વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g20 નં. ૧ પાન ૪
  • ચિંતા થવાનાં કારણો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ચિંતા થવાનાં કારણો
  • સજાગ બનો!—૨૦૨૦
  • સરખી માહિતી
  • લાભદાયી તણાવ, હાનિકારક તણાવ
    સજાગ બનો!—૧૯૯૮
  • સ્ટ્રેસ! ઓછું કરવા તમે શું કરી શકો?
    સજાગ બનો!—૨૦૧૦
  • સ્ટ્રેસ એટલે શું?
    સજાગ બનો!—૨૦૨૦
  • આ ટેન્શનનું હું શું કરું?
    સજાગ બનો!—૨૦૦૮
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૦
g20 નં. ૧ પાન ૪

ચિંતામાંથી રાહત મેળવો

ચિંતા થવાનાં કારણો

મેયો ક્લિનીક નામની એક જાણીતી આરોગ્ય સંસ્થા જણાવે છે, ‘મોટા ભાગે પુખ્ત વયના લોકોમાં તણાવનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે. આજનું જીવન સતત બદલાણ અને અણધાર્યા સંજોગોથી ઘેરાયેલું છે.’ વ્યક્તિને ચિંતામાં મૂકી શકે એવા અમુક સંજોગો નીચે પ્રમાણે છે:

  • છૂટાછેડા

  • સગાં-વહાલાનું મરણ

  • ગંભીર બીમારી

  • ગંભીર અકસ્માત

  • અન્યાય અને ગુનાઓ

  • જીવનની ભાગદોડ

  • કુદરતી અથવા માનવસર્જિત આફતો

  • સ્કૂલ કે કામના સ્થળે આવતું દબાણ

  • રોજીરોટીની અને પૈસે ટકે ચિંતા

નોકરી છૂટી જવી

મનોવિજ્ઞાનને લગતી અમેરિકાની એક સંસ્થા જણાવે છે, ‘એ સંજોગ વ્યક્તિને તોડી પાડનાર બની શકે. વ્યક્તિ બેરોજગાર થાય ત્યારે માંદગી, લગ્‍નજીવનમાં તાણ, ચિંતાઓ અને ડિપ્રેશનનો શિકાર બની શકે. અરે, આપઘાત પણ કરી શકે. નોકરી ગુમાવવાની અસર વ્યક્તિના જીવનના દરેક પાસા પર પડે છે.’

બાળકોને થતી ચિંતા

બાળકો પણ ચિંતા કે સ્ટ્રેસના શિકાર બની શકે. અમુક બાળકોની સ્કૂલમાં પજવણી થાય છે અથવા ઘરમાં કોઈ કાળજી લેવાતી નથી. કેટલાંક બાળકોની શારીરિક અને જાતીય પજવણી કરવામાં આવે છે, તો બીજા લાગણીમય રીતે તોડી નાખતું વર્તન સહે છે. ઘણાંને તો પરીક્ષાની બીક હોય અથવા સારા માર્કે પાસ થવાની ચિંતા સતાવતી હોય. કેટલાંક બાળકોના સ્ટ્રેસનું કારણ છૂટાછેડાના લીધે ભાંગી પડેલું કુટુંબ પણ હોય શકે. તણાવના શિકાર બનેલાં બાળકોને બીક લાગે એવાં સપનાં આવી શકે, ભણવામાં મુશ્કેલી પડી શકે અથવા ડિપ્રેશન થઈ શકે. કેટલાંકને એકલું એકલું રહેવું ગમે તો, બીજા અમુકનો પોતાના પર કાબૂ ન રહે. એવાં લક્ષણો દેખાય તો, બાળકને રાહત આપતાં પગલાં તરત ભરવાં જોઈએ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો