વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp19 નં. ૩ પાન ૧૨-૧૩
  • સુખી જીવન કઈ રીતે શક્ય છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સુખી જીવન કઈ રીતે શક્ય છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈશ્વરનું વચન છે કે તે ચાહતા હતા એવું જીવન આપણે આ ધરતી પર જીવીશું
  • ઈસુએ ઝલક આપીને બતાવ્યું કે ભાવિમાં મનુષ્ય પર કેવા આશીર્વાદો વરસાવશે
  • જીવન તરફ લઈ જતો માર્ગ શોધો
  • જીવનના માર્ગ પર પહેલું પગલું
  • ઈશ્વર શું કરશે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
  • ઈસુનું સાંભળતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • ઈશ્વર કેવી ભક્તિ ચાહે છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • ઈશ્વરનું રાજ્ય શું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
wp19 નં. ૩ પાન ૧૨-૧૩
આગળ જણાવેલા એક વૈજ્ઞાનિક બાઇબલ વાંચે છે

સુખી જીવન કઈ રીતે શક્ય છે?

આજે આપણું જીવન ઈશ્વરના મકસદથી એકદમ અલગ છે. ઈશ્વર તો ચાહતા હતા કે તેમના રાજમાં મનુષ્યો સુખ-શાંતિથી જીવે. આખી ધરતી પર લોકો તેમનું કહેવું માને, તેમને જ ભજે અને તેમના જેવા સુંદર ગુણો કેળવે. તે ચાહતા હતા કે દરેક માણસ પોતાનું કુટુંબ વધારે, સંપીને રહે, નવું-નવું શીખે, અને આખી ધરતીને સુંદર બાગ જેવી બનાવી દે. પણ આજે એવું નથી.

ઈશ્વરનું વચન છે કે તે ચાહતા હતા એવું જીવન આપણે આ ધરતી પર જીવીશું

  • ‘તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓનો’ અંત લાવશે.​—ગીતશાસ્ત્ર ૪૬:૯.

  • “જેઓ પૃથ્વીનો નાશ કરે છે તેઓનો નાશ કરવાનો નક્કી કરેલો સમય આવ્યો છે.”​—પ્રકટીકરણ ૧૧:૧૮.

  • “‘હું માંદો છું,’ એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ.”​—યશાયા ૩૩:૨૪.

  • ‘મારા પસંદ કરાયેલા પોતાના હાથોનાં કામોનું ફળ લાંબા સમય સુધી ભોગવવા પામશે.’​—યશાયા ૬૫:૨૨.

આ ભવિષ્યવાણીઓ કઈ રીતે પૂરી થશે? ઈશ્વરે પોતાના રાજ્ય માટે એક અજોડ રાજા પસંદ કર્યા છે, ઈસુ. તે સ્વર્ગમાંથી ધરતી પર રાજ કરશે. બાઇબલ એને ઈશ્વરનું રાજ્ય કહે છે. (દાનીયેલ ૨:૪૪) ઈસુ વિશે બાઇબલ કહે છે: ‘ઈશ્વર તેને રાજ્યાસન આપશે; તે રાજા તરીકે રાજ કરશે.’—લુક ૧:૩૨, ૩૩.

ધરતી પર હતા ત્યારે ઈસુએ ચમત્કારો કરીને ઝલક આપી કે ભાવિમાં દુનિયા કેવી હશે. તે ધરતી પર રાજ કરશે ત્યારે મનુષ્યના જીવનમાં દુઃખ નહિ, પણ સુખનો સાગર હશે.

ઈસુએ ઝલક આપીને બતાવ્યું કે ભાવિમાં મનુષ્ય પર કેવા આશીર્વાદો વરસાવશે

  • ઈસુએ બધી જાતના રોગ મટાડ્યા. તેમણે ચમત્કારોથી બતાવ્યું કે મનુષ્યો સર્વ પ્રકારની માંદગીથી સાજા થશે.​—માથ્થી ૯:૩૫.

  • તેમણે દરિયાના તોફાનને શાંત પાડીને બતાવ્યું કે મનુષ્યનું રક્ષણ કરવા તે કુદરતી આફતોને અંકુશમાં રાખશે.​—માર્ક ૪:૩૬-૩૯.

  • તેમણે હજારોને જમાડીને બતાવ્યું કે તેમના રાજમાં ખોરાકની કોઈ અછત નહિ હોય.​—માર્ક ૬:૪૧-૪૪.

  • તેમણે એક લગ્‍ન પ્રસંગમાં ચમત્કાર કરીને પાણીમાંથી સારામાં સારો દ્રાક્ષદારૂ બનાવ્યો. એનાથી બતાવ્યું કે તેમના રાજમાં લોકો જીવનની મજા માણશે.​—યોહાન ૨:૭-૧૧.

મનુષ્ય પર ઈશ્વર જે આશીર્વાદો વરસાવશે એનો લાભ લેવા શું કરવું જોઈએ? બાઇબલ જે “રસ્તો” બતાવે છે એના પર ચાલવું જોઈએ. બાઇબલ કહે છે કે, ‘એ રસ્તો જીવન તરફ લઈ જાય છે અને બહુ થોડા લોકોને મળે છે.’—માથ્થી ૭:૧૪.

જીવન તરફ લઈ જતો માર્ગ શોધો

જીવનનો માર્ગ કયો છે? ઈશ્વર કહે છે: “હું યહોવા તારો ઈશ્વર છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.” (યશાયા ૪૮:૧૭) એ માર્ગ પર ચાલવામાં આપણું જ ભલું છે.

ઈસુએ કહ્યું: “માર્ગ અને સત્ય અને જીવન હું છું.” (યોહાન ૧૪:૬) ઈસુએ જે સત્ય શીખવ્યું એ આપણે સ્વીકારવું જોઈએ, તેમના જેવા ગુણો કેળવવા જોઈએ. આમ, ઈશ્વરને આપણે વધુ સારી રીતે ઓળખી શકીશું. પછી આપણું જીવન ખુશહાલ બનશે.

આપણે કઈ રીતે જીવનનો માર્ગ શોધી શકીએ? આજે દુનિયામાં અનેક ધર્મો છે. પણ ઈસુએ ચેતવણી આપી હતી: “મને ‘પ્રભુ, પ્રભુ’ કહેનારા દરેક જણ સ્વર્ગના રાજ્યમાં જશે નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે જે કરે છે, ફક્ત તે જ એમાં જશે.” (માથ્થી ૭:૨૧) તેમણે એમ પણ કહ્યું હતું: “તેઓનાં કાર્યોથી તમે તેઓને ઓળખશો.” (માથ્થી ૭:૧૬) બાઇબલ તમને એ પારખવા મદદ કરશે કે ઈશ્વર કેવી ભક્તિ સ્વીકારે છે.—યોહાન ૧૭:૧૭.

તમે કઈ રીતે જીવન તરફ લઈ જતા માર્ગે ચાલી શકો? આપણા સર્જનહારને ઓળખીને: તે કોણ છે? તેમનું નામ શું છે? તેમનો સ્વભાવ કેવો છે? તે આપણા માટે શું કરી રહ્યા છે? તે આપણને શું કરવાનું કહે છે?a

યહોવાએ મનુષ્યોને ફક્ત એટલા માટે નહોતા બનાવ્યા કે બસ ખાઈ-પીને લહેર કરે. પણ તે ચાહતા હતા કે બધા તેમને ઓળખે, તેમની સાથે બાપ-દીકરા જેવો સંબંધ કેળવે, તેમના માર્ગે ચાલે. તેમની ઇચ્છા મુજબ ચાલીને આપણે બતાવી શકીએ કે આપણે તેમને દિલથી ચાહીએ છીએ. ઈસુએ કહ્યું: “હંમેશ માટેનું જીવન એ છે કે તેઓ તમને, એકલા ખરા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.”—યોહાન ૧૭:૩.

ઈશ્વર બાઇબલમાંથી જે શીખવે છે એ ‘તમારા જ લાભ માટે’ છે.​—યશાયા ૪૮:૧૭

જીવનના માર્ગ પર પહેલું પગલું

ઈશ્વર આપણી પાસેથી શું ચાહે છે, એ શીખ્યા પછી જીવનમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. એ હંમેશાં સહેલું નથી હોતું. પણ એમ કરવાથી જીવનના રસ્તે આગળ વધવા હિંમત મળશે. ઈશ્વર વિશે કદાચ તમને અનેક સવાલો હશે. યહોવાના સાક્ષીઓ રાજી-ખુશીથી તમને બાઇબલમાંથી શીખવશે. તમને ફાવે એવા સમયે અને જગ્યાએ તેઓ જરૂર આવશે. આ વેબસાઇટ પરથી તમે અમારો સંપર્ક કરી શકો: www.pr418.com/gu.

a વધુ માહિતી માટે ચોકીબુરજ, નં. ૧ ૨૦૧૯ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો