પ્રકરણ ૨૬
હસ્તમૈથુન—હું આવેગ સામે કઈ રીતે લડી શકું?
“એ બહુ મજબૂત વ્યસન છે,” ૧૫ વર્ષ સુધી હસ્તમૈથુન સાથે સંઘર્ષ કરનાર યુવકે કહ્યું. “એ કોઈ પણ ડ્રગ કે આલ્કોહોલયુકત પીણાં જેવું વ્યસન બની શકે.”
જો કે, પ્રેષિત પાઊલે પોતાની ઇચ્છાઓને કઠોર માલિક જેવી બનવા ન દીધી. એથી વિરુદ્ધ, તેણે લખ્યું: “હું મારા દેહનું [દૈહિક ઇચ્છાઓનું] દમન કરું છું, તથા તેને વશ રાખું છું.” (૧ કોરીંથી ૯:૨૭) તે પોતાની સાથે કડક બન્યો! એવો જ પ્રયત્ન કોઈ પણ વ્યકિતને હસ્તમૈથુનથી મુકત થવા શકિતમાન કરશે.
“પગલાં લેવા તમારાં મનોને તૈયાર કરો”
ઘણાં તણાવ અને ચિંતા દૂર કરવા હસ્તમૈથુન કરે છે. તેમ છતાં, હસ્તમૈથુન કોયડા પ્રત્યે પ્રત્યાઘાત પાડવાની છોકરવાદી રીત છે. (સરખાવો ૧ કોરીંથી ૧૩:૧૧.) ‘વિચારશકિત’ બતાવવી અને ખુદ કોયડા પર હુમલો કરવો વધારે સારું છે. (નીતિવચન ૧:૪) કોયડા અને ચીડ કચડી નાખતાં જણાય ત્યારે “તમારી સર્વ ચિંતા [દેવ] પર નાખો.”—૧ પીતર ૫:૬, ૭.
ધારો કે તમે અકસ્માત એવું કંઈ જુઓ કે સાંભળો જે જાતીયતા ઉશ્કેરતું હોય તો શું? બાઈબલ ભલામણ કરે છે: “પગલાં લેવા તમારાં મનોને તૈયાર કરો; આત્મસંયમી બનો.” (૧ પીતર ૧:૧૩, ન્યૂ ઇન્ટરનેશનલ વર્શન) તમારા મનથી પ્રયાસ કરો અને અનૈતિક વિચાર દૂર કરો. ઉશ્કેરણી તરત જ શમી જશે.
જો કે, વ્યકિત રાત્રે એકલી હોય ત્યારે, ખરાબ વિચારો દૂર કરવા વિશેષ મુશ્કેલ હોય છે. એક યુવતી સલાહ આપે છે: “સૌથી સારી બાબત એ થઈ શકે કે તરત જ પથારીમાંથી બહાર આવવું અને કોઈક પ્રકારના કામમાં વ્યસ્ત થવું, અથવા થોડોક નાસ્તો કરવો, જેથી તમારું મન બીજી બાબતો તરફ વળે.” હા, ‘જે કોઈ બાબતો ગંભીર વિચારણા માગતી, ન્યાયી, વિશુદ્ધ, પ્રેમપાત્ર, પ્રશંસનીય હોય એનો વિચાર કરવા’ પોતા પર દબાણ કરો.—ફિલિપી ૪:૮.
તમને ઊંઘવામાં મુશ્કેલી પડતી હોય તો, વિશ્વાસુ રાજા દાઊદનું અનુકરણ કરો, જેણે લખ્યું: “મારા બિછાના પર તું [દેવ] મને યાદ આવે છે, અને હું રાતને પહોરે તારું ધ્યાન ધરું છું.” (ગીતશાસ્ત્ર ૬૩:૫ [૬૩:૬, NW]) ઘણી વાર દેવ અને તેમના ગુણો પર વિચારવા તમારા મનને ફરજ પાડવી ઘટમાળ બદલશે. દેવ આ મલિન ટેવને કઈ દ્રષ્ટિથી જુએ છે એ વિષે વિચારવાનું ચાલુ રાખવું પણ મદદ કરે છે.—ગીતશાસ્ત્ર ૯૭:૧૦.
નિવારક પગલાં લો
“ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને દંડાય છે,” પ્રેરિત શાણા માણસે લખ્યું. (નીતિવચન ૨૨:૩) અગમચેતી આચરીને તમે પોતાને ચતુર બતાવી શકો. દાખલા તરીકે, તમને જણાય કે અમુક પ્રવૃત્તિમાં ભાગ લેવો, ચુસ્ત કપડાં પહેરવાં, અથવા અમુક ખોરાક ખાવો તમને જાતીયપણે ઉત્તેજિત કરે છે તો, સર્વ કરીને એ નિવારો. દાખલા તરીકે, આલ્કોહોલયુકત પીણાં વ્યકિતના અંકુશો નબળા પાડી શકે અને આત્મસંયમ અઘરો બનાવે. વળી, લાગણી ઉત્તેજક વિષયોવાળા કોઈ પણ વાંચન સામગ્રી, ટીવી કાર્યક્રમો, અથવા ચલચિત્રો મરકીની જેમ નિવારો. “વ્યર્થતામાંથી મારી દ્રષ્ટિ ફેરવ,” ગીતકર્તાએ પ્રાર્થના કરી.—ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭.
તમે વિશેષપણે નબળા હો એવા સમયો માટે પણ નિવારક પગલાં લઈ શકાય. યુવતીને જણાય શકે કે મહિનાના અમુક સમયે તેની જાતીય ઇચ્છાઓ વધુ તીવ્ર બને છે. અથવા વ્યકિત લાગણીમય રીતે ખેદિત કે ઉદાસીન હોય શકે. “જો તું સંકટને દિવસે નાહિંમત થઈ જાય, તો તારું બળ થોડું જ છે,” નીતિવચન ૨૪:૧૦ ચેતવણી આપે છે. તેથી લાંબા સમય સુધી એકલા રહેવાનું નિવારો. સુદ્રઢ કરતી પ્રવૃત્તિઓની યોજના કરો જે તમારા મનને પડકારમય કાર્યક્રમોમાં પરોવેલું રાખી, એને અનૈતિક વિચારો તરફ ખેંચાવાની તકો ઓછી કરશે.
આત્મિક આક્રમણ
એક ૨૭ વર્ષનો માણસ જે ૧૧ વર્ષનો હતો ત્યારથી એ ટેવ સામે સંઘર્ષ કરતો હતો તે છેવટે વિજય મેળવી શકયો. “એ આક્રમણ કરવાની બાબત હતી,” તે સમજાવે છે. “હું અપવાદ વિના એકેએક દિવસ બાઈબલના બે અધ્યાય વાંચું છું.” તેણે ત્રણથી વધુ વર્ષોથી એ અચૂકપણે કર્યું છે. બીજો એક ખ્રિસ્તી સલાહ આપે છે: “સૂવા જતાં પહેલાં આત્મિક બાબતો સાથે સંબંધિત કંઈક વાંચો. દિવસનો છેલ્લો વિચાર આત્મિક હોય એ ઘણું જ મહત્ત્વનું છે. એ સમયે પ્રાર્થના પણ અત્યંત મદદરૂપ છે.”
બીજાઓને બાઈબલ શીખવવાના કામ જેવા, “પ્રભુના કામમાં સદા મચ્યા રહેવું” પણ મદદ કરે છે. (૧ કોરીંથી ૧૫:૫૮) હસ્તમૈથુન આંબનાર એક સ્ત્રીએ જણાવ્યું: “પૂરેપૂરા સમયની સુવાર્તિક તરીકે મારા મન અને શકિતઓ દેવ સાથેનો સ્વીકૃત સંબંધ મેળવવામાં બીજાઓને મદદ કરવા તરફ વળેલાં હોવાં એ એક બાબત છે જે હમણાં મને એ ટેવ નિવારવા ખરેખર મદદ કરે છે.”
તમે પણ હૃદયપૂર્વકની પ્રાર્થના દ્વારા, ‘સામાન્ય કરતા વધુ શકિત’ માટે દેવને વિનંતી કરી શકો. (૨ કોરીંથી ૪:૭) “તેની [દેવની] આગળ તમારું હૃદય ખુલ્લું કરો.” (ગીતશાસ્ત્ર ૬૨:૮) એક યુવતી કહે છે: “પ્રાર્થના શકિતનો ત્વરિત બુરજ છે. ઇચ્છા ઊભી થાય છે ત્યારે પ્રાર્થના કરવી જરૂર મદદ કરે છે.” વળી, ઊઠો ત્યારે અને આખા દિવસ દરમ્યાન, તમારો નિરધાર દેવ સમક્ષ વ્યકત કરો અને તેમના શકિતદાયક પવિત્ર આત્મા માટે આજીજી કરો.—લુક ૧૧:૧૩.
બીજાઓ પાસેની મદદ
તમારા વ્યકિતગત પ્રયત્નો સફળ ન થાય તો, મા/બાપ કે ખ્રિસ્તી વડીલ જેવી મદદ કરી શકે એવી વ્યકિતને વાત કરો. યુવતીઓને પરિપકવ ખ્રિસ્તી સ્ત્રીને ભરોસાથી વાત કરવી મદદરૂપ જણાય શકે. (તીતસ ૨:૩-૫) હતોત્સાહની હદે પહોંચેલા એક યુવકે કહ્યું: “એક સાંજે મેં મારા પપ્પા સાથે ખાનગીમાં એ વિષે વાત કરી.” તેણે પ્રગટ કર્યું: “એ કહેવામાં મારે બધી શકિત લગાવવી પડી. મેં તેમને કહ્યું ત્યારે હું રડ્યો, હું એટલો બધો શરમિંદો હતો. પરંતુ તેમણે મને જે કહ્યું એ હું કદી નહિ ભૂલું. તેમણે પોતાના ચહેરા પર આશ્વાસનના સ્મિત સાથે કહ્યું: ‘હું તારામાં ગર્વ લઉં છું.’ એ હદ સુધી પહોંચવા માટે મેં જે સહન કર્યું હતું એ તે જાણતા હતા. એ કરતાં બીજા કોઈ શબ્દો મારા આત્મા અને કૃતનિશ્ચાયને વધુ ઉત્તેજન આપી શકયાં ન હોત.
“પછી હું ‘બહુ દૂર જતો રહ્યો’ ન હતો એ જોવામાં મને મદદ માટે મારા પપ્પાએ થોડાંક શાસ્ત્રવચનો બતાવ્યાં.” યુવાને કહેવાનું ચાલુ રાખ્યું, “અને ત્યારબાદ હું મારા ખોટા માર્ગની ગંભીરતા સમજ્યો છું એની ખાતરી કરવા થોડાં વધુ શાસ્ત્રવચનો. તેમણે અમુક સમય સુધી ‘પાટી ચોખ્ખી રાખવા’ કહ્યું, અને પછી અમે ફરીથી ચર્ચા કરતાં. તેમણે મને કહ્યું કે હું ફરી એમાં પડી જાઉં તો એને લીધે કચડાઈ ન જવું, પણ બીજી વાર એમાં પડવા પહેલાં લાંબો સમય કાઢવો.” યુવાન માણસે કોયડો પૂરેપૂરો આંબ્યા પછી ઉમેર્યું: “બીજી કોઈક વ્યકિત મારા કોયડા વિષે સજાગ હોય અને મને મદદ કરતી હોય એ સૌથી મોટો લાભ હતો.”
ફરી પડી જવાને હાથ ધરવું
એ ટેવ આંબવા સખત મહેનત કર્યા પછી, એક યુવાન ફરી એમાં પડયો. તેણે કબૂલ્યું: “એ જાણે મારા પર કચડી નાખતા દબાણ જેવું હતું. મને એટલું બધું નકામાપણું લાગ્યું. પછી મેં તર્ક દોડાવ્યો: ‘હું વધુ પડતો દૂર ગયો છું. મારા પર યહોવાહની કૃપા તો છે જ નહિ, તેથી શા માટે પોતા પ્રત્યે કઠોર થવું?’” તેમ છતાં, એક વાર પડી જવાનો અર્થ એવો થતો નથી કે વ્યકિત લડત હારી ગઈ છે. એક ૧૯ વર્ષની છોકરી યાદ કરે છે: “શરૂઆતમાં એ દર રાત્રે થતું, પરંતુ પછી મેં યહોવાહ પર વધુ આધાર રાખવો શરૂ કર્યો, અને તેમના આત્માની મદદથી હવે હું કદાચ વર્ષમાં છ વખત નિષ્ફળ જાઉં છું. દર વખતે હું નિષ્ફળ જાઉં છું પછીથી મને બહુ જ ખરાબ લાગે છે, પરંતુ બીજી વાર પરીક્ષણ આવે છે ત્યારે, હું વધુ મજબૂત હોઉં છું.” આમ તે ધીમેધીમે પોતાની લડત જીતી રહી છે.
ફરી પડી જવાય ત્યારે, એમાં શું દોરી ગયું એનું પૃથક્કરણ કરો. એક યુવાન કહે છે: “હું શું વાંચી કે વિચારી રહ્યો હતો એના પર હું નજર નાખું છું. લગભગ હંમેશા હું લપસી પડ્યાનું કારણ સ્પષ્ટ ચીંધી શકું છું. એ રીતે હું એ કરવાનું બંધ કરી એને સુધારી શકું.”
સારી લડતના બદલાઓ
હસ્તમૈથુનને આંબનાર એક યુવાને કહ્યું: “કોયડો આંબવાને લીધે, હું યહોવાહ સમક્ષ શુદ્ધ અંતઃકરણ ધરાવી શકું છું, અને એ એવું કંઈક છે જે હું કોઈ પણ બાબતના બદલામાં આપીશ નહિ!”
હા, સારું અંતઃકરણ, સુધરેલી સ્વમાનની લાગણી, વધુ નૈતિક શકિત, અને દેવ સાથેનો વધુ નિકટનો સંબંધ એ સર્વ હસ્તમૈથુન વિરુદ્ધની સારી લડતના બદલાઓ છે. છેવટે હસ્તમૈથુન આંબનાર એક યુવતી કહે છે: “મારું માનો, એ ટેવ પરનો વિજય એને માટે કરવામાં આવેલા પ્રયત્નો માટે પૂરેપૂરો યોગ્ય છે.”
“પ્રાર્થના શકિતનો ત્વરિત બુરજ છે. ઇચ્છા ઊભી થાય છે ત્યારે પ્રાર્થના કરવી જરૂર મદદ કરે છે”
ચર્ચા માટે પ્રશ્નો પ્રકરણ ૨૬
◻ શા માટે જાતીયતા ભડકાવનારા વિચારોમાં રાચવું જોખમકારક છે? યુવક કે યુવતી પોતાનું મન બીજી કોઈક બાબત પર લગાડવા શું કરી શકે?
◻ હસ્તમૈથુનમાં રાચવાનું પરીક્ષણ ઓછું કરવા માટે એક યુવાન કયાં નિવારક પગલાં લઈ શકે?
◻ શા માટે આત્મિક આક્રમણ મદદરૂપ છે?
◻ એ ટેવ આંબવામાં પ્રાર્થના કયો ભાગ ભજવે છે?
◻ આ બાબતે કોયડો હોય તો કોઈકને ભરોસાથી વાત કરવી શા માટે મદદરૂપ છે?
બીભત્સતા—ટેવ પાડતી અને જોખમકારક!
“બીભત્સતા સર્વત્ર છે: તમે ફળિયામાં ચાલો—ત્યાં એ પુસ્તકોની લારીમાં ખુલ્લી રીતે પ્રદર્શિત હોય છે,” ૧૯ વર્ષના રોનાલ્ડે યાદ કર્યું. “અમારા શિક્ષકોમાંના કેટલાક એ શાળામાં લાવતાં, અને બીજા વર્ગમાં જવાની રાહ જોતાં હોય એ દરમ્યાન પોતાની મેજ પર એ વાંચતાં.” હા, વિવિધ ઉંમર, પાર્શ્વભૂમિકા, અને શૈક્ષણિક સ્તરના લોકો બીભત્સ સાહિત્યના આતુર વાંચકો હોય છે. માર્ક નામના યુવાને કહ્યું: “મેં છોકરીઓવાળા સામયિકો વાંચ્યાં અને ફોટાઓ જોયાં ત્યારે એ રોમાંચક હતાં! . . . હું એ સામયિકોના નવા અંકોની રાહ જોતો કેમ કે મેં એક વાર જોઈ લીધા હોય એ ફરીથી જોવાથી સરખો જ રોમાંચ મળતો નહિ. એ ટેવ પાડે છે.” પરંતુ શું એ સારી ટેવ છે?
બીભત્સતા ભરમાળ સંદેશો ધરાવે છે: ‘જાતીયતા પૂરેપરી આત્મપ્રસન્નતા માટે છે.’ એનો ઘણો ભાગ બળાત્કાર અને વિકૃત હિંસાથી તરબોળ હોય છે. ઘણાં જોનારાને જલદી જ જણાય છે કે “હળવાં” રૂપો (સોફ્ટ-કોર) હવે ઉત્તેજક લાગતાં નથી અને તેથી તેઓ વધુ બીભત્સ ચિત્રો અને ચલચિત્રો શોધે છે! ન્યૂ યોર્ક યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર, અર્નેસ્ટ વોન ડેન હેગે કહ્યું: “બીભત્સતા આપણને બીજાઓને ફકત માંસનાં ટૂકડા તરીકે, આપણા પોતાના લાગણીમય આનંદની ખાતર શોષવાની વસ્તુ તરીકે સમજવા આમંત્રણ આપે છે.”
તદુપરાંત બીભત્સતા ઘણી વાર વૈવાહિક કોયડામાં દોરી જતી જાતીયતાને મચકોડેલી, મૂર્તિ રૂપે, વક્ર દ્રષ્ટિ રજૂ કરે છે. એક યુવાન પત્ની કહે છે: “બીભત્સ સાહિત્ય વાંચવાને લીધે મેં મારા પતિ પાસેથી, પુસ્તકોમાં ચિતરવામાં આવેલી વિકૃત બાબતોની ઇચ્છા રાખી. એ સતત ચીડ અને જાતીયપણે નિરાશામાં દોરી ગયું.” કેટલીક સેંકડો સ્ત્રીઓ જેઓના જીવનમાંના પુરુષો બીભત્સ સાહિત્ય વાંચતા હોય, એની તેઓ વચ્ચેના સંબંધ પર શું અસર પડી એ વિષે ૧૯૮૧માં એ સ્ત્રીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. લગભગ અડધોઅડધે અહેવાલ આપ્યો કે એણે ગંભીર કોયડા ઊભા કર્યાં હતાં. એણે ખરેખર અમુક લગ્નો અથવા સગાઈ તોડી નાખ્યાં. એક પત્નીએ વિલાપ કર્યો: “બીભત્સતા દ્વારા જાતીયતામાં રાહતની [મારા પતિની] જરૂરિયાત અને ઇચ્છા પરથી હું એવું જ અનુમાન કરી શકું કે હું અપૂરતી છું . . . હું દેવ પાસે ઇચ્છું છું કે હું તેને સંતોષી શકું એવી સ્ત્રી હોત તો કેવું સારું, પરંતુ તે પ્લાસ્ટિક અને કાગળ વધારે પસંદ કરે છે અને તેની જરૂરિયાતે મારા એક ભાગનો નાશ કર્યો છે. . . . બીભત્સતા . . . પ્રેમવિરોધી છે . . . એ કદરૂપી, ક્રૂર અને વિનાશક છે.”
જો કે, ખ્રિસ્તી યુવાનો માટે સૌથી વધુ ચિંતાની બાબત તો એ હકીકત છે કે બીભત્સતા દેવની નજરમાં શુદ્ધ રહેવાના વ્યકિતના પ્રયત્નોથી બિલકુલ વિરુદ્ધ કાર્ય કરે છે. (૨ કોરીંથી ૬:૧૭–૭:૧) બાઈબલ બતાવે છે કે પ્રાચીન સમયોમાં કેટલાકની “બુદ્ધિ અંધકારમય થએલી હોવાથી” તેઓએ “નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી પોતાને લંપટપણાને સોંપ્યાં.” (એફેસી ૪:૧૮, ૧૯) તમે આવી ભ્રષ્ટતા અનુભવવાનું ઇચ્છશો? યાદ રાખો કે, પ્રસંગોપાત બીભત્સતામાં રાચવું પણ વ્યકિતના અંતઃકરણને લાગણીશૂન્ય બનાવતી અસર કરી શકે. એ કેટલાક યુવાન ખ્રિસ્તીઓને હસ્તમૈથુન કરવા અને, એથી પણ ભૂંડું, જાતીય અનૈતિકતામાં દોરી ગયું છે. તો પછી, બીભત્સતાથી દૂર રહેવા સખત મહેનત કરવી ડહાપણભરી બાબત છે.
“ઘણી વાર બીભત્સતા સીધેસીધી મારી નજર સામે હોય છે,” યુવાન ડેરલ કહે છે. “તેથી મને એ પ્રથમ નજરે જોવાની ફરજ પડે છે; પરંતુ મારે બીજી વાર જોવાની જરૂર નથી.” હા, એ ખુલ્લી રીતે પ્રદર્શિત કરવામાં આવી હોય ત્યાં જોવાની ના પાડો, અને એ જોવા માટે સહાધ્યાયીઓને તમને દબાણ કરવા ન દો. જેમ ૧૮ વર્ષની કેરને વિચારદલીલ કરી: “અપૂર્ણ વ્યકિત તરીકે વિશુદ્ધ અને પ્રશંસનીય બાબતો પર મારું મન રાખવાનો પ્રયત્ન કરવો ઘણું જ મુશ્કેલ છે. હું જાણીજોઈને બીભત્સ સાહિત્ય વાંચું તો એ હજુ વધારે અઘરું નહિ બને?”