વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g99 ૧૧/૮ પાન ૧૫-૧૭
  • શા માટે હું બહુ મળતાવડો બની શકતો નથી?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શા માટે હું બહુ મળતાવડો બની શકતો નથી?
  • સજાગ બનો!—૧૯૯૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • શરમાળપણાની સમસ્યા
  • શરમાળપણું—એક સામાન્ય સમસ્યા
  • ખોટી માન્યતાનું ચક્ર
  • બીજા ઘટકો
  • શા માટે હું આટલો શરમાળ છું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • હું કઈ રીતે વધુ મળતાવડો બની શકું?
    સજાગ બનો!—૧૯૯૯
  • જો મારો સ્વભાવ શરમાળ હોય, તો હું શું કરી શકું?
    યુવાનો પૂછે છે
  • ઇઝરાયેલનો પહેલો રાજા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૯
g99 ૧૧/૮ પાન ૧૫-૧૭

યુવાનો પૂછે છે . . .

શા માટે હું બહુ મળતાવડો બની શકતો નથી?

“શરમાળપણું અસમર્થ બનાવે છે. એ ભય ઊભો કરે છે કે તમારે એની સામે લડવાનું જ છે. એ ખરેખર વાસ્તવિક છે.”—રીચાર્ડ.a

“હું ઊછરી રહી હતી ત્યારે શરમાળપણું મારા માટે મોટી સમસ્યા હતી. એ જાણે કે હું મારી પોતાની જ નાની દુનિયામાં હોવ એના જેવું હતું.”—૧૮ વર્ષની એલીઝાબેથ.

‘શું મારામાં કંઈક ખોટું છે? શા માટે હું બહુ મળતાવડો બની શકતો નથી?’ શું તમે ઘણી વખત આ પ્રશ્નો પોતાને પૂછો છો? ઉપર ઉલ્લેખેલા રીચાર્ડની જેમ, તમે કોઈ નવી વ્યક્તિને મળો ત્યારે તમને ગભરામણ કે ચિંતા થઈ શકે. સત્તાધારી લોકો મધ્યે હોવ ત્યારે તમે સંકોચ અનુભવી શકો. અથવા તમને તમારી લાગણીઓ કે મંતવ્યો વ્યક્ત કરવાની તક આપવામાં આવે ત્યારે, તમારા વિષે બીજાઓ શું વિચારે છે એ વિષે તમે વધુ પડતી ચિંતા કરીને, ખામોશ થઈ જઈ શકો. “લોકો સાથે મળવું અને વાત કરવી મને ખરેખર અઘરું લાગે છે, હું ખરેખર જાણતી નથી,” યુવાન ટ્રેસી કબૂલે છે.

આવી લાગણીઓ પાછળ શું છુપાયેલું છે? સમસ્યાને સમજવી એ એના ઉપાય માટેનું પ્રથમ પગથિયું હોય શકે. (નીતિવચન ૧:૫) એક સ્ત્રીએ કહ્યું: “મને ખબર ન હતી કે શા માટે હું લોકોની મધ્યે વ્યથિત થઈ જતી હતી. પરંતુ હવે મને મારી સમસ્યા સમજાઈ ગઈ છે ત્યારે, હું એને હલ કરવા પ્રયત્ન કરી શકું.” તો ચાલો કેટલાંક કારણો જોઈએ કે શા માટે કેટલાક યુવાનો મળતાવડા બનવામાં મુશ્કેલી અનુભવી શકે.

શરમાળપણાની સમસ્યા

શરમાળપણું લગભગ દરેક વ્યક્તિમાં જોવા મળે છે. મળતાવડા યુવાનો સામાન્ય રીતે જુદા જુદા લોકો સાથે મિત્રતા કરવામાં આનંદ માણે છે, એ જ સમયે શરમાળ વૃત્તિના યુવાનો એકલવાયાપણું અને એકાંત અનુભવી શકે. “હું ઊછરી રહી હતી ત્યારે શરમાળપણું મારા માટે મોટી સમસ્યા હતી” ૧૮ વર્ષની એલીઝાબેથ કહે છે. “એ જાણે કે હું મારી પોતાની જ નાની દુનિયામાં હોવ એના જેવું હતું.” કોલેજના પોતાના પ્રથમ વર્ષમાં વેઠેલા તણાવોને ડાઈન યાદ કરે છે. “હું કોઈના ધ્યાન પર આવવા માંગતી ન હતી. મારે એક શિક્ષક હતા કે જે પ્રખ્યાત બનવાનું કેટલું મહત્ત્વ અમને લાગતું હતું એને ટકાવારીમાં માપતા હતા. શૂન્યથી પાંચમાં માપતા, શૂન્ય એટલે બિલકુલ મહત્ત્વનું નહિ અને પાંચ એટલે મહત્ત્વનું હતું. બધી છોકરીઓ જેઓ શાળામાં પ્રખ્યાત હતી તેઓએ પાંચ ગુણ મૂક્યા. મેં શૂન્ય ગુણ મૂક્યા. મારા માટે, પ્રખ્યાત બનવાનો ડર જ શરમાળપણું હતું. તમારી નોંધ લેવામાં આવે કે તમારા તરફ ધ્યાન કેન્દ્રિત થાય એવું તમે ઇચ્છતા નથી કારણ કે તમને ડર હોય કે બીજાઓને તમે નહિ ગમો.”

અલબત્ત, થોડા શરમાવાની વૃત્તિ એકંદરે ખરાબ બાબત નથી. વિનય—આપણી મર્યાદાઓ વિષે સજાગ—ને નમ્રતા સાથે ગાઢ સંબંધ છે. બાઇબલમાં આપણને ખરેખર આજ્ઞા આપવામાં આવી છે કે આપણે “દેવની સાથે નમ્રતાથી ચાલવું.” (મીખાહ ૬:૮) વિનયી કે થોડી ઘણી શરમાળ હોય એવી વ્યક્તિ સાથે સંગત રાખવી, મિજાજી, આક્રમણ કરનાર, કે માંગણી કરનાર વ્યક્તિ સાથે સંગત રાખવા કરતાં વધુ સહેલું છે. અને એ સાચું છે કે “બોલવાનો વખત” હોય છે અને “ચૂપ રહેવાનો વખત” પણ હોય છે. (સભાશિક્ષક ૩:૭) શરમાળ લોકોને ખામોશ રહેવામાં કોઈ તકલીફ થતી નથી. તેઓનું વલણ જ “સાંભળવામાં ચપળ [અને] બોલવામાં ધીમા,” બનવાનું હોવાને કારણે, બીજાઓ ઘણી વાર તેઓની સારા સાંભળનાર તરીકે કદર કરે છે.—યાકૂબ ૧:૧૯.

પરંતુ, યુવાનો વધુ પડતા શાંત, શરમાળ, કે સંકોચવાળા હોય તો, તેઓ માટે મિત્રો બનાવવામાં મુશ્કેલી ઊભી થાય છે. અને અમુક ખરાબ કિસ્સાઓમાં, એક લખકે કહ્યું તેમ, શરમાળપણું “લાગણીમય સ્વ-કેદનો એક પ્રકાર”—સામાજિક એકાંતવાસ પૈદા કરી શકે.—નીતિવચન ૧૮:૧.

શરમાળપણું—એક સામાન્ય સમસ્યા

તમે શરમાળપણાથી દુઃખી હોવ તો, સમજો કે એ ખૂબ સામાન્ય સમસ્યા છે. ઉચ્ચ માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓના એક અભ્યાસમાં, “વિદ્યાર્થીઓમાંના ૮૨ ટકાએ તેઓના જીવનના કોઈને કોઈ પ્રસંગે પોતાને શરમાળ બતાવ્યા.” (તરુણાવસ્થા, (અંગ્રેજી) ઈસ્ટવુડ એટવાટર દ્વારા) શરમાળપણું બાઇબલ સમયમાં પણ કેટલાક માટે સમસ્યા હતી. મોભાદાર માણસો, જેવા કે મુસા અને તીમાથીને પણ શરમાળપણા સામે લડવું પડ્યું હતું.—નિર્ગમન ૩:૧૧, ૧૩; ૪:૧, ૧૦, ૧૩; ૧ તીમોથી ૪:૧૨; ૨ તીમોથી ૧:૬-૮.

પ્રાચીન ઈસ્રાએલ રાષ્ટ્રના પ્રથમ રાજા, શાઊલનો વિચાર કરો. સામાન્ય રીતે શાઊલ બહાદુર માણસ હતો. તેના પિતાના પશુનાં ટાળાઓ ખોવાઈ ગયાં ત્યારે, શાઊલ નિર્ભય રીતે શોધવા નીકળી પડ્યો. (૧ શમૂએલ ૯:૩, ૪) પરંતુ તેને દેશના રાજા તરીકે નિયુક્ત કર્યો ત્યારે, તેણે સંકોચ અનુભવ્યો. હર્ષનાદ કરતાં લોકસમુદાયનો સામનો કરવાને બદલે, શાઊલ સામાનમાં સંતાઈ ગયો.—૧ શમૂએલ ૧૦:૨૦-૨૪.

શાઊલની આત્મવિશ્વાસની જણાતી ખામી ગૂંચવણ ઊભી કરી શકે. તેમ છતાં, બાઇબલ તેને પ્રભાવશાળી, સોહામણો યુવાન પુરુષ તરીકે વર્ણવે છે. કેમ કે, “તેના ખભાની ઉપરનો ભાગ સર્વ લોકોથી તરતો હતો.” (૧ શમૂએલ ૯:૨) વધુમાં, દેવના પ્રબાધકે શાઊલને ખાતરી આપી હતી કે રાજા તરીકે તેના શાસનને યહોવાહ આશીવાદ આપશે. (૧ શમૂએલ ૯:૧૭, ૨૦) એમ હોવા છતાં, શાઊલને પોતા વિષે ખાતરી ન હતી. તે રાજા બનશે, એવું કહેવામાં આવ્યું ત્યારે, તેણે વિનયી રીતે જવાબ આપ્યો: “શું હું ઈસ્રાએલનાં કુળોમાં સૌથી નાના એટલે બિન્યામીનના કુળનો નથી? વળી મારૂં કુટુંબ બિન્યામીન કુળનાં કુટુંબામાં સૌથી નાનું નથી? તો તું મારી સાથે આવી વાત કેમ કરે છે?”—૧ શમૂએલ ૯:૨૧.

શાઊલ જેવી વ્યક્તિને આત્મવિશ્વાસની ખામી હોય તો, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે તમે પણ કોઈ સમયે આત્મવિશ્વાસની ખામી બતાવો. એક યુવાન વ્યક્તિ તરીકે, તમે જીવનના એ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો કે જ્યારે તમારું શરીર ઝડપથી ફેરફાર અનુભવે છે. તમે હજુ તો એ શીખવાનું શરૂ જ કર્યું છે કે પુખ્તોની દુનિયામાં કઈ રીતે વર્તવું. તો પછી, અમુક સમયે થોડા સભાન કે અસલામત અનુભવવું એ કુદરતી જ છે. ડૉ. ડેવિડ એલકીન્ડે માબાપ (અંગ્રેજી) સામયિકમાં લખ્યું: “શરૂઆતની તરુણાવસ્થા દરમિયાન, મોટા ભાગના યુવાન લોકો શરમાળપણાના સમયગાળામાંથી પસાર થાય છે, તેઓ કાલ્પનિક શ્રોતાઓ વિષે વિચારે છે ત્યારે—માને છે કે બીજાઓ તેઓનું નિરીક્ષણ કરી રહ્યા છે અને તેઓ પોતાના દેખાવ અને કાર્યો પાછળ રચ્યાપચ્યા રહે છે.”

યુવાન લોકોના દેખાવ મોટે ભાગે તેઓના સમોવડિયાઓ દ્વારા નક્કી થતો હોવાથી, ઘણા પોતાના દેખાવથી ચિડાય છે. (સરખાવો ૨ કોરીંથી ૧૦:૭.) તેમ છતાં, પોતાના દેખાવ વિષે વધુ પડતી ચિંતા કરવી પણ બિનઆરોગ્યપ્રદ છે. લીલીયા નામની ફ્રાન્સમાંની એક યુવતી આ સંબંધી પોતાનો અનુભવ યાદ કરે છે: “મને એ જ સમસ્યા હતી કે જે ઘણા યુવાનોને હોય છે. મને ખીલ હતા! તમારામાં બીજાઓને મળવાની હિંમત જ ન ચાલે કારણ કે તમે ચિંતા કરો છો કે તમે કેવા દેખાવ છો.”

ખોટી માન્યતાનું ચક્ર

શરમાળ લોકો માટે મોટે ભાગે ગેરસમજ ઊભી થતી હાવાને કારણે, તેઓ. સહેલાયથી એકાંતવાસના ચક્રમાં પડી જાય છે. પુસ્તક તરુણાવસ્થા (અંગ્રજી) અવલોકે છે: “શરમાળ તરુણોને મિત્રો બનાવવામાં વધુ મુશ્કેલી પડે છે કારણ કે તેઓ માટે બીજાઓએ નકારાત્મક રીતે ગેરસમજ ઊભી કરી હોય છે. શરમાળ વ્યક્તિઓને ચુપચાપ બેસી રહેનારી, કંટાળાજનક, નિરસ, અનુગ્રહ, ઠંડી, અને વિરાધી તરીકે ગણના કરવાનું લોકોનું વલણ હોય છે. એ રીતે વ્યવહાર કરવામાં આવે ત્યારે, તેઓ વધુ એકલવાસ, એકલવાયાપણું, અને ઉદાસીનતા અનુભવે છે.” અવશ્ય, એ તેઓને વધુ શરમાળ તરીકે વર્તવામાં દોરી જાય છે, કે જે ખોટા ખ્યાલને દૃઢ કરે છે કે તેઓ દંભી છે અથવા તેઓ કંટાળાજનક છે.

અલબત્ત, ખ્રિસ્તીઓ તરીકે તમે “જગતની . . . નજરે તમાશાના જેવા” હોવાથી, બીજાઓ સમક્ષ કેવો પ્રભાવ પાડો છો એ વિષે તમારે વિચારવું જોઈએ. (૧ કારીંથી ૪:૯) શું તમે બીજાઓ સાથે વાત કરો ત્યારે આંખો મીલાવવાનું ટાળો છો? શું તમારું શરીર અને શરીરના હાવભાવ એવો સંદેશો આપે છે કે તમે એકલા રહેવા માંગો છો? તો પછી સમજો કે બીજાઓને તમારા માટે ગેરસમજ ઊભી થશે અને તેઓ તમને ટાળી શકે. એ મિત્રતા વિકસાવવામાં વધુ મુશ્કેલીઓ પૈદા કરી શકે.

બીજા ઘટકો

તોપણ બીજી સામાન્ય સમસ્યા નિષ્ફળ જવાનો ભય છે. સાચું, તમે કંઈક નવી બાબત, કે જે તમારા અનુભવના ક્ષેત્રથી અલગ હોય એ કરતી વખતે, થોડી અસલામતી કે મૂંઝવણ અનુભવો એ એકદમ સામાન્ય છે. પરંતુ કેટલાક યુવાનો એને અતિશય ગણી શકે. એક યુવતી તરીકે, ગેઈલ પોતાને સામાજિક ડરપોક કહેવડાવતી હતી. તે કહે છે: “હું વર્ગમાં જવાબ આપતી ન હતી. અને મારાં માબાપને સતત આવી ટીકાઓ સાંભળવી પડતી કે, ‘તે હાથ ઊંચો કરતી નથી. તે જવાબ જ નથી આપતી.’ મારા માટે, એમ કરવું ઘણું બેચેનીજનક અને તણાવપૂર્ણ હતું. તમે માનશો, હજુ પણ એ મને અઘરું લાગે છે.” નિષ્ફળ જવાનો ભય અસમર્થ બનાવી શકે. “હું ભૂલો કરવાના ડરની ચિંતા કરું છું,” પીટર નામનો યુવાન કહે છે. “હું શું કરી રહ્યા છું એ વિષે ખરેખર મને ખબર નથી.” સમોવડિયાઓ તરફથી નિર્દય મજાક અને ટીકા થવી વ્યક્તિગત ભયને વધારી શકે અને યુવાનના આત્મવિશ્વાસને કાયમી નુકશાન પહોંચાડી શકે.

સામાજિક આવડતની ખામી એ એક બીજી સામાન્ય સમસ્યા છે. તમ કોઈક નવાને પોતાની ઓળખાણ આપવા અચકાતા હોય શકો, એટલા માટે કે શું કહવું એ તમે જાણતા નથી. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મોટી ઉંમરના લોકો પણ ઘણી વખત સામાજિક રીતે મળવામાં મુશ્કેલી અનુભવે છે. ફ્રેડ નામનો ધંધાદારી માણસ કહે છે: “ધંધાકીય જગતમાં, કઈ રીતે વર્તવું એ હું ખરેખર બહુ સારી રીતે જાણું છું. હું ધંધા વિષે જ વાત કરું તો, મારો સારો પ્રભાવ પાડવામાં શંકાને કોઈ સ્થાન નથી. પરંતુ મારે એ જ લોકો સાથે સામાજિક વાતચીત કરવાની હોય ત્યારે, હું અચકાઉં છું. હું કંટાળાજનક અથવા ભણેશ્રી અથવા યાંત્રિક અથવા રસ વગરનો ગણાઉં છું.”

ભલે તમે શરમાળ હોવ, આત્મ-કેન્દ્રિત હોવ, કે મળવામાં મુશ્કેલી અનુભવતા હોવ, કઈ રીતે બહુ મળતાવડા બનવું એ શીખવું તમારા ભલા માટે છે. બાઇબલ ખ્રિસ્તીઓને “પ્રફુલ્લિત હૃદયવાળા” બનવાનું અને બીજાઓને સમજવાનું ઉત્તેજન આપે છે. (૨ કોરીંથી ૬:૧૩) પરંતુ તમે એ કઈ રીતે કરી શકો? એની ચર્ચા અમારા ભાવિના અંકમાં કરવામાં આવશે.

[Footnote]

a કેટલાંક નામો બદલવામાં આવ્યાં છે.

[Picture on page 16]

શરમાળ લોકોને વારંવાર ચૂપચાપ તરીકે ગણવામાં આવે છે

[Picture on page 16]

નિષ્ફળ જવાનો ભય કેટલાક યુવાનોને મળતાવડા બનવામાંથી પીછેહઠ કરવાનું કારણ બને છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો