એક પ્રાચીન ગ્રંથ, આજે પણ ઉપયોગી
બાઇબલ. આ પ્રાચીન ગ્રંથ વિશે તમે શું માનો છો? શું તમે એ જોયું છે, વાંચ્યું છે? ઘણા લોકો એને પવિત્ર શાસ્ત્ર ગણે છે. એમાં ઈશ્વરનો સંદેશો છે. એટલું જ નહિ, જીવનમાં કામ આવે એવાં સલાહ-સૂચનો પણ છે.
બાઇબલ વાંચવાથી અને એની સલાહ જીવનમાં લાગુ પાડવાથી અમુક લોકોને ફાયદા થયા છે. ચાલો જોઈએ કે એ વિશે તેઓનું શું કહેવું છે:
‘હવે મારા જીવનમાં ઘણી શાંતિ છે. મારાં વિચારો અને લાગણીઓમાં સુધારો થયો છે. હવે હું બહુ ખુશ છું.’—ફિઓના.
‘બાઇબલનો અભ્યાસ કરવાથી મારા જીવનને સાચી દિશા મળી છે.’—એલીના.
‘મારા જીવનમાં ઘણો સુધારો થયો છે. હવે કામધંધા પાછળ હું ઓછો સમય કાઢું છું અને કુટુંબને વધારે સમય આપું છું.’—એન્ડ્રયૂ.
આવા તો ઘણા અનુભવો છે. દુનિયા ફરતે ઘણા લોકોને જાણવા મળ્યું છે કે બાઇબલની સલાહ પાળવાથી રોજબરોજના જીવનમાં ઘણા ફાયદા થાય છે.
ચાલો જોઈએ કે જીવનની પાંચ બાબતોમાં સુધારો કરવા બાઇબલમાંથી કઈ રીતે મદદ મળી શકે:
તંદુરસ્તી
લાગણીઓ
કુટુંબ અને મિત્રો
પૈસાનો ઉપયોગ
ભક્તિ
હવે પછીના લેખોમાં જોઈશું કે પવિત્ર શાસ્ત્ર બાઇબલની સલાહ કઈ રીતે તમને રોજબરોજના જીવનમાં કામ લાગી શકે છે.