પાઠ ૧૨
મરણ પછી શું થાય છે?
ઘણા માને છે કે આપણો આત્મા ભગવાન પાસે જાય છે. પરંતુ, આપણે જોઈ ગયા તેમ આપણામાં આત્મા જેવું કંઈ નથી. મરણ પછી આપણને કંઈ જ થતું નથી.—સભાશિક્ષક ૯:૫, ૧૦; યોહાન ૧૧:૧૧-૧૪.
મૂએલાઓ માટે વિધિઓ. મૂએલાને ખુશ કરવા માટે ઘણા લોકો શ્રાદ્ધ કરે, અથવા અસ્થિને ભેગા કરીને ફૂલ પધરાવવાની વિધિ કરે. લોકો પોતાના રિવાજ પ્રમાણે જાત-જાતની વિધિઓ કરે છે. પરંતુ, યહોવાને આવી બધી વિધિઓ જરાય ગમતી નથી.—માથ્થી ૪:૧૦.
જેઓ ગુજરી ગયા છે તેઓ પાછા જીવતા થશે? હા, જરૂર. લાખો-કરોડો લોકો મોતના મોંમાં ચાલ્યા ગયા છે. યહોવા તેઓને પૃથ્વી પર ફરી જીવતા કરશે. (માર્ક ૫:૨૨, ૨૩, ૪૧, ૪૨; યોહાન ૫:૨૮, ૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) પછી તેઓ પણ યહોવાની ભક્તિ કરી શકશે અને સુખચેનમાં સદા માટે જીવી શકશે.
શેતાન આપણને ખોટી વિધિઓ શીખવે છે. શેતાન, લોકોના મગજ ભમાવે છે કે જો તેઓ વિધિઓ નહિ કરે તો મરી ગયેલાઓના આત્મા તેઓને હેરાન કરશે. બીજા લોકો કહેશે કે તેઓ મૂએલાઓ સાથે વાત કરી શકે છે કે તેઓને જોઈ શકે છે. પરંતુ, યહોવા કહે છે કે આવા લોકો ખરેખર શેતાનના હાથની કઠપૂતળી બની ગયા છે. તેથી આપણે તેઓની પાસે જવું જ ન જોઈએ.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૨.