મુખ્ય વિષય | આફત આવી પડે ત્યારે શું કરશો?
કુટુંબમાં કોઈ ગુજરી જાય
બ્રાઝિલમાં રહેતા રોનાલ્ડોભાઈનો કાર અકસ્માત થયો. એમાં તેમનાં મમ્મી-પપ્પા સહિત કુટુંબના પાંચ સભ્યોનું મરણ થયું. તે કહે છે: “હૉસ્પિટલમાં દાખલ કર્યાને બે મહિના પછી મને કહેવામાં આવ્યું કે, તેઓ બધા જ અકસ્માતમાં મરણ પામ્યા છે.
“પહેલા તો મારા માનવામાં જ ન આવ્યું કે, તેઓ બધા મરણ પામ્યા છે. હકીકત જાણ્યા પછી, મને ઘણો આઘાત લાગ્યો. એવું દુઃખ મેં ક્યારેય અનુભવ્યું ન હતું. થોડા દિવસો સુધી મને એવું લાગ્યા કરતું કે, કુટુંબીજનો વગર જીવન સાવ નકામું છે. હું મહિનાઓ સુધી રોજ રડતો! બીજાને કાર ચલાવવા દીધી એ માટે પોતાને દોષ દેતો. મનમાં થતું કે, કાશ મેં કાર ચલાવી હોત તો આવું ન થાત.
“એ બનાવને ૧૬ વર્ષ વીતી ગયાં છે. હવે હું એ આઘાતમાંથી બહાર નીકળી શક્યો છું. જોકે, હજી પણ તેઓની ખોટ સાલે છે.”
દુઃખદ બનાવનો સામનો કરવો
દુઃખનો ભાર હળવો કરીએ. બાઇબલ કહે છે: “રડવાનો વખત” પણ હોય છે. (સભાશિક્ષક ૩:૧, ૪) રોનાલ્ડોભાઈ કહે છે: “જ્યારે પણ રડવાનું મન થતું, ત્યારે હું રડી લેતો. એમ કરવામાં ક્યારેય પોતાને ન રોકતો. એનાથી મન હળવું થઈ જતું.” જોકે, દરેક લોકો પોતાની લાગણીઓ આ રીતે વ્યક્ત કરી શકતા નથી. એટલે, લોકો આગળ દુઃખ વ્યક્ત કરી ન શકો તો, એનો અર્થ એ નથી કે તમે તમારી લાગણીઓને દબાવી દો છો. અથવા રડવું ન આવતું હોય, તોપણ લોકો આગળ રડવું જ જોઈએ.
બીજાઓ સાથે હળવા-મળવાનું બંધ ન કરીએ. (નીતિવચનો ૧૮:૧) રોનાલ્ડોભાઈ કહે છે: “લોકો સાથે હું વધુ સમય વિતાવવાનો પ્રયત્ન કરતો. મને મળવા આવતા લોકોને હું આવકારતો. મારી પત્ની અને ખાસ મિત્રો આગળ હું મારું દિલ ઠાલવતો.”
કોઈ વ્યક્તિ એવું બોલે જેનાથી આપણું દિલ વીંધાઈ જાય તોપણ શાંત રહીએ. જેમ કે અમુક કહેશે: “જે થયું એ સારા માટે જ થયું.” રોનાલ્ડોભાઈ કહે છે: “અમુક વખતે તેઓના શબ્દોથી દિલાસો મળવાને બદલે મને ઘણું દુઃખ થતું.” એવા શબ્દો પર ધ્યાન આપવાને બદલે બાઇબલની આ સલાહને યાદ કરીએ: ‘બોલવામાં આવતા દરેક શબ્દોને મન પર ન લઈએ.’—સભાશિક્ષક ૭:૨૧.
મરણ પછી શું થાય છે એ વિશે સત્ય શીખીએ. રોનાલ્ડોભાઈ કહે છે: “બાઇબલ જણાવે છે કે ગુજરી ગયેલા કોઈ પીડા ભોગવતા નથી. (સભાશિક્ષક ૯:૫) એ જાણીને મારા મનને શાંતિ મળી. બાઇબલ એ પણ શીખવે છે કે, ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે. એટલે, હું હંમેશાં વિચારું છું કે મારાં મમ્મી-પપ્પા, બે ભાઈઓ અને માસી જાણે લાંબી મુસાફરીએ ગયા છે.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.
શું તમે જાણો છો? બાઇબલ વચન આપે છે કે, ઈશ્વર થોડા જ સમયમાં ‘કાયમ માટે મરણ કાઢી’ નાખશે.a—યશાયા ૨૫:૮. (g14-E 07)
a વધારે માહિતી માટે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૭ જુઓ. એ તમે www.pr418.com/gu પરથી ડાઉનલોડ કરી શકો.