વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૦૪ પાન ૧૯
  • વનસ્પતિમાંથી—મળી આવતી અમૂલ્ય દવાઓ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વનસ્પતિમાંથી—મળી આવતી અમૂલ્ય દવાઓ
  • સજાગ બનો!—૨૦૦૪
  • સરખી માહિતી
  • પરોપજીવીથી
    સજાગ બનો!—૧૯૯૯
  • જડીબુટ્ટીઓથી ઉપચાર કરવો—કેટલો અસરકારક?
    સજાગ બનો!—૨૦૦૪
સજાગ બનો!—૨૦૦૪
g ૧/૦૪ પાન ૧૯

વનસ્પતિમાંથી—મળી આવતી અમૂલ્ય દવાઓ

નિષ્ણાતો અંદાજો માંડે છે કે આજે ઉપયોગમાં લેવાતી કુલ દવાઓમાંથી ૨૫ ટકા કોઈને કોઈ રીતે વનસ્પતિમાંથી બને છે. જડીબુટ્ટીઓથી ઉપચાર કરવા માટે પ્રોત્સાહન આપતા લોકો વારંવાર આ હકીકતને ટાંકે છે.

વનસ્પતિ પર પુષ્કળ સંશોધન થઈ રહ્યું છે, કેમ કે એમાં અમુક એવા તત્ત્વો રહેલા છે જેને અલગ પાડવામાં આવે તો, એ ઉપચાર માટે ખૂબ જ મહત્ત્વના છે. એસ્પિરિનનો જ દાખલો લો. એસ્પિરિન સેલીસીનમાંથી મેળવવામાં આવે છે. આ સેલીસીન સફેદ નેતર કે એની જાતના વૃક્ષની છાલમાંથી મેળવવામાં આવે છે.

વનસ્પતિમાંથી આવા તત્ત્વને અલગ પાડ્યા પછી, એની દવા બનાવવામાં આવે છે. પછી એ દવાને કેટલી માત્રામાં અને કઈ રીતે આપવી એ નક્કી કરવામાં આવે છે. એ વિષે એક પુસ્તક કહે છે: “જો તમે લાભ મેળવવા પુષ્કળ પ્રમાણમાં નેતર વૃક્ષની છાલ કે રાનહવરી (ફૉક્સ ગ્લવ) વનસ્પતિ ખાતા હોવ તો, એને બદલે એમાંથી બનાવેલી એસ્પિરિન કે ડિજિટેલિસ ગોળી લો. આમ, સીધી વનસ્પતિ ખાવાને બદલે એમાંથી બનેલી ગોળીઓ ખાશો તો, તમને ઓછા સમયમાં ખૂબ જ લાભ થશે.”

બીજી બાજુ, વનસ્પતિમાંથી તત્ત્વ અલગ પાડવામાં અમુક નુકસાન પણ થઈ શકે છે. જેમ કે, આવા તત્ત્વને અલગ પાડ્યા પછી, મૂળ વનસ્પતિ નકામી બની જાય છે. એટલે કે, વનસ્પતિમાં રહેલા બીજા પૌષ્ટિક તત્ત્વો અને ઔષધિ ગુણોમાંથી લાભ થતો નથી. વધુમાં, ઔષધિ વનસ્પતિમાંથી બનાવેલી દવાઓ હવે અમુક રોગ માટે જવાબદાર જીવાણુઓ કે બૅક્ટેરિયાને મારવા માટે એટલી અસરકારક રહી નથી.

દાખલા તરીકે, ક્વિનાઇન પદાર્થનો વિચાર કરો. એને સિંકોના વૃક્ષની છાલમાંથી અલગ પાડવામાં આવે ત્યારે, અમુક નુકસાન થાય છે. એ ખરું છે કે, આ ક્વિનાઇન મેલેરિયા ફેલાવતા મોટા ભાગના જીવાણુઓને (પેરેસાઈટ્‌સને) મારી નાખે છે. પરંતુ, બચી જતા જીવાણુઓ પહેલાં કરતાં ખૂબ વૃદ્ધિ પામે છે. આ વિષે એક પુસ્તક સમજાવે છે: ‘રોગકારક જીવાણુઓ પર દવાઓ એટલી અસર કરતી ન હોવાથી, મેડિકલ ફિલ્ડ માટે એ ચિંતાનું કારણ બની ગયા છે.’ (g03 12/22)

[પાન ૧૯ પર ચિત્ર]

આ સફેદ નેતરના વૃક્ષમાંથી એસ્પિરિન મળે છે

[ક્રેડીટ લાઈન]

USDA-NRCS PLANTS Database/Herman, D.E. et al. 1996. North Dakota tree handbook

[પાન ૧૯ પર ચિત્ર]

સિંકોના વૃક્ષમાંથી ક્વિનાઇન મળે છે

[ક્રેડીટ લાઈન]

Courtesy of Satoru Yoshimoto

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો