વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g19 નં. ૧ પાન ૧૨-૧૫
  • ઈશ્વરના રાજમાં ‘પુષ્કળ શાંતિ હશે’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરના રાજમાં ‘પુષ્કળ શાંતિ હશે’
  • સજાગ બનો!—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • પૃથ્વી પર ઈશ્વરનું રાજ ક્યારે આવશે?
  • ઈશ્વરનું રાજ્ય કેવાં પગલાં ભરશે?
  • ઈશ્વરના રાજમાં કેવા આશીર્વાદો મળશે?
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈશ્વરના રાજ્ય વિષે ઈસુએ શું શીખવ્યું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૯
g19 નં. ૧ પાન ૧૨-૧૫
નવી દુનિયામાં ખુશહાલ લોકો

મુશ્કેલીનો કાયમી ઉકેલ

ઈશ્વરના રાજમાં ‘પુષ્કળ શાંતિ હશે’

ઈશ્વરનું રાજ્ય બહુ જલદી પૃથ્વી પર શાંતિ-સલામતી લાવશે. એ રાજની આપણે કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ. ગીતશાસ્ત્ર ૭૨:૭માં ઈશ્વરે વચન આપ્યું છે કે, તે પૃથ્વી પર ‘શાંતિ લાવશે.’ પૃથ્વી પર ઈશ્વરનું રાજ ક્યારે આવશે? એ કઈ રીતે શાંતિ-સલામતી લાવશે? એનાથી આપણને કેવા ફાયદા થશે?

પૃથ્વી પર ઈશ્વરનું રાજ ક્યારે આવશે?

બાઇબલમાં અગાઉથી કેટલાક મહત્ત્વના બનાવો વિશે જણાવવામાં આવ્યું છે. એ બનાવોથી ખબર પડશે કે ઈશ્વરનું રાજ પાસે છે. દુનિયાભરમાં મોટા મોટા યુદ્ધો, દુકાળો, બીમારીઓ, ધરતીકંપો થશે અને અન્યાય વધશે. એ બધા બનાવો અંતના સમયની “નિશાની” છે.—માથ્થી ૨૪:૩, ૭, ૧૨; લુક ૨૧:૧૧; પ્રકટીકરણ ૬:૨-૮.

બીજી એક ભવિષ્યવાણી કહે છે: ‘છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે. કેમ કે લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, માબાપની આજ્ઞા ન પાળનારા, આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, પ્રેમભાવ વગરના, જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, અભિમાનથી ફૂલાઈ જનારા, ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા હશે.’ (૨ તિમોથી ૩:૧-૪) એવું નથી કે પહેલાં એવા લોકો ન હતા. પણ આજે જ્યાં જુઓ ત્યાં એવા લોકો જોવા મળે છે.

સાલ ૧૯૧૪થી એ ભવિષ્યવાણી પૂરી થવા લાગી. ઇતિહાસકારો, રાજકારણીઓ અને લેખકોએ પણ જણાવ્યું હતું કે એ વર્ષ પછી દુનિયામાં ઘણા ફેરફારો થવા લાગ્યા છે. દાખલા તરીકે, ડૅનિશ ઇતિહાસકાર પીટરે લખ્યું: ‘૧૯૧૪ના યુદ્ધથી માણસજાતનો ઇતિહાસ બદલાઈ ગયો. ૧૯૧૪ પહેલાં લોકોને લાગતું હતું કે દુનિયા પ્રગતિના પંથે છે. પણ મનુષ્યો તો એવા યુગમાં પ્રવેશ્યા છે, જ્યાં ઠેર ઠેર આફતો જોવા મળે છે. લોકોમાં ડર અને નફરતની લાગણીઓ ઘર કરી ગઈ છે. સલામતી જેવું કંઈ રહ્યું નથી.’

જેમ સમુદ્રમાં તોફાન આવ્યા પછી નીરવ શાંતિ છવાઈ જાય છે, તેમ ખરાબ બાબતો પછી શાંતિનો યુગ આવશે. એ બનાવોથી સાફ દેખાય આવે છે કે આ પૃથ્વી પર જલદી જ ઈશ્વરનું રાજ હશે. ઈસુએ દુનિયાના અંત વિશે જણાવ્યું હતું. “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”—માથ્થી ૨૪:૧૪.

યહોવાના સાક્ષીઓ એ ખુશખબર જણાવે છે. તેઓના જાણીતા મૅગેઝિનનું નામ છે, ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે. હવે એ ૩૩૮થી વધારે ભાષાઓમાં પ્રાપ્ય છે. મનુષ્યો અને પૃથ્વી માટે ઈશ્વરનું રાજ્ય સારી બાબતો લાવવાનું છે. આ મૅગેઝિનમાં એ વિશે જણાવવામાં આવે છે.

ઈશ્વરનું રાજ્ય કેવાં પગલાં ભરશે?

એ વિશે ચાર હકીકતો તપાસીએ:

  1. એ રાજ્ય દુનિયાના કોઈ પણ નેતાઓનો ઉપયોગ કરશે નહિ.

  2. પોતાની સત્તા છીનવાઈ ન જાય માટે દુનિયાના નેતાઓ ઈશ્વરના રાજ્ય સામે લડશે. એ કેવી મૂર્ખામી કહેવાય!—ગીતશાસ્ત્ર ૨:૨-૯.

  3. આજની સરકારો માણસો પર હુકમ ચલાવે છે. પણ ઈશ્વરનું રાજ્ય એ બધી સરકારોનું નામનિશાન મિટાવી દેશે. (દાનીયેલ ૨:૪૪; પ્રકટીકરણ ૧૯:૧૭-૨૧) ત્યારે જે યુદ્ધ થશે એને આર્માગેદન નામ આપવામાં આવ્યું છે.—પ્રકટીકરણ ૧૬:૧૪, ૧૬.

  4. જેઓ ઈશ્વરના રાજને ટેકો આપશે, તેઓ એ યુદ્ધમાંથી બચી જશે. તેઓને નવી દુનિયામાં રહેવા મળશે, જ્યાં શાંતિનો માહોલ હશે. એવા લોકોને બાઇબલ “મોટું ટોળું” કહે છે, જેઓની સંખ્યા લાખો કરોડોમાં હશે.—પ્રકટીકરણ ૭:૯, ૧૦, ૧૩, ૧૪.

    ઈશ્વરનું રાજ કેવી બાબતો કરશે?

    રાજા તરીકે ભાવિમાં ઈસુ કેવી બાબતો કરશે, એની ઝલક તે પૃથ્વી પર હતા ત્યારે આપી હતી. તેમણે બીમાર અને અપંગ લોકોને સાજા કર્યા હતા. (માથ્થી ૪:૨૩) તેમણે હજારો લોકોને જમાડ્યા હતા. (માર્ક ૬:૩૫-૪૪) કુદરત પર તેમનો કાબૂ હતો.—માર્ક ૪:૩૭-૪૧.

    પોતાની આસપાસ ભેગા થયેલા લોકોને ઈસુએ શીખવ્યું

    સૌથી મહત્ત્વનું તો, તેમણે લોકોને સુલેહ-શાંતિથી રહેવાનું શીખવ્યું. જેઓ નમ્ર બનીને તેમના શિક્ષણ પ્રમાણે પોતાના સ્વભાવને કેળવે છે, તેઓ તેમના રાજમાં હંમેશ માટે જીવી શકશે. ઈસુએ જેવું શીખવ્યું એવું કોઈ પણ માણસ શીખવી શકતો નથી. ઈસુના શિક્ષણની એક ઝલક આપણને પહાડ પરના ઉપદેશમાં જોવા મળે છે, જે માથ્થીના ૫-૭ અધ્યાયમાં છે. અમે તમને એ અધ્યાયો વાંચવાનું ઉત્તેજન આપીએ છીએ.a એમાં ઈસુએ સાદા શબ્દો વાપર્યા હતા, પણ એ ઘણા મહત્ત્વના છે. એ આપણા દિલને સ્પર્શી જાય છે.

ઈશ્વરના રાજમાં કેવા આશીર્વાદો મળશે?

જો તમે ઈશ્વરના રાજમાં રહેવા માંગતા હો, તો પહેલું પગલું છે કે એ વિશે વધારે જાણવું જોઈએ. ઈસુએ ઈશ્વરને પ્રાર્થનામાં કહ્યું હતું: “હંમેશ માટેનું જીવન એ છે કે તેઓ તમને, એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

લોકો યહોવા ઈશ્વરને નજીકથી ઓળખે છે ત્યારે, તેઓને ઘણા ફાયદા થાય છે. એમાંના બે ફાયદા વિશે જોઈએ. પહેલો, તેઓ ઈશ્વરમાં મજબૂત શ્રદ્ધા કેળવી શકે છે. તેઓ પુરાવાને આધારે શ્રદ્ધા રાખે છે. એનાથી તેઓને ખાતરી મળે છે કે ઈશ્વરનું રાજ કોઈ સપનું નથી પણ એક હકીકત છે. તેઓને એવી ખાતરી પણ મળે છે કે ઈશ્વરનું રાજ્ય બહુ જલદી જ પૃથ્વી પર રાજ કરશે. (હિબ્રૂઓ ૧૧:૧) બીજો ફાયદો, ઈશ્વર અને લોકો માટેનો તેઓનો પ્રેમ વધે છે. ઈશ્વરને પ્રેમ કરતા હોવાથી તેમની આજ્ઞાઓ પાળવા તેઓ દિલથી પ્રેરાય છે. પડોશીઓને પ્રેમ કરતા હોવાથી તેઓ ઈસુની આજ્ઞા પાળવા પ્રેરાય છે. એ આજ્ઞાને સોનેરી નિયમ પણ કહેવામાં આવે છે. એ આજ્ઞા હતી: “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.”—લુક ૬:૩૧.

એક પ્રેમાળ પિતાની જેમ, સર્જનહાર ચાહે છે કે આપણને સૌથી સારી બાબતો મળે. બાઇબલમાં “ખરા જીવન” વિશે લખવામાં આવ્યું છે. સર્જનહાર ચાહે છે કે આપણને એ જીવન મળે. (૧ તિમોથી ૬:૧૯) આજે કરોડો લોકો જીવન જીવવા સંઘર્ષ કરે છે. તેઓ રોજીરોટી મેળવવા દિવસ રાત એક કરે છે. આજના જીવનને ‘ખરું જીવન’ કહી શકાય નહિ. ‘ખરા જીવનની’ ઝલક મેળવવા ચાલો જોઈએ કે ઈશ્વરના રાજમાં કેવી સુંદર બાબતો હશે.

ખરા જીવનની એક ઝલક

  • ‘ઈસુ રાજ કરશે ત્યારે ન્યાયીઓ ખીલશે અને પુષ્કળ શાંતિ હશે. તે પૃથ્વીની સીમા સુધી રાજ કરશે.’—ગીતશાસ્ત્ર ૭૨:૭, ૮, ૧૩, ૧૪.

  • “[ઈશ્વર] પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે.”—ગીતશાસ્ત્ર ૪૬:૯.

  • “પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.

  • ‘તેઓ ઘરો બાંધીને એમાં રહેશે, ને દ્રાક્ષાવાડીઓ રોપીને એનાં ફળ ખાશે. તેઓ બાંધશે ને એમાં બીજો વસશે, એમ નહિ બને; તેઓ રોપશે ને બીજો ખાશે, એવું થશે નહિ; મારા પસંદ કરાએલા પોતાની મહેનતનું ફળ લાંબા સમય સુધી મેળવતા રહેશે.’—યશાયા ૬૫:૨૧, ૨૨.

  • ‘ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. તે તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.’—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

નવી દુનિયામાં ખુશહાલ લોકો

ઈશ્વરના રાજમાં લોકો શાંતિ-સલામતીથી રહેશે અને તેઓ ભરપૂર ખોરાકની મજા માણશે

a ઓનલાઇન બાઇબલ વાંચવા www.pr418.com/gu પર જાઓ.

મુખ્ય વિચાર

સંસ્કારી અને ધાર્મિક વ્યક્તિ બનવા લોકોને ઈસુના શિક્ષણથી મદદ મળે છે. જેઓ ઈસુના શિક્ષણ પ્રમાણે જીવશે, તેઓ તેમના રાજમાં વિશ્વ નાગરિક બનશે, હળીમળીને રહેશે અને શાંતિથી જીવશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો