વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૦/૮ પાન ૫
  • માણસની નસીબની

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માણસની નસીબની
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • નસીબના પ્રાચીન ઉદ્‍ભવો
  • પ્રાચીન મિસરમાં નસીબ
  • ગ્રીસ અને રોમ
  • “ખ્રિસ્તી” નસીબ વિષે વાદવિવાદ
  • એક વ્યાપક માન્યતા
  • શું એ નસીબ છે કે આકસ્મિક ઘટના?
    સજાગ બનો!—૧૯૯૯
  • દરેક બાબતને યોગ્ય સમય હોય છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ‘મારો ટાઇમ આવ્યો ન હતો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • શું તમારું ભવિષ્ય વિધાતાના હાથમાં છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૦/૮ પાન ૫

માણસની નસીબની

શોધ

શા માટે નસીબની માન્યતા આટલી બધી ફેલાયેલી છે? સમગ્ર સમયો દરમિયાન, માણસો જીવનની રહસ્યમય બાબતો અને બનતા બનાવો વિષે સમજવાનો પ્રયત્ન કરે છે. તેઓ એમ કરે છે ત્યારે, ‘ઈશ્વર’, ‘નસીબ’ અને ‘યોગ’ જેવા શબ્દો આવે છે, આ બાબતો તદ્દન વ્યક્તિગત કે કોઈ બાહ્ય શક્તિના કારણે કે એમ જ બની હોય શકે છે, ઇતિહાસકાર હિલ્મર રીંગર સમજાવે છે. ઇતિહાસ નસીબને લગતી માન્યતાઓ, પૌરાણિક કથા અને કાલ્પનિક વાર્તાઓથી ભરેલો છે.

પ્રાચીન અસારિયા જ્ઞાનના નિષ્ણાત ઝીન બોતારો કહે છે: ‘મેસોપોટેમિયાની સંસ્કૃતિથી અમારી સંસ્કૃતિના લગભગ બધા પાસાંઓ પર મોટા પ્રમાણમાં અસર થઈ છે.’ વધુમાં તે કહે છે કે એ પ્રાચીન મેસોપોટેમિયા કે બાબેલોનમાં અમને માણસજાતની પ્રકૃતિને લગતી એકદમ પ્રાચીન, સમજી શકાય એવી અસર અને વિચારસરણી જોવા મળે છે. ત્યાં અમને પ્રાચીન સમજી શકાય એવી ધાર્મિક રચના જોવા મળી.’ અહીં આપણને નસીબના ઉદ્‍ભવ વિષે પણ જોવા મળે છે.

નસીબના પ્રાચીન ઉદ્‍ભવો

પ્રાચીન મેસોપોટેમિયા કે જ્યાં હમણાં ઇરાક છે, એના ખંડેરોમાંથી ખગોળવેત્તાઓએ માનવો માટે સૌથી પુરાણા હોય એવા કેટલાક પ્રાચીન લખાણો શોધી કાઢ્યા. હજારો લખવામાં આવેલી ક્યુનિફોર્મ પાટીઓ આપણને બાબેલોનના પ્રખ્યાત શહેરો સુમેર અને અક્કડની પ્રાચીન સંસ્કૃતિઓનું સ્પષ્ટ ચિત્ર પૂરું પાડે છે. શમૂએલ એન ક્રેમર, પુરાણવસ્તુશાસ્ત્રી અનુસાર સુમેરના રહેવાસીઓ, “રહસ્યમય બાબતોના લીધે સહન કરવી પડતી માનવ યાતનાઓથી ચિંતિત હતા.” તેઓની પ્રત્યુત્તર માટેની શોધ તેમને નસીબમાં દોરી ગઈ.

બાબેલોન પુસ્તકમાં પુરાણવસ્તુશાસ્ત્રી જોન ઓટ્‌સ કહે છે કે “બાબેલોનના દરેક રહેવાસીઓને પોતાના વ્યક્તિગત દેવીદેવતાઓ હતા.” બાબેલોનના રહેવાસીઓ માનતા હતા કે દેવો “વ્યક્તિગત રીતે અને સામૂહિક રીતે સર્વ માણસજાતના નસીબને ઘડે છે.” ક્રેમર અનુસાર સુમેરના રહેવાસીઓ માનતા હતા કે “દેવો વિશ્વને અંકુશમાં રાખે છે અને તેઓએ સભ્યતા સાથે જૂઠાણું અને હિંસાને જોડી દીધા છે.” નસીબની માન્યતા વિસ્તૃતપણે ફેલાયેલી હતી, એને ઉચ્ચ ગણવામાં આવતી હતી.

બાબેલોનના રહેવાસીઓ વિચારતા હતા કે પિશાચવાદ—“દેવ સાથે વાતચીત કરવાની એક પદ્ધતિ”—દ્વારા દેવની યોજનાઓ શોધી કાઢવી એ શક્ય છે. પિશાચવાદમાં વસ્તુ અને ઘટનાઓનું અવલોકન કરી ભવિષ્ય ભાખવાનો સમાવેશ થતો હતો. ખાસ કરીને તેઓ સ્વપ્નો, પ્રાણીઓના વર્તન અને શરીરના આંતરિક ભાગોની તપાસ કરતા હતા. (સરખાવો હઝકીએલ ૨૧:૨૧; દાનીયેલ ૨:૧-૪.) ભવિષ્ય ભાખતા અનપેક્ષિત કે અસામાન્ય બનાવોને માટીની પાટીઓ પર નોંધવામાં આવતા હતા.

પ્રાચીન સંસ્કૃતિના ફ્રેન્ચ વિદ્વાન એડ્‌વા ડોર્મ અનુસાર, “આપણે મેસોપોટેમિયાના ઇતિહાસમાં જેટલી ઊંડી તપાસ કરીએ તેમ, આપણને ભવિષ્ય ભાખવાના અને પિશાચવાદના વિચારો જોવા મળે છે.” પિશાચવાદ જીવનનો અતૂટ ભાગ હતો. ખરેખર, પ્રાધ્યાપક બોતારો કહે છે કે “તેઓ કોઈ પણ બાબતને ભવિષ્ય ભાખવા તરીકે ઉપયોગમાં લઈ શકે છે.  . . સમગ્ર વિશ્વનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યા પછી એમાં કઈંક રીતે ભવિષ્ય ભાખવાના કોઈ પુરાવા મળી શકે.” આમ, મેસોપોટેમિયાના રહેવાસીઓ ભવિષ્ય ભાખવા માટે ઉત્સાહથી ફલજ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરતા હતા.—યશાયાહ ૪૭:૧૩ સરખાવો.

વધુમાં, બાબેલોનના રહેવાસીઓ પાસાં અને ચિઠ્ઠીનો પણ પિશાચવાદમાં ઉપયોગ કરતા હતા. દબોરાહ બેનેટ પોતાના પુસ્તક રાન્ડમનેસમાં સમજાવે છે કે આ “માણસજાતની કોઈ પણ દરમિયાનગીરીને ટાળે છે કે જેથી દેવો ખલેલ વગર પોતાની દૈવી ઇચ્છાઓને વ્યક્ત કરી શકે.” તેમ છતાં, દેવોના નિર્ણયોને બદલી ન શકાય એ રીતે જોવામાં આવતા ન હતા. તેઓ ખરાબ નસીબને ટાળવામાં મદદ કરવા માટે દેવોને વિનંતી કરતા હતા.

પ્રાચીન મિસરમાં નસીબ

પંદરમી સદી બી.સી.ઈ.માં બાબેલોનના રહેવાસીઓ અને મિસરીઓ વચ્ચે ગાઢ સંબંધ હતો. એમાં ધાર્મિક માન્યતાઓ નસીબ સાથે જોડાઈ અને આગળ જતાં સંસ્કૃતિની આપ-લે કરવાનો અને અનુસરવાનો સમાવેશ થયો. શા માટે મિસરીઓએ નસીબની માન્યતા સ્વીકારી? ઑક્ષફર્ડ યુનિવર્સિટીમાં મિસરીઓ વિષેના પ્રાધ્યાપક જૉન આર. બૅન્સ અનુસાર, “મોટા ભાગના [મિસરીઓના] ધર્મો મુખ્યત્વે ભાખી ન શકાય એવા અને કમભાગી બનાવોને સમજવાનો અને પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરવાના હતા.”

મિસરના ઘણા દેવોમાં, આઈસીસનું “જીવનની માલકિન, નસીબની શાસક” તરીકેનું વર્ણન કરવામાં આવ્યું હતું. મિસરીઓ ભૂતપિશાચ અને ફલજ્યોતિષશાસ્ત્ર આચરતા હતા. (સરખાવો યશાયાહ ૧૯:૩.) એક ઇતિહાસકાર કહે છે: “તેઓ દેવો વિષે પ્રશ્નો ઊભા કરવામાં ઘણા ચતુર હતા.” તેમ છતાં, બાબેલોન પાસેથી સંસ્કૃતિ મેળવનાર ફક્ત મિસર જ ન હતું.

ગ્રીસ અને રોમ

ધાર્મિકતાની બાબત આવે છે ત્યારે, “પ્રાચીન ગ્રીસ એમાંથી કંઈ બાકાત ન હતું પરંતુ એ તો બાબેલોનથી સૌથી વધારે અસર પામેલું હતું,” ઝીન બોતારો નોંધે છે. શા માટે ગ્રીસમાં નસીબ વિષેની માન્યતા આટલી બધી પ્રખ્યાત હતી એ વિષે પ્રાધ્યાપક પીટર ગ્રીન સમજાવે છે: “આ અનિશ્ચિત જગતમાં, માણસોની પોતાના નિર્ણયો માટેની નિષ્કાળજી વધી રહી છે. તેઓ અવારનવાર પોતાને એક માત્ર કઠપૂતળી તરીકે જુએ છે, તેઓ માને છે કે આ નસીબ ન સમજાય કે ન બદલી શકાય એવું છે. આવી પરિસ્થિતિમાં દૈવી નસીબ [દેવે નક્કી કરેલું નસીબ] વ્યક્તિ માટે નક્કી કરી નાખવામાં આવેલું હોય છે. ખાસ કળાઓ અને અંતદૃષ્ટિ દ્વારા નસીબમાં જે લખેલું છે એ ભાખી શકાય છે. આ આપણને સાંભળવું ન પણ ગમે; પરંતુ, આ પ્રકારની ચેતવણીઓ સાંભળીને લોકો અગાઉથી પોતાને ચેતવી શકે.”

વ્યક્તિઓને ભવિષ્ય વિષેની ખાતરી કરાવવા ઉપરાંત, નસીબની માન્યતા રહસ્યમય હેતુઓ પણ પૂરા કરે છે. નસીબની માન્યતા લોકોને આધીનતામાં રાખવા મદદ કરે છે, અને એ કારણે, ઇતિહાસકાર એફ. એચ. સેન્ડબેક અનુસાર, “નસીબ દ્વારા સમગ્ર જગતનું શાસન ચાલી રહ્યું છે એ માન્યતા, શાસક વર્ગોને ગમતી હતી.”

શા માટે? પ્રાધ્યાપક ગ્રીન સમજાવે છે કે આ માન્યતા “નૈતિકતા, ધર્મવિજ્ઞાન, ભાષાકીય એકદમ સાચી સમજણ આપે છે: એ સ્વ-મહત્તાનું શક્તિશાળી અને જટિલ સાધન હતું કે જેના દ્વારા ગ્રીક શાસકો પોતાનું શાસન ટકાવી રાખતા હતા. કંઈ પણ બાબત બને તો એનો એવો અર્થ થતો હતો કે જે નસીબમાં લખેલું છે એ જ બનવાનું છે; અને કુદરત માણસજાત તરફ ઢળેલું હોવાથી, જે કંઈ ભાખવામાં આવે છે એ સર્વના માટે સારું છે.” હકીકતમાં, એ “સ્વાર્થ માટે કરવામાં આવતી બાબતોને યોગ્ય ઠરાવતા હતા.”

સામાન્યપણે નસીબની માન્યતા ગ્રીક સાહિત્યમાંથી સ્વીકારવામાં આવી છે. નસીબે પ્રાચીન સાહિત્યની શૈલી મહાકાવ્યો, દંતકથાઓ અને કરુણ ઘટનાઓમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. ગ્રીક દંતકથામાં, માણસોનું નસીબ ત્રણ દેવીઓ મોઇરાઇનું પ્રતિનિધિત્વ કરતું હતું. ક્લોથો જીવનની દોરી કાંતનાર હતી, લીકેસીસ એ નક્કી કરતી હતી કે જીવન કેટલું લાંબું હશે અને એટ્રોપોસ મર્યાદિત સમય પૂરો થાય ત્યારે જીવન ટૂંકાવી નાખતી હતી. રોમનોમાં પણ દેવોની એવી જ ત્રિપુટી હતી કે જેને પારકાઈ કહેવામાં આવતા હતા.

રોમનો અને ગ્રીક લોકો એ જાણવા આતુર હતા કે તેઓનું ભવિષ્ય કેવું હશે. આમ, તેઓએ બાબેલોનમાંથી ફલજ્યોતિષશાસ્ત્ર અને જાદુમંત્ર અપનાવી અને એને વધારે વિકસિત કર્યું. રોમનો ભવિષ્ય ભાખવા ઉપયોગમાં લેવામાં આવનાર બનાવોને પ્રોટેન્ટા અથવા ચિહ્‍નો કહેતા હતા. આ સંદેશાઓ આપનારાઓને ઓમીના કહેવામાં આવતા હતા. ત્રીજી સદી બી.સી.ઈ. સુધી, ફલજ્યોતિષશાસ્ત્ર ગ્રીસમાં પ્રખ્યાત બની ગયું હતું અને ૬૨ બી.સી.ઈ.ની શરૂઆતમાં ગ્રીકમાં પ્રખ્યાત જ્યોતિષશાસ્ત્ર જોવા મળ્યું. પ્રાધ્યાપક ગીબર્ટ મ્યુરે અનુસાર ગ્રીકના લોકો ફલજ્યોતિષશાસ્ત્રમાં એટલો બધો રસ ધરાવતા હતા કે, “તેઓના મન પર એની દૂર ન કરી શકાય એવી ઊંડી અસર થઈ હતી.”

ભવિષ્ય જાણવાના પ્રયત્નોમાં, ગ્રીકના લોકો અને રોમનો વાણી કે માધ્યમોનો વિસ્તૃતપણે ઉપયોગ કરતા હતા. આ રીતે દેવો માનવ સાથે વાત કરતા હતા એવું માનવામાં આવતું હતું. (સરખાવો પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૧૬-૧૯.) આ માન્યતાઓની શું અસર હતી? તત્ત્વજ્ઞાની બરટ્રેલ રસેલે કહ્યું: “ભયે આશાનું સ્થાન લઈ લીધું છે; જીવનનો હેતુ એ હતો કે કમનસીબીથી ભાગવા કરતાં કંઈક સિદ્ધ કરવું સારું.” એવા જ વિષયો કહેવાતા ખ્રિસ્તીરાષ્ટ્રમાં વિવાદનો વિષય બની ગયા.

“ખ્રિસ્તી” નસીબ વિષે વાદવિવાદ

શરૂઆતના ખ્રિસ્તીઓ એવા સમાજમાં રહેતા હતા કે જે ગ્રીક અને રોમનની નસીબ વિષેની માન્યતાથી પ્રભાવિત હતો. દાખલા તરીકે ચર્ચના કહેવાતા ફાધરોએ એરિસ્ટોટલ અને પ્લેટો જેવા ગ્રીક તત્ત્વજ્ઞાનીઓના કાર્યને ટેકો આપ્યો. તેઓ એક સમસ્યાને હલ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા એ છે, કઈ રીતે બધુ જાણનાર, સર્વ-શક્તિમાન દેવ, “આરંભથી પરિણામ જાહેર કરનાર” અને પ્રેમના દેવ સાથે એકરાગિતા જાળવીને મિત્રતા કરી શકાય? (યશાયાહ ૪૬:૧૦; ૧ યોહાન ૪:૮) તેઓએ પ્રત્યુત્તર આપ્યો, દેવ આરંભથી જ અંત જાણતા હોય તો પછી ચોક્કસપણે તે અગાઉથી જાણતા હશે કે માણસો પાપમાં પડશે અને આ જગત માટે વિનાશક પરિણામો લાવશે.

શરૂઆતના ખ્રિસ્તીઓના લેખકોમાંના એકદમ આગળ પડતા લેખક ઓરિગેને દલીલ કરી કે યાદ રાખવાનો એકદમ મહત્ત્વનો મુદ્દો એ સ્વતંત્ર ઇચ્છાની માન્યતા હતી. તેમણે લખ્યું, “ખરેખર, શાસ્ત્રવચનમાં અસંખ્ય અવતરણો છે કે જે સ્વતંત્ર ઇચ્છા અસ્તિત્વ ધરાવતી હોવાનું સ્પષ્ટપણે પુરવાર કરે છે.”

ઓરિગેને કહ્યું કે આપણા કાર્ય માટેની જવાબદારીને કોઈ બાહ્ય શક્તિ સાથે જોડી દેવામાં આવે છે, “પરંતુ એ સાચું નથી કે કોઈ કારણ સાથે સહમત પણ નથી, પણ એ સ્વતંત્ર ઇચ્છાની માન્યતાનો નાશ કરવાનું ઇચ્છનાર વ્યક્તિનું એક વર્ણન છે.” ઓરિગેને દલીલ કરી કે દેવ ક્રમાનુસારના બનાવો અગાઉથી જાણતા હોવાનો અર્થ એવો થતો નથી કે તે બનાવો ઊભા કરે છે અથવા તે બાબતો બને માટે પોતે કંઈક કરે છે. તેમ છતાં, સર્વ સહમત નથી.

પ્રભાવશાળી ચર્ચ ફાધર, ઓગસ્ટીને (૩૫૪-૪૩૦ સી.ઈ.), બનાવોમાં સ્વતંત્ર ઇચ્છાની ભૂમિકાને ઓછી કરીને દલીલને અટપટી બનાવી દીધી. ઓગસ્ટીને ખ્રિસ્તી ધર્મને એના ધર્મવિજ્ઞાનના પાયા તરીકે પૂર્વનિયતિનો સિદ્ધાંત આપ્યો. તેમનું કાર્ય દે લીબ્રો અરબીટ્રો ખાસ કરીને, મધ્ય યુગની મુખ્ય ચર્ચાનું કારણ બન્યું હતું. વાદવિવાદ છેવટે સુધારાવાદની પરાકાષ્ઠાએ પહોંચ્યો, એ પૂર્વનિયતિના વાદવિવાદે ખ્રિસ્તીરાષ્ટ્રમાં ઊંડે સુધી ભાગલા પાડ્યા.a

a અમારા સાથી સામયિક ચોકીબુરજ ફેબ્રુઆરી ૧૫, ૧૯૯૫ના પાન ૩-૪ પર જુઓ.

એક વ્યાપક માન્યતા

તેમ છતાં, નસીબ વિષેની માન્યતા ફક્ત પશ્ચિમ જગત સુધી જ મર્યાદિત નથી. નસીબમાં પોતાની માન્યતાઓ વ્યક્ત કરતા, ઘણા મુસલમાનો વિનાશનો સામનો કરે છે ત્યારે એને “મકતૂબ”—અગાઉથી લખવામાં આવેલું—કહે છે. એ સાચું છે કે ઘણા પાશ્ચાત્ય ધર્મો વ્યક્તિના નસીબમાં વ્યક્તિગત ભૂમિકા પર ભાર આપે છે, તેમ છતાં, તેઓના શિક્ષણમાં નસીબવાદના સિદ્ધાંતો જોવા મળે છે.

દાખલા તરીકે, હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મમાં કર્મની માન્યતામાં, નસીબમાં અગાઉના જીવનમાં કરેલા કાર્યોના પરિણામોને ટાળી શકાય એમ નથી. ચીનમાં કાચબાના કાચલા પર લખેલા શરૂઆતના લખાણો શોધી કાઢવામાં આવ્યા કે જેનો જાદુમંત્રમાં ઉપયોગ કરવામાં આવતો હતો. નસીબ અમેરિકાના ગામઠી લોકોની માન્યતાનો એક ભાગ હતો. દાખલા તરીકે, એઝતેક્સના લોકો, નસીબ જોવા કાલ્પનિક જ્યોતિષ કૅલેન્ડરનો ઉપયોગ કરતા હતા. આફ્રિકામાં પણ નસીબવાદની માન્યતા સામાન્ય છે.

નસીબની માન્યતાની વિસ્તૃત પ્રમાણમાં સ્વીકૃતિ બતાવે છે કે તે માણસની ઉચ્ચ શક્તિમાં માનવાની પાયારૂપ જરૂરિયાત છે. જૉન બી. નોસ પોતાના પુસ્તક માણસોના ધર્મો (અંગ્રેજી)માં સ્વીકારે છે: “સર્વ ધર્મો એક અથવા બીજી રીતે કહે છે કે માણસો સ્વતંત્રપણે રહી શકતા નથી. તે મહત્ત્વપૂર્ણ રીતે કુદરતી શક્તિઓ તેમ જ બીજા માનવીઓ સાથે સંકળાયેલા અને આધારિત છે. સ્પષ્ટ કે અસ્પષ્ટપણે, તેઓ જાણે છે કે જગતથી અલગ રહી શકે એવી સ્વતંત્ર શક્તિ તેઓમાં નથી.”

દેવમાં માનવાની જરૂરિયાત ઉપરાંત, આપણી આસપાસ શું બની રહ્યું છે એ વિષે જાણવું પણ આપણી પાયારૂપ જરૂરિયાત છે. તેમ છતાં, સર્વ શક્તિશાળી ઉત્પન્‍નકર્તાને ઓળખવા અને માનવું કે તે આપણું નસીબ નક્કી કરી નાખે છે એમાં ફરક છે. આપણે આપણા નસીબને આકાર આપવામાં કયો ભાગ ભજવીએ છીએ? દેવ કઈ ભૂમિકા ભજવે છે?

બાબેલોનનું

જ્યોતિષશાસ્ત્રનું કૅલેન્ડર, ૧,૦૦૦ બી.સી.ઈ.

Musée du Louvre, Paris

Musée du Louvre, Paris

Musée du Louvre, Paris

ગ્રીકના લોકો અને રોમનો માનતા હતા કે માણસોનું નસીબ ત્રણ દેવીઓ દ્વારા અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે

મિસરની આઇસીસ, નસીબની શાસક

કાચબાના કાચલા પર લખાયેલા શરૂઆતના ચીની લખાણોનો જાદુમંત્ર માટે ઉપયોગ થતો હતો

આ પર્સિયન બૉક્સમાં જ્યોતિષશાસ્ત્રના ચિહ્‍નો નજરે પડે છે

Institute of History and Philology, Academia Sinica, Taipei

Photograph taken by courtesy of the British Museum

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો