વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g18 નં. ૨ પાન ૭
  • ૪ માફી આપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૪ માફી આપો
  • સજાગ બનો!—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • એનો શું અર્થ થાય?
  • એ કેમ મહત્ત્વનું છે?
  • તમે શું કરી શકો?
  • માફ કઈ રીતે કરવું?
    સજાગ બનો!—૨૦૧૩
  • રીસ ન ચઢાવીએ
    સજાગ બનો!—૨૦૧૪
  • છઠ્ઠી રીત માફી આપો
    સજાગ બનો!—૨૦૧૦
  • માફી માંગવી
    સજાગ બનો!—૨૦૧૫
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૮
g18 નં. ૨ પાન ૭
યુગલ આગ હોલવવા ભેગા મળીને મહેનત કરે છે

માફી આપીને તકરારની જ્વાળાઓ હોલવી શકાય છે

યુગલો માટે

૪ માફી આપો

એનો શું અર્થ થાય?

માફી આપવાનો અર્થ થાય કે, દિલને ઠેસ પહોંચી હોય અથવા માઠું લાગ્યું હોય તો એને ભૂલી જવું. માફી આપવાનો એ અર્થ નથી કે, જે ખોટું થયું છે એને નજીવું ગણીએ અથવા કંઈ થયું નથી એવો દેખાડો કરીએ.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “એકબીજાનું સહન કરો અને જો કોઈની વિરુદ્ધ ફરિયાદ કરવાનું કારણ હોય, તોપણ એકબીજાને દિલથી માફ કરો.”—કોલોસીઓ ૩:૧૩.

‘જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો, ત્યારે તમે તેની ખામીઓ પર નહિ પણ તે કેવી વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરે છે, એના પર ધ્યાન આપો છો.’—એરોન.

એ કેમ મહત્ત્વનું છે?

મનમાં રોષ ભરી રાખવાથી તન-મનથી ભાંગી પડાય છે. એનાથી લગ્‍નજીવનને પણ અસર થાય છે.

‘એક વાર કોઈ વાતથી મને એટલું ખોટું લાગ્યું કે, મારા પતિએ માફી માંગી હોવા છતાં, મારા માટે તેમને માફ કરવું સહેલું ન હતું. સમય જતાં, મેં તેમને માફ કરી દીધા. પછીથી મને ઘણો અફસોસ થયો કે માફી આપવામાં મેં કેમ આટલું મોડું કર્યું! કારણ કે, એનાથી અમારા સંબંધમાં બિનજરૂરી કડવાશ આવી ગઈ હતી.’—જુલિયા.

તમે શું કરી શકો?

પોતાની તપાસ કરો

તમારા સાથીના વાણી કે વર્તનથી તમને માઠું લાગે ત્યારે પોતાને પૂછો:

  • ‘શું મને નાની નાની વાતે ખોટું લાગે છે?’

  • ‘શું ભૂલ એટલી ગંભીર છે કે, સાથીએ મારી માફી માંગવી જ પડશે કે હું એ વાતને જવા દઈ શકું?’

તમારા સાથી જોડે વાત કરો

  • એકબીજાને માફી આપવામાં કેટલો સમય લાગે છે?

  • એકબીજાને તરત માફ કરવા શું કરી શકીએ?

સૂચનો

  • તમને માઠું લાગે ત્યારે તમારા સાથીનો વાંક ન કાઢો.

  • તમારા સાથીના વર્તનને દરગુજર કરો. યાદ રાખો કે, “આપણે બધા ઘણી વાર ભૂલો કરીએ છીએ.”—યાકૂબ ૩:૨.

‘બંનેની ભૂલ હોય ત્યારે માફી આપવી સહેલું હોય છે. પરંતુ, કોઈ એકે ભૂલ કરી હોય ત્યારે માફી આપવી અઘરું હોય છે. બીજી વ્યક્તિ માફી માંગે ત્યારે, એ સ્વીકારવા અને તેને માફ કરવા દિલથી નમ્રતા બતાવવી પડે છે.’—કિમ્બર્લી.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “જેમ બને એમ જલદી સુલેહ-શાંતિ કરી લો.”—માથ્થી ૫:૨૫.

મનમાં રોષ ભરી રાખવાથી તન-મનથી ભાંગી પડાય છે, એનાથી લગ્‍નજીવનને પણ અસર થાય છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો