પાઠ ૧૬
સહાયક સેવકો કઈ સેવા આપે છે?
મ્યાનમાર
સભામાં ભાગ
પ્રચારનું ગ્રૂપ
પ્રાર્થનાઘરની સંભાળ
બાઇબલ વડીલો અને સહાયક સેવકો વિશે જણાવે છે, જેઓ મંડળની સંભાળ રાખે છે. (ફિલિપી ૧:૧) મોટા ભાગે દરેક મંડળમાં એવા કેટલાક ભાઈઓ હોય છે. સહાયક સેવકો આપણા લાભમાં કેવી સેવા આપે છે?
તેઓ વડીલોને મદદ કરે છે. સહાયક સેવકોનો યહોવા સાથે પાકો સંબંધ હોય છે. તેઓ ભરોસાપાત્ર અને ચીવટથી કામ કરનાર યુવાન કે મોટી ઉંમરના ભાઈઓ હોય છે. તેઓ મંડળને લગતાં નાનાં-મોટાં જરૂરી કામો ઉપાડી લે છે. એના લીધે વડીલો મંડળમાં શીખવવાના અને સભ્યોની સંભાળ રાખવાના કામ પર વધારે ધ્યાન આપી શકે છે.
તેઓ જરૂરી સેવા આપે છે. અમુક સહાયક સેવકોને સભામાં આવતા સર્વને આવકારવાનું કામ સોંપવામાં આવે છે. બીજા કેટલાક સાઉન્ડ વિભાગ સંભાળે છે; સાહિત્ય આપે છે; મંડળનો હિસાબ સંભાળે છે; ભાઈ-બહેનોને સોંપણી આપે છે કે તેઓ ક્યાં પ્રચાર કરશે. તેઓ પ્રાર્થનાઘરની સંભાળ પણ રાખે છે. ઘણી વાર વડીલો તેઓને મોટી ઉંમરના ભાઈ-બહેનોને મદદ આપવાનું પણ જણાવે છે. સહાયક સેવકોને અનેક જાતનાં કામ સોંપવામાં આવે છે. તેઓ રાજીખુશીથી ગમે તે કામ કરવા તૈયાર હોવાથી મંડળ તેઓની મહેનતની કદર કરે છે.—૧ તીમોથી ૩:૧૩.
તેઓ જવાબદાર ભાઈઓ તરીકે સારો દાખલો બેસાડે છે. ખ્રિસ્ત જેવા ગુણો હોવાથી તેઓને સહાયક સેવક તરીકે પસંદ કરવામાં આવે છે. તેઓ સભામાં અમુક ભાગ રજૂ કરે છે એનાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. પ્રચારકાર્યમાં આગેવાની લઈને તેઓ આપણો ઉત્સાહ વધારે છે. તેઓ વડીલો સાથે હળી-મળીને કામ કરતા હોવાથી, મંડળમાં આનંદ અને સંપ વધે છે. (એફેસી ૪:૧૬) સમય જતાં, યોગ્યતા કેળવીને તેઓ પણ વડીલો તરીકે સેવા આપી શકે છે.
સહાયક સેવકો કેવા હોય છે?
મંડળ સારી રીતે ચાલે એ માટે સહાયક સેવકો કેવી સેવા આપે છે?