વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g05 એપ્રિલ પાન ૧૨-૧૩
  • બાળકોને શું જોઈએ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાળકોને શું જોઈએ છે?
  • સજાગ બનો!—૨૦૦૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ચીડવ્યા વગર શીખવો
  • બાળકો સાથે સમય કાઢો
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • બાળકોને પરમેશ્વરના શિક્ષણમાં ઉછેરો
    સજાગ બનો!—૨૦૦૫
  • યહોવાહના માર્ગમાં કુટુંબને દૃઢ બનાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • તમારા બાળકોનું જતન કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૫
g05 એપ્રિલ પાન ૧૨-૧૩

બાઇબલ શું કહે છે

બાળકોને શું જોઈએ છે?

ઘણી વાર મનમાં પ્રશ્ન થાય છે: ‘ઈસુ તો યહોવાહ પરમેશ્વરના દીકરા હતા. તેમની પાસે પુષ્કળ કામ હતું. એટલે તેમની પાસે બાળકો માટે જરાય સમય નહિ હોય ને.’ ઈસુના અમુક શિષ્યો એવું જ માનતા હતા. એટલે અમુક શિષ્યો એક વાર બાળકોને ઈસુ પાસે આવતા રોકતા હતા. એ જોઈને ઈસુને કેવું લાગ્યું હશે? તેમણે કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને વારો મા.” (માર્ક ૧૦:૧૩-૧૬) એમ કરીને ઈસુએ બતાવ્યું કે તેમની પાસે બાળકો માટે સમય છે. આજે મા-બાપ કઈ રીતે ઈસુની જેમ વર્તી શકે? સમય કાઢીને બાળકોને સારા સંસ્કાર શીખવી શકે.

જોકે સમજુ માબાપ પોતાના બાળકોને પ્રેમથી ઉછેરવા બનતું બધું જ કરશે. હંમેશાં પોતાનાં બાળકોનું ભલું ઇચ્છવું જોઈએ. તેઓ પર કદી કોઈ જાતનો જુલમ કરવો ન જોઈએ. દરેક માબાપે પોતાના ફૂલકાને પ્રેમ બતાવવો જોઈએ. એટલું જ નહિ પણ તેઓને માન આપવું જોઈએ. શા માટે એ ખૂબ જરૂરી છે? લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં બાઇબલમાં આપણા સમય વિષે લખવામાં આવ્યું હતું કે લોકોમાં પ્રેમ ભાવના જેવું હશે નહિ. (૨ તીમોથી ૩:૧-૩) તમને કદાચ સવાલ થશે, ‘અમને એ કેવી રીતે લાગુ પડે? કેમ કે અમે તો કાયમ પ્રથમ બાળકોનું જ વિચારીએ છીએ.’ તોપણ શાસ્ત્રમાં મળી આવતી ઈશ્વરની સલાહ આપણે ખુશીથી સ્વીકારીશું તો આપણા જ બાળકોનું ભલું થશે.

ચીડવ્યા વગર શીખવો

જાણીતા ટીચર અને સંશોધક ડૉક્ટર રોબર્ટ કૉલ્શે એક વાર કહ્યું હતું: “દરેક બાળકમાં ખરું-ખોટું પારખવાની ખૂબ જ ભૂખ હોય છે. મને લાગે છે કે એ ઈશ્વર તરફથી છે.” તેથી સવાલ થાય છે કે “તેઓની આ ભૂખ કોણ મટાડી શકે?”

એફેસી ૬:૪ કહે છે: “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” આ કલમ પ્રમાણે બાળકોના દિલમાં ઈશ્વરનું સત્ય ઉતારવાની પિતાની જવાબદારી છે. જોકે એ જવાબદારી માતાની પણ છે. એફેસી ૬:૧માં પાઊલે બાળકોને લખ્યું: ‘તમારાં માબાપની આજ્ઞાઓ

જો કોઈક કારણસર પિતા કુટુંબ સાથે રહેતા ન હોય તો માતાએ પિતાની જવાબદારી ઉપાડવી જોઈએ. ઘણી માતાએ એકલે હાથે બાળકોને યહોવાહના માર્ગમાં ઉછેર્યા છે. પરંતુ સવાલ થાય છે: ‘જો એકલે હાથે બાળકો ઉછેરતી માતા યહોવાહના સેવક સાથે લગ્‍ન કરે તો, બાળકોને યહોવાહનું સત્ય શીખવવાની કોની જવાબદારી રહેશે?’ પિતાની. પછી માતાએ પોતાના પતિના માર્ગદર્શન પ્રમાણે બાળકના દિલમાં યહોવાહનું સત્ય ઉતારવા તેમને સાથ આપવો જોઈએ.

બાળકને ચિડાવ્યા વગર તમે કઈ રીતે ઠપકો, શિસ્ત કે શિખામણ આપી શકો? દરેક બાળકનો સ્વભાવ અલગ હોય છે. પાંચે આંગળીઓ સરખી હોતી નથી. તેથી માબાપે સાથે સમજી વિચારીને નક્કી કરવું જોઈએ કે, કયાં બાળકને કઈ રીતે ઠપકો, શિસ્ત અને શિખામણ આપવા. બાઇબલ ઘણી વાર કહે છે કે બાળકોને ચીડવવા ન જોઈએ. પિતાઓને ચેતવણી આપતા કોલોસી ૩:૨૧ કહે છે: “તમે તમારાં છોકરાંને ન ચીડવો, રખેને તેઓ નિરાશ થાય.” દરેક બાળકને માન અને પ્રેમથી શિખામણ આપવી જોઈએ.

અમુક મા-બાપ બાળકો સામે બૂમાબૂમ અને ચીસાચીસ કરતા હોય છે. એમ કરશો તો તેઓ ત્રાસી જશે. બાઇબલ કહે છે: “સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો.” (એફેસી ૪:૩૧) બાઇબલ કહે છે કે ‘ઈશ્વરનો સેવક ઝઘડાખોર હોવો ન જોઈએ પણ તેણે નમ્ર બનવું જોઈએ.’—૨ તિમોથી ૨:૨૪, IBSI.

બાળકો સાથે સમય કાઢો

તમારા બાળકો સાથે તમારે સમય કાઢવો જોઈએ. તમને કદાચ તમારા મોજ-શોખ છોડી દેવા પડે. એમ કરશો તો ચોક્કસ તમારાં બાળબચ્ચાંનું ભલું થશે. બાઇબલ કહે છે: “જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.”—પુનર્નિયમ ૬:૬, ૭.

આજે બહુ જ મોંઘવારી હોવાથી ઘણા માબાપે તનતોડ મહેનત કરવી પડે છે. તેઓ બાળકો સાથે આખો દિવસ રહી નથી શકતા. પણ જેમ ઉપર શાસ્ત્રએ જણાવ્યું તેમ, મા-બાપે બાળકોને ઈશ્વરનું સત્ય શીખવવા સમય કાઢવો જોઈએ. આ હંમેશાં સહેલું નથી. તમને જીવનમાં જરૂરી ફેરફાર કરવા પડશે. પણ તમારા બાળકોને તમારી ખૂબ જ જરૂર છે.

તેરથી ઓગણીસ વર્ષના યુવાનોનો એક સર્વે કરવામાં આવ્યો હતો. એના પરથી સંશોધકોને જાણવા મળ્યું: “બાળકોની માબાપ સાથે દોસ્તી હશે તો તેઓ ચોક્કસ ખરાબ વર્તનથી દૂર રહેશે. તેમ જ તંદુરસ્ત રહેશે.” બાળકો માબાપના સંગાથના ભૂખ્યાં છે. એક માતાએ એક વાર પોતાના બાળકોને પૂછ્યું: “તમને મનગમતું જે જોઈએ એ મળી શકતું હોય તો તમે શું માગશો?” તેમનાં ચારે બાળકોએ કહ્યું કે “તમે ને પપ્પા અમારી સાથે વધારે સમય રહો.”

પ્રેમાળ અને સમજુ મા-બાપ પોતાના બાળકની ફક્ત જીવન જરૂરિયાતો જ પૂરી નહિ પાડે. તેઓને ઈશ્વરનું સત્ય પણ શીખવશે. માબાપ બાળકોના દિલોજાન મિત્રો પણ હશે. તો જ બાળકો બધાની સાથે પ્રેમભાવથી અને સચ્ચાઈથી વર્તી શકશે, સમજદાર બનશે. એમ કરવાથી તેઓ યહોવાહનું નામ રોશન કરશે અને બધાના માનીતા થશે. (૧ શમૂએલ ૨:૨૬) માબાપ જ્યારે પોતાના બાળકોને યહોવાહના માર્ગે દોરે છે ત્યારે જ આપણે કહી શકીએ કે તેઓ સાચે જ સમજુ છે. (g05 2/8)

[પાન ૧૩ પર ચિત્ર]

બૂમાબૂમ કે ચીસાચીસ કરવાથી બાળક ત્રાસી જશે

[પાન ૧૩ પર ચિત્ર]

તમારાં બાળકો સાથે સમય કાઢો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો