વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૧૦ પાન ૩૦
  • લોતની પત્નીને યાદ રાખો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લોતની પત્નીને યાદ રાખો
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • ઇબ્રાહિમ સાથે ઈશ્વર કરાર કરે છે
    બાઇબલનો સંદેશો શું છે?
  • ચિંતાનો સામનો કરવા બીજાઓને મદદ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • લોતની પત્નીને યાદ રાખો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૧૦ પાન ૩૦
લોતની પત્ની મીઠાનો થાંભલો બની જાય છે, પણ લોત અને તેમની દીકરીઓ સદોમના નાશમાંથી બચીને ભાગી રહ્યાં છે

પાઠ ૧૦

લોતની પત્નીને યાદ રાખો

લોત તેમના કાકા ઇબ્રાહિમ સાથે કનાન દેશમાં રહેતા હતા. અમુક સમય પછી લોત અને ઇબ્રાહિમનાં ઘેટાં-બકરાં ઘણાં વધી ગયાં. તેઓને જગ્યા ઓછી પડવા લાગી. ઇબ્રાહિમે લોતને કહ્યું: ‘હવે આપણે બધા એક જગ્યાએ નહિ રહી શકીએ. પહેલા તું પસંદ કર કે તું ક્યાં જવા માંગે છે. હું બીજે જઈશ.’ તમે ધ્યાન આપ્યું, ઇબ્રાહિમે પોતાના ફાયદાનો વિચાર ન કર્યો, પણ બીજાનો વિચાર કર્યો.

લોતે ચારે બાજુ નજર કરી અને જોયું કે સદોમ શહેર નજીકનો વિસ્તાર ખૂબ જ સુંદર છે. ત્યાં ભરપૂર પાણી છે અને લીલુંછમ ઘાસ છે. એટલે તેમણે પોતાના કુટુંબ સાથે ત્યાં જવાનું નક્કી કર્યું.

સદોમની નજીક ગમોરાહ શહેર હતું. એ બંને શહેરોના લોકો બહુ ખરાબ હતા. તેઓ એટલા ખરાબ હતા કે યહોવાએ એ શહેરોનો નાશ કરવાનું નક્કી કર્યું. પણ તે લોત અને તેમના કુટુંબને બચાવવા માંગતા હતા. એટલે તેમણે બે દૂત મોકલ્યા. દૂતોએ લોત અને તેમના કુટુંબને કહ્યું: ‘તમે જલદી આ શહેરમાંથી નીકળી જાઓ! યહોવા આનો નાશ કરવાના છે.’

લોત શહેર છોડવામાં મોડું કરી રહ્યા હતા. એટલે દૂતોએ તેમનો, તેમની પત્નીનો અને બંને દીકરીઓના હાથ પકડ્યા અને તેઓને ઉતાવળે શહેરની બહાર લઈ આવ્યા. દૂતોએ કહ્યું: ‘પોતાનો જીવ બચાવવા અહીંથી નાસી જાઓ! પાછળ વળીને જોશો નહિ, નહિ તો મરી જશો!’

સદોમ અને ગમોરાહ પર અગ્‍નિ અને ગંધક વરસી રહ્યાં છે

તેઓ સોઆર શહેર પહોંચ્યા ત્યારે, યહોવાએ સદોમ અને ગમોરાહ પર અગ્‍નિ અને ગંધક વરસાવ્યાં. એ બંને શહેરોનો પૂરેપૂરો નાશ થઈ ગયો. લોતની પત્નીએ યહોવાની વાત ન માની અને પાછળ જોયું, તરત જ તે મીઠાનો થાંભલો બની ગઈ. પણ લોત અને તેમની બંને દીકરીઓને કંઈ ન થયું, કેમ કે તેઓએ યહોવાની વાત માની હતી. તેઓને બહુ દુઃખ થયું હશે કે લોતની પત્નીએ ઈશ્વરની વાત માની નહિ. પણ તેઓ એ વાતથી ખુશ હતા કે તેઓએ યહોવાની વાત માની.

“લોતની પત્નીને યાદ રાખો.”—લૂક ૧૭:૩૨

સવાલ: યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કેમ કર્યો? લોતની પત્ની મીઠાનો થાંભલો કેમ બની ગઈ?

ઉત્પત્તિ ૧૩:૧-૧૩; ૧૯:૧-૨૬; લૂક ૧૭:૨૮, ૨૯, ૩૨; ૨ પિતર ૨:૬-૯

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો