વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g19 નં. ૩ પાન ૧૦-૧૧
  • પૈસાનો ઉપયોગ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પૈસાનો ઉપયોગ
  • સજાગ બનો!—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • સારી યોજના બનાવો
  • નુકસાન થાય એવું કંઈ ન કરો
  • પવિત્ર શાસ્ત્રના બીજા સિદ્ધાંતો
  • પૈસાની સમસ્યા અને દેવું—શું બાઇબલ મદદ કરી શકે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • પૈસા કઈ રીતે વાપરવા?
    કુટુંબ સુખી બનાવો
  • ચાદર પ્રમાણે સોડ તાણો શું એ શક્ય છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • ૨ | તમે સમજી-વિચારીને પૈસા વાપરો
    સજાગ બનો!—૨૦૨૨
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૯
g19 નં. ૩ પાન ૧૦-૧૧
સુથારની દુકાનમાં કારીગરો

પૈસાનો ઉપયોગ

ઘણા લોકો બાઇબલની સલાહ પાળીને પૈસાને લગતી મુશ્કેલીઓ દૂર કરી શક્યા છે.

સારી યોજના બનાવો

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘મહેનતુના વિચારોનું પુષ્કળ ફળ મળે છે; પણ દરેક ઉતાવળિયો ગરીબ થાય છે.’—નીતિવચનો ૨૧:૫.

એનો શું અર્થ થાય: યોજના બનાવ્યા પછી એને વળગી રહેશો તો સફળ થશો. એટલે ખર્ચો કરતા પહેલાં સારી યોજના બનાવો. યાદ રાખો, તમે જે ચાહો છો, એ બધું ખરીદી શકતા નથી. એટલે તમારા પૈસા સાચવીને વાપરો.

તમે શું કરી શકો:

  • ખર્ચા વિશે પહેલેથી વિચારો. દરેક ખર્ચાનું લિસ્ટ બનાવો. પછી એને અલગ અલગ વિભાગમાં વહેંચી દો, જેમ કે ખોરાક, કપડાં અને ઘર-ખર્ચ. દરેક વિભાગ માટે એક રકમ નક્કી કરો. જો એક વિભાગમાં ખર્ચ વધી જાય, તો બીજા વિભાગમાંથી પૈસા લઈને સરભર કરો. દાખલા તરીકે, જો પેટ્રોલનો ખર્ચો વધી જાય, તો બહાર જમવાનો ખર્ચો ઓછો કરી શકો. તમે એ પૈસા પેટ્રોલ માટે વાપરી શકો.

  • બિનજરૂરી દેવું ન કરો. બને ત્યાં સુધી દેવું ન કરો. પહેલાં પૈસાની બચત કરો. પછી, જરૂરી વસ્તુ ખરીદવા એ વાપરો. જો તમે ક્રેડિટ કાર્ડ વાપરતા હો, તો દર મહિને પૈસા ભરો, નહિતર ઘણું વ્યાજ ભરવું પડશે. જો દેવું થઈ ગયું હોય તો હપ્તાથી ચૂકવવાની ગોઠવણ કરો. નિયમિત રીતે હપ્તા ભરો.

    એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, જે લોકો પાસે ક્રેડિટ કાર્ડ હોય છે, તેઓ વધારે ખર્ચો કરે છે. એટલે જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય, તો સમજી-વિચારીને એ વાપરો.

નુકસાન થાય એવું કંઈ ન કરો

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘આળસુ શિયાળાનું બહાનું કાઢીને ખેડશે નહિ; તેથી તે ફસલમાં ભીખ માંગશે, પણ તેને કંઈ મળશે નહિ.’—નીતિવચનો ૨૦:૪.

એનો શું અર્થ થાય: આળસ ગરીબી તરફ લઈ જઈ શકે છે. એટલે મહેનતુ બનો. પૈસાનો યોગ્ય ઉપયોગ કરો, જેથી ભવિષ્યમાં જરૂરી વસ્તુઓ ખરીદી શકો.

તમે શું કરી શકો:

  • મહેનતુ બનો. તમે મહેનતુ અને જવાબદાર બનશો તો બોસને ગમશે અને તમારી નોકરી સલામત રહેશે.

  • પ્રમાણિક બનો. ચોરી ન કરો. જો પ્રમાણિક નહિ રહો, તો તમારી શાખ બગડશે અને બીજી નોકરી નહિ મળે.

  • લાલચું ન બનો. વધારે ને વધારે પૈસા મેળવવા મંડ્યા રહેશો તો તમારી તબિયત બગડશે. વધુમાં, લોકો સાથેના સંબંધ પર ખરાબ અસર પડશે. યાદ રાખો, પૈસા કરતાં જીવન મહત્ત્વનું છે.

પવિત્ર શાસ્ત્રના બીજા સિદ્ધાંતો

એક વ્યક્તિ ઓનલાઇન બાઇબલ વાંચે છે

ઓનલાઇન બાઇબલ વાંચો, એ jw.org પર ઘણી ભાષાઓમાં પ્રાપ્ય છે

ખોટી આદતો પાછળ સમય અને પૈસા ન વેડફો.

‘દારૂડિયો તથા ખાઉધરો કંગાળ થઈ જશે. અને ઘેન તેને ચિંથરેહાલ કરશે.’—નીતિવચનો ૨૩:૨૧.

પૈસાની વધારે પડતી ચિંતા ન કરો.

“તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું ખાશો કે તમે શું પીશો; અથવા તમારા શરીરને ઢાંકવા શું પહેરશો.”—માથ્થી ૬:૨૫.

ઈર્ષા ન કરો.

‘ભૂંડો માણસ ધનદોલત પાછળ દોડે છે, અને જાણતો નથી કે પોતાને ત્યાં ગરીબી આવી પડશે.’—નીતિવચનો ૨૮:૨૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો