તમારું ભાવિ
તમારા હાથમાં
પુ
રણવસ્તુશાસ્ત્રી જોન ઓટ્સ નોંધે છે, જોષ જોવો એને “સમગ્ર પ્રાચીન જગતમાં એક મુખ્ય બૌદ્ધિક સિદ્ધિ” તરીકે ગણવામાં આવતી હતી પરંતુ, “હેબ્રી પ્રબોધકો એની ટીકા કરતા હતા.” શા માટે?
પ્રાચીન ઈસ્રાએલીઓની આસપાસના રાષ્ટ્રો જીવન પ્રત્યે જોખમકારક દૃષ્ટિબિંદુ ધરાવતા હોવા છતાં, તેઓએ પોતાના જીવનને અજ્ઞાત આત્મા ઘડી રહ્યાં છે એ વિચારોની અવગણના કરી. રાષ્ટ્રને આપવામાં આવેલી સૂચનાઓમાં, દેવે તેઓને કહ્યું: “તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે . . . જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, કે ઈલમી, કે ભૂવો હોય.”—પુનર્નિયમ ૧૮:૧૦, ૧૧.
નસીબ કે ભવિષ્ય-ભાખનાર વિષે કોઈ પણ વિચાર ન હોવા છતાં, ઈસ્રાએલીઓને ભવિષ્ય વિષે ભરોસો હતો. આ માટેનું કારણ સમજાવતા, ફ્રેન્ચ કૅથલિક એન્સાયક્લોપેડિયા થીઓ બતાવે છે કે રાષ્ટ્રો માનતાં હતાં કે “માણસ અને જગત કોઈ અજ્ઞાત આત્માનો ભોગ બનતા નથી. દેવનો માણસ માટે હેતુ હતો.” એ હેતુ શું હતો?
ભવિષ્ય અને મુક્ત ઇચ્છા
યહોવાહ દેવે, ઈસ્રાએલીઓને પોતાના નિયમોને આધીન રહે તો શાંતિ અને સમૃદ્ધિ આપવાનું વચન આપ્યું હતું. (લેવીય ૨૬:૩-૬) વધુમાં, તેઓ મસીહની આશા રાખતા હતા કે જે પૃથ્વી પર ન્યાયી પરિસ્થિતિ સ્થાપિત કરવાના હતા. (યશાયાહ અધ્યાય ૧૧) તેમ છતાં, હકીકત એ છે કે દેવે વચન આપેલી આ બધી બાબતોનો અર્થ એમ થતો ન હતો કે વ્યક્તિ હાથ જોડીને બેસી રહે અને બાબતોને બનવા દે. એનાથી ભિન્ન, તેઓને કહેવામાં આવ્યું: “જે કંઇ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર.”—સભાશિક્ષક ૯:૧૦.
આમાં મુક્ત ઇચ્છાથી કામ કરવાનું કેન્દ્રમાં છે. ઈસ્રાએલીઓ યહોવાહની સેવા કરવા અને પોતાનું ભાવિ ઘડવા માટે મુક્ત હતા. દેવે તેઓને વચન આપ્યું: “અને મારી આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળીને યહોવાહ તમારા દેવ પર પ્રીતિ રાખશો, ને તમારા ખરા મનથી ને ખરા જીવથી તેની સેવા કરશો, તો એમ થશે, કે હું તમારા દેશમાં વરસાદ એટલે આગલો વરસાદ તથા પાછલો વરસાદ તેની ઋતુ પ્રમાણે મોકલીશ, એ સારૂ કે તું તારા ધાન્ય તથા તારા દ્રાક્ષારસ તથા તારા તેલનો સંગ્રહ કરી શકે.” (પુનર્નિયમ ૧૧:૧૩, ૧૪) ઈસ્રાએલ દેવને આધીન રહ્યું ત્યારે દેવના આશીર્વાદો આવ્યા.
તેઓ વચન આપેલા વચનના દેશમાં પહોંચે એની પહેલા જ, દેવે ઈસ્રાએલ રાષ્ટ્ર સમક્ષ પસંદગી મૂકી: “જો, મેં આજ તારી આગળ જીવન તથા ભલું, ને મરણ તથા ભૂંડું મૂક્યાં છે.” (પુનર્નિયમ ૩૦:૧૫) દરેક વ્યક્તિનું ભવિષ્ય પોતાના કાર્યો અને નિર્ણયો પર આધારિત હતું. દેવની સેવા કરવાનો અર્થ જીવન અને આશીર્વાદો થાય છે જ્યારે કે એનો નકાર કરવાનો અર્થ મુશ્કેલીઓ થાય છે. પરંતુ આજના વિષે શું?
કારણો અને અસર
આપણા સારા માટે બનાવવામાં આવેલા અસંખ્ય કુદરતી નિયમો લાભદાયી છે. એમાંનો એક છે કારણ અને અસરનો કાયદો, અથવા બાઇબલ એને વ્યક્ત કરે છે તેમ, “કોઈ માણસ જે કંઈ વાવે તેજ તે લણશે.” (ગલાતી ૬:૭) એક વખત આપણે આ સિદ્ધાંતને જાણી લઈએ પછી, આપણે ભાવિની અમુક સંભવિત ઘટનાઓ વિષે વિચારીએ એ શક્ય છે.
આપણે બેદરકારીથી વધારે ઝડપથી ગાડી ચલાવીએ તો, આપણે સાવચેતીથી ગાડી ચલાવીએ એના કરતાં વધારે અકસ્માત થવાનું જોખમ છે. આપણે ધૂમ્રપાન કરીએ તો, આપણને ધૂમ્રપાન ન કરતા લોકો કરતાં કૅન્સર થવાની વધારે શક્યતાઓ હશે. કબૂલ કે, આ શૃંખલાની શરૂઆતના લેખમાં ઉલ્લેખવામાં આવેલા આતંકવાદીઓના હુમલાઓ જેવા બનાવો, ભાગ્યે જ આપણને થઈ શકે, અને એઓની શક્યતાઓ વિષે વિચારવું અર્થહીન હોય શકે. તેમ છતાં, નસીબના વિચારનો પ્રયાસ લાભદાયી હશે નહિ. એ વર્તમાન કે ભવિષ્ય વિષે બતાવી શકતું નથી. ખોટી માન્યતાઓ ભવિષ્ય માટે કોઈ સાચી ખાતરી પૂરી પાડતું નથી, કે દેવ દરેક બનાવો વિષે અગાઉથી નક્કી કરતા નથી.
તમારું ભવિષ્ય શું હશે?
આપણા ભવિષ્યને અગાઉથી લખવામાં આવતું નથી પરંતુ એને વર્તમાન ઘાટ આપે છે. જીવન દેવ તરફથી ભેટ હોવા છતાં, બાઇબલ સ્પષ્ટપણે બતાવે છે કે આપણું વર્તમાન અને આપણું ભાવિ નક્કી કરવામાં આપણે મહત્ત્વનો ભાગ ભજવીએ છીએ. હકીકત એ છે કે આપણી પાસે દેવને ખુશ કરવાની કે એનાથી ભિન્ન તેમને દુ:ખી કરવાની પસંદગી છે. એ બતાવે છે કે દેવે આપણને આપણા જીવનોને અંકુશમાં રાખવાનું પ્રમાણ આપેલું છે.—ઉત્પત્તિ ૬:૬; ગીતશાસ્ત્ર ૭૮:૪૦; નીતિવચન ૨૭:૧૧.
વધુમાં, પવિત્ર શાસ્ત્રવચનો અવારનવાર ભાર મૂકે છે કે આપણું ભવિષ્ય આપણી ધીરજ અને આપણા જીવન માર્ગ સાથે જોડાયેલું છે, જો એ અગાઉથી નક્કી કરવામાં આવ્યું હોય તો એ એકદમ નકામું હોત. (માત્થી ૨૪:૧૩; લુક ૧૦:૨૫-૨૮) તો પછી, આપણે દેવને આજ્ઞાધીન અને વિશ્વાસુ રહેવાનું પસંદ કરીએ તો, આપણે કેવા ભવિષ્યની આશા રાખી શકીએ?
બાઇબલ બતાવે છે કે માણસજાતનું એકદમ ઉજ્જવળ ભવિષ્ય છે. પૃથ્વીને પારાદેશમાં ફેરવવામાં આવશે કે જ્યાં શાંતિ અને સલામતી રહેશે. (ગીતશાસ્ત્ર ૩૭:૯-૧૧; ૪૬:૮, ૯) એ ભવિષ્ય એકદમ ચોક્કસ છે કારણ કે સર્વશક્તિમાન ઉત્પન્નકર્તા પોતાનાં વચનો પૂરાં કરશે. (યશાયાહ ૫૫:૧૧) પરંતુ આપણું પારાદેશમાં આશીર્વાદિત જીવન નસીબ પર આધારિત નથી; આપણે આ સમયે દેવને આજ્ઞાધીન રહીએ, એના પરિણામે આનંદ મેળવવાનો છે. (૨ થેસ્સાલોનીકી ૧:૬-૮; પ્રકટીકરણ ૭:૧૪, ૧૫) દેવે આપણને સ્વતંત્ર ઇચ્છા આપેલી છે અને આપણને ઉત્તેજન આપે છે: ‘જીવન પસંદ કર, કે તું જીવતો રહે.’ (પુનર્નિયમ ૩૦:૧૯) તમારી પસંદગી કઈ હશે? નસીબ પર બાબતો છોડી દેવાના બદલે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે.
આજ્ઞાંકિત માણસજાત માટે દેવે અદ્ભુત ભાવિ રાખ્યું છે