વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • kp પાન ૧૬-૧૯
  • ‘નવા આકાશ અને નવી પૃથ્વી’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘નવા આકાશ અને નવી પૃથ્વી’
  • જાગતા રહો!
  • સરખી માહિતી
  • “જુઓ, હું સઘળું નવું બનાવું છું”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • નવાં આકાશ અને નવી પૃથ્વીને લીધે મોટો આનંદ છવાઈ જશે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • નવી દુનિયા—શું તમે એમાં હશો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
જાગતા રહો!
kp પાન ૧૬-૧૯

‘નવા આકાશ અને નવી પૃથ્વી’

બાઇબલ કહે છે કે ‘આપણે યહોવાહના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે, તેની વાટ જોઈએ છીએ.’—૨ પીતર ૩:૧૩.

આ ‘નવું આકાશ’ શું છે? એ કોઈ માનવ સરકાર નથી. એ યહોવાહની સરકાર છે. (માત્થી ૭:૨૧; પ્રેરિતોનાં કૃત્યો ૭:૪૯) એ સ્વર્ગમાંથી આખા વિશ્વ પર રાજ કરશે. એ સરકાર ‘નવી’ છે, કેમ કે એનાથી પૃથ્વીની ભ્રષ્ટ સરકારોનો અંત આવશે. ઈસુની જેમ જ, આપણે પણ યહોવાહની એ સરકાર માટે પ્રાર્થના કરતા રહીએ.—માત્થી ૬:૧૦.

“નવી પૃથ્વી” એટલે શું? જેમ આકાશ નીચે પૃથ્વી છે, તેમ યહોવાહના રાજ્ય નીચે એક સમાજ હશે. આ સમાજને “નવી પૃથ્વી” કહેવાય છે, કેમ કે એમાં કોઈ દુષ્ટ કે પાપી હશે નહિ. (નીતિવચનો ૨:૨૧, ૨૨) આ સમાજના લોકો આજે પણ પૂરા દિલથી યહોવાહને જ ભજે છે. (ગીતશાસ્ત્ર ૨૨:૨૭) તમારા વિષે શું?

નવી દુનિયામાં સર્વ લોકો યહોવાહને જ ઈશ્વર માનશે. શું તમે ઈશ્વર પર એટલો પ્રેમ રાખો છો, કે તેમની સર્વ આજ્ઞાઓ પાળો? (૧ યોહાન ૫:૩) ઘરે, નોકરી-ધંધા પર અથવા સ્કૂલે તમે યહોવાહના સાક્ષી તરીકે ઓળખાવ છો?

શું તમે યહોવાહને ભજો છો? જો તમે આજથી જ એમ કરશો તો, નવી પૃથ્વીમાં તમે સર્વ દેશ અને જાતિના લોકોની સંગતમાં સદા યહોવાહની ભક્તિ કરતા રહેશો.—ગીતશાસ્ત્ર ૮૬:૯, ૧૦; યશાયાહ ૨:૨-૪; સફાન્યાહ ૩:૯.

[પાન ૧૭ પર બોક્સ]

એકલા ખરા ઈશ્વર કોણ છે?

યહોવાહે વિશ્વ બનાવ્યું છે. ઈસુએ કહ્યું કે તે “એકલા ખરા” ઈશ્વર છે.—યોહાન ૧૭:૩.

આજે કરોડો લોકો હાથે બનાવેલા દેવ-દેવીઓની મૂર્તિઓને, અરે ગુરુઓને પણ પૂજે છે. બીજા લોકો માને છે, કે ‘પૈસો મારો પરમેશ્વર!’ ઘણા લોકો જાત-જાતની સંસ્થાઓ અને ફિલસૂફીઓ પર ભરોસો મૂકે છે. ઘણા તો બાઇબલમાં માનવાનો દાવો કરે છે, પણ “એકલા ખરા” ઈશ્વરનું નામ પણ જાણતા નથી!—પુનર્નિયમ ૪:૩૫.

ઈશ્વર પોતે કહે છે: “હું યહોવાહ છું; એ જ મારૂં નામ છે.” (યશાયાહ ૪૨:૫, ૮) એ નામ બાઇબલની મૂળ ભાષાઓમાં આશરે સાત હજાર વખત મળી આવે છે. એટલે ઈસુએ પ્રાર્થના કરી: “હે અમારા પરમપિતા, તારા નામનો મહિમા થાઓ.” (માથ્થી ૬:૯, સંપૂર્ણ બાઇબલ) શું તમારી દિલની પ્રાર્થના પણ એ જ છે?

યહોવાહ પ્રેમના સાગર છે. શાસ્ત્ર કહે છે કે તે ‘દયાળુ અને કૃપાળુ ઈશ્વર છે. કોપ કરવામાં મંદ અને દૃઢ પ્રેમ તથા સત્યથી ભરપૂર છે.’ પણ, તે પાપી અને દુષ્ટ લોકોને ચલાવી લેતા નથી. (નિર્ગમન ૩૪:૬, ૭, IBSI) બાઇબલ બતાવે છે કે યહોવાહ કેવા પરમેશ્વર છે.

આપણે ફક્ત યહોવાહને, હા ફક્ત યહોવાહને જ ભજવું જોઈએ. તે જ ઈશ્વર છે. શું તમે યહોવાહનો જયજયકાર કરો છો?

[પાન ૧૮ પર બોક્સ/ચિત્ર]

યહોવાહ પુષ્કળ આશીર્વાદો વરસાવશે!

આખી પૃથ્વી સુંદર બનશે યશાયાહ ૩૫:૧

આખા જગતમાં સર્વ નાત-જાતના યોહાન ૧૩:૩૫;

લોકો એકબીજા પર ખૂબ પ્રેમ રાખશે પ્રકટીકરણ ૭:૯, ૧૦

જગતના દરેક ખૂણામાં શાંતિ હશે ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧;

મીખાહ ૪:૩, ૪

સરસ મજાનું કામ અને પુષ્કળ ખાવા-પીવાનું હશે યશાયાહ ૨૫:૬;

૬૫:૧૭, ૨૧-૨૩

દુઃખ-દર્દ, બીમારી કે મરણને મિટાવી દેશે યશાયાહ ૨૫:૮;

પ્રકટીકરણ ૨૧:૧, ૪

સર્વ લોકો યહોવાહને જ ભજશે પ્રકટીકરણ ૧૫:૩, ૪

[પાન ૧૯ પર બોક્સ/ચિત્રો]

શું તમે આશીર્વાદો પામશો?

‘યહોવાહ કદી જૂઠું બોલી શકતા નથી!’—તીતસ ૧:૨.

યહોવાહ કહે છે: ‘મારું વચન સફળ થશે. મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના, તે ફોકટ મારી પાસે પાછું વળશે નહિ.’—યશાયાહ ૫૫:૧૧.

યહોવાહની નવી સરકાર સ્વર્ગમાંથી રાજ કરે છે અને તેમનો નવો સમાજ પૃથ્વી પર ભેગો થઈ રહ્યો છે.

યહોવાહનું વચન છે કે તે ‘નવા આકાશ’ ‘નવી પૃથ્વી’ પર અનેક આશીર્વાદો વરસાવશે! તે કહે છે કે ‘જુઓ, હું સઘળું નવું બનાવું છું. આ વાતો વિશ્વાસયોગ્ય તથા સત્ય છે.’—પ્રકટીકરણ ૨૧:૧, ૫.

હવે, સવાલ એ થાય છે કે ‘નવી પૃથ્વી’ પર રહેવા અને યહોવાહની ભક્તિ કરવા, શું તમે ફેરફારો કરો છો? તમારે શું કરવું એ તમારા હાથમાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો