૯
યહોવાનો જયજયકાર
૧. જયજયકાર! ઈશ્વરનો કરʼયે
દિલથી, ઉમંગથી પોકારʼયે
એ મહાન દિવસ નજીક છે
સર્વને યહોવા ન્યાય દેશે
માથે ઈસુને પહેરાવ્યો મુગટ
આપ્યો છે ઈસુને રાજદંડ
એની ખુશખબર સૌને જણાવ્યે
ઈશ્વર સુખ-શાંતિ પાથરશે
(ટેક)
જયજયકાર! ઈશ્વરનો કરʼયે
તેનું નામ સર્વને જણાવ્યે
૨. જયજયકાર! ઈશ્વરનો કરʼયે
દિલથી, ઉમંગથી પોકારʼયે
ધરતીની ધૂળ અમે છીએ
હીરા-મોતી અમને તું સમજે
તારો અમારા પર મોટો એહસાન
છે તારી કૃપા તારો પ્રેમ
તારી દયાનું, તારી વફાનું
કરીએ આ જગતમાં એલાન
(ટેક)
જયજયકાર! ઈશ્વરનો કરʼયે
તેનું નામ સર્વને જણાવ્યે
(ગીત. ૮૯:૨૭; ૧૦૫:૧; યિર્મે. ૩૩:૧૧ પણ જુઓ.)