વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lfb પાઠ ૩૭ પાન ૯૦-પાન ૯૧ ફકરો ૧
  • યહોવાએ શમુએલ સાથે વાત કરી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાએ શમુએલ સાથે વાત કરી
  • ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • સરખી માહિતી
  • તે “યહોવાની હજૂરમાં રહીને મોટો થયો”
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • શમૂએલ યહોવાને માર્ગે ચાલ્યા
    મારી બાઇબલ વાર્તાઓ
  • નિરાશાઓમાં પણ તે ટકી રહ્યા
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • શમુએલ પાસેથી શીખીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
વધુ જુઓ
ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
lfb પાઠ ૩૭ પાન ૯૦-પાન ૯૧ ફકરો ૧
શમુએલ મંડપના દરવાજા ખોલે છે

પાઠ ૩૭

યહોવાએ શમુએલ સાથે વાત કરી

પ્રમુખ યાજક એલીના બે દીકરાઓ હતા. તેઓ મંડપમાં યાજકો તરીકે સેવા આપતા હતા. તેઓનાં નામ હતાં, હોફની અને ફીનહાસ. તેઓ યહોવાના નિયમો પાળતા ન હતા અને લોકો સાથે એકદમ ખરાબ રીતે વર્તતા હતા. જ્યારે ઇઝરાયેલીઓ યહોવા માટે બલિદાન લાવતા, ત્યારે હોફની અને ફીનહાસ એમાંથી સૌથી સારું માંસ પોતાના માટે લઈ લેતા. એલીએ પોતાના દીકરાઓનાં કામો વિશે સાંભળ્યું, તોપણ તેઓને સુધાર્યા નહિ. શું યહોવાએ એ બધું ચલાવી લીધું?

હોફની અને ફીનહાસ કરતાં શમુએલ ઘણો નાનો હતો, પણ તે તેઓ જેવો ન બન્યો. એટલે યહોવા શમુએલથી ખૂબ ખુશ હતા. એક રાતે શમુએલ સૂતો હતો ત્યારે, તેને લાગ્યું કે કોઈ તેને બોલાવે છે. તે દોડીને એલી પાસે ગયો અને તેણે પૂછ્યું: ‘તમે મને બોલાવ્યો?’ પણ એલીએ કહ્યું: ‘મેં તને નથી બોલાવ્યો. જા જઈને સૂઈ જા.’ શમુએલ પાછો આવીને સૂઈ ગયો. તેને ફરીથી એ અવાજ સંભળાયો. ત્રીજી વાર એવું થયું ત્યારે, એલી સમજી ગયા કે યહોવા શમુએલને બોલાવી રહ્યા છે. તેમણે શમુએલને કહ્યું: “હવે તને ફરી વાર અવાજ સંભળાય તો તું કહેજે, ‘બોલો યહોવા, તમારો સેવક સાંભળી રહ્યો છે.’”

શમુએલ એલીને જણાવે છે કે યહોવાએ તેને શું કહ્યું

શમુએલ પાછો જઈને સૂઈ ગયો. તેને ફરી એ જ અવાજ સંભળાયો: ‘શમુએલ! શમુએલ!’ તેણે જવાબ આપ્યો: ‘બોલો, તમારો સેવક સાંભળી રહ્યો છે.’ યહોવાએ તેને કહ્યું: ‘એલીને જઈને કહેજે કે હું તેને અને તેના કુટુંબને સજા કરીશ. તે જાણે છે કે તેના દીકરાઓ મારા મંડપમાં ખોટાં કામો કરે છે. તોપણ તે કંઈ કરતો નથી.’ બીજા દિવસે સવારે રોજની જેમ શમુએલે મંડપના દરવાજા ખોલ્યા. યહોવાએ કહેલી વાત તે પ્રમુખ યાજકને જણાવતા ડરતો હતો. પણ એલીએ તેને બોલાવીને પૂછ્યું: ‘મારા દીકરા, યહોવાએ તને શું કહ્યું? મને બધું જણાવ.’ એટલે શમુએલે એલીને બધું જણાવી દીધું.

શમુએલ મોટો થતો ગયો તેમ યહોવા તેની મદદ કરતા રહ્યા. બધા ઇઝરાયેલીઓ જાણતા હતા કે યહોવાએ શમુએલને પોતાનો પ્રબોધક અને ન્યાયાધીશ પસંદ કર્યો છે.

“તારી યુવાનીના દિવસોમાં તારા મહાન સર્જનહારને યાદ કર.”—સભાશિક્ષક ૧૨:૧

સવાલ: હોફની અને ફીનહાસ કરતાં શમુએલ કઈ રીતે અલગ હતો? યહોવાએ શમુએલને કયો સંદેશો આપ્યો?

૧ શમુએલ ૨:૧૨-૧૭, ૨૨-૨૬; ૩:૧-૨૧; ૭:૬

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો