એક સલામત સ્થળે વાહન ઊભા રાખીને થોડીક ઊંઘ પૂરી કરે.
કેટલા બૅક્ટેરિયા?
_
બૅક્ટેરિયા પૃથ્વી પર જીવનનો સામાન્ય પ્રકાર છે. એ ઊંડા દરિયાના તળિયા હેઠળ અને વાતાવરણના ૬૦ કિલોમીટર ઉપર અસ્તિત્વ ધરાવે છે. એનો કુલ જથ્થો અન્ય કોઈ પણ જીવન-પ્રકાર કરતાં મોટો છે. એની સંખ્યાનું અનુમાન કરવાનો એ ઉત્સુક પ્રયાસ હોય શકે જે હવે યુ.એસ.એ. જ્યોર્જિયા યુનિવર્સિટીમાંના વૈજ્ઞાનિકો દ્વારા પ્રકાશિત થયો છે. તેમનું અનુમાન પાંચથી ૩૦ જીરો અનુસરે છે. “મોટા ભાગના લોકો વિચારે છે કે બૅક્ટેરિયાને કારણે રોગ થાય છે,” ધ ટાઇમ્સ ઑફ લંડન જણાવે છે. “પરંતુ ફક્ત નાનો ભાગ જ વિકારી જીવાણું છે. સર્વ પ્રાણીઓમાં રહેતા બૅક્ટેરિયાઓને ભેગા કરવામાં આવે તો પણ, એઓ કુલના એક ટકા જ થાય. મોટા ભાગના નુકશાનકારક નથી પરંતુ જરૂરી છે, પાચન જેવી પ્રવૃત્તિઓમાં મદદ કરે છે.” આશ્ચર્યપણે, સર્વ બૅક્ટેરિયાના ૯૨થી ૯૪ ટકા તળિયે મળી આવે છે જે સમુદ્ર નીચેના ૧૦ સેન્ટિમીટર કરતાં વધુ છે અને જમીન હેઠળની ઊંડાઈમાં ૯ મીટર કરતાં વધારે. અગાઉ આ વિસ્તારો જીવન વિહોણા માનવામાં આવતા હતા. બૅક્ટેરિયાનું લગભગ અડધું સૂસ્ક વજન કાર્બન ધરાવે છે, જે તત્ત્વ જીવન માટે જરૂરી છે. “બૅક્ટેરિયામાં રહેલા કાર્બન જગતના બધા છોડવામાં રહેલા કાર્બન જેટલું જ હોય છે,” ધ ટાઇમ્સ કહે છે.