બાઇબલમાં રહેલો ખજાનો | યશાયા ૬૩-૬૬
નવાં આકાશ અને નવી પૃથ્વીને લીધે મોટો આનંદ છવાઈ જશે
યશાયા ૬૫માં યહોવાએ નવી દુનિયાનું વચન આપ્યું છે. એ વચન એટલું ચોક્કસ છે કે, યહોવાએ એનું વર્ણન એ રીતે કર્યું છે જાણે એ પૂરું થઈ ચૂક્યું છે.
યહોવા નવાં આકાશ અને નવી પૃથ્વીનું સર્જન કરશે, જ્યાં જૂની વાતોને યાદ કરવામાં આવશે નહિ
નવાં આકાશ એટલે શું?
એ નવી સરકાર છે, જે પૃથ્વી પર ન્યાયી પરિસ્થિતિ લાવશે
એ ૧૯૧૪માં સ્થપાઈ ગઈ છે, જ્યારે ઈસુને ઈશ્વરના રાજ્યના રાજા બનાવવામાં આવ્યા
નવી પૃથ્વી એટલે શું?
એ દરેક દેશ, ભાષા અને જાતિના લોકોથી બનેલો સમાજ છે, જે નવી સરકારને રાજીખુશીથી આધીન રહે છે
કઈ રીતે જૂની વાતોને યાદ કરવામાં આવશે નહિ?
શારીરિક, માનસિક કે લાગણીમય રીતે દુઃખ આપતી દરેક યાદોને ભૂંસી નાખવામાં આવશે
વફાદાર સેવકો જીવનનો પૂરો આનંદ માણશે અને દરેક દિવસની સુંદર પળોને મનમાં કેદ કરશે