જ્યાં જુઓ ત્યાં બેઈમાની
હૉંગકૉંગમાં ડૅનીa માલ સપ્લાય કરતી એક મોટી કંપનીમાં કામ કરે છે. કંપની જે કારખાના પાસેથી માલ ખરીદવાનું વિચારતી હતી, એની ડૅનીએ મુલાકાત લીધી. તેમણે કારખાનાના માલિકને પૂછ્યું: ‘અમને જોઈએ એવી ગુણવત્તાનો માલ તમે પૂરો પાડી શકશો?’ પછી તેઓ જમવા ગયા ત્યારે કારખાનાના માલિકે ડૅનીને કવર આપ્યું. એમાં તેમણે લાંચમાં હજારો ડૉલર આપ્યા હતા. ડૅની આખું વર્ષ કામ કરે તોય માંડ એટલું કમાઈ શકે.
● ડૅની જેવો અનુભવ ઘણાને થયો છે. દુનિયાના ખૂણેખૂણે બેઈમાની રાતે નહિ એટલી દિવસે વધી રહી છે. દાખલા તરીકે, કોર્ટના દસ્તાવેજોમાં જોવા મળે છે કે ૨૦૦૧-૨૦૦૭માં એક જર્મન કંપનીએ કોન્ટ્રાક્ટ મેળવવા લાંચમાં ૧.૪ અબજ ડૉલર આપ્યા હતા.
ખરું કે મોટી મોટી કંપનીઓનું જબરજસ્ત ભોપાળું ખુલ્લું પડ્યું હોવાથી અનેક નિયમો ઘડાયા છે. તેમ છતાં, ગોલમાલ વધતી જાય છે. ટ્રાન્સપેરેન્સી ઇન્ટરનેશનલ સંસ્થાએ ૨૦૧૦માં કરેલા અભ્યાસ પરથી જોવા મળે છે કે “છેલ્લા ત્રણ વર્ષમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે.”
બેઈમાની કેમ વધી રહી છે? ઈમાનદાર બનવામાં કોઈ ફાયદો છે? જો હોય તો કઈ રીતે? શું બાઇબલ આપણને ઈમાનદાર બનવા મદદ કરી શકે? (g12-E 01)
[ફુટનોટ]
a આ લેખોમાં અમુક નામો બદલ્યાં છે.