વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp19 નં. ૩ પાન ૧૪-૧૫
  • જીવનની મજા માણો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવનની મજા માણો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • ખરો સંતોષ મળે છે
  • બીમારી સહેવા હિંમત મળે છે
  • લગ્‍નજીવન મજબૂત થાય છે
  • શું પૈસા બધી મુશ્કેલીઓનું મૂળ છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • સંતોષ માનીએ
    સજાગ બનો!—૨૦૨૧
  • પતિ-પત્ની કઈ રીતે ખુશ રહી શકે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • તમારા લગ્‍નને મજબૂત અને સુખી બનાવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
wp19 નં. ૩ પાન ૧૪-૧૫
અગાઉ ઉલ્લેખ કરેલા એક વૈજ્ઞાનિક અને તેમના પત્ની સાથે મળીને ખાવાનું બનાવી રહ્યા છે

જીવનની મજા માણો

જલદી જ એવો સમય આવશે જ્યારે બીમારી, ઘડપણ કે મરણ નહિ હોય. તમને પણ એવું જીવન મળી શકે! તમને થશે, એ તો ભવિષ્યની વાત, આજનું શું? જીવનમાં આવતી મુશ્કેલીઓ કોઈને છોડતી નથી. એ સહેવા ક્યાંથી મદદ મળી શકે? ઈશ્વરે બાઇબલમાં આપેલા માર્ગદર્શનથી. એ પાળવાથી જીવન સુખી બને છે, ખરો સંતોષ મળે છે. ચાલો જોઈએ કે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા બાઇબલ કઈ રીતે મદદ કરે છે.

ખરો સંતોષ મળે છે

બાઇબલની સલાહ: “જીવનમાં પૈસાનો મોહ ન રાખો; તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો.”​—હિબ્રૂઓ ૧૩:૫.

આજે લોકો આપણા મનમાં ઠસાવવા માંગે છે કે આપણી પાસે મોંઘી મોંઘી વસ્તુઓ તો હોવી જ જોઈએ. જ્યારે કે ઈશ્વર જણાવે છે કે ‘આપણી પાસે જેટલું છે એમાં સંતોષી’ રહી શકીએ. કઈ રીતે?

“પૈસાનો પ્રેમ” ન રાખો. આજકાલ લોકો ‘પૈસાના પ્રેમી’ બની ગયા છે. એના મોહમાં તેઓ શરીરનું ધ્યાન રાખતા નથી. કુટુંબ, સગાં-વહાલાં, સંસ્કારો ભૂલી જાય છે. અરે, પોતાનું માન-સન્માન પણ ગુમાવી દે છે. (૧ તિમોથી ૬:૧૦) કેવી મોટી કિંમત ચૂકવવી પડે છે! હકીકતમાં, ધનસંપત્તિનો પ્રેમી ક્યારેય ‘ધરાતો નથી.’—સભાશિક્ષક ૫:૧૦.

ચીજવસ્તુઓ નહિ, લોકો મહત્ત્વના છે. ખરું કે, જીવનમાં ચીજવસ્તુઓ ઉપયોગી છે. પણ, એ પ્રેમ કે કદર નથી કરી શકતી. જ્યારે કે લોકો પ્રેમ કરી શકે છે, કદર બતાવી શકે છે. સારા “મિત્રો” હશે તો, જીવનમાં સંતોષી રહેવા મદદ મળશે.—નીતિવચનો ૧૭:૧૭.

બાઇબલનું માર્ગદર્શન પાળવાથી જીવનની મજા માણી શકીએ છીએ

બીમારી સહેવા હિંમત મળે છે

બાઇબલની સલાહ: “આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે.”—નીતિવચનો ૧૭:૨૨.

‘ઉત્તમ ઔષધની’ જેમ, આનંદ બીમારી સહેવા મદદ કરે છે. તમને થશે, બીમારીમાં રિબાતા હોઈએ ત્યારે કઈ રીતે ખુશ રહેવાય?

કદર કરીએ. જો મુશ્કેલીઓ વિશે જ વિચારતા રહીશું, તો “સર્વ દિવસો” દુઃખથી ભરેલા જ લાગશે. (નીતિવચનો ૧૫:૧૫) પણ બાઇબલ કહે છે: “તમે આભારી છો, એમ બતાવી આપો.” (કોલોસીઓ ૩:૧૫) એવું તો ઘણું છે, જે માટે તમે કદર બતાવી શકો. મન મોહી લેતો સૂર્યાસ્ત, સુંવાળા પવનની લહેર, સગાં-વહાલાની મીઠી સ્માઈલ. આવી નાની નાની બાબતો જીવનમાં ખુશીઓ લાવે છે.

બીજાઓ માટે કંઈક કરો. બીમાર હોઈએ તોપણ “લેવા કરતાં આપવામાં વધારે ખુશી” મળે છે. (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫) બીજાઓ આપણી મહેનતની કદર કરે છે ત્યારે આપણી ખુશી સમાતી નથી, ખરું ને? એ સમયે આપણે પોતાનું દુઃખ ભૂલી જઈએ છીએ. બીજાના જીવનમાં ખુશી લાવવાથી આપણું જીવન ખુશહાલ બને છે.

લગ્‍નજીવન મજબૂત થાય છે

બાઇબલની સલાહ: ‘જે વધારે મહત્ત્વનું છે એ તમે પારખો.’—ફિલિપીઓ ૧:૧૦.

પતિ-પત્ની એકબીજા સાથે પૂરતો સમય નહિ વિતાવે તો, સંબંધ નબળો પડી જશે. પતિ-પત્નીએ એકબીજાનો પહેલા વિચાર કરવો જોઈએ. જીવનમાં એ વધારે મહત્ત્વનું છે.

સાથે મળીને કામ કરો. કંઈ પણ પ્લાન કરો, ભેગા મળીને કરો. બાઇબલ કહે છે: “એક કરતાં બે ભલા.” (સભાશિક્ષક ૪:૯) સાથે મળીને તમે સ્વાદિષ્ટ ભોજન બનાવી શકો; ચાલવા જઈ શકો; કોઈ જગ્યાએ ફરવા જઈ શકો; અથવા કંઈક નવું શીખી શકો.

જીવનસાથીને પ્રેમ બતાવો. બાઇબલ ઉત્તેજન આપે છે કે પતિ-પત્ની એકબીજાને પ્રેમ કરે અને માન આપે. (એફેસીઓ ૫:૨૮, ૩૩) એકબીજાને ભેટવાથી, મધુર સ્માઈલ કે નાની ગિફ્ટ આપવાથી લગ્‍નજીવન મજબૂત થાય છે. જોકે, જાતીય સંબંધનો આનંદ જીવનસાથી જોડે જ માણવો જોઈએ.—હિબ્રૂઓ ૧૩:૪.

‘મારા જીવનમાં આખરે પ્રકાશ ફેલાયો!’

—જાપાનના રીયોકો મીયામોટોના જણાવ્યા પ્રમાણે.

અમારું જીવન અંધકારથી ભરેલું હતું. મારા પતિ દારૂના બંધાણી. કોઈ પણ તેમને નોકરીએ રાખવા તૈયાર ન હતું. તે મારી અને અમારાં ચાર બાળકોની સંભાળ રાખતા ન હતા. એના લીધે મારે ઘણી મહેનત કરવી પડતી. હું ગમે એટલી મહેનત કરું, અમને નિરાશા જ હાથ લાગતી. હું વિચારતી, ‘શું મારા નસીબમાં આ જ લખેલું છે? કે પછી, ગયા જનમમાં કરેલાં પાપોની સજા મળી રહી છે?’

પછી એક બહેન અમારા ઘરે આવ્યા. તે યહોવાના સાક્ષી હતા. તે બહુ માયાળુ હતા. તેમણે ઉત્સાહથી ઈશ્વરના રાજ્ય વિશે જણાવ્યું. હંમેશ માટેનાં જીવનની વાત કરી. તે મને બાઇબલમાંથી શીખવવા લાગ્યા. હું ઈશ્વર વિશે શીખી તેમ, જાણવા મળ્યું કે તે કેટલા બુદ્ધિશાળી, ન્યાયી અને પ્રેમાળ છે. એ પણ શીખી કે ગુજરી ગયેલા લોકોનું શું થાય છે અને મારા ખરાબ સંજોગો માટે ઈશ્વર જવાબદાર નથી.

ખરેખર, હું જાણી શકી કે સાચા ઈશ્વરને ઓળખવાથી, તેમને ભજવાથી જ સાચી ખુશી મળે છે. બાઇબલમાંથી ઈશ્વરના વચનો જાણીને મને ઉત્તેજન મળ્યું છે; અનેક ખોટી માન્યતાઓથી આઝાદી મળી છે. એનાથી મારા દિલને ટાઢક વળી છે. હા, મારા અંધકારમય જીવનમાં હવે પ્રકાશ ફેલાયો છે!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો