વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g97 ૧૧/૮ પાન ૨૫-૨૭
  • યુવાન લોકો પૂછે છે. . . .

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુવાન લોકો પૂછે છે. . . .
  • સજાગ બનો!—૧૯૯૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • શા માટે તેઓ પક્ષપાત બતાવે છે
  • અસમાન વ્યવહાર​—⁠અન્યાય?
  • નિર્ણાયક બનતા શીખવું
  • યુવાન લોકો પૂછે છે . . .
    સજાગ બનો!—૧૯૯૭
  • શા માટે મારા ભાઈબહેન સાથે વ્યવહાર રાખવો આટલું અઘરું છે?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મમ્મી-પપ્પાને વધારે સારી રીતે જાણવા શું કરું?
    સજાગ બનો!—૨૦૧૦
  • હું કઈ રીતે મારા ભાઈ કે બહેનથી અલગ, મારી પોતાની ઓળખ બનાવી શકું?
    સજાગ બનો!—૨૦૦૪
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૭
g97 ૧૧/૮ પાન ૨૫-૨૭

યુવાન લોકો પૂછે છે. . . .

શા માટે મારા ભાઈ પ્રત્યે વધારે ધ્યાન આપવામાં આવે છે?

“મારા ભાઈઓ અને બહેનો અયોગ્ય વર્તન કરે ત્યારે તેઓને​—⁠યોગ્ય કે અયોગ્ય​—⁠વધારે ધ્યાન આપવામાં આવે છે એ મને વ્યથિત કરે છે. પરંતુ હું આજ્ઞાંકિત હોવા છતાં, તેઓ મને ઓછું ધ્યાન આપે છે.”​—⁠૧૮ વર્ષની કવિતા.a

“મારા ભાઈ અને બહેનોને વધારે ધ્યાન આપવામાં આવે છે અને સારી રીતે વ્યવહાર કરવામાં આવે છે. મને જે મળે છે એ મોટે ભાગે સલાહ છે. તેઓને પણ સલાહ આપવામાં આવે તો મને સારું લાગે.”​—⁠૧૫ વર્ષની લતા.

“મને એવું લાગે છે કે મારા મોટા ભાઈ અને બહેનોને વધારે લહાવાઓ અને ધ્યાન આપવામાં આવે છે.”

​—⁠૧૩ વર્ષનો વિનોદ.

આપણે જન્મ્યા છીએ ત્યારથી, આપણ સર્વને આપણાં માબાપ પાસેથી ધ્યાનની જરૂર છે. અને તમને એવું લાગે કે તમને પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તો, સમજી શકાય એમ છે કે તમને દુઃખ થાય કે ગુસ્સો પણ આવી શકે. ખાસ કરીને એવું લાગતું હોય કે તમારા ભાઈબહેનોને​—⁠મોટા, નાના, સારા-વર્તનવાળા કે કદીપણ આજ્ઞા ન પાળનારા હોય તેઓને​—⁠દરેક સમયે ધ્યાન આપવામાં આવે છે. તમે કદાચ દાઊદના જેવું અનુભવી શકો, જેણે લખ્યું: “સ્મરણમાંથી લોપ થએલા મરેલાની માફક તેઓ મને ભૂલી જાય છે; હું ફૂટેલા વાસણ જેવો છું.”​—⁠ગીતશાસ્ત્ર ૩૧:⁠૧૨.

તમને અપાવું જોઈએ એ ધ્યાન તમારા ભાઈબહેનને આપવામાં આવે છે એ જોવું તમારા માટે દુઃખદાયક હોય શકે. પરંતુ શું એનો અર્થ એવો કરવો જરૂરી છે કે તમને પ્રેમ કરવામાં આવતો નથી? જરાય નહિ. કેટલાક યુવાનો વધારે ધ્યાન મેળવે છે કારણ કે તેઓ પાસે અસાધારણ કુશળતા કે મૈત્રીપૂર્ણ વ્યક્તિત્વ હોય છે. ૧૧ વર્ષનો મોહન કહે છે: “મારો નાનો ભાઈ કુમાર હજુ તો ત્રીજા ધોરણમાં ભણે છે છતાં તે પાંચમાં ધોરણની વાદકમંડળીમાં વગાડે છે. તે રમતગમત અને ગણિતમાં પણ ઘણો સારો છે. હકીકતમાં, તે તેના વર્ગમાં એ ગ્રેડ મેળવે છે. કેટલીક વાર મને લાગે છે કે લોકોને મારા કરતાં તે વધારે ગમે છે, પરંતુ હું તેની અદેખાઈ કરતો નથી. વારુ, થોડા પ્રમાણમાં કરતો હોઈ શકું.”

એવા પણ યુવાનો છે કે જે તેઓ ફક્ત મોટા​—⁠કે નાના હોવાના કારણે તેમનાં માબાપનો મોટા ભાગનો સમય મેળવતા હોય છે. બાઇબલ યુવાન યુસફ વિષે કહે છે: “ઇસ્રાએલ તેના સર્વ દીકરાઓ કરતાં યુસફ પર વિશેષ પ્રીતિ કરતો હતો, કેમકે તે તેના ઘડપણનો દીકરો હતો.” (ઉત્પત્તિ ૩૭:​૩, ૪) બીજી તર્ફે, ૧૮ વર્ષના ટોડને લાગ્યું કે તેનો ભાઈ મોટો હોવાને લીધે ધ્યાન મેળવતો હતો. તે યાદ કરે છે: “એક વાર શાળાના પ્રોજેક્ટ માટે અમને અમારો નાનપણનો અમારી પસંદનો ફોટો લાવવાનું કહ્યું. મારા થોડાક જ ફોટા હતા જ્યારે મારા મોટા ભાઈના ઘણા વધારે ફોટા હતા. એણે મને આશ્ચર્ય પમાડ્યું કે શા માટે.”

તેમ છતાં, મોટે ભાગે ભાઈબહેનને સમસ્યાઓ હોવાના કારણે વધારે ધ્યાન આપવામાં આવે છે​—⁠કદાચ કે જે સમસ્યાઓથી તમે અજાણ છો. “હું લગભગ ૧૬ વર્ષની હતી ત્યારે, મારો મોટો ભાઈ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો હતો,” કમલ સમજાવે છે, કે જે હમણાં ૨૨ વર્ષની છે. “તે ખરેખર નક્કી કરી શકતો ન હતો કે તેને યહોવાહની સેવા કરવી છે કે કેમ, અને મારાં માબાપ તેને વધુ ધ્યાન આપતા હતા. એ સમયે, હું સમજી શકી નહિ કે શા માટે. મને એવું લાગ્યું કે તેઓ મારા વિષે જરાય કાળજી રાખતા નથી. એ સમયે મને દુઃખ થતું અને અવગણના કરવામાં આવી રહી છે એવું પણ લાગતું​—⁠હું ગુસ્સે પણ થતી.”

શા માટે તેઓ પક્ષપાત બતાવે છે

તેમ છતાં, કેટલીક વખત માબાપ સીધેસીધો પક્ષપાત બતાવવાના ગુનેગાર હોય છે. એક માતાએ કબૂલ્યું: “હું જાણું છું અમે અમારી દીકરીનો પક્ષ લેતા ત્યારે અમારા દીકરા પાઊલને ઘણું દુઃખ થતું. તેણે અમને સીધેસીધું કહ્યું, ‘તમે અને પપ્પા લીઝા કંઈ પણ કહે છે ત્યારે હંમેશા એકમેકની સામે જુઓ છો.’ પહેલાં તો અમને ખબર ન પડી કે તે શેના વિષે વાત કરી રહ્યો હતો. ત્યાર પછી અમને સમજણ પડી કે અમે સતત એકમેકની સામે જોતાં હતા કે ‘અમારી દીકરીએ કંઈક કર્યું છે.’ તેણે અમને સજાગ કર્યા હોવાથી, અમે એમ ન કરવા પ્રયત્ન કરીએ છીએ.”

પરંતુ માબાપ કયાં કારણોસર પક્ષપાત બતાવે છે? તેઓનો પોતાનો ઉછેર એનું એક કારણ હોય શકે. દાખલા તરીકે, તમારી માતા નાના બાળક તરીકે મોટી થઈ હોય તો, તે તેના સૌથી નાના બાળકની વધારે નજીક જોવા મળી શકે. અજાણતા, તે તેનો પક્ષ લેવાનું વલણ ધરાવી શકે. અથવા માબાપ અને બાળકનો સ્વભાવ અને રુચિ એકમેકને મળતી હોય શકે. બાઇબલ ઈસ્હાક અને રિબકાહના જોડીયા દીકરાઓ, યાકૂબ અને એસાવ વિષે જે કહે છે એનો વિચાર કરો: “અને તે છોકરા મોટા થયા: અને એસાવ ચતુર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો; પણ યાકૂબ સુંવાળો માણસ ને માંડવાઓમાં રહેનાર હતો. હવે ઈસ્હાક એસાવ પર પ્રીતિ કરતો હતો, કેમકે તે તેનો શિકાર ખાતો હતો; પણ રિબકાહ યાકૂબ પર પ્રીતિ કરતી હતી.”​—⁠ઉત્પત્તિ ૨૫:​૨૭, ૨૮.

તમારાં માબાપ તમારા ભાઈબહેનોમાંથી એકના પ્રત્યે પક્ષપાત કરતા જણાય તો તમારે શું કરવું જોઈએ?b તમે કદાચ તમારાં માબાપ સાથે એ વિષે શાંતિથી અને તહોમત મૂક્યા વિના વાત કરવાનો પ્રયત્ન કરી શકો. (નીતિવચન ૧૫:⁠૨૨) તેમને માનપૂર્વક સાંભળીને, તમે બાબતોને તેમના દૃષ્ટિબિંદુથી જોઈ શકો. આ તમારી ઉદાસીનતા દૂર કરવા મદદ કરી શકે. (નીતિવચન ૧૯:⁠૧૧) એક તરૂણી કહે છે: “મારી મમ્મી મારા કરતાં મારા ભાઈની વધારે નજીક હતી એ બાબત મને ખરેખર બેચેન બનાવતી હતી. મેં એને એ બાબત વિષે પૂછ્યું ત્યારે, તેણે મને સમજાવ્યું કે તેનો ભાઈ તેના પપ્પા જેવો હોવાથી, તેણી તેની નજીક છે. અને હું વધારે મમ્મી જેવી હોવાથી હું મારા પપ્પાની નજીક છું. આ રીતે, તેણી અને હું એકસરખાં હોવાના લીધે, અમે એકમેકને ખીજવતા હતા. અને મારા પપ્પા અને મારો ભાઈ એક સરખાં હોવાના કારણે, તેઓ એકમેકને બેચેન કરતાં હતાં. તેણે મને એના વિષે સમજાવ્યું ત્યારે હું એ વિષે ખુશ તો ન હતી પણ, હું એનો સ્વીકાર કરી શકી.”

અસમાન વ્યવહાર​—⁠અન્યાય?

પરંતુ, શા માટે માબાપ દરેકની સાથે એકસરખો વ્યવહાર કરતા નથી? હમણાં ૧૮ વર્ષની બીના, કહે છે: “હું લગભગ ૧૩ વર્ષની હતી ત્યારે, મને લાગ્યું કે મારી અને મારા ભાઈ સાથે સરખી રીતે વ્યવહાર કરવામાં આવવો જોઈએ​—⁠એકદમ સમાન રીતે. પરંતુ મને હંમેશા ઠપકો આપવામાં આવતો હતો, જ્યારે તેના માટે બધુ ચાલી જતું. અને તેને મારા પપ્પા સાથે કારમાં કામ કરવા વધારે સમય મળતો. એ ખૂબ જ અન્યાયી લાગતું હતું.”

પરંતુ અસમાન વ્યવહારને અન્યાય કહેવો જરૂરી નથી. ઈસુ ખ્રિસ્તે તેમના પ્રેષિતો સાથે કેવો વ્યવહાર કર્યો એનો વિચાર કરો. નિઃશંક તે બારેયને પ્રેમ કરતા હતા, તોપણ તેમણે ફક્ત ૩ને યાઐરસની દીકરીનું પુનરુત્થાન અને રૂપાંતરના બનાવનો સમાવેશ કરતા અમુક ખાસ બનાવોના સાક્ષી બનવા આમંત્રણ આપ્યું. (માત્થી ૧૭:૧; માર્ક ૫:૩૭) વધુમાં, ઈસુને પ્રેષિત યોહાન સાથે ખાસ નજીકની મિત્રતા હતી. (યોહાન ૧૩:૨૩; ૧૯:૨૬; ૨૦:૨; ૨૧:​૭, ૨૦) શું આ અસમાન હતું? નિશ્ચે. શું એ અન્યાય હતો? જરાય નહિ. ઈસુ અમુક વ્યક્તિઓની નજીક હોય શકે છતાં, તેમણે તેમના બીજા શિષ્યોની જરૂરિયાતોની અવગણના કરી ન હતી.​—⁠માર્ક ૬:​૩૧-૩૪.

એવી જ રીતે, તમારા ભાઈબહેનમાંનું એક ક્ષમતા, વ્યક્તિત્વ કે જરૂરિયાતોના કારણે ખાસ ધ્યાન મેળવી શકે. સ્વાભાવિકપણે જ, એ જોવું દુઃખદાયક હોય શકે. પરંતુ પ્રશ્ન છે, શું ખરેખર તમારી જરૂરિયાતોની અવગણના કરવામાં આવે છે? તમને તમારાં માબાપની સલાહ, મદદ અને ટેકાની જરૂર હોય ત્યારે, શું તેઓ તમને મદદ કરવા તૈયાર હોય છે? એમ હોય તો, શું તમે એમ કહી શકો કે તમે અન્યાયનો ભોગ બન્યા છો? બાઇબલ આપણને બીજાઓ સાથે ‘તેઓની જરૂરિયાતો અનુસાર’ વર્તવાનું ઉત્તેજન આપે છે. (રૂમી ૧૨:૧૩) તમે અને તમારા ભાઈબહેનોની વિવિધ જરૂરિયાતો અલગ અલગ હોવાથી, તમારાં માબાપ દરેક સમયે તમારી સાથે સમાન રીતે વ્યવહાર કરે એ શક્ય નથી.

અગાઉ ઉલ્લેખવામાં આવેલી બીના, આ રીતે સમજી શકી કે સમાન વ્યવહાર હંમેશા ન્યાયી નથી અને ન્યાયી વ્યવહાર દરેક વખતે સમાન નથી. તે કહે છે: “હું સમજી શકી કે મારું અને મારા ભાઈનું વ્યક્તિત્વ અલગ અલગ હોવાના કારણે, અમારી સાથે એ રીતે વ્યવહાર કરવામાં આવે છે. ભૂતકાળમાં જોઉં છું ત્યારે, હું માની શકતી નથી કે હું નાની હતી ત્યારે બાબતો સમજી ન શકી. મને લાગે છે કે કદાચ એ ઉંમરમાં બાબતો જોવાની દૃષ્ટિ અલગ હોય છે.”

નિર્ણાયક બનતા શીખવું

હા, તમે કઈ રીતે તમારી પરિસ્થિતિનો પ્રત્યાઘાત પાડો છો એ “તમારી બાબતો જોવાની દૃષ્ટિ” પર આધારિત હોય છે. રંગીન ચશ્માની જેમ, તમારી લાગણીઓ તમારી દૃષ્ટિને બદલી શકે. અને માબાપના ધ્યાન અને સ્વીકૃતિની જરૂરિયાત ઝડપી હોય શકે. સંશોધકો સ્ટીવન બૅક અને માઇકલ કાને અવલોક્યું: “માબાપ અલગ અલગ બાળકો સાથે એક સરખો વ્યવહાર કરવાના અશક્ય સ્વપ્નને પૂરા કરે તોપણ, દરેક બાળક એવું જ અનુભવશે કે માબાપ બીજા બાળકોનો પક્ષ લે છે.”

દાખલા તરીકે, શરૂઆતમાં ટાંકેલા ત્રણ યુવાનોએ જે ક્હ્યું એનો ફરીથી વિચાર કરો. તેઓની પરિસ્થિતિ ઉદાસ દેખાય છે પરંતુ એક બાબત છે: તેઓ ભાઈબહેન છે! હા, દરેક જણ એવી કલ્પના કરે છે કે બીજાઓને વધારે ધ્યાન આપવામાં આવે છે અને તે કે તેણી એવી વ્યક્તિ છે કે જેની અવગણના કરવામાં આવે છે! તો પછી, ઘણી વાર બાબતોને જોવાની આપણી દૃષ્ટિ થોડી મચકોડાયેલી હોય છે. નીતિવચન ૧૭:૨૭ કહે છે, “થંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.” નિર્ણાયક બનવાનો અર્થ બાબતોને વાસ્તવિક રીતે અને તટસ્થપણે જોવી થાય છે, લાગણીમય રીતે નહિ. નિર્ણાયકતા તમને એ સમજવા મદદ કરશે કે તમારાં માબાપ તમારા બધાની સાથે સરખો વ્યવહાર ન રાખે છતાં, તેઓનાં હૃદયમાં તમારા સર્વનું હિત રહેલું છે! એ બાબત સમજવાથી તમને ગુસ્સો ન કરવા અને કડવાશ ન રાખવા મદદ મળશે.

તેમ છતાં, વાજબી રીતે એમ દેખાતું હોય કે તમને પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તો શું? તમે શું કરી શકો? આ પ્રશ્નો સજાગ બનો!ના ભાવિ અંકમાં ચર્ચા કરવામાં આવશે.

[Footnotes]

a કેટલાંક નામો બદલવામાં આવ્યાં છે.

b ભાવિનો લેખ પક્ષપાતને હાથ ધરવાનો વિષય પૂરી રીતે વિકસાવશે.

[Caption on page ૨૬]

અસમાન વ્યવહાર અયોગ્ય લાગી શકે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો