વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૨૨ પાન ૫૬-પાન ૫૭ ફકરો ૩
  • લાલ સમુદ્ર પાસે ચમત્કાર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લાલ સમુદ્ર પાસે ચમત્કાર
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • ‘ઊભા રહો, ને યહોવાહ તમારો બચાવ કરશે તે જુઓ’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • ઇઝરાયલ પ્રજાને ઈશ્વર ગુલામીમાંથી છોડાવે છે
    બાઇબલનો સંદેશો શું છે?
  • શું તમે “અદૃશ્યને” જુઓ છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મૂસાએ યહોવાની ભક્તિ કરવાનું પસંદ કર્યું
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૨૨ પાન ૫૬-પાન ૫૭ ફકરો ૩
ઇજિપ્તનો રાજા અને તેની સેના

પાઠ ૨૨

લાલ સમુદ્ર પાસે ચમત્કાર

રાજાએ સાંભળ્યું કે ઇઝરાયેલીઓ ઇજિપ્ત છોડીને જતા રહ્યા છે. એ સાંભળીને રાજાને અફસોસ થયો કે તેઓને કેમ જવા દીધા. તેણે સૈનિકોને હુકમ કર્યો: ‘યુદ્ધના બધા રથો તૈયાર કરો, આપણે તેઓનો પીછો કરીશું!’ પછી તેઓ ઇઝરાયેલીઓનો પીછો કરવા નીકળી પડ્યા.

યહોવા પોતાના લોકોને દિવસે વાદળના થાંભલાથી અને રાતે આગના થાંભલાથી રસ્તો બતાવતા હતા. તે તેઓને લાલ સમુદ્ર પાસે લઈ આવ્યા અને તેઓને ત્યાં રોકાવા કહ્યું.

પછી ઇઝરાયેલીઓએ જોયું કે ઇજિપ્તનો રાજા પોતાની સેના લઈને તેઓનો પીછો કરી રહ્યો છે. હવે તેઓને લાગ્યું કે તેઓ ફસાઈ ગયા છે, કેમ કે આગળ સમુદ્ર હતો અને પાછળ ઇજિપ્તની સેના. તેઓ ડરી ગયા હતા એટલે મૂસાને કહ્યું: ‘તમે અમને ઇજિપ્તમાંથી કેમ લઈ આવ્યા? હવે જોજો, આપણે બધા મરી જઈશું.’ પણ મૂસાએ તેઓને કહ્યું: ‘ડરશો નહિ! જુઓ કે યહોવા આપણને કઈ રીતે બચાવે છે.’ ખરેખર, મૂસાને યહોવા પર કેટલો બધો ભરોસો હતો!

યહોવાએ ઇઝરાયેલીઓને આગળ વધવાનું જણાવ્યું. એ જ રાતે યહોવાએ વાદળના થાંભલાને ઇઝરાયેલીઓ અને ઇજિપ્તની સેના વચ્ચે મૂકી દીધો. હવે ઇજિપ્તની સેના બાજુ અંધારું હતું, પણ ઇઝરાયેલીઓ બાજુ અજવાળું હતું.

યહોવાએ મૂસાને કહ્યું: ‘સમુદ્ર પર તારો હાથ લાંબો કર.’ પછી યહોવાએ એવું કંઈક કર્યું કે આખી રાત જોરથી પવન ફૂંકાયો. એનાથી સમુદ્રના બે ભાગ થઈ ગયા અને બંને બાજુ પાણીની દીવાલ ઊભી થઈ ગઈ. વચ્ચે એક કોરો રસ્તો થઈ ગયો. લાખો ઇઝરાયેલીઓ એ કોરી જમીન પર ચાલીને સમુદ્રને પેલે પાર ગયા.

ઇઝરાયેલીઓ સમુદ્રની કોરી જમીન પર ચાલે છે અને તેઓની બંને બાજુ પાણીની દીવાલ ઊભી છે

રાજાની સેના ઇઝરાયેલીઓનો પીછો કરતી કરતી એ કોરી જમીન પર આવી ગઈ. પછી યહોવાએ સેનાને ગૂંચવી નાખી. તેઓના રથોનાં પૈડાં નીકળવા લાગ્યાં. સૈનિકો બૂમો પાડીને એકબીજાને કહેવા લાગ્યા: ‘ભાગો અહીંથી! યહોવા તેઓ તરફથી લડી રહ્યા છે.’

યહોવાએ મૂસાને કહ્યું: ‘તારો હાથ સમુદ્ર પર લાંબો કર.’ મૂસાએ એવું કર્યું કે તરત જ પાણીની દીવાલો ઇજિપ્તની સેના પર તૂટી પડી. રાજા અને તેના બધા સૈનિકો મરી ગયા, એકેય ના બચ્યો.

સમુદ્રની આ પાર લોકોના મોટાં ટોળાએ યહોવા માટે આ ગીત ગાયું: “યહોવા માટે ગાઓ, કેમ કે તેમણે મહાન વિજય મેળવ્યો છે. તેમણે ઘોડાને અને એના સવારને સમુદ્રમાં ડુબાડી દીધા છે.” જ્યારે લોકો ગીત ગાતા હતા, ત્યારે સ્ત્રીઓ નાચતી હતી અને ખંજરી વગાડતી હતી. હવે તેઓ ગુલામીમાંથી છૂટી ગયા હતા, એટલે બહુ ખુશ હતા.

“એટલે આપણે પૂરી હિંમતથી કહી શકીએ છીએ: ‘યહોવા મને મદદ કરનાર છે, હું જરાય ડરીશ નહિ. માણસ મને શું કરી લેવાનો?’”—હિબ્રૂઓ ૧૩:૬

સવાલ: લાલ સમુદ્ર પાસે શું થયું? યહોવાએ ઇઝરાયેલીઓને બચાવવા શું કર્યું?

નિર્ગમન ૧૩:૨૧–૧૫:૨૧; નહેમ્યા ૯:૯-૧૧; ગીતશાસ્ત્ર ૧૦૬:૯-૧૨; ૧૩૬:૧૧-૧૫; હિબ્રૂઓ ૧૧:૨૯

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો