વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૧૨/૧ પાન ૬-૭
  • સવાલ ૨: મરણ પછી મારું શું થશે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સવાલ ૨: મરણ પછી મારું શું થશે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • સરખી માહિતી
  • ગુજરી ગયેલા લોકો ક્યાં છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • “મરણ પર પૂરેપૂરો વિજય પ્રાપ્ત કરવામાં આવ્યો છે”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • મરણ પછી વ્યક્તિનું શું થાય છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • તમારા ગુજરી ગયેલા ફરી જીવતા થશે!
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૧૨/૧ પાન ૬-૭

સવાલ ૨: મરણ પછી મારું શું થશે?

રોમન જ્યારે નાના હતા ત્યારે તેમનો ખાસ મિત્ર કાર ઍક્સિડન્ટમાં ગુજરી ગયો. તે જણાવે છે: ‘મિત્રના મરણની મારા પર ઊંડી અસર થઈ. એ ઍક્સિડન્ટનાં વર્ષો પછી પણ હું વિચાર્યા કરતો કે મરણ પછી આપણું શું થાય છે?’

આવો સવાલ થાય એ કેમ સ્વાભાવિક છે?

ઘણાને મરણ સ્વીકારવું અઘરું લાગે છે. આપણે ભલે ગમે એ ઉંમરના હોઈએ, પણ મરવું પસંદ નથી. મરણ પછી શું થાય છે એનાથી ઘણાને બીક લાગે છે.

અમુક કેવા જવાબ આપશે?

ઘણા માને છે કે મરણ પછી વ્યક્તિમાં એવું કંઈક હોય છે, જે જીવે છે. તેઓ માને છે કે સારા લોકોને સ્વર્ગમાં જીવન મળશે, પણ ખરાબ કામ કરનારને કાયમ માટેની સજા મળશે. બીજા અમુક માને છે કે મરણ પછી વ્યક્તિનું અસ્તિત્વ ખતમ થઈ જાય છે અને સમય જતા તે સાવ ભૂલાઈ જાય છે.

એ જવાબ શું બતાવે છે?

પહેલો જવાબ એમ બતાવે છે કે મરણ પછી વ્યક્તિમાં કંઈક બાકી રહે છે. બીજો જવાબ બતાવે છે કે જીવનનો કોઈ હેતુ નથી. જેઓ માને છે કે જીવનનો કોઈ હેતુ નથી, તેઓ આવું વલણ રાખતા હોય છે: ‘ખાઓ તથા પીઓ, કેમ કે કાલે મરવાના છીએ.’—૧ કોરીંથી ૧૫:૩૨.

બાઇબલ શું શીખવે છે?

બાઇબલ એમ શીખવતું નથી કે મરણ પછી વ્યક્તિમાં કંઈ બચે છે. ઈશ્વરે રાજા સુલેમાનને લખવા પ્રેરણા આપી: “જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી.” (સભાશિક્ષક ૯:૫) ગુજરી ગયેલી વ્યક્તિ “કંઈ જાણતી નથી,” એટલે કે તે કંઈ જ અનુભવી શકતી નથી કે આસપાસ શું થઈ રહ્યું છે. તેઓ કંઈ જ કરી શકતા નથી. ગુજરી ગયેલા લોકો કોઈને મદદ કે નુકસાન કરી શકતા નથી.

લોકોની માન્યતા ભલે ગેમ એ હોય, પણ ઈશ્વરનો કદી એવો હેતુ ન હતો કે મનુષ્યો મરણ પામે. તેમણે પ્રથમ પુરુષ આદમને પૃથ્વી પર હંમેશ માટે રહેવા બનાવ્યો હતો. ઈશ્વરે આદમને જણાવ્યું હતું કે આજ્ઞા નહિ માનવાનું પરિણામ મરણ હશે. આ એક જ વખતે ઈશ્વરે મરણનો ઉલ્લેખ કર્યો હતો. ઈશ્વરે આદમને એક ઝાડનું ફળ ખાવાની મનાઈ કરી હતી. તેમ જ, ચેતવણી આપી હતી કે જો એ ખાશે તો “મરશે જ મરશે.” (ઉત્પત્તિ ૨:૧૭) જો આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞા માની હોત, તો તેઓ અને તેમનાં દ્વારા આવેલાં બધાં મનુષ્યો પૃથ્વી પર હંમેશ માટે જીવી શક્યા હોત.

આદમે ઈશ્વરની ચેતવણીની અવગણના કરી. તેણે ઈશ્વરની આજ્ઞા તોડી, એ પાપ હતું એટલે તે મરણ પામ્યો. (રોમનો ૬:૨૩) મરણ પછી આદમ સાવ ખતમ થઈ ગયો, તેનામાંથી કંઈ બચ્યું નહિ. ઈશ્વરે આદમને કહ્યું: “તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે; કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.” (ઉત્પત્તિ ૩:૧૯) સર્વ મનુષ્ય આદમમાંથી આવતા હોવાથી, બધાને તેની પાસેથી વારસામાં પાપ અને મરણ મળ્યું છે.—રોમનો ૫:૧૨.

આદમે ઈશ્વરની આજ્ઞા ન માની તોપણ, ઈશ્વર પોતાના હેતુ પ્રમાણે પૃથ્વીને તેના વંશજોથી ભરી દેશે, જેઓમાં પાપ કે મરણની અસર નહિ હોય. (ઉત્પત્તિ ૧:૨૮; યશાયા ૫૫:૧૧) જેઓ ગુજરી ગયા છે તેઓને યહોવા ઈશ્વર જલદી જીવતા કરશે. એ સમય વિશે જણાવતા ઈશ્વરભક્ત પાઊલે કહ્યું: ‘ન્યાયીઓ તથા અન્યાયીઓને સજીવન કરવામાં આવશે.’—પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫.

આ લેખની શરૂઆતમાં જણાવેલા રોમને બાઇબલનો અભ્યાસ કર્યો. એમાંથી તે મરણ અને યહોવા ઈશ્વર વિશે શીખ્યા. તેમને જે જાણવા મળ્યું એની તેમના પર ઊંડી અસર થઈ. (w12-E 11/01)

મરણ પછી શું થાય છે એ વિશે વધુ જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું પ્રકરણ ૬ જુઓ. તમે વેબસાઇટ પરથી પણ એ ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

મરણ વિશે ઈસુએ શું કહ્યું?

ઈસુના સમયમાં અમુક ધર્મગુરુ માનતા કે મરણ પામેલી વ્યક્તિને સજીવન કરવામાં નહિ આવે. પણ ઈસુ એવું નહોતા માનતા. (લુક ૨૦:૨૭) ઈસુએ એવું પણ ન શીખવ્યું કે મરણ પછી વ્યક્તિમાં કંઈક જીવતું રહે છે. પણ તેમણે નીચેના મુદ્દા શીખવ્યા.

મરણ ઊંઘ જેવું છે. જ્યારે તેમના મિત્ર લાજરસ મરણ પામ્યા ત્યારે ઈસુએ કહ્યું: “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે; પણ હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.” ઈસુના શિષ્યો સમજી ન શક્યા કે તે શું કહેવા માંગતા હતા. એટલે તેઓએ જવાબ આપ્યો: “પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે.” એ અહેવાલ આગળ જણાવે છે કે ‘ઈસુએ તો તેના મરણ વિશે કહ્યું હતું, પણ શિષ્યોને એવું લાગ્યું કે તેમણે ઊંઘમાં આરામ લેવા વિશે કહ્યું હતું. ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે લાજરસ મરી ગયો છે.’—યોહાન ૧૧:૧૧-૧૪.

ગુજરી ગયેલી વ્યક્તિ જીવતી કરાશે. લાજરસના શહેરમાં ઈસુ આવ્યા અને તેની બહેન માર્થાને દિલાસો આપતા કહ્યું કે ‘તારો ભાઈ સજીવન થશે.’ એ પછી ઈસુએ આ વચન આપ્યું, “સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ મૂકનાર જોકે મરી જાય તોપણ તે જીવતો થશે.” તેમનું વચન ફક્ત શબ્દોમાં જ ન હતું. ઘણા બધા લોકોની સામે તેમણે લાજરસને જીવતો કર્યો, જેને મરણ પામીને ચાર દિવસ થયા હતા.—યોહાન ૧૧:૨૩, ૨૫, ૩૮-૪૫, કોમન લેંગ્વેજ બાઇબલ.

ઈશ્વરભક્ત યોહાનને સંદર્શનમાં ઈસુએ ફરીથી વચન આપ્યું કે ગુજરી ગયેલી વ્યક્તિને જીવતી કરવામાં આવશે. તેમણે એવા ભાવિ વિશે જણાવ્યું, જ્યારે ગુજરી ગયેલા સર્વને મોતના બંધનમાંથી આઝાદ કરાશે.—પ્રકટીકરણ ૨૦:૧૩.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો