વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૭/૧૦ પાન ૨૨
  • જીવડાં માટે ફાસ્ટ ફૂડ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવડાં માટે ફાસ્ટ ફૂડ
  • સજાગ બનો!—૨૦૧૦
  • સરખી માહિતી
  • પેલી વાંધાજનક માખો
    સજાગ બનો!—૧૯૯૬
  • બીમારી ફેલાવતા જીવજંતુ વધતી જતી સમસ્યા
    સજાગ બનો!—૨૦૦૩
  • શા માટે એ બીમારીઓ ફરીથી આવી?
    સજાગ બનો!—૨૦૦૩
સજાગ બનો!—૨૦૧૦
g ૭/૧૦ પાન ૨૨

જીવડાં માટે ફાસ્ટ ફૂડ

● જીવડાં ઊંચી કૅલરીવાળો ખોરાક ખાય છે. આવો ખોરાક તેઓને ફૂલમાંથી આસાનીથી મળી રહે છે. જેમ કોઈ હૉટલ, ગ્રાહકોને ખેંચવા રંગબેરંગી જાહેરાતો કરે છે, તેમ ફૂલો પણ જીવડાંને આકર્ષવા પાંખડીઓને જુદા-જુદા રંગોથી શણગારે છે. સુંદર ફૂલ જોઈને જીવડાં એની તરફ આકર્ષાય છે. ફૂલ પર બેસીને પરાગ રજ અને પરાગ રસની મઝા માણે છે.

જીવડાં પોતાના શરીરમાં ગરમી પેદા કરી શકતા નથી. એટલે રાતની ઠંડીમાં ઠરી ગયા પછી એને સવારે હલન-ચલન કરવામાં થોડી તકલીફ પડે છે. પણ સૂરજનો તાપ મળ્યા પછી એ બરાબર હલન-ચલન કરવા માંડે છે. ઘણા ફૂલ જીવડાંની બધી જરૂરિયાતો પૂરી પાડે છે. ત્યાં તે આખો દિવસ તડકો અને ખોરાકની મઝા લૂંટતું રહે છે. ચાલો એનો એક દાખલો લઈએ.

ઓક્સઆઈ ડેઇઝી નામનું ફૂલ મોટાભાગના યુરોપ અને ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. એ કોઈ ખાસ ફૂલ નથી. પણ જો તમે એનું ધ્યાનથી નિરીક્ષણ કરશો, તો જોવા મળશે કે એ ફૂલ પર જાત-જાતની ક્રિયા થતી હોય છે. સવારે જીવડાં ત્યાં બ્રેક ફાસ્ટ કરવા આવે છે. આ ફૂલની સફેદ પાંખડીઓ સૂર્યની ગરમીને ફૂલના કેન્દ્ર પર ફેંકે છે. ફૂલની કેન્દ્રમાં આવેલી પીળી ગાદી પર તેઓ આરામ કરે છે. ત્યાં જીવડાં સૂર્યમાંથી ગરમી મેળવે છે.a

ફૂલનો વચ્ચેનો ભાગ પરાગ રજ અને પરાગ રસથી ભરેલો હોય છે. એટલે ત્યાં જીવડાં બસ ખાઈ-પીને જલસા કરે છે. પેટ ભરીને સવારનો નાસ્તો કરે છે. તડકાની મજા માણે છે. આવો એશઆરામ મળતો હોય તો તેઓને બીજે ક્યાંય જવાનું મન થાય!

આવા બધાં કારણોને લીધે જાત-જાતના જીવડાં ને માખીઓ એ ફૂલની મુલાકાત લે છે. જેમ કે ભમરા, જાત-જાતના પતંગિયા, તમરાં અને ઝીણા-ઝીણા જીવજંતુઓ. જ્યાં સુધી તમે એ ફૂલને ધ્યાનથી નહિ તપાસો ત્યાં સુધી તમને ખબર નહિ પડે કે એ કેટલી મોટી ફાસ્ટ ફૂડની રેસ્ટોરન્ટ છે.

જ્યારે તમે આમ-તેમ લટાર મારતા હોવ, તો કેમ નહિ કે ડેઇઝી જેવા ફૂલોનું ધ્યાનથી નિરીક્ષણ કરો. ભલે એવું લાગે કે ત્યાં કંઈ થતું નથી, હકીકતમાં એના પર જાત-જાતના કાર્યો થતા હોય છે! જો તમે એની ઝીણવટથી તપાસ કરશો તો વિશ્વના રચનાર માટેનો તમારો પ્રેમ અને કદર જરૂર વધશે. આ બધું તેમના હાથની કમાલ છે. (g10-E 03)

[ફુટનોટ્‌સ]

a વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ફૂલની આસપાસના વિસ્તાર કરતાં ફૂલ પર બે-ત્રણ ડિગ્રી ગરમી વધારે હોય છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો