વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g07 ઑક્ટોબર પાન ૨૨
  • ખુશ રહો તંદુરસ્ત રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખુશ રહો તંદુરસ્ત રહો
  • સજાગ બનો!—૨૦૦૭
  • સરખી માહિતી
  • શું પૃથ્વીની ઘડીઓ ગણાઈ રહી છે? શું પૃથ્વીની હાલત સુધરશે, બગડશે કે પછી આવી જ રહેશે? તમને શું લાગે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • અચાનક બીમારી આવી જાય ત્યારે કઈ રીતે એનો સામનો કરવો?
    બીજા વિષયો
  • સાચું સુખ કઈ રીતે મળી શકે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ચિંતા થવાનાં કારણો
    સજાગ બનો!—૨૦૨૦
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૦૭
g07 ઑક્ટોબર પાન ૨૨

ખુશ રહો તંદુરસ્ત રહો

‘આનંદી સ્વભાવ એ સૌથી સારી દવા છે.’ (નીતિવચનો ૧૭:૨૨) આશરે ૩૦૦૦ વર્ષો પહેલાં એક રાજાએ બાઇબલમાં આમ લખ્યું. આજે ડૉક્ટર્સ પણ આ શબ્દોને સાચા માનવા લાગ્યા છે. જોકે ‘આનંદી સ્વભાવ’ કેળવવો કઈ સહેલું નથી.

આજનું જીવન ઘણી દુઃખ-તકલીફથી ભરેલું છે. એનાથી ઘણા લોકો હતાશ થઈ જાય છે. તેઓ જિંદગીથી હારી જાય છે. અમુક લોકોએ એ વિષય પર અભ્યાસ કર્યો. તેઓ જણાવે છે મુશ્કેલીમાં પણ ખુશ રહી શકાય છે.

તકલીફો આવે ત્યારે આનંદી વ્યક્તિ હંમેશાં સારું થાય એવી આશા રાખે છે. પણ શું તે હકીકત સામે આંખ આડા કાન કરે છે? ના, મુશ્કેલીઓ આવે ત્યારે તે હાર માનતો નથી. પછી તે યોગ્ય સમયે એને સુધારવા પગલાં લેશે.

બીજી તરફે, હંમેશાં નૅગેટિવ વિચારતી વ્યક્તિ કંઈ પણ ખોટું થાય તો પોતાને જ દોષી માને છે. તે માને છે કે તેની સાથે જ ખરાબ થાય છે. તે વિચારે છે કે તેનામાં કઈ બુદ્ધિ નથી ને કઈ આવડતું નથી. આમ તે મુશ્કેલીઓ સામે જલદી ઘૂંટણ ટેકવી લે છે.

શું પોઝિટિવ કે નૅગેટિવ વિચારવાથી આપણી તબિયત પર અસર પડે છે? હા ચોક્કસ! અમેરિકાના મેયો હૉસ્પિટલમાં એ વિષે એક સર્વે થયો. એમાં વૈજ્ઞાનિકોએ ત્રીસ વર્ષ સુધી ૮૦૦ પેશન્ટ પર અભ્યાસ કર્યો. એમાં જોવા મળ્યું કે જેઓ પોઝિટિવ વિચારતા હતા તેઓની તબિયત સારી રહેતી. તેઓ મુશ્કેલીમાં પણ ઉદાસ નથી થતા. તેઓ બીજાઓ કરતાં લાંબું જીવી શક્યાં.

આ મુશ્કેલ દુનિયામાં ખુશ રહેવું કે દરેક બાબતમાં સારું વિચારવું કઈ સહેલું નથી. આપણે કેવી રીતે આ પ્રોબ્લમનો સામનો કરી શકીએ? બૉક્સમાં આપેલા અમુક સૂચનો તમને મદદ કરી શકે.

હંમેશાં ખુશ રહેવાથી કઈ આપણી બધી મુશ્કેલીઓ દૂર થતી નથી. પણ એનાથી સંતોષી અને તંદુરસ્ત જીવન જીવી શકાય છે. બાઇબલ કહે છે: ‘દુઃખીજનો માટે બધાય દિવસો ખરાબ હોય છે, પણ આનંદી દિલવાળા સદા આનંદ કરે છે.’—નીતિવચનો ૧૫:૧૫, ધ જેરૂસાલેમ બાઇબલ. (g 9/07)

[Box/Picture on page 22]

સારા વિચારો કરવા માટેના સૂચનોa

▪ જ્યારે તમને કામમાં મજા ન આવે, કે તમે એ નહિ કરી શકો એવું લાગે, તો તરત એવું વિચારવાનું છોડી દો. પણ જે સારું કરી શકો એનો વિચાર કરો.

▪ તમે ગમે તે કામ કરતા હો, એ કામને મજેદાર બનાવો.

▪ જે લોકો હંમેશાં સારું વિચારે છે એવા મિત્રો બનાવો.

▪ ખરાબ સંજોગોને સારા બનાવવા પૂરી કોશિશ કરો. જે કામ તમારી પાસે છે એ દિલથી કરો.

▪ દિવસ દરમ્યાન બનેલી ત્રણ સારી બાબતોને લખી લો.

[Footnote]

a ઉપરના સૂચનો અમેરિકાના મેયો હૉસ્પિટલે તૈયાર કરેલા પ્રકાશનનાં આધારે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો