વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g20 નં. ૨ પાન ૬-૭
  • ૧. શું આપણાં દુઃખો માટે ઈશ્વર જવાબદાર છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૧. શું આપણાં દુઃખો માટે ઈશ્વર જવાબદાર છે?
  • સજાગ બનો!—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • એ જાણવું કેમ જરૂરી છે?
  • વિચારવા જેવું
  • બાઇબલ શું કહે છે
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૦
  • સવાલ ૩: તમે મારા પર દુઃખ કેમ આવવા દો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • આપણા દુ:ખ-તકલીફો માટે શું ઈશ્વર જવાબદાર છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૦
g20 નં. ૨ પાન ૬-૭
ચર્ચમાં શોક પાળતા લોકોને પાદરી બાઇબલમાંથી પ્રવચન આપે છે.

૧. શું આપણાં દુઃખો માટે ઈશ્વર જવાબદાર છે?

એ જાણવું કેમ જરૂરી છે?

ઘણા લોકો માને છે કે ઈશ્વર જ દુઃખો લાવે છે. એટલે તેમની ભક્તિ કરવાનું તેઓને પસંદ નથી.

વિચારવા જેવું

ઘણા ધર્મગુરુઓ શીખવતા આવ્યા છે કે ઈશ્વર જ દુઃખ-તકલીફો લાવે છે. તેઓ કહે છે:

  • ઈશ્વર કુદરતી આફતો લાવીને આપણને સજા કરે છે.

  • ઈશ્વરને દૂતની જરૂર હતી એટલે તેમણે બાળકને પોતાની પાસે બોલાવી લીધું.

  • ઈશ્વર યુદ્ધોને ટેકો આપે છે. આપણા પર ઘણી તકલીફો યુદ્ધોને લીધે આવે છે.

શું એ વાતો સાચી છે? શું એવું બની શકે કે ધર્મગુરુઓ જ ઈશ્વર વિશે ખોટું શીખવતા હોય અને ઈશ્વર તેઓને સ્વીકારતા ન હોય? જો એમ હોય તો શું આપણે એવા ધર્મગુરુઓનું માનવું જોઈએ?

વધુ જાણવા

jw.org પર બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ વીડિયો જુઓ.

બાઇબલ શું કહે છે

ઈશ્વર દુઃખ-તકલીફો લાવતા નથી.

મનુષ્યો પર દુઃખ-તકલીફો લાવવી એ ઈશ્વરના સ્વભાવમાં જ નથી. એ બતાવવા બાઇબલ જણાવે છે:

‘ઈશ્વરના સર્વ માર્ગો ન્યાયી છે, તે ન્યાયી અને સાચા છે.’—પુનર્નિયમ ૩૨:૪.

‘ઈશ્વર દુષ્ટતા કરી શકતા નથી અને સર્વશક્તિમાન અન્યાય કરી શકતા નથી.’—અયૂબ ૩૪:૧૦.

“સર્વશક્તિમાન, કદી પણ ન્યાય ઊંધો વાળશે નહિ.”—અયૂબ ૩૪:૧૨.

ઈશ્વર એવા ધર્મોને સ્વીકારતા નથી જે તેમના વિશે ખોટું શિક્ષણ ફેલાવે છે.

એમાં એવા ધર્મોનો સમાવેશ થાય છે જેઓ શીખવે છે કે ઈશ્વર આપણાં પર દુઃખ-તકલીફો લાવે છે. એમાં એવા લોકો પણ આવી જાય જેઓ હિંસા અને યુદ્ધોને સાથ આપે છે.

‘ઈશ્વર કહે છે: પ્રબોધકો મારે નામે જૂઠો પ્રબોધ કરે છે. મેં તેઓને મોકલ્યા નથી, ને તેઓને આજ્ઞા આપી નથી, ને હું તેઓની સાથે બોલ્યો નથી. તેઓ ખોટાં દર્શનો અને પોતાના મનના ખોટા વિચારો તમને જણાવે છે.’—યર્મિયા ૧૪:૧૪.

ઈસુએ ધર્મગુરુઓને દોષિત ઠરાવ્યા.

“મને ‘પ્રભુ, પ્રભુ’ કહેનારા દરેક જણ સ્વર્ગના રાજ્યમાં જશે નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાની ઇચ્છા પ્રમાણે જે કરે છે, ફક્ત તે જ એમાં જશે. એ દિવસે ઘણા મને કહેશે: ‘પ્રભુ, પ્રભુ, શું અમે તારે નામે ભવિષ્યવાણી કરી ન હતી? તારે નામે લોકોમાંથી દુષ્ટ દૂતોને કાઢ્યા ન હતા અને તારે નામે ઘણા ચમત્કારો કર્યા ન હતા?’ પણ, હું એ સમયે તેઓને સાફ કહી દઈશ: ‘હું તમને જરાય ઓળખતો નથી! ઓ દુષ્ટ કામ કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’”—માથ્થી ૭:૨૧-૨૩.

શું આપણાં દુઃખો માટે ઈશ્વર જવાબદાર છે?

હવે વિચાર કરો કે એક પિતા પોતાનાં બાળકોને સારા સંસ્કાર આપીને મોટાં કરે છે. પણ એમાંનો એક છોકરો ખોટે રવાડે ચઢી જાય છે. ઘર છોડી દે છે. મન ફાવે એમ જીવવા લાગે છે. જો એ છોકરો મુસીબતમાં ફસાય તો વાંક કોનો? પિતાનો? ના, જરાય નહિ. એવી જ રીતે આપણાં દુઃખો માટે ઈશ્વર જવાબદાર નથી.

શું એનો અર્થ એવો કે એ માટે આપણે જવાબદાર છીએ?

સવાલ ૨ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો