વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g00 ૪/૮ પાન ૩૧
  • એક અસામાન્ય કબ્રસ્તાન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એક અસામાન્ય કબ્રસ્તાન
  • સજાગ બનો!—૨૦૦૦
  • સરખી માહિતી
  • ચિત્રોમાંથી શીખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૫
સજાગ બનો!—૨૦૦૦
g00 ૪/૮ પાન ૩૧

એક અસામાન્ય કબ્રસ્તાન

ઇક્વેડોરમાંના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી

ઇક્વેડોરની રાજધાની કીટોની ઉત્તરમાં ઈબારા નામનું એક નગર છે, ત્યાં એલ સીમેન્ટરયો ડે લોસ પોબ્રેસ (ગરીબોનું કબ્રસ્તાન) નામનું એક કબ્રસ્તાન છે. એમાં ખાસ શું છે? આ કબ્રસ્તાનની દીવાલો પર મોટા મોટા ચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રો વૉચ ટાવર સોસાયટીનાં પ્રકાશનોમાંથી નકલ કરવામાં આવ્યાં છે.a અહીં વચમાં પ્રેષિત યોહાનનું ચિત્ર છે, જે પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકના પાન ૭માંથી લેવામાં આવ્યું છે. આ ચિત્ર ઉપર સ્પૅનિશ ભાષામાં લખવામાં આવ્યું છે કે, ‘દેવના રાજ્યનો અર્થ થાય ન્યાયીપણું, શાંતિ અને આનંદ. રૂમી ૧૪:૧૭.’ ઉપર ડાબી બાજુએ ન્યૂ વર્લ્ડ ટ્રાંસલેશન બાઇબલમાંથી માત્થી ૧૧:૨૮ ટાંકેલું છે: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ.” નિઃશંક આ કબ્રસ્તાન લોકોને પરમેશ્વરના શબ્દ, બાઇબલ પર ધ્યાન દોરે છે.

[ફુટનોટ]

a કાયદેસર રીતે, વૉચ ટાવરના પ્રકાશનોના લેખો કે ચિત્રોનો ઉપયોગ કરતા પહેલાં, આ તેઓની પરવાનગી લેવી જરૂરી છે. તેમ જ, એના પર વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટીનું નામ હોવું જોઈએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો