શું એ નસીબ છે
કે આકસ્મિક ઘટના?
“
ન સીબે ઘણા લોકોના જીવનો લીધા છે અને બીજાઓના જીવનો બચાવ્યા છે,” ઇન્ટરનૅશનલ હેરાલ્ડ ટ્રીબ્યુને જાહેર કર્યું. ગયા વર્ષે, આતંકવાદીઓએ કેન્યામાં અમેરિકાના રાજદૂતોના કાર્યાલય પર હુમલો કર્યો અને ટાન્ઝાનિયાએ લગભગ ૨૦૦ લોકોને મારી નાખ્યા અને હજારોને જખમી કર્યા. તેમ છતાં, વર્તમાનપત્રએ નોંધ્યું, “સંજોગોના કારણે રાજદૂત કાર્યાલયના મોટા ભાગના ઉચ્ચ અધિકારીઓ બચી ગયા.”
તેઓ બચી ગયા કારણ કે તેઓ આ મકાન કે જેમાં બૉંબ ફૂટ્યો હતો એનાથી દૂરના વિસ્તારમાં સભામાં હાજરી આપવા ગયા હતા. પરંતુ ઉચ્ચ રાજદૂતના અધિકારી, કે જેમણે સામાન્ય રીતે હાજરી આપવાની હતી પણ આપી નહિ, તે બૉંબ ફાટ્યો એના નજીકના વિસ્તારમાં હતા અને એ મરી ગયા.
વર્તમાનપત્રએ જણાવ્યું, “આલિન કીર્ક સાથે પણ નસીબ કામ કરી ગયું”. રજાઓ પછી કેન્યામાં પાછી ફરતી હતી ત્યારે, આલિને પોતે સ્વેચ્છાપૂર્વક પોતાની જગ્યા આપી દેવાનું જણાવ્યું કેમ કે વિમાનમાં વધુ લોકોને બેઠક આપવામાં આવી હતી. તેમ છતાં, બીજા પ્રવાસીઓએ તેના પહેલાં સ્વેચ્છાએ પોતાની જગ્યાઓ આપી દીધી, જેના કારણે તેણે એ જ વિમાનમાં જવું પડયું. પરિણામે, તે રાજદૂતના કાર્યાલયમાં પાછી જોડાઈ અને એ જ દિવસે બૉંબ ફાટ્યો અને તે મરી ગઈ.
માણસો આવનાર વિપત્તિથી જાણકાર હોતા નથી. તોપણ, કરુણ દુર્ઘટનાઓને સમજાવવી સહેલી નથી. નિયમિતપણે, જગતવ્યાપી અકસ્માતોમાં અને દુર્ઘટનાઓમાં, કેટલાક મરી જાય છે જ્યારે કે બીજાઓ બચી જાય છે. તેમ છતાં, લોકોને ફક્ત વિનાશક સમયોમાં જ એમ નથી થતું કે ‘શા માટે મને જ થાય છે?’ જીવનમાં સારી બાબતો થાય છે ત્યારે પણ, કેટલાકને બીજાઓ કરતાં સારી તક મળે એવું લાગે છે. કેટલાક માટે તેઓએ સતત સંઘર્ષ કરવો પડે છે, જ્યારે કે બીજાઓ માટે દરેક બાબતો એકદમ સહેલી હોય છે. આમ, તમે પૂછી શકો, ‘શું એનો અર્થ એમ થઈ શકે કે આ બધી બાબતો કંઈક રીતે અગાઉથી નક્કી કરવામાં આવી છે? શું નસીબ મારા જીવનનું નિયંત્રણ કરે છે?’
સમજણ માટે શોધ કરવી
કંઈક ૩,૦૦૦ વર્ષ પહેલાં, એક શાણા રાજાએ પોતાની આસપાસ કંઈક અણધાર્યું બનતું અવલોક્યું. તેમણે આ બનાવો માટે આ પ્રમાણેની સમજણ આપી: “સમય અને અગાઉથી તાગ ન કાઢી શકાયેલા બનાવ આવી પડે છે.” (સભાશિક્ષક ૯:૧૧, NW) કેટલીક વખત અણધારી બાબતો બને છે. એના વિષે ભાખવાનું કોઈ કારણ હોતું નથી. સારા અને ખરાબ બંને નોંધપાત્ર બનાવો, અવારનવાર સમયના કારણે બનતા હોય છે.
તેમ છતાં, તમે અકસ્માત બાબતો બની ગઈ એવી સમજણ આપનારાઓના બદલે એક બીજો ઘટક—નસીબ કામ કરે છે માનનારાઓના દૃષ્ટિબિંદુ સાથે સહભાગી થઈ શકો. નસીબમાં માનવાની માન્યતા એ માનવીઓની ધાર્મિક માન્યતાઓની સૌથી પુરાણી અને વિસ્તૃત માન્યતા છે.a પૅરિસ વિશ્વ વિદ્યાલયના દંતકથાના સંશોધકો માટેના કેન્દ્રના નિર્દેશક ફ્રેંકોઈસ ઝુઆંગ કહે છે: “એવો કોઈ સમય કે સંસ્કૃતિ નથી કે જે કોઈક નસીબના અંકૂશમાં માનતું ન હોય અને એ . . . આપણે સમજી ન શકીએ એ સર્વ બાબતો સમજાવે છે.” એ કારણે, લોકોને સામાન્ય રીતે આમ કહેતા સાંભળીએ છીએ: “આ તેનો મરી જવાનો સમય ન હતો” કે, “એ તો એવું જ થવાનું હતું.” પરંતુ નસીબ શું છે?
a નસીબ વિષેની માન્યતા એટલી વિસ્તૃતપણે ફેલાયેલી છે કે, મરણ વિષે વાત આવે છે ત્યારે અવારનવાર ઘણી ભાષાઓમાં “નસીબ” શબ્દ વાપરવામાં આવે છે.
નસીબની વ્યાખ્યા
અંગ્રેજી શબ્દ “ફેઈટ” (નસીબ) લૅટિન ફેટમમાંથી આવે છે, જેનો અર્થ થાય છે “ભવિષ્યવાણી, દેવે નક્કી કરેલું.” લોકો માને છે કે એવી કોઈક શક્તિ છે જે ભવિષ્યને એવી રીતે નક્કી કરે છે કે જે અનિવાર્ય કે સમજી ન શકાય એવું છે. મોટે ભાગે એ શક્તિને દેવ તરીકે વિચારવામાં આવે છે.
ધાર્મિક ઇતિહાસકાર હેલ્મર રીંગરી સમજાવે છે: “માનવ નસીબ અર્થ વગરનું કે મિથ્યા નથી એ ભાવના ધાર્મિક માન્યતાનો એક ભાગ છે, પરંતુ એ એક શક્તિ છે કે જેની ઇચ્છાઓ અને હેતુઓ છે.” અવારનવાર કેટલીક હદ સુધી દરમિયાનગીરી શક્ય છે કે જેને ઘણા લોકો વિચારે છે કે તુલનાત્મક રીતે માણસ શક્તિ વગરનું પાત્ર છે કે જેના પર તેઓનો કોઈ અંકૂશ નથી. આમ, તેઓ ‘પોતાના નસીબનો સામનો કરે છે.’
ધર્મશાસ્ત્રીઓ અને તત્ત્વજ્ઞાનીઓએ લાંબા સમયથી નસીબને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ધર્મનો જ્ઞાનકોશ (અંગ્રેજી) કહે છે: “નસીબમાં માન્યતા, એ ગમે તે રૂપમાં, ભાષામાં કે ગમે તે અર્થમાં હોય એમાં હંમેશા કંઈક રહસ્ય હોય છે.” વિવિધ માન્યતાઓમાં એક સામાન્ય બાબત એ છે કે ઉચ્ચ શક્તિ માનવીઓના કાર્યને અંકૂશમાં રાખે છે અને એને દોરે છે. આ શક્તિ વ્યક્તિગત જીવનો અને રાષ્ટ્રોને અગાઉથી ઘાટ આપે છે એવી માન્યતા છે, જે ભવિષ્યને ભૂતકાળની જેમ અનિવાર્ય બનાવે છે.
નક્કી કરતું ઘટક
તમે નસીબમાં માનો કે નહિ એનાથી શું કંઈ ફરક પડે છે? અંગ્રેજી તત્ત્વજ્ઞાની બ્રસ્ટ્રૅન્ટ રસેલે લખ્યું, “વ્યક્તિ જેવી પરિસ્થિતિમાં રહે છે એ તેની માન્યતાઓને નક્કી કરવા ઘણું કરે છે, પરંતુ એનાથી વિપરીત, તેના વિચારો તેની પરિસ્થિતિ નક્કી કરવા ઘણું કરે છે.”
ખરેખર, નસીબમાં માન્યતા—પછી એવી બાબત હોય કે નહિ—કઈ રીતે વર્તવું એ નક્કી કરવા ઘણું કરી શકે છે. જે કંઈ થાય છે એ દેવની ઇચ્છાથી થાય છે એવું માનીને ઘણા ચૂપચાપ પોતાની સ્થિતિ સ્વીકારી લે છે—અન્યાય કે દબાણ—જાણે કે એ તો તેમના જીવનમાં બનવાનું જ હતું. આમ, નસીબમાં માનવાની માન્યતાના કારણે ઘણી વ્યક્તિઓ વ્યક્તિગત જવાબદારીઓમાંથી છટકી જાય છે.
બીજી તર્ફે, નસીબમાં માન્યતા એ ઘણા લોકોને વિરુદ્ધ દિશામાં દોરી ગઈ છે. દાખલા તરીકે, કેટલાક ઇતિહાસકારો મૂડીવાદમાં વધારો અને ઔદ્યોગિકરણમાં ક્રાંતિ માટે અસંખ્ય કારણો આપે છે. એમાંના ઘણા નસીબમાં માનતા હતા. કેટલાક પ્રોટેસ્ટંટ ધર્મોએ શીખવ્યું કે દેવ વ્યક્તિગત તારણ માટે અગાઉથી નક્કી કરે છે. જર્મનીના સમાજશાસ્ત્રી મૅક્સ વૅબર કહે છે: “શું હું બચાવ માટે પસંદ કરાયેલો છું? એ પ્રશ્ન વહેલા કે મોડા દરેક માનનારાઓમાં ઊભો થાય છે.” વ્યક્તિઓએ શોધી કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તેઓએ દેવનો આશીર્વાદ મેળવ્યો છે અને આમ તારણ માટે નક્કી થયેલા છે કે નહિ. વૅબરે દલીલ કરી કે આ તેઓ પોતાની “સાંસારિક પ્રવૃત્તિઓ”થી નક્કી કરે છે. વેપારમાં અને સંપત્તિ એકઠી કરવામાં સફળતાને દેવની કૃપા તરીકે જોવામાં આવે છે.
નસીબમાં માન્યતા કેટલાકને અતિશયોક્તિના પગલાં લેવા તરફ દોરી ગયું છે. બીજા વિશ્વયુદ્ધમાં, જાપાનના આત્મહત્યા કરનારા પાયલોટ કામીકેસ કે “દૈવી આંધી”માં માનતા હતા. તેઓ માટે દેવોને હેતુઓ છે એવી માન્યતા અને દેવના હેતુઓમાં માનવોએ ભૂમિકા ભજવવી એ શક્ય હતું. આમ, તેમના મૃત્યુને ધાર્મિક બાબતો સાથે જોડી દેવામાં આવ્યું. ભૂતકાળના દાયકાઓમાં, મધ્ય યુરોપમાં આત્મહત્યા કરનારાઓ પોતાના ભયંકર હુમલાઓ માટે અવારનવાર મુખ્ય મથાળાએ હતા. એક એન્સાયક્લોપેડિયા નોંધે છે કે, નસીબવાદ આ “ધાર્મિક રીતે પ્રેરિત આત્મહત્યાના હુમલાઓ”માં મહત્ત્વનો ભાગ ભજવે છે.
પરંતુ શા માટે નસીબની માન્યતા આટલી બધી વિસ્તૃત છે? એના ઉદ્ભવો વિષે ટૂંકમાં જોવાથી પ્રત્યુત્તર મળે છે.