પવિત્ર શાસ્ત્ર શું કહે છે?
મરણ પછી આપણું શું થાય છે?
અમુક લોકો માને છે કે વ્યક્તિ મરણ પછી કોઈને કોઈ રૂપમાં જીવતી હોય છે. બીજા અમુક માને છે કે મરણ પછી બધું જ ખતમ થઈ જાય છે. તમારું શું માનવું છે?
શાસ્ત્ર શું કહે છે?
‘મરણ પામેલી વ્યક્તિ કંઈ જાણતી નથી.’ (સભાશિક્ષક ૯:૫) મરણ પામીએ ત્યારે, આપણું કોઈ અસ્તિત્વ રહેતું નથી.
શાસ્ત્ર બીજું શું શીખવે છે?
પ્રથમ પુરુષ આદમને માટીમાંથી બનાવવામાં આવ્યો હતો અને મરણ પછી તે પાછો માટીમાં મળી ગયો. (ઉત્પત્તિ ૨:૭; ૩:૧૯) એ જ રીતે, આજે કોઈ વ્યક્તિ મરણ પામે ત્યારે, તે માટીમાં મળી જાય છે.—સભાશિક્ષક ૩:૧૯, ૨૦.
વ્યક્તિ મરણ પામે છે ત્યારે, તે પોતાનાં પાપમાંથી મુક્ત થાય છે. (રોમનો ૬:૭) વ્યક્તિએ કરેલાં પાપ માટે તેને મરણ પછી કોઈ સજા કે શિક્ષા મળતી નથી.
ગુજરી ગયેલી વ્યક્તિ શું ફરી જીવતી થઈ શકે?
તમે શું કહેશો?
હા
ના
કદાચ
શાસ્ત્ર શું કહે છે?
‘મરણ પામેલા લોકો સજીવન થશે.’ —પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.
શાસ્ત્રમાંથી બીજું શું શીખી શકીએ?
શાસ્ત્ર ઘણી વાર મરણને ઊંઘ સાથે સરખાવે છે. (યોહાન ૧૧:૧૧-૧૪) આપણે જે રીતે વ્યક્તિને ઊંઘમાંથી ઉઠાડીએ છીએ, એ જ રીતે ઈશ્વર લોકોને મરણની ઊંઘમાંથી ઉઠાડશે.—અયૂબ ૧૪:૧૩-૧૫.
મરણ પામેલા લોકોને સજીવન કરવામાં આવ્યા હોય, એવા ઘણા અહેવાલો પવિત્ર શાસ્ત્રમાં જોવા મળે છે. તેથી, આપણે પૂરો ભરોસો રાખી શકીએ કે મરણ પામેલા લોકોને સજીવન કરવામાં આવશે.—૧ રાજાઓ ૧૭:૧૭-૨૪; લુક ૭:૧૧-૧૭; યોહાન ૧૧:૩૯-૪૪. (wp16-E No. 1)