વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lv પાન ૨૪૯-પાન ૨૫૧ ફકરો ૧
  • હસ્તમૈથુનની બૂરી આદત પર જીત મેળવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હસ્તમૈથુનની બૂરી આદત પર જીત મેળવો
  • ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • સરખી માહિતી
  • હસ્તમૈથુન—એ કેટલું ગંભીર છે?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • હસ્તમૈથુન છોડવા હું શું કરું?
    પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે, ગ્રંથ ૧
  • હસ્તમૈથુન—હું આવેગ સામે કઈ રીતે લડી શકું?
    પ્રશ્ના જે યુવાન લાકા પૂછે છે જવાબા જે સફળ થાય છે
  • ઈશ્વરની નજરે સાફ અને શુદ્ધ રહીએ
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
lv પાન ૨૪૯-પાન ૨૫૧ ફકરો ૧

વધારે માહિતી

હસ્તમૈથુનની બૂરી આદત પર જીત મેળવો

હસ્તમૈથુન (માસ્ટરબેશન) એવી ગંદી આદત છે, જેને ઈશ્વર ધિક્કારે છે.a જે વ્યક્તિને આ આદત હોય છે, તે સ્વાર્થી બની પોતાનો જ વિચાર કરતી હોય છે. આ આદત વ્યક્તિના વિચારોને ભ્રષ્ટ કરી દે છે. એટલું જ નહિ, હસ્તમૈથુન કરનારાઓ બીજાઓને ફક્ત પોતાની વાસના સંતોષવાનું એક સાધન ગણવા લાગી શકે. તેઓ માટે જાતીય સંબંધ પતિ-પત્ની વચ્ચેના પ્યારનું પ્રતીક ન રહેતા, ખાલી એવી આદત બની જાય છે, જે પલ-બે-પલની મજા આપે. ખરું કે એનાથી તેની જાતીય ઉત્તેજના શમી જાય છે, પણ થોડી વાર માટે જ. હકીકતમાં, આ આદત ‘વ્યભિચાર, અશુદ્ધતા અને અયોગ્ય કામવાસના’ જેવી શરીરની ખરાબ ઇચ્છાઓને શમાવી દેવાને બદલે ભડકાવે છે.—કલોસી ૩:૫.

પ્રેરિત પાઉલે આમ લખ્યું: ‘વહાલાઓ, આપણે તન-મનની સર્વ પ્રકારની ગંદકી દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા મેળવીએ.’ (૨ કરિંથી ૭:૧) જો તમને આ શબ્દો પાળવાનું અઘરું લાગતું હોય તો નિરાશ ન થતા. યહોવા હંમેશાં તમને ‘માફ કરવા’ અને મદદ આપવા તૈયાર છે. (ગીતશાસ્ત્ર ૮૬:૫; લુક ૧૧:૯-૧૩) તમારું મન ડંખે છે અને તમે એ બૂરી આદત છોડી દેવા પ્રયત્ન કરો છો, એ જ બતાવે છે કે તમે યહોવાના કહેવા પ્રમાણે ચાલવા માંગો છો. ખરું કે અમુક વખતે તમે પાછા એ જ ભૂલ કરી બેસો છો. પણ હિંમત ન હારો. યાદ રાખો, ‘આપણા અંતઃકરણ કરતાં ઈશ્વર મહાન છે, અને તે બધું જ જાણે છે.’ (૧ યોહાન ૩:૨૦) યહોવા આપણાં પાપને જ નહિ, આપણા સારા ગુણોને પણ જુએ છે. એટલે તેમની દયાની ભીખ માંગીએ ત્યારે, તે હમદર્દી બતાવીને આપણી પ્રાર્થના સાંભળે છે. જેમ બાળક તકલીફમાં મદદ માટે પપ્પા પાસે દોડી જાય છે, તેમ આપણે પણ મદદ માટે યહોવાને નમ્ર દિલથી પ્રાર્થના કરતા રહેવું જોઈએ. યહોવા શુદ્ધ દિલથી તેમની ભક્તિ કરવાનો ચોક્કસ આશીર્વાદ આપશે. (ગીતશાસ્ત્ર ૫૧:૧-૧૨, ૧૭; યશાયા ૧:૧૮) ખરું કે એ માટે તમારે પ્રાર્થના પ્રમાણે જરૂરી ફેરફારો કરવા પડશે. દાખલા તરીકે, તમારે હરેક પ્રકારની પોર્નોગ્રાફી અને ખરાબ મિત્રોથી દૂર રહેવા બનતું બધું જ કરવું પડશે.b

જો હસ્તમૈથુનની બૂરી આદત છોડવી તમારા માટે અઘરું હોય તો શું કરશો? યહોવાની ભક્તિ કરતા તમારાં મમ્મી, પપ્પા કે પછી મંડળમાં સારો દાખલો બેસાડતા કોઈ મિત્ર સાથે એ વિષે વાત કરો.c—નીતિવચનો ૧:૮, ૯; ૧ થેસ્સાલોનિકી ૫:૧૪; તિતસ ૨:૩-૫.

a હસ્તમૈથુન એટલે જનનાંગોને પંપાળવાં કે રગડવાં, જે સામાન્ય રીતે વ્યક્તિને સમાગમના ચરમસુખ તરફ લઈ જાય છે.

b સાવચેતીના પગલા તરીકે ઘણાં કુટુંબો કૉમ્પ્યુટર એવી જગ્યાએ રાખે છે, જ્યાં બધાની અવર-જવર હોય. કેટલાંક કુટુંબોએ એવા સોફ્ટવેર પ્રોગ્રામ પણ ખરીદ્યા છે, જે ખરાબ સાઈટ કે માહિતીને બ્લૉક કરી દે છે. જોકે, એવા કોઈ પણ પ્રોગ્રામ પર પૂરો ભરોસો મૂકી શકાય નહિ.

c હસ્તમૈથુનની બૂરી આદત છોડવાનાં ઉપયોગી સૂચનો માટે આ માહિતી જુઓ: “યુવાનો પૂછે છે. . . હું આ આદત પર કેવી રીતે જીત મેળવી શકું?” અવેક! નવેમ્બર ૨૦૦૬; પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે જવાબો જે સફળ થાય છે પુસ્તક, પ્રકરણ ૨૬, પાન ૨૦૫-૨૧૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો