વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • yp પ્રકરણ ૧૫ પાન ૧૨૧
  • શા માટે હું આટલો શરમાળ છું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે હું આટલો શરમાળ છું?
  • પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • મથાળાં
  • સરખી માહિતી
  • શરમાળપણું શું છે
  • શરમાળપણું તમારા જીવનને કઈ રીતે અસર કરે છે
  • શરમાળપણું આંબવું
  • શરૂઆત કરવી
  • શા માટે હું બહુ મળતાવડો બની શકતો નથી?
    સજાગ બનો!—૧૯૯૯
  • જો મારો સ્વભાવ શરમાળ હોય, તો હું શું કરી શકું?
    યુવાનો પૂછે છે
  • હું કઈ રીતે વધુ મળતાવડો બની શકું?
    સજાગ બનો!—૧૯૯૯
  • હું કોની સાથે ભળી શકું?
    સજાગ બનો!—૨૦૧૧
પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
yp પ્રકરણ ૧૫ પાન ૧૨૧

પ્રકરણ ૧૫

શા માટે હું આટલો શરમાળ છું?

“દરેક જણ કહે છે કે હું બહુ જ સુંદર દેખાઉં છું,” એક યુવતીએ સમાચારપત્રની કટારને લખ્યું. તોપણ તેણે કહ્યું: “મને લોકો સાથે વાત કરવાનો કોયડો છે. વાત કરતી વખતે હું કોઈકની આંખોમાં જોઉં તો, મારો ચહેરો લાલ થઈ જાય છે અને હું અંદરથી રૂંધાઈ જાઉં છું . . . હું કોઈની સાથે વાત કરતી ન હોવાને લીધે હું કેટલી ‘કંટાળાજનક’ છું એ વિષે મેં મારી નોકરી પર કેટલીય ટીકાઓ સાંભળી છે. . . . હું કંટાળાજનક નથી, હું શરમાળ છું.”

એક સર્વેક્ષણે બતાવ્યું કે પૂછવામાં આવેલી વ્યકિતઓમાંથી ૮૦ ટકા પોતાના જીવનમાં કોઈક સમયે શરમાળ હતી, અને ૪૦ ટકા પોતાને હાલમાં શરમાળ ગણે છે. ખરેખર, પ્રાચીન સમયોથી શરમાળપણું માણસજાતમાં સામાન્ય હતું. બાઈબલ આપણને કહે છે કે મુસાએ ઈસ્રાએલ પ્રજા સમક્ષ દેવ તરફથી બોલનાર તરીકે કાર્ય કરવા શરમાળપણે ના પાડી. (નિર્ગમન ૩:૧૧, ૧૩; ૪:૧, ૧૦, ૧૩) એમ પણ દેખાય છે કે, ખ્રિસ્તી શિષ્ય તીમોથી બોલવામાં અને પોતાની સત્તા વાપરવામાં શરમાળ અને આત્મસંદેહી હતો.—૧ તીમોથી ૪:૧૨; ૨ તીમોથી ૧:૬-૮.

શરમાળપણું શું છે

શરમાળપણું લોકો—અજાણ્યાઓ, અધિકારીઓ, વિરુદ્ધ જાતિની વ્યકિતઓ, અથવા તમારાં સમોવડિયા—ફરતે બેચેનીની લાગણી છે. એ અત્યંત આત્મસભાનતા છે જે વિવિધ રીતોએ અસર કરે છે. કેટલાને સંકોચ થાય છે; આંખો ઢળી ગઈ હોય અને હૃદયના ધબકારા વધવાની સાથે, તેઓને લાગે કે પોતે બોલી શકે એમ નથી. બીજાઓ પોતાની સ્વસ્થતા ગુમાવે છે અને સતત લવારો શરૂ કરે છે. વળી બીજાઓને બોલવું અને પોતાના અભિપ્રાયો અથવા પસંદગીઓ વ્યકત કરવા અઘરું લાગે છે.

જો કે, ખરેખર શરમાળપણું હોવાના હકારાત્મક પાસા પણ છે. એ વિનય અને નમ્રતાને મળતું આવે છે, અને એક બાબત જે દેવ શોધે છે અને આજ્ઞા આપે છે એ ‘તેમની સાથે ચાલવામાં વિનયી થવું’ છે. (મીખાહ ૬:૮) શાણાં અને બિનઘમંડી દેખાવામાં, કચડી નાખનાર અને વધુ પડતા આક્રમક ન હોવામાં વધારાનો લાભ રહેલો છે. શરમાળ વ્યકિતની સારા સાંભળનાર તરીકે ઘણી વાર કદર કરવામાં આવે છે. પરંતુ શરમાળપણું આપણી પૂરી ક્ષમતા સમજવામાં રુકાવટ લાવે અને આપણા સંબંધો, કાર્ય, અને લાગણીઓને હાનિકારક અસર કરી આપણને સંકુચિત બનાવે ત્યારે, એને વિષે કંઈ કરવાનો એ સમય છે!

કોયડો સમજવો એ સારી શરૂઆત છે. (નીતિવચન ૧:૫) શરમાળપણું તમે જે છો એ વર્ણવતું નથી; એ તમારું વર્તન, પરિસ્થિતિ પ્રત્યેના તમારા પ્રત્યાઘાતો, તમે બીજાઓ સાથેના તમારા અનુભવો દ્વારા શીખેલી અને મજબૂત બનાવેલી ઢબ વર્ણવે છે. તમે વિચારો છો કે બીજાઓ તમારે વિષે નકારાત્મક ખ્યાલ ધરાવે છે, કે તેઓને તમે ગમતા નથી. તમે વિચારો છો કે બીજાઓ તમારા કરતાં વધારે સારા અથવા વધારે સામાન્ય છે. તમે વિચારો છો કે તમે બીજાઓ જેવા થવાનો પ્રયત્ન કરશો તો બાબતો ખોટી થવા લાગશે. બાબતો બગડી જાય એવી તમે અપેક્ષા રાખો છો, અને ઘણી વાર એવું થાય છે—કેમ કે તમે અક્કડ બનીને તમારી માન્યતાઓના સુમેળમાં કાર્ય કરો છો.

શરમાળપણું તમારા જીવનને કઈ રીતે અસર કરે છે

અળગા થઈ જઈને, બોલવાનું બંધ કરીને, અથવા પોતાની બાબતમાં એટલા બધા ગૂંથાયેલા હો કે બીજાઓને ધ્યાન ન આપીને, તમે એવી છાપ ઉપજાવો છો કે તમે કંટાળાજનક, બિનમૈત્રીપૂર્ણ, કંટાળી ગયેલા, અથવા બેદરકાર કે અજ્ઞાન છો. પોતાને વિષે વિચારતા હો ત્યારે, હાથ ધરેલ ચર્ચા પર એકાગ્ર થવું મુશ્કેલ બને છે. તેથી તમે મળતી માહિતી પર ઓછું ધ્યાન આપો છો. પછી તમને જેનો સૌથી વધુ ભય છે એ બને છે—તમે મૂર્ખ દેખાવ છો.

વાતનો સાર એ છે કે, તમે પોતાને શરમાળપણાંની જેલની દિવાલો પાછળ પૂરી દીધા છે અને ચાવી ફેંકી દીધી છે. તમે તકો પસાર થઈ જવા દો છો. તમે તમને ખરેખર ન જોઈતી વસ્તુઓ અથવા પરિસ્થિતિ સ્વીકારો છો—આ બધું એટલા માટે કેમ કે તમે બોલતા અને પોતાનો અભિપ્રાય વ્યકત કરતા બીહો છો. તમે લોકોને મળવાનો અને નવા મિત્રો બનાવવાનો અથવા તમારા જીવનને આનંદિત બનાવતી બાબતો કરવાનો આનંદ ગુમાવો છો. પરંતુ બીજાઓ પણ ગુમાવે છે. તેઓ કદી પણ તમને ખરી રીતે ઓળખતા નથી.

શરમાળપણું આંબવું

સમય અને પ્રયત્નથી વર્તણૂક બદલી શકાય. સર્વ પ્રથમ તો, બીજી વ્યકિત તમારું મૂલ્યાંકન કરી રહી છે કે કેમ એ વિષે ચિંતા કરવાનું બંધ કરો. તે કદાચ પોતાને વિષે અને તે પોતે શું કહેશે અથવા કરશે એ વિચારમાં વ્યસ્ત છે. અને તે વ્યકિત બાલ્યવૃત્તિથી તમારી મશ્કરી કરે તો, સમજો કે તેને કોયડો છે. “પોતાના પડોશીને નીચો પાડનાર બુદ્ધિની ખામી ધરાવે છે.” (નીતિવચન ૧૧:૧૨, રીવાઈઝડ સ્ટાંડર્ડ વર્શન) મિત્રો બનાવવા જેવી વ્યકિતઓ બાહ્ય દેખાવ પરથી નહિ પરંતુ વ્યકિત તરીકે તમે કેવા છો એ પરથી ન્યાય કરશે.

હકારાત્મક વિચારવાનો પ્રયત્ન પણ કરો. કોઈ પણ સંર્પૂણ નથી; આપણને બધાને આપણી ક્ષમતાઓ અને નબળાઈઓ હોય છે. યાદ રાખો કે બાબતોને જોવાની જુદી જુદી રીતો હોય છે, જુદી જુદી પસંદગીઓ અને નાપસંદગીઓ. અભિપ્રાયોની ભિન્‍નતાનો અર્થ વ્યકિત તરીકે તમને તરછોડવામાં આવે એવો થતો નથી.

બીજાઓને પણ યોગ્ય રીતે સમજતાં શીખો. એક અગાઉનો શરમાળ યુવક કહે છે: “મેં પોતાને વિષે બે બાબતો શોધી કાઢી . . . પ્રથમ, હું બહુ જ આત્મકેન્દ્રિત હતો. મારા કહેવા વિષે લોકો શું વિચારે છે એ વિષે ચિંતા કરીને, હું પોતાને વિષે વધુ પડતું વિચારતો હતો. બીજું, હું બીજી વ્યકિતઓ પર—તેઓ પર ભરોસો ન મૂકીને અને તેઓ મારી અવગણના કરશે એવું વિચારી—ખરાબ ઈરાદાઓ હોવાનો આરોપ મૂકતો હતો.”

એ યુવકે યહોવાહના સાક્ષીઓની સભામાં હાજરી આપી. “ત્યાં મેં એક વાર્તાલાપ સાંભળ્યો જેણે મને ખરેખર મદદ કરી,” તે યાદ કરે છે. ‘વકતાએ નિર્દેશ કર્યો કે પ્રેમ બહિર્ગામી છે; તમારામાં પ્રેમ હોય તો તમે લોકો વિષે સૌથી ખરાબ નહિ, પરંતુ સૌથી સારું વિચારશો. તેથી હું લોકો પર ખરાબ ઈરાદાનો આરોપ મૂકવાનું બંધ કરતા શીખ્યો. મેં પોતાને કહ્યું: “તેઓ સમજુ હશે, તેઓ માયાળુ હશે, તેઓ વિચારપૂર્ણ હશે.” મેં લોકો પર ભરોસો રાખવાનું શરૂ કર્યું. મને સમજાયું કે કેટલાક લોકો મારા વિષે ખોટો ખ્યાલ કરી શકે, પરંતુ હવે મને લાગ્યું કે એ તેઓનો કોયડો છે.’

“હું સક્રિયપણે પ્રેમ બતાવવા—પોતાને બીજાઓ પ્રત્યે વધુ વિસ્તૃત બનાવવા—ની શરૂઆત કરવાની જરૂરિયાત પણ શીખ્યો,” તેણે સમજાવ્યું. “મેં પહેલાં એ નાનાઓ પર અજમાવ્યું. પછીથી મેં બીજાઓની તેઓના ઘરે મુલાકાત લેવાનું શરૂ કર્યું. હું તેઓની જરૂરિયાતો પ્રત્યે લાગણીશીલ બનવાનું, તેઓને મદદ કરવાની દ્રષ્ટિથી વિચારવાનું શીખ્યો.” આમ તે લુક ૬:૩૭, ૩૮માંની ઈસુની સલાહની સત્યતા શીખ્યો: “કોઈનો ઇન્સાફ ન કરો, એટલે તમારો ઇન્સાફ નહિ કરાશે; કોઈને દોષિત ન ઠરાવો, અને તમને કોઈ દોષિત નહિ ઠરાવશે; . . . આપો ને તમને અપાશે; . . . કેમ કે જે માપથી તમે માપી આપો છો, તેથી તમને પાછું માપી આપવામાં આવશે.”

શરૂઆત કરવી

તેથી મળતાવડા થવાનું—‘કેમ છો’ કહેવાનું અને વાતચીત શરૂ કરવાનું—શીખો. એ આબોહવા પરની ટીકા જેટલું સહેલું હોય શકે. યાદ રાખો: તમારી જવાબદારી ફકત ૫૦ ટકા જ છે. બીજો અડધો ભાગ બીજા વ્યકિત પર આધાર રાખે છે. તમે બોલવામાં ગોટાળા વાળો તો, દોષ ન અનુભવશો. બીજાઓ હસે તો, તેઓ સાથે હસતા શીખો. “એ બરાબર ન બોલી શકાયું” કહેવું સ્વસ્થ થવામાં અને પછી વાતચીત ચાલુ રાખવામાં મદદ કરશે.

ફાવતાં કપડાં પહેરો, પરંતુ ખાતરી કરી લો કે તમારાં કપડાં ચોખ્ખાં અને ઇસ્ત્રી કરેલાં હોય. તમે તમારો સૌથી સારો દેખાવ ધરાવો છો એ લાગણી આ બાબતે ભીતિ ઓછી કરશે અને હાથ પરની વાતચીત પર એકાગ્ર થવા તમને શકિતમાન કરશે. સીધા ઊભા રહો—તોપણ આરામમાં રહો. આનંદી દેખાઓ અને સ્મિત આપો. આંખોનો મૈત્રીપૂર્ણ સંબંધ જાળવો અને બીજી વ્યકિત જે કહે છે એ માથું હલાવી અથવા શબ્દોથી સ્વીકારો.

બીજાઓ સમક્ષ વાર્તાલાપ અથવા નોકરીના ઇન્ટર્વ્યૂ જેવી, અઘરી સ્થિતિનો સામનો કરતી વખતે બની શકે તેટલી તૈયારી કરીને આવો. તમે શું કહેશો એની પૂર્વતૈયારી કરો. મહાવરાથી બોલવાના કોયડા પણ આંબી શકાય અથવા ઓછા કરી શકાય. કોઈ પણ નવી કળા વિકસાવવા માટે જરૂરી છે તેમ, એ માટે પણ સમય લાગશે. પરંતુ તમે હકારાત્મક પરિણામો જોશો તેમ, તમે સફળતા માટે વધુ ઉત્તેજન મેળવશો.

દેવ મદદ આપી શકે છે એની પણ અવગણના ન કરવી જોઈએ. પ્રાચીન ઈસ્રાએલી પ્રજાનો પ્રથમ રાજા શાઊલ, શરૂઆતમાં દુઃખદપણે શરમાળ હતો. (૧ શમૂએલ, અધ્યાયો ૯ અને ૧૦) પરંતુ પગલાં લેવાનો સમય આવ્યો ત્યારે, ‘દેવનો આત્મા શાઊલ પર કાર્યરત થયો,’ અને તે લોકોને વિજયમાં દોરી ગયો!—૧ શમૂએલ, અધ્યાય ૧૧.

આજે દેવ અને તેમણે વચન આપેલી ન્યાયી નવી દુનિયા વિષે શીખવામાં બીજાઓને મદદ કરવાની જવાબદારી ખ્રિસ્તી યુવાનોની છે. (માત્થી ૨૪:૧૪) આ સુસમાચાર લાવવાં અને વિશ્વમાં સૌથી ઉચ્ચ સત્તાનું પ્રતિનિધિત્વ કરવું સાચે જ આત્મવિશ્વાસ પ્રેરે છે અને વ્યકિતને પોતા પરથી ધ્યાન દૂર કરવા મદદ કરે છે. તેથી, તમે ખાતરી રાખી શકો કે, તમે વિશ્વાસુપણે દેવની સેવા કરો તો, તે તમને આશીર્વાદ આપશે અને તમારા શરમાળપણાંને આંબવા માટે તમને મદદ કરશે.

શરમાળ વ્યકિત મૈત્રી અને તકો ગુમાવે છે

શરમાળ વ્યકિત કલ્પના કરે છે કે બીજાઓ તેને તુચ્છ ગણે છે

મળતાવડા થવાનું—સ્મિત કરવું, અભિવાદન કરવું, અને વાતચીત ચલાવવી—શીખો

ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૧૫

◻ શરમાળપણું શું છે, અને શરમાળ વ્યકિત બીજાઓની હાજરીમાં કઈ રીતે વર્તે છે? શું કેટલીક હદે એ તમારે વિષે પણ સાચું છે?

◻ શા માટે શરમાળ વ્યકિત બીજાઓ સાથે હોય ત્યારે આત્મવિશ્વાસ ગુમાવે છે?

◻ કઈ રીતે શરમાળપણું વ્યકિતને નુકસાન કરી શકે?

◻ શરમાળપણું આંબવાની કેટલીક રીતો કઈ છે? શું આમાંના કોઈ સૂચનો તમને કામ લાગ્યાં છે?

તમે શરમાળપણું આંબી શકો

ફેરફાર કરવાનું ઇચ્છીને અને ફેરફાર ખરેખર શકય છે એમ માનીને

નકારાત્મક વિચારોની જગ્યાએ હકારાત્મક પગલાં લઈને

પોતાને માટે વાસ્તવિક અને અર્થપૂર્ણ ધ્યયો બેસાડીને

કઈ રીતે સ્વસ્થ થવું અને ચિંતાનો સામનો કરવો એ જાણીને

અગાઉથી પરિસ્થિતિનો મહાવરો કરીને

ક્રમશઃ સફળ અનુભવો દ્વારા આત્મવિશ્વાસ મેળવીને

અભિપ્રાયો ભિન્‍ન હોય શકે અને બીજાઓ પણ ભૂલ કરી શકે એ યાદ રાખીને

કુશળતા વધારવા અને નવી શીખવા મહાવરો કરીને

પ્રેમ બતાવવા અને બીજાઓને મદદ કરવા પહોંચી વળીને

રુચિકર કપડાં પહેરીને અને આત્મવિશ્વાસથી વર્તીને

દેવ આપે છે એ મદદ પર આધાર રાખીને

ખ્રિસ્તી સભાઓમાં ભાગ લઈને અને બીજાઓ સાથે પોતાના વિશ્વાસના સહભાગી થઈને

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો