વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૯ પાન ૨૬-પાન ૨૭ ફકરો ૧
  • ઈસુ નાઝરેથમાં મોટા થાય છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ નાઝરેથમાં મોટા થાય છે
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • તેમણે રક્ષણ કર્યું, ભરણપોષણ કર્યું, જવાબદારી નિભાવી
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • બાર વર્ષના ઈસુ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • ઈસુનું કુટુંબ કેવું હતું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • કુંવારી હોવા છતાં મરિયમ મા બનવાની છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
વધુ જુઓ
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૯ પાન ૨૬-પાન ૨૭ ફકરો ૧
ઈસુને યુસફ સુથારીકામની તાલીમ આપે છે

પ્રકરણ ૯

ઈસુ નાઝરેથમાં મોટા થાય છે

માથ્થી ૧૩:૫૫, ૫૬ માર્ક ૬:૩

  • યુસફ અને મરિયમના કુટુંબમાં વધારો થાય છે

  • ઈસુ કામધંધો શીખે છે

ઈસુ નાઝરેથમાં મોટા થયા, જે નાનકડું શહેર હતું. એ યહુદિયાની ઉત્તરે ડુંગરાળ પ્રદેશમાં ગાલીલ વિસ્તારમાં આવેલું હતું. એ શહેર ગાલીલ સમુદ્ર નામના મોટા સરોવરની પશ્ચિમે આવેલું હતું.

ઈસુ આશરે બે વર્ષના હશે ત્યારે, યુસફ અને મરિયમ તેમને ઇજિપ્તથી અહીં લાવ્યા હતા. એવું લાગે છે કે એ સમયે ઈસુ તેઓનું એક જ બાળક હતું. સમય જતાં, તેઓને બીજા છોકરા થયા, જેઓના નામ યાકૂબ, યુસફ, સિમોન અને યહુદા હતા. યુસફ અને મરિયમને છોકરીઓ પણ થઈ. ઈસુને ઓછાંમાં ઓછાં છ નાનાં ભાઈબહેનો હતાં.

ઈસુનાં સગા-સંબંધીઓ પણ હતાં. એલિસાબેત અને તેના દીકરા યોહાન વિશે આપણે જોઈ ગયા. તેઓ યહુદિયામાં રહેતા હતા, જે દક્ષિણ તરફ ઘણા કિલોમીટર દૂર આવેલું હતું. પણ, નજીક ગાલીલમાં શલોમી રહેતી હતી, જે મરિયમની બહેન અને ઈસુની માસી હતી. શલોમીના પતિ ઝબદી હતા. તેઓના દીકરાઓ યાકૂબ અને યોહાન હતા. તેઓ ઈસુના મસિયાઈ ભાઈઓ હતા. આપણે નથી જાણતા કે તેઓ મોટા થયા તેમ, ઈસુએ તેઓ સાથે વધારે સમય ગાળ્યો હશે કે કેમ. પણ, પછીથી તેઓ ઈસુના ગાઢ મિત્રો અને પ્રેરિતો બન્યા.

યુસફે પોતાના વધતા જતાં કુટુંબનું ભરણપોષણ કરવા ખૂબ મહેનત કરવી પડતી. તે સુથાર હતા. યુસફે ઈસુને પોતાના દીકરા તરીકે મોટા કર્યા. એટલે, લોકો ઈસુને “સુથારનો દીકરો” કહેતા. (માથ્થી ૧૩:૫૫) યુસફે ઈસુને સુથારીકામ પણ શીખવ્યું અને ઈસુ એ સારી રીતે શીખ્યા. તેથી, લોકોએ પછીથી ઈસુ વિશે કહ્યું: “એ તો સુથાર છે.”—માર્ક ૬:૩.

યુસફ અને મરિયમ પોતાનાં બાળકોને ઈશ્વરનું શિક્ષણ આપે છે

યુસફના કુટુંબ માટે યહોવાની ભક્તિ સૌથી મહત્ત્વની હતી. નિયમશાસ્ત્ર પ્રમાણે, યુસફ અને મરિયમ ‘જ્યારે ઘરમાં બેઠા હોય, ને જ્યારે રસ્તે ચાલતા હોય, ને જ્યારે સૂઈ જાય ને જ્યારે ઊઠે,’ ત્યારે પોતાનાં બાળકોને ઈશ્વરનું શિક્ષણ આપતાં. (પુનર્નિયમ ૬:૬-૯) નાઝરેથમાં એક સભાસ્થાન હતું. ચોક્કસ, યુસફ પોતાના કુટુંબને નિયમિત રીતે ત્યાં ભક્તિ કરવા લઈ જતા હશે. એટલે જ તો કહેવામાં આવ્યું કે, “તેમની રીત પ્રમાણે સાબ્બાથના દિવસે” ઈસુ સભાસ્થાનમાં ગયા. (લુક ૪:૧૬) યરૂશાલેમમાં યહોવાના મંદિરે નિયમિત જવામાં પણ યુસફના કુટુંબને ઘણી મઝા આવતી.

  • ઈસુને ઓછાંમાં ઓછાં કેટલાં ભાઈબહેનો હતાં?

  • ઈસુ કયું કામ શીખ્યા હતા અને શા માટે?

  • યુસફે પોતાના કુટુંબને કયું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો