વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g05 જુલાઈ પાન ૩
  • કઈ ફિલ્મ લાગી છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કઈ ફિલ્મ લાગી છે?
  • સજાગ બનો!—૨૦૦૫
  • સરખી માહિતી
  • ફિલ્મ કેવી રીતે બને છે?
    સજાગ બનો!—૨૦૦૫
  • કઈ ફિલ્મ જોવા જેવી છે?
    સજાગ બનો!—૨૦૦૫
  • ચલચિત્રોનાં ૧૦૦ વર્ષ
    સજાગ બનો!—૧૯૯૬
સજાગ બનો!—૨૦૦૫
g05 જુલાઈ પાન ૩

કઈ ફિલ્મ લાગી છે?

ઘણા દેશોમાં ઉનાળાની મોસમ એટલે બસ મજા જ મજા! હરો-ફરો, બાગ-બગીચામાં જાવ! દરિયામાં નહાવ! તડકામાં સૂકાવ!

પણ અમેરિકામાં વાત જ અલગ છે! ફિલ્મવાળાની તો એ જ દુઆ કે લોકો બસ ફિલ્મો જ જોયા કરે. ફક્ત અમેરિકામાં ૩૫,૦૦૦ જેટલા મુવી સ્ક્રીન છે! તમે કદાચ નહિ માનો, પણ મેથી સપ્ટેમ્બરમાં ૪૦ ટકા નફો થાય છે. મુવીલાઈન મેગેઝિનની હાયડી પાર્કર કહે છે કે “ક્રિસમસના જેવી કમાણી ઉનાળામાં થાય છે!”

જોકે પહેલા એવું ન હતું. અમેરિકામાં પણ ઘણાં થિયેટરો ખાલી પડી રહેતા. અરે, અમુક તો બંધ કરી દેવાં પડતાં. પણ ૧૯૭૫ પછી એરકન્ડિશન્ડ થિયેટર આવ્યાં. બસ, પછી તો પૂછવું જ શું! ગરમીથી બચવા શું કરવું? તો ચાલો થિયેટરમાં! ફિલ્મ તો ખરી જ, ને પાછી ઠંડક. ફિલ્મવાળાની ચકોર નજર બહાર રહ્યું નહિ કે એ સમયે બાળકોનું વેકેશન પણ હોય છે. પછી તો જાણે ફિલ્મનો રાફડો ફાટી નીકળ્યો. લોકોની ઇંતેજારી વધી ગઈ કે કઈ ફિલ્મ હીટ જશે!a એટલે કેવી ફિલ્મ બનાવવી ને કેવી રીતે બતાવવી, એમાં ઘણી ચડતી-પડતી થઈ. ચાલો આપણે એ જોઈએ. (g05 5/8)

[ફુટનોટ]

a જે ફિલ્મ દસ કરોડ ડૉલરથી વધારે કમાય, એ હીટ ફિલ્મ કે બ્લોકબસ્ટર કહેવાય. જોકે હવે તો જે સારી ફિલ્મ હોય, એ હીટ ફિલ્મ!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો