વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp પ્રકરણ ૬ પાન ૫૦
  • શા માટે મારા ભાઈબહેન સાથે વ્યવહાર રાખવો આટલું અઘરું છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે મારા ભાઈબહેન સાથે વ્યવહાર રાખવો આટલું અઘરું છે?
  • પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મથાળાં
  • સરખી માહિતી
  • આગ હોલવવી
  • ‘એ અન્યાય છે!’
  • ભાઈઓ અને બહેનો—એક આશીર્વાદ
  • હું કઈ રીતે મારા ભાઈ કે બહેનથી અલગ, મારી પોતાની ઓળખ બનાવી શકું?
    સજાગ બનો!—૨૦૦૪
  • હું કઈ રીતે મારા ભાઈ-બહેન સાથે સંપીને રહી શકું?
    સજાગ બનો!—૨૦૧૧
  • યુવાન લોકો પૂછે છે. . . .
    સજાગ બનો!—૧૯૯૭
  • યુવાનો પૂછે છે . . . કેમ મારા ભાઈ કે બહેને આપઘાત કર્યો?
    સજાગ બનો!—૨૦૦૮
વધુ જુઓ
પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
yp પ્રકરણ ૬ પાન ૫૦

પ્રકરણ ૬

શા માટે મારા ભાઈબહેન સાથે વ્યવહાર રાખવો આટલું અઘરું છે?

ભાઈબહેનોની હરીફાઈ—એ કાઈન અને હાબેલ જેટલી જૂની છે. એવું નથી કે તમે તમારા ભાઈબહેનો (ભાઈ અથવા બહેન)ને ધિક્કારો છો. એક યુવાને કબૂલ્યું: “મારા હૃદયમાં ઊંડે, જ્યાં હું હમણાં પહોંચી શકતો નથી, ત્યાં મારું માનવું છે કે હું મારા ભાઈને ચાહું છું. એક પ્રકારનો પ્રેમ રાખું છું.”

શા માટે ઘણી વાર ભાઈબહેનોના સંબંધની સપાટી તળે દુશ્મનાવટ લપાયેલી હોય છે? લેખક હેરિયટ વેબસ્ટર કુટુંબ ચિકિત્સક કલોડિઆ સ્વાઈત્ઝરને એમ કહેતાં ટાંકે છે: “દરેક કુટુંબમાં અમુક પ્રમાણમાં પૂંજી રહેલી છે, કેટલીક લાગણીમય અને કેટલીક ભૌતિક.” વેબસ્ટર ઉમેરે છે: “ભાઈબહેનો ઝગડે છે ત્યારે, તેઓ સામાન્ય રીતે આ પૂંજી માટે હરીફાઈ કરતાં હોય છે, જેમાં માબાપના પ્રેમથી માંડીને પૈસા અને કપડાંનો સમાવેશ થાય છે.” દાખલા તરીકે, કામિલી અને તેના પાંચ ભાઈબહેનો વચ્ચે ત્રણ બેડરૂમો છે. “કેટલીક વાર હું એકાંત ઇચ્છું છું,” કામિલી કહે છે, “અને હું તેઓને બહાર રાખી બારણું બંધ કરવા માગું છું, પરંતુ તેઓ હંમેશા આસપાસ હોય છે.”

લહાવાઓ અને ઘરેલુ જવાબદારીઓના સહભાગી થવા વિષે પણ જંગ ખડો થઈ શકે. મોટા યુવાનિયાઓ પાસે અપેક્ષા રાખવામાં આવે કે તેઓ ઘરકામનો મોટો હિસ્સો કરે ત્યારે, તેઓને ખીજ ચઢી શકે. નાનાં બાળકો વધુ મોટા ભાઈબહેનોના હુકમો તરફ પગ પછાડી શકે અથવા વધુ મોટા ભાઈબહેનો અતિઇચ્છનીય લહાવાઓ મેળવે ત્યારે ઈર્ષાળુ બની શકે. ‘મારી બહેન ગાડી ચલાવતા શીખે છે, અને હું શીખી શકતી નથી,’ ઈંગ્લેન્ડમાંની એક તરુણી વિલાપ કરે છે. ‘મને ખીજ ચડે છે, અને તેને માટે બાબતો મુશ્કેલ બનાવવાનો પ્રયત્ન કરું છું.’

કેટલીક વાર ભાઈબહેનો વચ્ચેનો વિખવાદ ફકત વ્યકિતત્વની ભિન્‍નતાનું પરિણામ હોય છે. સત્તર વર્ષની ડાયેન પોતાનાં ભાઈબહેનો વિષે કહે છે: “તમે એકબીજાને દરરોજ જુઓ, સવાર-સાંજ . . . અને તમે એ જ વ્યકિતને દરરોજ એ જ બાબત કરતા જુઓ જે તમને ચીડ ચડાવતી હોય—તો એ તમને અસર કરી શકે.” યુવાન એન્ડ્રી ઉમેરે છે: “તમે ઘરે હો ત્યારે . . . , તમે જેવા હો તેવા વર્તી શકો.” દુર્ભાગ્યે, ‘પોતે જેવા હો તેવા વર્તવાʼનો અર્થ ઘણી વાર સભ્યતા, માયાળુપણું, અને કુનેહ પડતાં મૂકવાં થાય છે.

ભાઈબહેનો વચ્ચેના સંર્ઘષનો બીજો સામાન્ય મુદ્દો માબાપની પસંદગીઓ (‘મમ્મીને તું સૌથી વધારે ગમે છે!’) હોય છે. માનસશાસ્ત્રના પ્રોફેસર લી સોક કબૂલે છે: “મા/બાપ કોઈ પણ રીતે પોતાનાં બધાં બાળકો પર સરખો જ પ્રેમ રાખી ન શકે કેમ કે તેઓ બધાં ભિન્‍ન માનવીઓ હોય છે, અને અનિવાર્યપણે આપણી [માબાપ] પાસેથી ભિન્‍ન પ્રત્યાઘાતો બહાર લાવે છે.” એ બાઈબલ સમયોમાં પણ સાચું હતું. કુટુંબવડો યાકૂબ (ઈસ્રાએલ) “તેના સર્વ દીકરાઓ કરતાં યુસફ પર વિશેષ પ્રીતિ કરતો હતો.” (ઉત્પત્તિ ૩૭:૩) યુસફના ભાઈઓએ તેની કડવી ઈર્ષા કરી.

આગ હોલવવી

“બળતણ ન હોવાથી અગ્‍નિ હોલવાઈ જાય છે.” નીતિવચન ૨૬:૨૦ કહે છે. ઘણી વાર વનમાંનો દવ અટકાવવા માટે અગ્‍નિવિક્ષેપ પટ્ટીઓ કાપવામાં આવે છે, એવો વિસ્તાર જેમાંના બધાં જ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યાં હોય. આગ લાગે તોપણ, એ સામાન્ય રીતે એ હદ સુધી આવે છે અને પછી હોલવાય જાય છે. તેવી જ રીતે, એવી કેટલીક રીતો છે જેનાથી અસહમતીઓ નિવારી—અથવા ઓછામાં ઓછું મર્યાદિત કરી—શકાય. એક રીત છે કે દલીલબાજી ફાટી નીકળે એ પહેલાં વાતચીતવ્યવહાર કરવો અને તડજોડ કરવી.

દાખલા તરીકે, શું એકાંતની ખામીનો કોયડો છે? એમ હોય તો, વાદવિષય ઊભો થયો ન હોય એવા સમયે, ભેગાં બેસીને ખેરખરું સમયપત્રક બનાવવાનો પ્રયત્ન કરો. (‘આ દિવસો/કલાકો દરમ્યાન રૂમ મને મળશે, અને તને આ બીજા દરમ્યાન.’) પછી “તમારું બોલવું તે હાનું હા, ને નાનું ના” કરીને સહમતીને માન આપો. (માત્થી ૫:૩૭) ફેરગોઠવણ જરૂરી બનાવતી કોઈક બાબત આવી પડે તો, જણાવ્યા વિના બીજી વ્યકિત પર ફેરફાર લાદી દેવાને બદલે, તેને અગાઉથી જણાવો.

શું તમે મિલકતના હક્કો વિશે યુદ્ધે ચડ્યાં છો? એક તરુણીએ ફરિયાદ કરી: “મારી સાવકી બહેન હંમેશા મને પૂછ્યા વિના મારી વસ્તુઓ વાપરે છે. તેણે મારો મેકપ પણ વાપર્યો, અને પછી મને એમ કહેવાની હિંમત કરી કે મેં યોગ્ય પ્રકારનો મેકપ ખરીદ્યો ન હતો!” તમે છેવટનો ચુકાદો આપનાર તરીકે તમારા માબાપને બોલાવી શકો. પરંતુ એ સારું થશે કે, શાંતિની પળોમાં તમારા ભાઈ કે બહેન સાથે બેસો. વ્યકિતગત “હક્કો” વિષે ખેંચાખેંચ કરવાને બદલે, ‘સહભાગી થવા તૈયાર’ થાઓ. (૧ તીમોથી ૬:૧૮) ઉછીનું લેવા વિષેના કેટલાક નિયમો વિષે સહમત થવાનો પ્રયત્ન કરો, જેમાંનો એક હંમેશા પૂછ્યા વિના લેવું નહિ હોય શકે. જરૂરી હોય તો તડજોડ કરો. આ રીતે તમે અગ્‍નિ ભડકે એ પહેલાં ‘હોલવાતો’ જોઈ શકો!

પરંતુ કોઈક ભાઈબહેનનું વ્યકિતત્વ તમને ચીડ ચડાવતું હોય તો શું? ખરેખર, તમે તેને બદલવા થોડું જ કરી શકો. તેથી ‘પ્રેમથી એકબીજાનું સહન કરતા’ શીખો. (એફેસી ૪:૨) ભાઈબહેનની ભૂલો અને નબળાઈઓને મોટી બનાવવાને બદલે, ખ્રિસ્તી પ્રેમ લાગુ પાડો, જે “પાપના પુંજને ઢાંકે છે.” (૧ પીતર ૪:૮) કઠોર અથવા બિનમાયાળુ બનવાને બદલે, “રીસ ક્રોધ, અદાવત, નિંદા,” એ સર્વ દૂર કરો અને “તમારું બોલવું હંમેશા કૃપાયુકત સલૂણું હોય.”—કોલોસી ૩:૮; ૪:૬.

‘એ અન્યાય છે!’

“મારી બહેનને જે જોઈએ છે તે બધું જ મળે છે,” એક યુવક વિલાપ કરે છે. “પરંતુ મારો વારો આવે છે ત્યારે, મને બિલકુલ પડતો મૂકવામાં આવે છે.” પરિચિત લાગે છે? પરંતુ પેલા પૂરેપૂરા અર્થવાળા શબ્દો લો, “બધું જ” અને “બિલકુલ.” શું પરિસ્થિતિ ખરેખર એટલી વણસેલી છે? શકયપણે નહિ. અને એમ હોય તોપણ, શું બે ભિન્‍ન વ્યકિતઓ સાથે બધી રીતે સરખો જ વ્યવહાર કરવામાં આવે એવી અપેક્ષા રાખવી વાસ્તવિક છે? અલબત્ત નહિ જ! તમારા માબાપ ફકત તમારી વ્યકિતગત જરૂરિયાતો અને સ્વભાવ અનુસાર વર્તતા હશે.

પરંતુ શું માબાપ કોઈ એક બાળક પર વિશેષ કૃપા બતાવે એ અન્યાય નથી? એવું જરૂરી નથી. યાકૂબે પોતાના પુત્ર યુસફ પર કઈ રીતે કૃપા બતાવી એ યાદ કરો. કારણ? યુસફ યાકૂબની મૃત્યુ પામેલી વહાલી પત્ની રાહેલનો પુત્ર હતો. યાકૂબને પોતાના આ પુત્ર પ્રત્યે વિશેષ સાનિધ્ય લાગ્યું એ શું સંપૂર્ણપણે સમજી શકાય એમ નથી? તેમ છતાં, યુસફ માટેના પ્રેમને લીધે તેના બીજા પુત્રોને બાકાત રાખવામાં આવ્યાં ન હતાં, કેમ કે તેણે તેઓની ભલાઈ વિષે ખરેખરી ચિંતા વ્યકત કરી. (ઉત્પત્તિ ૩૭:૧૩, ૧૪) આમ યુસફ માટેની તેઓની ઈર્ષા પાયા વગરની હતી!

તેવી જ રીતે, સહિયારા રસ, સરખું વ્યકિતત્વ, અથવા બીજા ઘટકોને લીધે, તમારા માબાપ તમારા ભાઈ કે તમારી બહેન પ્રત્યે નીકટતા ધરાવતા હોય શકે. એનો અર્થ એવો થતો નથી કે તેઓ તમને ચાહતાં નથી. તમે ખીજ કે ઈર્ષા અનુભવતા હો તો, સમજો કે તમારા અપૂર્ણ હૃદયે તમારામાંના સારાપણાંને હરાવી નાખ્યું છે. આવી લાગણીઓને આંબવા પ્રયત્ન કરો. તમારી જરૂરિયાતો પૂરી પાડવામાં આવતી હોય ત્યાં સુધી, કોઈ ભાઈબહેનને વધારાનું ધ્યાન મળતું જણાય એનાથી શા માટે વિહ્‍વળ બનવું?

ભાઈઓ અને બહેનો—એક આશીર્વાદ

કેટલીક વાર એ માનવું અઘરું લાગી શકે—ખાસ કરીને તેઓ તમને પજવતાં હોય ત્યારે. પરંતુ યુવાન ડાયેન આપણને યાદ દેવડાવે છે: “ભાઈઓ અને બહેનો હોવાં આનંદની બાબત છે.” તેને સાત છે. “તમારી પાસે વાત કરવા અને તમારા અનુભવોના સહભાગી થવા કોઈક હોય છે.”

એન મરી અને તેનો ભાઈ એન્ડ્રી ઉમેરે છે: “તમે તમારા મિત્રો સાથે ફરવા જઈ શકો છતાં, તમારી પાસે હંમેશા તમારા ભાઈઓ અને બહેનો હોય છે. તમારે રમત રમવી હોય કે બાગમાં જવું હોય ત્યારે તેઓ હંમેશા હાજર હોય છે.” ડોનાને બીજો વ્યવહારુ લાભ દેખાય છે: “ઘરકામમાં કોઈક તમારી સાથે સહભાગી થાય છે.” બીજાઓએ પોતાના ભાઈ કે બહેનને “ખાસ સલાહકાર અને સાંભળનાર” અને એવી વ્યકિત જે “સમજે” તરીકે વર્ણવ્યા છે.

પછીથી જીવનમાં, તમે બીજાઓ સાથે એવા કોયડા અનુભવશો જે તમે હમણાં તમારા ભાઈ કે બહેન સાથે અનુભવો છો. ઈર્ષા, મિલકતના હક્કો, પક્ષપાતી વ્યવહાર, એકાંતની ખામી, સ્વાર્થ, વ્યકિતત્વની ભિન્‍નતાઓ—આવા કોયડા જીવનનો ભાગ છે. તમારા ભાઈઓ અને બહેનો સાથે વ્યવહાર કરતાં શીખવું, માનવ સંબંધોના ક્ષેત્રમાં સારી તાલીમ છે.

સત્તર વર્ષનો એન્ડ્રી ૧ યોહાન ૪:૨૦માંના બાઈબલના શબ્દોનો પડઘો પાડે છે, જ્યારે તે કહે છે: “તમે જે લોકોને જોઈ શકો છો તેઓ સાથે વ્યવહાર ન કરી શકો તો, યહોવાહ જેમને તમે જોઈ શકતા નથી તેમની સાથે કઈ રીતે વ્યવહાર કરી શકશો?” વખતોવખત તમારા ભાઈઓ અને બહેનો સાથે અસહમતી ઊભી થશે. પરંતુ તમે સહભાગી થતા, વાતચીતવ્યવહાર કરતા, અને તડજોડ કરતા શીખી શકો. આવા પ્રયત્નોનું પરિણામ? તમે નિર્ણય કરી શકો કે છેવટે ભાઈ કે બહેન હોવાં, લાગે છે એટલું ખરાબ નથી.

“મા/બાપ કોઈ પણ રીતે પોતાનાં બધાં બાળકો પર સરખો જ પ્રેમ રાખી ન શકે કેમ કે તેઓ બધાં ભિન્‍ન માનવીઓ હોય છે.”—માનસશાસ્ત્રના પ્રોફેસર લી સોક

ઘણી વાર મને બહેન ન હોવાની ખોટ સાલે છે; તોપણ મને કેટલાક લાભો છે

ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૬

◻ શા માટે ઘણી વાર ભાઈઓ અને બહેનો વચ્ચે વિખવાદ થાય છે?

◻ તમે એકાંત અને મિલકતના હક્કો વિષેના વિખવાદો કઈ રીતે નિવારી શકો?

◻ શા માટે કેટલીક વાર માબાપ અમુક બાળક પર વિશેષ કૃપા બતાવે છે? તમને લાગે છે કે એ જરૂરીપણે અન્યાય છે?

◻ શું એકના એક બાળકને ગેરલાભ છે?

◻ ભાઈઓ અને બહેનો હોવાના કેટલાક લાભો કયાં છે?

‘હું એકનું એક બાળક છું’

તમારી સ્થિતિ એવી હોય તો, તમને ગેરલાભ થાય એવું જરૂરી નથી. એક બાબત એ છે કે, બીજા યુવાનોને પોતાનાં ભાઈબહેનો સાથે વ્યવહાર કરવામાં મુશ્કેલી પડે છે ત્યારે, તમે તમારા નીકટના સાથીઓ પસંદ કરી શકો (અલબત્ત, તમારા માબાપની સ્વીકૃતીથી). તમારી પાસે અભ્યાસ, મનન, અથવા અમુક હુન્‍નર કે કલા વિકસાવવા માટે વધુ સમય હોય શકે.—એકલતા પરનું પ્રકરણ ૧૪ જુઓ.

યુવાન થોમસ બીજા લાભ તરફ નિર્દેશે છે જ્યારે તે કહે છે: “એકના એક બાળક તરીકે મને મારા માબાપનું પૂરેપૂરું ધ્યાન મળ્યું.” સાચું, માબાપનું વધુ પડતું ધ્યાન યુવાનને આત્મ-કેન્દ્રિત બનાવી શકે. પરંતુ માબાપ ધ્યાન આપવામાં સમતુલા બતાવે તો, એ તમને વધુ ઝડપથી પરિપકવ બનવા અને પુખ્ત વ્યકિતઓ મધ્યે સ્વસ્થતા અનુભવવા મદદ કરી શકે.

જો કે, તમારે બાબતોના સહભાગી થવા ભાઈઓ કે બહેનો ન હોવાથી, સ્વાર્થી બનવાનો ભય રહેલો છે. ઈસુએ સલાહ આપી: ‘આપવાની ટેવ પાડો.’ (લુક ૬:૩૮) મિત્રો અને સગાઓ સાથે વસ્તુઓના સહભાગી થવાનો પ્રયત્ન કરો. શકય હોય ત્યાં તમારી મદદ રજુ કરીને, બીજાઓની જરૂરિયાતો પ્રત્યે આંખો ખુલ્લી રાખવાની ટેવ પાડો. લોકો આવી ઉદારતાનો પ્રત્યુત્તર આપશે. અને તમને જણાશે કે તમે એકના એક બાળક હોવા છતાં, એકલતાથી ઘણે દૂર હશો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો