વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g24 નં. ૧ પાન ૧૦-૧૨
  • કુટુંબમાં એકબીજાને આદર આપીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • કુટુંબમાં એકબીજાને આદર આપીએ
  • સજાગ બનો!—૨૦૨૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • કુટુંબમાં એકબીજાને આદર-માન આપવા કેમ મહત્ત્વના છે?
  • કુટુંબમાં એકબીજાને આદર-માન આપવા તમારે શું કરવું જોઈએ?
  • યહોવાના સાક્ષીઓ કુટુંબમાં એકબીજાને કઈ રીતે આદર-માન આપે છે?
  • તમને આ મદદ કરશે
    સજાગ બનો!—૨૦૨૦
  • કુટુંબ માટે વધારે મદદ
    સજાગ બનો!—૨૦૧૮
  • JW.ORG વાપરીએ, બુદ્ધિશાળી બનીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • અભ્યાસ માટે સૂચન
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૨૪
g24 નં. ૧ પાન ૧૦-૧૨
એક પતિ ચીડાઈને ફોનમાં જોઈ રહ્યો છે, જ્યારે કે તેની પત્ની તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી છે. એ બધું તેઓનો છોકરો જોઈ રહ્યો છે.

કુટુંબમાં એકબીજાને આદર આપીએ

કુટુંબમાં એકબીજાને આદર-માન આપવા કેમ મહત્ત્વના છે?

કુટુંબમાં પતિ-પત્ની અને બાળકો એકબીજાને આદર આપશે તો તેઓ ખુશ રહેશે અને ઘરમાં શાંતિ રહેશે

  • સેવન પ્રિન્સિપલ્સ ફોર મેકિંગ મેરેજ વર્ક નામના પુસ્તકમાં જણાવ્યું છે: “જો પતિ-પત્ની એકબીજાને માન આપશે, તો તેઓ મોટી બાબતોમાં જ નહિ નાની નાની બાબતોમાં પણ એકબીજાને પ્રેમ બતાવી શકશે.”

  • બીજાઓને માન આપતા બાળકો વિશે એક સંશોધનમાં આમ જણાવ્યું છે: તેઓ પોતાના વિશે સારું વિચારે છે, તેઓનો મમ્મી-પપ્પા સાથે સારો સંબંધ હોય છે અને ટેન્શન કે ચિંતા ઓછી હોય છે.

કુટુંબમાં એકબીજાને આદર-માન આપવા તમારે શું કરવું જોઈએ?

કુટુંબ સાથે મળીને વાતચીત કરો. પહેલું, ખાતરી કરો કે આદર બતાવવા વિશે કુટુંબના બધા લોકોના વિચારો સરખા હોય. બીજું, કુટુંબના દરેક સભ્યએ આદર બતાવવા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ લખી લો. ત્રીજું, જે લખ્યું છે એની આખા કુટુંબ સાથે ચર્ચા કરો, જેથી કુટુંબના દરેક સભ્યને ખબર હોય કે તેમણે આદર બતાવવા શું કરવું જોઈએ.

“સલાહ લીધા વગરની યોજનાઓ નિષ્ફળ જાય છે, પણ ઘણા સલાહકારો હોય ત્યાં કામ પાર પડે છે.”—નીતિવચનો ૧૫:૨૨.

સારો દાખલો બેસાડો. શું તમે કુટુંબના સભ્યોએ કરેલી ભૂલોને વારંવાર યાદ અપાવો છો? તેઓ પોતાના વિચારો જણાવે ત્યારે શું તમે તેઓની મજાક ઉડાવો છો? તેઓ કોઈ વાત કહે ત્યારે શું તમે તેઓની વાત વચ્ચેથી કાપી નાખો છો અથવા એના પર ધ્યાન નથી આપતા?

સૂચન: તમારાં જીવનસાથી અને બાળકોને માન બતાવવાનો પ્રયત્ન કરો, પછી ભલે તમને લાગે કે તેઓ એને લાયક નથી.

“એકબીજાને માન આપવામાં પહેલ કરો.”—રોમનો ૧૨:૧૦.

સહમત ના હોવ ત્યારે પણ બીજાઓને માન આપો. કુટુંબના સભ્યો સાથે વાત કરતી વખતે આવા શબ્દો ન વાપરો: “તમે તો હંમેશા આવું જ કરો છો,” “તમે ક્યારેય મારું સાંભળતા નથી” અથવા “તમારી સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી.” એવું કહેવાથી તેઓને ખોટું લાગી શકે છે અને વાતનું વતેસર થઈ શકે છે.

“નમ્ર જવાબ ક્રોધને શાંત કરે છે, પણ કઠોર શબ્દો ગુસ્સો ભડકાવે છે.”—નીતિવચનો ૧૫:૧.

એક છોકરી jw.org પર વીડિયો જોઈ રહી છે.

યહોવાના સાક્ષીઓ કુટુંબમાં એકબીજાને કઈ રીતે આદર-માન આપે છે?

યહોવાના સાક્ષીઓ કુટુંબના સભ્યોને ઉત્તેજન આપે છે કે તેઓ એકબીજાને આદર આપે. અમારાં લેખો, પુસ્તક-પુસ્તિકાઓ અને વીડિયોમાં એ વિશે જણાવ્યું છે. તમે એ બધાં જ સાહિત્ય મફત મેળવી શકો.

યુગલો માટે: jw.org પર કુટુંબ માટે મદદ વિભાગમાં ઘણા લેખો આપ્યા છે, જેની મદદથી પતિ-પત્ની અમુક વાતો શીખી શકે. જેમ કે . . .

  • સારા સાંભળનાર બનો

  • મુશ્કેલીઓ થાળે પાડો

  • દલીલો ના કરો

(jw.org પર શોધો બૉક્સમાં “કુટુંબ માટે મદદ” ટાઇપ કરો)

માબાપ માટે: jw.org પર કુટુંબ માટે મદદ વિભાગમાં ઘણા લેખો આપ્યા છે, જેની મદદથી માબાપ બાળકોને સારું શિક્ષણ આપી શકે. જેમ કે . . .

  • માતા-પિતાની વાત માનો

  • ઘરકામમાં મદદ કરો

  • “પ્લીઝ” અને “થેંક્યું” કહો

(jw.org પર શોધો બૉક્સમાં “બાળકોનો ઉછેર” અને “બાળક યુવાનીમાં ડગ માંડે ત્યારે” ટાઇપ કરો)

સજાગ બનો! નં. ૨ ૨૦૧૯, “બાળકોને સારા સંસ્કાર આપો” અને સજાગ બનો! નં. ૨ ૨૦૧૮, “કુટુંબ સુખી બનાવો બાર રીતો અજમાવો” પાન ૮-૧૧ વાંચો. (jw.org પર જઈને શોધો બૉક્સમાં એ વિષયો ટાઇપ કરો.)

યુવાનો માટે: jw.org પર તરુણો અને યુવાનો ભાગમાં ઘણાં લેખો, વીડિયો અને વર્કશીટ આપ્યાં છે, જેની મદદથી બાળકો અને યુવાનો ઘણી સારી બાબતો શીખી શકે છે. જેમ કે . . .

  • મમ્મી-પપ્પા અને પોતાનાં ભાઈ કે બહેન સાથે સારો સંબંધ કેળવો

  • મમ્મી-પપ્પાએ બનાવેલા નિયમો વિશે તેઓ સાથે આદરથી વાત કરો

  • મમ્મી-પપ્પાનો ભરોસો જીતો

(jw.org પર શોધો બૉક્સમાં “તરુણો અને યુવાનો” ટાઇપ કરો)

jw.org વેબસાઇટનો ઉપયોગ કરવા કોઈ પૈસા માંગવામાં આવતા નથી. એ માટે સબસ્ક્રિપ્શન લેવાની અને સભ્ય બનવાની જરૂર નથી. એટલું જ નહિ, તમારી કોઈ વ્યક્તિગત માહિતી પણ માંગવામાં આવતી નથી.

જોસફ અરેનબોગન.

વધારે જાણો

જોસફ અરેનબોગન લગ્‍ન પછી પણ મારામારી કરતા અને ડ્રગ્સ લેતા હતા. પછી તેમણે યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો અને ધીરે ધીરે કુટુંબના સભ્યો સાથે તેમનો સંબંધ સુધારવા લાગ્યો. તેમના વિશે વધારે જાણવા jw.org પર જઈને આ લેખ વાંચો: “હું સ્ત્રીઓને અને પોતાને માન આપતા શીખ્યો”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો