બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૨૦-૨૨
“જુઓ! હું બધું નવું બનાવું છું”
યહોવાએ વચન આપ્યું છે કે તે બધું નવું બનાવશે.
“નવા આકાશ”: નવી સરકાર આવશે ત્યારે પૃથ્વી પર નેક લોકો હશે
“નવી પૃથ્વી”: એવા લોકોનો સમાજ જે ઈશ્વરના રાજને આધીન રહેશે અને તેમનાં નેક ધોરણો પ્રમાણે જીવશે
“બધું નવું”: શરીરની તકલીફો નહિ રહે. મન અને દિલ પર લાગેલા ઘા રુઝાય જશે. દરેક દિવસની સુંદર પળો લોકોના મનમાં હંમેશ માટે રહેશે