વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g18 નં. ૨ પાન ૯
  • ૬ શિસ્ત આપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૬ શિસ્ત આપો
  • સજાગ બનો!—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • એનો શું અર્થ થાય?
  • એ કેમ મહત્ત્વનું છે?
  • તમે શું કરી શકો?
  • બાળકોને શિસ્ત કઈ રીતે આપવી?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • શું તમે સલાહનો ખરો અર્થ સમજો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • ટાબરિયા અને ટીનેજ વચ્ચેના બાળકોની સંભાળ
    સજાગ બનો!—૨૦૧૧
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૮
g18 નં. ૨ પાન ૯
એક કુટુંબ એવી હોડીમાં છે, જેને સુકાન દોરી રહ્યું છે

જેમ હોડીને દોરવા સુકાનની જરૂર પડે છે, તેમ બાળકને દોરવા શિસ્તની જરૂર પડે છે

માબાપ માટે

૬ શિસ્ત આપો

એનો શું અર્થ થાય?

શિસ્ત શબ્દનો અર્થ માર્ગદર્શન આપવું કે શીખવવું થઈ શકે છે. અમુક વાર, એમાં બાળકના ખરાબ વર્તનને સુધારવાનો પણ સમાવેશ થાય છે. જોકે, મોટા ભાગે એમાં સંસ્કાર સિંચવાનો સમાવેશ થાય છે. એની મદદથી બાળક સારી પસંદગીઓને જીવનમાં પ્રથમ સ્થાને મૂકી શકે છે.

એ કેમ મહત્ત્વનું છે?

તાજેતરના દાયકામાં, અમુક ઘરોમાંથી શિસ્ત જાણે ક્યાંક ખોવાઈ ગઈ છે. માબાપને ડર લાગે છે કે શિસ્ત આપવાથી બાળક અપમાન અનુભવશે. જોકે, સમજુ માબાપ વાજબી નિયમો બનાવે છે અને એ પાળવાની પોતાનાં બાળકોને તાલીમ આપે છે.

‘બાળકોને હદ ઠરાવી આપવી જરૂરી છે. એનાથી તેઓને પરિપક્વ વ્યક્તિ બનવા મદદ મળશે. શિસ્ત વગર બાળક, સુકાન વગરના વહાણ જેવું બની જશે. સમય જતાં, એ વહાણ દિશા ચૂકી જશે કે ડૂબી જશે.’—પામેલા.

તમે શું કરી શકો?

બાંધછોડ ન કરો. જો તમારું બાળક નિયમો ન પાળે, તો તેને સજા આપો. બીજી તર્ફે, જો તમારું બાળક નિયમો પાળે, તો તેના વખાણ કરો.

‘હું ઘણી વાર મારાં બાળકોના વખાણ કરું છું. કારણ કે, આ દુષ્ટ દુનિયામાં ભાગ્યે જ આજ્ઞાપાલન જોવા મળે છે. તેઓના વખાણ કરવાથી જરૂર પડે ત્યારે, શિસ્ત સ્વીકારવી તેઓ માટે સહેલું થઈ પડે છે.’—ક્રિસ્ટીન.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “માણસ જે કંઈ વાવે છે, એ જ તે લણે છે.”—ગલાતીઓ ૬:૭.

વાજબી બનો. બાળકની ઉંમર, ક્ષમતા અને તેણે કરેલી ભૂલને ધ્યાનમાં રાખીને તેને શિસ્ત આપો. નિયમ તોડવા માટે સજા કરવી અસરકારક નીવડે છે. જેમ કે, બાળકો ફોનનો દુરુપયોગ કરે તો, એની સજારૂપે થોડા સમય માટે તેઓ પાસેથી ફોન લઈ લેવામાં આવે. ધ્યાન રાખો કે, નાની નાની વાતોથી ચિડાઈને ગુસ્સે ન થાઓ.

‘મારા બાળકે જાણીજોઈને આજ્ઞા તોડી છે કે અજાણતા, એની હું તપાસ કરું છું. એક વાર ભૂલ કરવી અને વારંવાર ભૂલ કરવી એમાં ફરક હોય છે. જો બાળક વારંવાર ભૂલ કરે, તો તેની એ નબળાઈને સુધારવી જોઈએ.’—વેન્ડલ.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “તમારાં બાળકોને ઉશ્કેરશો નહિ, જેથી તેઓ હિંમત હારી ન જાય.”—કોલોસીઓ ૩:૨૧; ફૂટનોટ.

પ્રેમાળ બનો. બાળકો સમજશે કે શિસ્ત આપવા પાછળ માબાપનો પ્રેમ છુપાયેલો છે તો, તેઓ માટે શિસ્ત સ્વીકારવી અને લાગુ પાડવી સહેલું થઈ પડશે.

‘અમારા દીકરાએ ભૂલો કરી, ત્યારે અમે તેને યાદ અપાવ્યું કે અગાઉ તેણે લીધેલા સારા નિર્ણયો પર અમને ગર્વ છે. અમે તેને સમજાવ્યું કે જો તે પોતાની ભૂલને સુધારી લેશે તો, તેનું નામ બદનામ થશે નહિ. તે સુધારો કરી શકે માટે અમે તેને મદદ કરવા તૈયાર છીએ.’—ડેનિયલ.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “પ્રેમ ધીરજ રાખે છે અને દયાળુ છે.”—૧ કોરીંથીઓ ૧૩:૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો