વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp પ્રકરણ ૪ પાન ૩૪
  • શા માટે પપ્પા અને મમ્મી જુદાં થયાં?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે પપ્પા અને મમ્મી જુદાં થયાં?
  • પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મથાળાં
  • સરખી માહિતી
  • શા માટે માબાપ જુદાં થાય છે
  • તમે શું કરી શકો
  • સમયની સાજા કરતી અસરો
  • ‘હું તેમને પાછાં ભેગાં કરી શકું’
  • તમારાં માબાપના સુમેળમાં આવવું
  • તમારી લાગણીઓ વિષે વાત કરો
  • જીવન આગળ ચલાવવું
  • છૂટાછેડા વિષે ચાર બાબતો જાણવી જરૂરી છે
    સજાગ બનો!—૨૦૧૦
  • વિખરાયેલો માળો બાળકોનાં કુમળાં દિલ પર થતી અસર
    સજાગ બનો!—૨૦૧૦
પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
yp પ્રકરણ ૪ પાન ૩૪

પ્રકરણ ૪

શા માટે પપ્પા અને મમ્મી જુદાં થયાં?

“મારા પપ્પા અમને છોડી ગયા એ મને યાદ છે. અમને ખરેખર ખબર ન હતી કે શું થઈ રહ્યું છે. મમ્મીએ નોકરી કરવા જવું પડ્યું, અને મોટા ભાગનો સમય અમને એકલા રહેવા દીધાં. કેટલીક વાર અમે બારી પાસે બેસીને ચિંતા કરતાં કે તે પણ અમને છોડીને જતી રહી છે કે શું. . . . ”

—છૂટાછેડા પામેલા કુટુંબમાંની એક છોકરી.

વ્યકિતને તેના માબાપના છૂટાછેડા જગતના અંત જેવા લાગી શકે, એવી દુર્ઘટના જે હંમેશા ટકી રહે એટલું બધું દુઃખ પેદા કરે છે. એ ઘણી વાર શરમ, ગુસ્સો, ચિંતા, પડતા મૂકાવાનો ભય, દોષિતપણું, ઉદાસીનતા, અને ઊંડી ખોટ—અરે બદલો લેવાની ઇચ્છા—ની લાગણીઓનો હુમલો શરૂ કરે છે.

તમારા માબાપ તાજેતરમાં જુદાં થયાં હોય તો, તમે પણ આવી લાગણીઓ અનુભવી રહ્યાં હોય શકો. છેવટે તો, આપણા ઉત્પન્‍નકર્તાએ પિતા અને માતા બંને દ્વારા તમને ઉછેરવામાં આવે એમ ઇચ્છયું હતું. (એફેસી ૬:૧-૩) તોપણ, તમે પ્રેમ કરો છો એવા મા/બાપની દરરોજની હાજરીથી તમને હવે વંચિત રાખવામાં આવે છે. “હું મારા પપ્પાને ખરેખર માન આપતો હતો, અને તેમની સાથે રહેવા માગતો હતો,” પોલ વિલાપ કરે છે, જે સાત વર્ષનો હતો ત્યારે તેના માબાપ જુદાં થયાં. “પરંતુ અમારો હવાલો મમ્મીને મળ્યો.”

શા માટે માબાપ જુદાં થાય છે

ઘણી વાર માબાપ પોતાના કોયડા સારી રીતે સંતાડે છે. “મારા માબાપને ઝગડતા જોયા હોય એવું મને યાદ નથી,” લીન કહે છે, જે બાળક હતી ત્યારે તેના માબાપે છૂટાછેડા લીધા. “મેં વિચાર્યું કે તેઓમાં સંપ છે.” અને માબાપની બોલાચાલી થાય તોપણ, તેઓ જુદાં થાય છે ત્યારે એ આઘાતજનક લાગી શકે!

ઘણાં કિસ્સાઓમાં, મા/બાપ જાતીય ગેરવર્તણૂક માટે દોષિત હોય એને લીધે જુદાં થાય છે. દેવ નિર્દોષ સાથીને છૂટાછેડા મેળવવાની પરવાનગી આપે છે. (માત્થી ૧૯:૯) બીજા કિસ્સાઓમાં, “ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા”માંથી હિંસા ફાટી નીકળે છે, જેથી મા/બાપ પોતાની અને પોતાના બાળકોની શારીરિક સુખાકારી માટે ભય સેવે છે.—એફેસી ૪:૩૧.

કબૂલ કરવામાં આવે છે કે, કેટલાક છૂટાછેડા નજીવા કારણોસર લેવામાં આવે છે. કેટલાક પોતાનાં કોયડાનો ઉકેલ લાવવાને બદલે, સ્વાર્થીપણે છૂટાછેડા લે છે કેમ કે તેઓ દાવો કરે છે કે તેઓ ‘સુખી નથી’ અથવા ‘હવે પ્રેમમાં નથી.’ એ દેવને ગમતું નથી, જે ‘છૂટાછેડાને ધિક્કારે છે.’ (માલાખી ૨:૧૬) ઈસુએ એમ પણ દર્શાવ્યું કે કેટલીક વ્યકિતઓ પોતાનું સાથી ખ્રિસ્તી બનવાને લીધે પોતાનું લગ્‍ન તોડી નાખશે.—માત્થી ૧૦:૩૪-૩૬.

કિસ્સો ગમે તે હોય, તોપણ તમારા માબાપ ચુપ રહે અથવા છૂટાછેડા વિષેના તમારા પ્રશ્નોના ફકત અસ્પષ્ટ જવાબ આપવાનું પસંદ કરે એ હકીકતનો અર્થ એવો થતો નથી કે તેઓ તમને ચાહતાં નથી.a તમારા માબાપ પોતાનાં દુઃખમાં લપેટાયેલા હોવાથી, તેઓને છૂટાછેડા વિષે વાત કરવાનું અઘરું લાગતું હોય શકે. (નીતિવચન ૨૪:૧૦) તેઓને પોતાની પરસ્પર નિષ્ફળતાઓ કબૂલવી કઢંગુ અને શરમજનક પણ લાગી શકે.

તમે શું કરી શકો

તમારી ચિંતાઓ વિષે તમારા માબાપ સાથે શાંતિપૂર્વક ચર્ચા કરવા માટે યોગ્ય સમય નક્કી કરવાનો પ્રયત્ન કરો. (નીતિવચન ૨૫:૧૧) છૂટાછેડા વિષે તમે કેટલા દુઃખી અને ગૂંચવાયેલા છો એ તેઓને જાણવા દો. કદાચ તેઓ તમને સંતોષપ્રદ સમજણ આપશે. ન આપે તોપણ, હતોત્સાહ ન થાઓ. શું ઈસુએ પણ તેમનાં શિષ્યો સમજી ન શકે એવી માહિતી તેઓથી પાછી ન રાખી? (યોહાન ૧૬:૧૨) અને શું તમારા માબાપને બાબતો ખાનગી રાખવાનો હક્ક નથી?

છેવટે, એ બાબતની કદર કરો કે ગમે તે કારણસર પણ, છૂટાછેડા તેઓની વચ્ચેનો વિવાદ છે—તમારી સાથેનો નહિ! વોલર્સ્ટાઈન અને કેલીને છૂટાછેડા લીધેલા ૬૦ કુટુંબોના અભ્યાસમાંથી જણાયું કે યુગલોએ છૂટાછેડા માટે એકબીજાને, પોતાનાં શેઠોને, કુટુંબના સભ્યોને, અને મિત્રોને દોષ આપ્યો. પરંતુ, સંશોધકો કહે છે: “રસપ્રદ છે કે, કોઈએ પણ બાળકોને દોષ આપ્યો નહિ.” તમારા પ્રત્યેની તમારા માબાપની લાગણીઓ બદલાઈ નથી.

સમયની સાજા કરતી અસરો

“સાજું કરવાનો વખત” હોય છે. (સભાશિક્ષક ૩:૩) અને જેમ ભાંગેલા હાડકા જેવા, શાબ્દિક જખમને પૂરેપૂરો સાજો થતાં સપ્તાહો કે મહિનાઓ પણ લાગી શકે તેમ, લાગણીમય જખમોને સાજા થતા સમય લાગે છે.

છૂટાછેડાના સંશોધકો વોલર્સ્ટાઈન અને કેલીને જણાયું કે છૂટાછેડાને બેએક વર્ષોમાં જ “વિસ્તૃત ભયો, દુઃખ, માનવામાં ન આવ્યાનો આઘાત . . . ઊડી જાય છે અથવા પૂરેપૂરાં અદ્રશ્ય થાય છે.” કેટલાક નિષ્ણાતો માને છે કે સૌથી ખરાબ છૂટાછેડા પણ ફકત ત્રણ વર્ષમાં પૂરા થઈ જાય છે. એ લાંબો સમય લાગી શકે, પરંતુ તમારું જીવન સ્થિર થાય એ પહેલાં ઘણું બધું થવું જોઈએ.

એક બાબત એ છે કે, કુટુંબનો નિત્યક્રમ—જે છૂટાછેડાને લીધે ખોરંભે પડ્યો હતો—ફરીથી વ્યવસ્થિત થવો જોઈએ. તમારા માબાપ લાગણીમય રીતે પોતાનાં પગ પર ઊભા રહી શકે એને સમય લાગશે. ફકત ત્યારે જ તેઓ તમને જરૂરી ટેકો આપી શકે. તમારું જીવન કંઈક પ્રમાણમાં નિયમિતતા ફરીથી પ્રાપ્ત કરે તેમ ફરીથી તમને બાબતો સામાન્ય લાગવા માંડશે.

તેમ છતાં, સુલેમાને આ ચેતવણી આપી: “આગલો સમય આ સમય કરતાં સારો હતો તેનું કારણ શું છે એવું તું ન પૂછ; કેમ કે આ વિષે તારે પૂછવું ડહાપણ ભરેલું નથી.” (સભાશિક્ષક ૭:૧૦) ભૂતકાળમાં જીવવું વર્તમાન પ્રત્યે તમને આંધળા બનાવી શકે. છૂટાછેડા અગાઉ તમારા કુટુંબની સ્થિતિ કેવી હતી? “હંમેશા ઘણાં ઝગડાં થતાં—બૂમાબૂમ અને ગાળાગાળી,” એનેટ કબૂલે છે. એવું હોય શકે કે હવે તમે કુટુંબમાં શાંતિનો આનંદ માણો છો?

‘હું તેમને પાછાં ભેગાં કરી શકું’

કેટલાક યુવાનો, કદાચ તેઓના માબાપે ફરીથી લગ્‍ન કરી લીધું હોય તેમ છતાં પણ, પોતાનાં માબાપને ફરીથી ભેગા કરવાના તરંગો દોડાવ્યા કરે છે!

જો કે, છૂટાછેડાનો નકાર કરવાથી કશું બદલાતું નથી. અને કદાચ જગતમાંના સર્વ આંસુઓ, વિનંતીઓ, અને યોજનાઓ તમારા માબાપને ફરીથી ભેગાં નહિ કરે. તેથી અશકય બાબતનો વિચાર કરીને શા માટે પોતાને યાતના આપવી? (નીતિવચન ૧૩:૧૨) સુલેમાને કહ્યું કે “ખોવાઈ ગયેલા તરીકે જતું કરવાનો વખત” હોય છે. (સભાશિક્ષક ૩:૬) તેથી છૂટાછેડાની વાસ્તવિકતા અને કાયમીપણું એમ બંનેનો સ્વીકાર કરો. એને આંબવા માટે આ એક મોટું પગલું છે.

તમારાં માબાપના સુમેળમાં આવવું

તમારા જીવનને ખોરવી નાખવા માટે તમે તમારા માબાપ પર યોગ્યપણે જ ગુસ્સે થયા હોય શકો. જેમ એક યુવાને કડવાશથી કહ્યું: “મારા માબાપ સ્વાર્થી હતાં. તેઓએ ખરેખર અમારે વિષે અને તેઓ જે કરે છે એ અમને કઈ રીતે અસર કરે છે એ વિષે વિચાર કર્યો નહિ. તેઓ તો બસ આગળ વધ્યાં અને પોતાની યોજનાઓ કરી.” એ સાચું પણ હોય શકે. પરંતુ શું તમે ગુસ્સો અને કડવાશનો બોજ ઊંચકીને જીવન પસાર કરો, અને પોતાને હાનિ ન કરો એવું બની શકે?

બાઈબલ સલાહ આપે છે: “સર્વ પ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, . . . તમારામાંથી દૂર કરો. પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને . . . એકબીજાને ક્ષમા કરો.” (એફેસી ૪:૩૧, ૩૨) તમને આટલું ઊંડું દુઃખ પહોંચાડ્યું હોય તેને તમે કઈ રીતે માફ કરી શકો? તમારા માબાપને તટસ્થ દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરો—ભૂલને પાત્ર, અપૂર્ણ માનવીઓ તરીકે. હા, માબાપ પણ ‘પાપ કરે છે અને દેવના મહિમા વિષે અધૂરા રહે છે.’ (રૂમી ૩:૨૩) એ સમજવું તમને તમારા માબાપના સુમેળમાં આવવામાં મદદ કરશે.

તમારી લાગણીઓ વિષે વાત કરો

“મારા માબાપના છૂટાછેડા વિષે મને કેવું લાગ્યું એ મેં ખરેખર કદી પણ ચર્ચ્યું નથી,” અમે એક યુવકનો ઇન્ટર્વ્યૂ લીધો ત્યારે તેણે કહ્યું. યુવકે પોતાનાં માબાપના છૂટાછેડા વિષે વાત કરી ત્યારે, શરૂઆતમાં તે લાગણીશૂન્ય હતો છતાં, ધીમે ધીમે લાગણીવશ બન્યો—અરે આંસુ પણ સાર્યાં. લાંબા સમયથી દબાવી રાખેલી લાગણીઓ બહાર આવી. તેણે એ વિષે આશ્ચાર્ય પામીને કબૂલ્યું: “એ વિષે વાત કરવી મને ખરેખર મદદરૂપ નીવડ્યું છે.”

એ જ પ્રમાણે તમને પણ પોતાને અતડા રાખવાને બદલે, કોઈકમાં ભરોસો મૂકવો મદદરૂપ જણાશે. તમને કેવું લાગે છે, તમારા ભયો અને ચિંતાઓ શું છે, એ તમારા માબાપને જણાવો. (સરખાવો નીતિવચન ૨૩:૨૬.) પરિપકવ ખ્રિસ્તીઓ પણ મદદ કરી શકે. દાખલા તરીકે, કીથનું કુટુંબ છૂટાછેડાને લીધે છિન્‍નભિન્‍ન થયું ત્યારે, તેને પોતાના કુટુંબ તરફથી થોડો જ અથવા જરા પણ ટેકો મળ્યો નહિ. તોપણ તેને બીજી જગ્યાએથી ટેકો મળ્યો. કીથ કહે છે: “ખ્રિસ્તી મંડળ મારું કુટુંબ બન્યું.”

સર્વ ઉપરાંત, “પ્રાર્થનાનાં સાંભળનાર” તમારા આકાશી પિતા તમારું સાંભળશે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) પોલ નામના યુવકને તેના માબાપના છૂટાછેડાને આંબવામાં શામાંથી મદદ મળી, એ યાદ કરે છે: “મેં સર્વ સમયે પ્રાર્થના કરી, અને મને હંમેશા લાગ્યું કે યહોવાહ એક વાસ્તવિક વ્યકિત છે.”

જીવન આગળ ચલાવવું

છૂટાછેડા પછી, બાબત પહેલાં જેવી કદી નહિ હોય. જો કે, કહેવાનો અર્થ એવો નથી કે તમારું જીવન ફળદાયી અને સુખી થઈ શકે નહિ. બાઈબલ સલાહ આપે છે, “ઉદ્યોગમાં આળસુ ન થાઓ.” (રૂમી ૧૨:૧૧) હા, શોક, દુઃખ, કે ગુસ્સાથી ઠરી જવાને બદલે, તમારું જીવન આગળ ચલાવો! તમારા શાળાના કાર્યમાં પરોવાવો. કોઈ શોખ કેળવો. “પ્રભુના કામમાં સદા મચ્યા રહો.”—૧ કોરીંથી ૧૫:૫૮.

એ મહેનત, નિર્ણાયકતા, અને સમયનું પસાર થવું માગી લેશે. પરંતુ છેવટે તમારા માબાપના લગ્‍નનું તૂટી જવું તમારા જીવનની આગવી બાબત નહિ રહે.

[ફુટનોટ]

a સંશોધકો વોલર્સ્ટાઈન અને કેલીએ શોધી કાઢ્યું કે “અભ્યાસ કરવામાં આવેલા [છૂટાછેડા પામેલા માબાપના] સૌથી નાનાં બાળકોમાંથી ચાર પંચમાંસને પૂરતી સમજણ અથવા સતત કાળજીની ખાતરી આપવામાં આવી ન હતી. પરિણામે, તેઓને એક સવારે ઊઠીને જાણવા મળ્યું કે મા/બાપમાંથી એક જતું રહ્યું હતું.”

તમારા માબાપનું લગ્‍ન તૂટી જતાં જોવું, કલ્પી ન શકાય એવા સૌથી દુઃખદ અનુભવોમાંનો એક બની શકે

પહેલાં જીવન કેવું હતું એની યાદગીરીનો વિચાર કર્યા કરવો તમને ફકત ઉદાસીન બનાવશે

ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૪

◻ કેટલાક કયા કારણોસર માબાપ જુદાં થાય છે?

◻ શા માટે તમારા માબાપ માટે એ વિષે વાત કરવી અઘરું હોય શકે? તેઓ એમ વાત કરવામાં અચકાતાં હોય તો તમે શું કરી શકો?

◻ શા માટે ભૂતકાળનો વિચાર કર્યા કરવો અથવા તમારા માબાપને ફરીથી ભેગાં કરવા વિષે તરંગો દોડાવવા નિરર્થક છે?

◻ તમે છૂટાછેડાને આંબવામાં પોતાને મદદ કરવા માટે કેટલીક કઈ હકારાત્મક બાબતો કરી શકો?

◻ તમે તમારા માબાપ પ્રત્યે અનુભવતા હો એ ગુસ્સાને કઈ રીતે હાથ ધરી શકો?

‘શું છૂટાછેડા મારું જીવન બરબાદ કરશે?’

કેટલાક યુવાનો પોતાનાં માબાપના છૂટાછેડાને પગલે પગલે પોતાનું જીવન લગભગ બરબાદ કરે છે. કેટલાક અવિચારી નિર્ણયો કરે છે, જેમ કે ભણવાનું છોડી દેવું. બીજાઓ ગેરવર્તણૂક દ્વારા પોતાનાં ચીડ અને ગુસ્સો વ્યકત કરે છે—જાણે કે છૂટાછેડા લેવા માટે પોતાના માબાપને શિક્ષા કરતાં હોય તેમ. ડેની યાદ કરે છે: “મારા માબાપના છૂટાછેડ પછી હું દુઃખી અને ઉદાસીન હતો. મને શાળામાં કોયડા થવા લાગ્યાં અને એક વર્ષે નપાસ થયો. ત્યાર પછી . . . હું વર્ગનો વિદૂષક બન્યો અને ઘણી મારામારીમાં સંડોવાયો.”

આઘાતજનક વર્તન વ્યકિતના માબાપનું ધ્યાન ખેંચી શકે. પરંતુ તણાવપૂર્ણ સ્થિતિમાં વધુ તણાવ ઉમેરવા સિવાય, બીજું ખરેખર શું સિદ્ધ કરવામાં આવે છે? ખરેખર, માત્ર અપરાધી જ અપરાધ દ્વારા શિક્ષા પામે છે. (ગલાતી ૬:૭) સમજવાનો પ્રયત્ન કરો કે તમારા માબાપ પણ સહન કરી રહ્યાં છે, અને તેઓ તમારી અવગણના કરતા જણાય છે એ ખરેખર બદઈરાદાથી નથી. ડેનીની મમ્મીએ કબૂલ કર્યું: “મેં જરૂર મારાં બાળકોની અવગણના કરી છે. છૂટાછેડા પછી, હું પોતે જ એવા ગૂંચવાડામાં હતી કે, હું તેઓને મદદ કરી જ ન શકી.”

બાઈબલ હેબ્રી ૧૨:૧૩માં સલાહ આપે છે: “પોતાના પગોને સારુ પાધરા રસ્તા કરો, જેથી જે લંગડું છે, તે ઊતરી ન જાય.” માબાપ તરફની શિષ્ત ન હોય છતાં, ગેરવર્તન માટે કોઈ બહાનું નથી. (યાકૂબ ૪:૧૭) પોતાનાં કાર્યો માટેની જવાબદારી સ્વીકારો અને આત્મશિષ્ત આચરો.—૧ કોરીંથી ૯:૨૭.

તેમ જ, અવિચારી નિર્ણયો લેવાનું નિવારો, દાખલા તરીકે, ઘર છોડી જવું. “ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.” (નીતિવચન ૧૪:૧૫) આ સમયે તમારા માબાપ એટલા બધા વિચલિત હોય કે તમારું સાંભળી ન શકે તો, શા માટે તમારા નિર્ણયો વિષે મોટી ઉંમરના મિત્ર સાથે વાત કરતા નથી?

હજુ પણ, તમને તમારા ભાવિ વિષે કેટલીક ચિંતા હોય શકે. તમારા માબાપનું લગ્‍ન નિષ્ફળ ગયું છે તેથી, સમજી શકાય એમ છે કે સફળ લગ્‍નનો આનંદ માણવાના તમારા પોતાના ભાવિ વિષે તમને ચિંતા હોય શકે. સદ્‍ભાગ્યે, વૈવાહિક દુઃખ એવી બાબત નથી જે તમે તમારા માબાપ પાસેથી વારસામાં મેળવો—જેમ કે લાખું. તમે અજોડ વ્યકિત છો, અને ભવિષ્યમાં તમારું લગ્‍ન કેવું નીવડશે એનો આધાર, તમારા માબાપની નિષ્ફળતાઓ પર નહિ, પરંતુ તમે અને તમારું સાથી દેવના શબ્દને કેટલી હદ સુધી લાગુ પાડો છો એના પર રહેલો છે.

તમે અગાઉ સામાન્ય ગણી લીધેલી બાબતો—ખોરાક, કપડાં, રહેઠાણ, પૈસા—વિષે ચિંતા કરતા જણાઈ શકો. માબાપ સામાન્ય રીતે છૂટાછેડા પછી પોતાના બાળકોના ભરણપોષણની વ્યવસ્થા કરે છે, ભલે મમ્મીને નોકરી કરવી પડે. તથાપિ, સરવાઈવીંગ ધ બ્રેકઅપ પુસ્તક વાસ્તવિકપણે જ ચેતવણી આપે છે: “જેણે પહેલાં એક કૌટુંબિક એકમનું ભરણપોષણ કર્યું એણે હવે બે કુટુંબોનું ભરણપોષણ કરવાનું છે, જે કુટુંબના દરેક સભ્યને પોતાનું જીવન ધોરણ નીચું લાવવા ફરજ પાડે છે.”

તેથી, એમ બની શકે કે, નવા કપડાં જેવી બાબતો, જેનો તમે આનંદ માણતા હતા એના વગર ચલાવતા તમારે ટેવાવું પડે. પરંતુ બાઈબલ આપણને યાદ દેવડાવે છે: “આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી; પણ આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.” (૧ તીમોથી ૬:૭, ૮) કદાચ તમે કુટુંબનું નવું બજેટ ઘડવામાં પણ મદદ કરી શકો. એ પણ યાદ રાખો કે, યહોવાહ “પિતૃહીન છોકરાઓના પિતા” છે. (ગીતશાસ્ત્ર ૬૮:૫, NW) તમે ખાતરી રાખી શકો કે, તે તમારી જરૂરિયાતો વિષે ઊંડી ચિંતા ધરાવે છે.

યિર્મેયાહે અવલોકયું: “યુવાવસ્થામાં ઝૂંસરી ઉપાડવી એ માણસને વાસ્તે સારૂં છે.” (યિર્મેયાહનો વિલાપ ૩:૨૭) સાચું, માબાપને જુદાં થતાં જોવામાં કંઈ પણ “સારૂં” નથી. પરંતુ આ નકારાત્મક અનુભવને પણ તમારા લાભમાં ફેરવવાનું શકય છે.

સંશોધક જ્યુડિથ વોલર્સ્ટાઈને અવલોકયું: “કુટુંબની કટોકટીથી અસર પામેલાં [છૂટાછેડા પામેલાં માબાપના બાળકો મધ્યે] લાગણીમય અને બુદ્ધિમય વૃદ્ધિ પ્રભાવશાળી અને કેટલીક વાર પ્રેરક હતી. યુવાનીયાઓએ . . . પોતાનાં માબાપના અનુભવોનો ગંભીરતાથી વિચાર કર્યો અને પોતાનાં ભાવિ માટે વિચારપૂર્ણ તારવણીઓ કાઢી. તેઓ પોતાનાં માબાપે કરેલી ભૂલો નિવારવાના માર્ગો વિષે ચિંતાતુર હતાં.”

નિઃશંક, તમારા માબાપનું જુદાં થવું નિશ્ચો તમારા જીવન પર છાપ પાડશે. પરંતુ એ ભૂંસાઈ જનારો ડાઘ છે કે પાકી ગયેલો ધા એનો મોટો આધાર તમારા પર છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો